અખો | Akho in gujarati
પાખંડો સામે લાલ આંખ કરનાર જ્ઞાનનો વડલો : અખો
નામ | અખો |
જન્મ | ઈ.સ. 1591 |
જન્મસ્થળ | જેતલપુર, અમદાવાદ |
મૂળ નામ | અક્ષયદાસ સોની |
પિતા | રહિયાદાસ |
વખણાતું સાહિત્ય | છપ્પા |
બિરુદ | હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી), જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, વેદાંત કવિ |
ગુરુ | ગોકુળનાથ, બ્રહ્માનંદ (જેમની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ થઈ) |
અવસાન | ઈ.સ. 1656 |
- અખાએ વ્યવસાયને સંપૂર્ણરીતે ત્યજીને જ્ઞાનમાર્ગી સાહિત્ય સ્વરૂપે “છપ્પા” સાહિત્ય પ્રકારની શરૂઆત કરી.
- તેઓએ ધર્મના પાખંડોને સાહિત્યના માધ્યમથી ખુલ્લા પાડયાં.
- તેઓની કટાક્ષમય શૈલી અંત૨માં સ૨ળતાથી ઊતરી જાય તેવી છે.
- જીવનના ઉત્થાન માટે સ્વયં પ્રયત્ન કરવાથી બધું જ પ્રાપ્ત થાય છે, તે તેમનો જીવનમંત્ર રહેલો છે.
- રોજી રોટી માટે તેઓ અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલ દેસાઈની પોળમાં રહેતા હતા.
- આજે પણ ત્યાં અખાનો ઓ૨ડો આવેલો છે.
- અખાને એક બહેન પણ હતી પરંતુ તે નાની ઉંમરે મૃત્યુ પામી હતી. અખાએ જમના નામની એક બાઈને ધર્મની બહેન બનાવી હતી.
- અખાની ધર્મની બહેન જમનાએ તેમના ૫૨ ક૨ેલી શંકા તેમજ જહાંગીરની ટંકશાળમાં મુખ્ય અધિકારી તરીકે નોકરી કરતી વખતે અખા ૫૨ સિક્કાઓમાં હલકી ધાતુ ભેળવવાના ખોટા આરોપને કારણે તેમનું મન ખાટું થઈ ગયું અને તેમણે સોનીના ધંધાને તિલાંજલિ આપી, તેને દુનિયાના નિષ્ઠુર અને સ્વાર્થી વ્યવહારો દુઃખમય લાગ્યા. બધું છોડી તે સત્યની શોધમાં નીકળી પડ્યો.
- તેમના જીવન ૫૨ શંકરાચાર્યના કેવલાદ્વૈતના સિદ્ધાંતની (બ્રહ્મ, સત્ય અને જગત મિથ્યા) અસર થઈ હતી.
- માંડણ બંધારાની “પ્રબોધબત્રીસી” કૃતિનો અભ્યાસ ક૨ીને તેમને “છપ્પા” લખવાની પ્રે૨ણા મળી.
- તેમણે ગુજરાતી સાહિત્યમાં “છપ્પા” (છ પંકિતવાળો કાવ્યપ્રકાર જેમાં રોળા છંદની ચાર અને ઉલ્લાળા છંદની બે પંક્તિઓ હોય છે) સાહિત્ય પ્રકારનું સર્જન કરેલ છે.
- અખાના છપ્પામાં ચોપાઈ છંદનો વિશેષ ઉલ્લેખ છે.
- તેમણે ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનમાર્ગી કવિતા વિશેષ લખેલી છે. તેથી ગુજરાતના જ્ઞાની કવિઓમાં અખાભગતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
- લોક વાયકા મુજબ ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામમાં કવિ અખાની ગાદી સચવાયેલી છે.
- અખાએ 746 છપ્પા લખ્યાં છે. જે 44 અંગમાં છે.
- ઉમાશંકર જોશીએ તેમને “કાંતદ્રષ્ટા” કવિ કહ્યા છે. અખા ઉપ૨ તેમણે “અખો એક અધ્યયન” પુસ્તક લખેલું છે.
- કેશવ હર્ષદ ધ્રુવે અખાની કૃતિ “અનુભવબિંદુ“ને “પ્રાકૃત ઉપનિષદ્“નું બિરુદ આપેલું છે.
જમાનાબહેન સાથેનો પ્રસંગ
- અખો તેના પડોશમાં રહેતા જમનાબહેનને પોતાની બહેન માનતો હતો અને સગી બહેન જેટલું જ હેત કરતો હતો. જમનાબહેને અખાને કહ્યું કે, “ભાઈ, મેં તને 300 રૂપિયા યાપણમાં આપ્યા છે ને! એમાંથી મને સોનાની કંઠી બનાવી આપીશ ?” એટલે અખાએ પોતાની બચતના વધારાના 100 રૂપિયા ઉમેરી જમના બહેનને સોનાની કંઠી બનાવી આપી.
- પરંતુ પાડોશીઓએ ટીકા કરી કે “સોની તો સગી બહેનનું ચોરે, તો તારામાં ગાંઠનું સોનું ઉમેરે ?”. આ ટીકાથી જમનાને શંકા થઈ કે “વજન ખોટું કર્યું હશે. મારા 300 રૂપિયા પૂરા વાપર્યા તો હશે ને ? સોની તો સગા ભાઈનેય છેતરી લે. ભેળસેળ ન કરે તો એ સોની નહીં…” આ શંકાને કારણે જમનાએ કંઠીની બીજા સોની પાસે તપાસ કરાવી. કંઠીની તપાસ માટે સોનીએ કંઠીમાં કાપ મૂકયો અને જાહેર કર્યું કે આ કંઠી 400 રૂપિયાથી વધુ કિંમતની છે. સોનીએ કાપ તો મૂકયો પણ તે રિપેર ન કરી શક્યો.
- એટલે જમના બહેન ફરી અખા પાસે ગઈ અને અખાને કહ્યુ કે “ભઈલા, કંઠીને ઉંદર કોતરી ગયો છે, સમી (રિપે૨) કરી દે ને…” અખો પોતે સોની એટલે તે કંઠી પર લાગેલો કાપ પારખી ગયો. પરંતુ તેણે જમનાને કંઈ કહ્યું નહીં પણ અખાને લોકોના સ્વાર્થી માનસ પર ધૃણા જાગી.
અખાનું વેદાંત જ્ઞાન
- અખો અમદાવાદની જહાંગીરની મુઘલ સરકારની ટંકશાળમાં ઉપરી તરીકે નોકરી કરતો હતો. કોઈએ જહાંગીરની ખોટી કાનભંભેરણી કરી કે “અખો સિક્કામાં હલકી ધાતુ ભેળવે છે”. જહાંગીરે આ વાતની તપાસ કરાવી પરંતુ અખો નિર્દોષ ઠર્યો, પણ આ વાતથી અખાને દુનિયાદારી પર તિરસ્કાર ઉત્પન્ન થયો અને નોકરી છોડી દીધી. અખો નોકરીધંધો છોડી, ઘરબાર ત્યજી ધર્મ અને સત્યની શોધમાં ચાલી નીકળ્યો.
- ધર્મસ્થળ ૫૨ ગયો, પણ તેને સંતોષ ન થયો. ગોકુલ-મથુરામાં વલ્લાભાચાર્યના ચોથા પુત્ર ગોકુળનાથની પાસે કંઠી બંધાવી. પણ તેણે કહ્યું કે,
“ગુરુ કીધા મેં ગોકુળનાથ, ફુગર મનને ઘાલી નાથ,
મન મનાવી સ-ગુરુ થયો, પણ વિચાર નગુરાનો નગુરો રહ્યો.”
- એટલે અખાને ગોકુળનાથથી પણ સંતોષ ન થયો. અંતે તેણે લખ્યું કે,
દેહાભિમાન હૂતો પા શે૨ તે વિદ્યા ભણતા વઘ્યો શેર
ચર્ચા વાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન સમૂળગું ખોય.
- અંતે કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર બહ્માનંદ નામના ગુરુનાં પ્રવચનોથી એ પ્રભાવિત થયો. ગુરુ બ્રહ્માનંદ બ્રાહ્મણેતરને જ્ઞાન નહીં આપતા હોય એવી બીકથી અખો ઝૂંપડીમાં છુપાઈને એમનો બોધ સાંભળતો. એકવાર બ્રહ્માનંદે પ્રશ્ન પૂછતા બધા શિષ્યો ઊંઘી ગયા હોવાથી શિષ્યોના બદલે અખાએ હોકારો ભણ્યો. ગુરુએ તપાસ કરી. અખાની જ્ઞાનપિપાસા જાણી એને સાચો શિષ્ય ગણ્યો અને એણે વેદાન્તનું વિધિસરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને કહ્યું કે,
“બ્રહ્માનંદ સ્વામી અનુભવ્યો રે, જગ ભાસ્યો બ્રહ્માકારે”
સાહિત્ય સર્જન / કૃતિઓ
કૃતિઓ | અનુભવબિંદુ, અખેગીતા, પંચીકરણ, બારમહિના, કૈવલ્યગીતા, ચિત્ત વિચાર સંવાદ, ગુરુશિષ્ય સંવાદ, કૃષ્ણ-ઉદ્ધવ સંવાદ, અખાજીનો કક્કો, સાત વાર, મહિના, સાખીઓ, અવસ્થા |
હિન્દી કૃતિઓ | બ્રહ્મદીવા, સંતપ્રિયા, નિરૂપણ |
પંક્તિઓ
પોતે હરિને ન જાણે લેશ,
કાઢી બેઠો હરિનો જ વેશ
સો અંધામાં કાણો રાવ,
આંધળાને કાણા પર ભાવ
તિલક કરતાં ત્રેપન વહ્યા,જપમાળનાં નાકાં ગયાં
તિ૨થ ફ૨ી ફરી થાક્યા ચ૨ણ,
તોય ન પહોંચ્યાં હરિને શરણ
દેહાભિમાન હૂતો પાશેર, વિધા મળતાં વધ્યો શેર
ઓછું પાત્ર ને અદકું ભણ્યો,
વઢકણી વહુએ દીકરો જણ્યો
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે
દેવ મર્કટ ને વળી મદિરા પીએ….
ગુરુ થા તા૨ો તું જ, નથી બીજો કોઈ ભજવા
છીંડું ખોળતા લાધી પોળ,
ક૨ અખા હવે ઝાકમઝોળ
ગુરુ કીધા મેં ગોકુળનાથ
ઘરડા બળદને ઘાલી નાથ
પૂજાવા મનમાં બહુ કોડ, શબ્દ તણા જોડે બહુ જોડ
નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય,
શીત લાંઘણ જો સિંહ કરે, તોય તુણ ન ખાય.
કહ્યું કશુંને સાંભળ્યુ કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું
ભાષાને શું વળગે ભૂર ? રણમાં જે જીતે તે શૂર
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઈ પ્રાકૃતમાંથી નાસી ગયું.
ન્હાયા ધોયા ફરે ફૂટડાં, ખાઈ પીને થયા ખૂંટડા
ધન હ૨ે ધોખો નવ હરે, એ ગુરુ કલ્યાણ શું કરે
સજીવોએ નજીવોને ઘડ્યા, ને સજીવો કહે છે કે મને કાંક દે,
આ અખો ભગત એમ પૂછે છે કે તારી તે એક ફૂટી છે કે બે
આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ
તે ઘર કદી ન જાઈએ, ચાહે કંચન વરસે મેહ
આજ આનંદ મારા અંગમાં ઊપન્યો,
૫૨બ્રહ્મની મને ભાળ લાગી
અમારે હજારે વર્ષ અંધારે ગયા,
તમે આવા ડાહ્યા બાળક કયાંથી થયા ?
અંધે અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
મારકણો સાઢ ચોમાસું માલ્યો.
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ
અજ્ઞાની ને ઊંટબચકું, ઝાલ્યું મૂકે નહિ મુખ થકું
અનુભવી આગળ વાદ જ વદે, ઊંટ આગળ જયમ પાળો ખદે
“વૃદ્ધ થયો વંઠયુ મનંતન, ઉપાય ટળ્યો ને ખૂટ્યું ધન”
આંધળો સસરો સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યા સહુ,
ધોરણ
ધોરણ : 11 | છપ્પા / ઉખાણાં |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
ભાલણ | અહી ક્લિક કરો |
મીરાંબાઈ | અહી ક્લિક કરો |
નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
જૈનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
7 thoughts on “અખો | Akho in gujarati | Gujarati sahitya”