કેળવણીના સ્વરૂપો
ઔપચારિક કેળવણી
- નિશ્ચિત ઉદ્દેશોને દ્રષ્ટિ સમક્ષ રાખી માનવવર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતી કેળવણીને ઔપચારિક કેળવણી કહે છે.
- ઔપચારિક કેળવણીનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં સાંસ્કૃતિક વારસાના સંવર્ધન, રક્ષણ અને હસ્તાંતરણના વાહક તરીકે થાય છે.
- ઔપચારિક કેળવણી તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે.
- ઔપચારિક કેળવણીમાં શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વ નિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે.
- ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે.
- ઔપચારિક કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે. એટલે કે સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ,પાઠયપુસ્તકો, અધ્યાપન પદ્ધતિ, મૂલ્યાંકન વગેરે હેતુ પ્રેરિત હોય છે.
- ઔપચારિક કેળવણીમાં અદ્યતન શિક્ષણ પદ્ધતિ અને આધુનિક દ્રશ્ય-શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
- ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ચોક્કસ નિયમો હોય છે.
- ઔપચારિક કેળવણી ઉપર સરકારનું સીધું નિયંત્રણ હોય છે અથવા જરૂર જણાય ત્યાં હસ્તક્ષેપ કરે છે.
અનૌપચારિક કેળવણી
- અનૌપચારિક કેળવણી એટલે મનુષ્યના જન્મથી મૃત્યુ સુધી ચાલતી સળંગ પ્રક્રિયા.
- અનૌપચારિક કેળવણીમાં નિયત અભ્યાસક્રમ કે અધ્યાપન પદ્ધતિ હોતા નથી.
- અનૌપચારિક કેળવણીમાં કોઈ ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી.
- અનૌપચારિક કેળવણી અનેકધ્રુવી પ્રક્રિયા છે.
- અનૌપચારિક કેળવણી ઘર, સમાજ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ વગેરે દ્વારા અપાય છે.
- અનૌપચારિક કેળવણી વ્યકિતને પોતાની જરૂરિયાત અનુસાર શિક્ષણ આપે છે.
- અનૌપચારિક કેળવણી નિબંધ કેળવણી છે.
- વ્યકિત અને સમાજનું વિશિષ્ટ રીતે છતાં સઘન ઘડતર થાય છે.
- અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શકય બનતું નથી.
અવૈધિક કેળવણી
- અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં અને ત્યારે શીખી શકે તેવા પ્રકારની કેળવણી.
- અવૈધિક કેળવણી શિક્ષણના ઔપચારિક માળખાને ગૌણ ગણે છે.
- અવૈધિક કેળવણીનું મુખ્ય હાર્દ સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે.
- શીખનાર વ્યકિત સ્વેચ્છાએ સગવડ પ્રમાણે કોઈ સ્થળે અને કોઈપણ સમયે શીખી શકે તેવી સગવડ અવૈધિક કેળવણીમાં છે.
- અવૈધિક કેળવણી શુદ્ધ ઔપચારિક કેળવણી અને શુદ્ધ અનૌપચારિક કેળવણી બન્નેના લક્ષણ ધરાવે છે. છતાં તે બન્નેથી ભિન્ન એવું કેળવણીનું સ્વરૂપ છે.
- અવૈધિક કેળવણી નિરક્ષરતા દૂર કરવામાં સહાયક થાય છે.
- અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ ઊભી થતી નથી.
- અવૈધિક કેળવણીમાં ઉંમર બાધ નથી.
- અવૈધિક કેળવણીના કાર્યક્રમોનું વિષયવસ્તુ અને સ્વરૂપ આવશ્યકતા અનુસાર બદલી શકાય છે. અર્થાત્ તે પરિવર્તનશીલ હોય છે.
- અવૈધિક કેળવણીમાં સ્થળ અને કાળના બંધન હોતા નથી.
- અવૈધિક કેળવણી ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલી વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપવા ઉપયોગી છે. આ માટે અંશકાલીન, ખંડકાલીન, રાત્રિશાળા જેવી વ્યવસ્થા ઉપયોગી થઈ શકે છે.
આજીવન કેળવણી
- આજીવન કેળવણી એટલે જન્મ થી મૃત્યુ સુધી ચાલનારી સતત પ્રક્રિયા છે.
- આજીવન કેળવણીમાં ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક કેળવણીનો સમાવેશ થાય
- ડો. ઝાકિર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને વધુ જરૂરિયાત છે.
- આજીવન કેળવણી દ્વારા વ્યકિતનો સાહજિક વિકાસ શકય બને છે.
- આજીવન કેળવણી વ્યક્તિના સમગ્ર જીવન દરમિયાન જીવનના દરેક તબક્કા અને માનવ વિકાસના બધા પાસાને આવરી લે છે.
- આજીવન કેળવણીનું અંતિમ ધ્યેય જીવનની ગુણવત્તા જાળવી રાખવાનો અને સુધારવાનો છે.
- આજીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે ત્યારબાદ તે પડોશ, મિત્રજૂથો, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક જૂથો, પુસ્તકાલય વગેરે સુધી પહોંચે છે.
- અખબાર, સામયિકો, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે.
- આજીવન કેળવણી દ્વારા વ્યક્તિના જીવનમૂલ્યો, માન્યતાઓ, આદર્શો, આચારો, વિચારો વગેરેમાં પરિવર્તન આવે છે.
નિરંતર કેળવણી
- નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્દભવઅમેરિકામાં થયો હતો. અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રૌઢો માટે જે કાર્યક્રમ ગોઠવાય છે. તેને નિરંતર કેળવણી તરીકે ઓળખવામાં આવે છે.
- નિરંતર કેળવણી સતત ચાલતી કેળવણી છે.
- નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓની પૂર્તિ કરવાનું કાર્ય કરે છે.
- નિરંતર કેળવણીનો આરંભ અને અંત નિશ્ચિત નથી.
- વ્યકિતના ઉદવીકરણ જે કાંઈ આવશ્યક લાગે છે તે નિરંતર કેળવણી દ્વારા કેળવી શકાય છે.
- નિરંતર કેળવણી મહદંશે ઔપચારિક હોય છે. તે કેળવણીનું ઔપચારિક સ્વરૂપ છે, માત્ર થોડે અંશે તેમ અનૌપચારિકતા રહેલી છે.
- નિરંતર કેળવણી અપવ્યય અને સ્થગિતતાની સમસ્યાઓથી મુકત છે.
- નિરંતર કેળવણી દ્વારા ફુરસદના સમયને વધુ આનંદદાયક અને ઉપયોગી બનાવી શકાય છે.
- નિરંતર કેળવણીમાં વ્યકિત પોતાની ક્ષમતાનું સ્તર સુધારવા સ્વેચ્છાએ જોડાય છે.
- નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રચાર, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ ગૃહ સુશોભન, સમાજસેવા, જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
દૂરવર્તી શિક્ષણ
- દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ
- દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. અને શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેક્નોલોજીના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. છે
આમ, દૂરવર્તી શિક્ષણ એટલે ……
- ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો સમન્વય છે.
- પ્રત્યક્ષ બદલે પરોક્ષ શિક્ષણ પર ભાર મૂકે છે.
- સ્વઅધ્યયન પર ભાર મૂકે છે.
- વિદ્યાર્થી ઘરે રહીને પોતાની અનુકૂળતાએ અભ્યાસ કરી શકે છે.
- વિદ્યાર્થીઓ વિવિધ માધ્યમો દ્વારા શિક્ષણ મેળવે છે.
- દૂરવર્તી શિક્ષણ વ્યકિતગત સ્વતંત્ર અભ્યાસ પર ભાર મૂકે છે.
- ટેક્નોલોજીના વિવિધ સાધનોનો સમન્વય છે.
ઉદ્દભવ
- સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઈંગ્લેન્ડમાં ઉદ્દભવ્યો હતો. વર્ષ 1960 માં ઉચ્ચ શિક્ષણ માટે નિમાયેલી રોબિન્સ સમિતિએ ‘યુનિવર્સિટી ઓફ એર’ નો વિચાર રજૂ કર્યો હતો.
- ભારતમાં દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મુકયો હતો. તે અનુસાર વર્ષ 1962માં દિલ્હી યુનિવર્સિટીએ પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરી હતી. ત્યારબાદ ભારતમાં અસંખ્ય યુનિવર્સિટીએ જુદાજુદા ક્ષેત્રના પત્રાચાર કાર્યક્રમ દાખલ કર્યા છે. ભારતમાં સૌપ્રથમ વર્ષ 1985મા દિલ્હી ખાતે ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ગુજરાતમાં ઈ.સ. 1994માં ડો.બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી. હાલના સમયમાં ભારતમાં 15 જેટલી ઓપન યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ આપી રહી છે.
દૂરવર્તી શિક્ષણના હેતુઓ
- શિક્ષણમાં વિદ્યાર્થીઓને સમાન તકો પૂરી પાડવી.
- વિદ્યાર્થીઓને મનગમતા ક્ષેત્રમાં અભ્યાસની તકો પૂરી પાડવી.
- વિદ્યાર્થી સ્વપ્રયત્ન દ્વારા શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરતા શીખે.
- ફાજલ સમયનો શિક્ષણમાં ઉપયોગ કરવો.
- બધા માટે માટે શિક્ષણ સુલભ બનાવવું.
- વિદ્યાર્થી સ્વઅધ્યયનથી શિક્ષણ મેળવતા શીખે.
દૂરવર્તી શિક્ષણના લાભ
- દેશના કોઈ પણ શિક્ષણ વંચિત વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
- વિદ્યાર્થી પોતાની શીખવાની ગતિ પ્રમાણે શીખી શકે છે.
- ઘરમાં રહેવાવાળી સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
- વ્યવસાય સાથે અભ્યાસ કરવાની તક પ્રાપ્ત થાય છે.
- વિધાર્થી પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે.
- દેશના લોકોને સાક્ષરતા વિકાસમાં યોગદાન આપે છે.
દૂરવર્તી શિક્ષણમાં માધ્યમોના પ્રકાર
મુદ્રિત સામગ્રી
- વર્તમાન પત્રો
- મેગેઝીન
- પુસ્તક
- પોસ્ટર
- બુલેટિન બોર્ડ
અમુદ્રીત સામગ્રી
- ટીવી
- રેડિયો
- ઈન્ટરનેટ
- વી.સી.આર
- ચેનલ