ગંગાસતી | Gangasati
સોરઠી સંતવાણીનાં કવિયિત્રી : ગંગાસતી
નામ | ગંગાસતી |
મૂળ નામ | ગંગાબાઈ કહળસંગ ગોહિલ |
ઉપનામ | સોરઠના મીરાંબાઈ, હીરા બા |
માતા | રૂપાળીબા |
જન્મ | ઈ.સ. 1846 |
જન્મસ્થળ | રાજપરા (પાલિતાણા), ભાવનગર |
ગુરુ | રામેતવેનજી |
શિષ્ય | પાનબાઈ (પુત્રવધૂ) |
અવસાન | ઈ.સ. 1894 |
- ગંગાસતી વાઘેલા રાજપૂતના દીકરી હતાં. ગંગાસતીએ પોતાની પુત્રવધુ અને શિષ્યા “પાનબાઈ” ને સંબોધીને ભજનોની રચના કરી છે.
- સાત્વિક ભજનની સરવાણી એટલે ગંગાસતી.
- પતિએ સમાધિ લીધા બાદ ગંગાસતીએ પાનબાઈને ઉદ્દેશીને રોજના એક ભજનની રચના કરી 52 પદોની રચના કરી અને 53મા દિવસે પોતે જીવતા સમાધિ લીધી.
- તેમના આ ભજનો “સોરઠી સંતવાણી” માં “ગંગાસતીનાં ભજનો” નામથી સંગ્રહાયા છે.
- સાચાં મોતીઓની માળા જેવાં આ ભજનોમાં ગ્રંથાયેલા વિચારો સાંભળનાર અને સમજનારના દિલને મુગ્ધ કરી મૂકે છે.
- તેમણે પાનબાઈને સંભળાવેલા ભજનોને ભુધરદાસજીએ શબ્દસ્વરૂપ આપ્યું છે.
- “મન નો ડગે” પદની રચના ગંગાસતીએ કરેલ છે.
પંક્તિઓ
મેરુ રે ડગે પણ માં મન નો ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ રે
વિપદ પડે પણ વણસે નહીં, ઈ તો હરિજનના ૫૨માણ રે
ભકિત રે કરવી એને રાંક થઈને રહેવું રે
મેલવું અંતરનું અભિમાન રે
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ
પિયાલો આવ્યો ભકતો કાળનો
વીજળીને ચમકારે મોતીડાં ૫૨ોવો ને પાનબાઈ
અચાનક અંધારા આવશે જી
શીલવંત સાધુને વારેવારે નમીએ
જેના બદલે નહિ વ્રતમાન રે
ધોરણ
ધોરણ : 10 | શીલવંત સાધુને (ભજન) |
અન્ય સાહિત્યકાર
Related
2 thoughts on “ગંગાસતી | Gangasati in gujarati | Gujarati sahitya”