કવિ નિરાંતને પ્રીતમ પછીનાં બીજા જ્ઞાનમાર્ગી કવિ માનવામાં આવે છે.
તેમણે ગોકળદાસ નામના રામાનંદી સાધુ પાસેથી ઉપદેશ મેળવ્યો હતો.
તેમણે દંડીસ્વામીના ગુરુ બનાવ્યા હતા. દંડીસ્વામીના ઉપદેશ બાદ તેઓ નિર્ગુણ ભકિત તરફ દોરાયા.
તેઓ દર પૂનમે હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોર જતા તેવી માન્યતા છે.
પોતે ક્યારેય સંપ્રદાય સ્થાપવા ઈચ્છતા ન હતા, પરંતુ એમના અવસાન પછી એમના શિષ્યોએ જ્ઞાનીગાદીઓ સ્થાપીને “નિરાંત સંપ્રદાય” ચલાવ્યો છે. બાપુસાહેબ ગાયકવાક પણ તેમના શિષ્ય હતા.
વડોદરામાં આવેલા “નિરાંત મંદિર” દ્વારા તેમની રચનાઓ “શ્રી નિરાંતકાવ્ય” શીર્ષકથી બહાર પાડવામાં આવી છે અને આ સંપ્રદાય દ્વારા સમયાંતરે “નિરાંત સંત સંમેલન” શીર્ષક થી સત્સંગ, ભજન અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
ભક્તિ અને વૈરાગ્યનાં પદો, કુંડલિયા, ધોળ-છપ્પા, કાફીઓ, તિથિઓ
1 thought on “નિરાંત ભગત | Nirant bhagat in gujarati | Gujarati sahitya”