બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati
સરળ, સચોટ અને વ્યંગયુક્ત કાવ્યોના સર્જક : બાપુસાહેબ ગાયકવાડ
નામ | બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ |
પિતા | યશવંતરાય ગાયકવાડ |
જન્મ | ઈ.સ. 1777 |
જન્મસ્થળ | વડોદરા |
સાહિત્ય | રાજિયા / મરશિયા / છાજિયા |
ગુરુ | નિરાંત ભગત, ધીરા ભગત |
અવસાન | ઈ.સ. 1843 |
- તેઓ કબીરના વિચારોથી પ્રભાવિત થઈને મરાઠી અને ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા હતા.
- કબીરપંથી સાહિત્યકારો માટે “સાહેબ” નામનો શબ્દપ્રયોગ થાય છે. આથી તેમના નામની પાછળ સાહેબ લાગે છે. જો કે તેમના શિષ્યો તેમને બાપુ મહારાજના નામથી ઓળખતા હતા.
- વડોદરા જિલ્લાના સાવલી પાસે આવેલ ગોઠડાના જાગીરદાર હતા. વડોદરામાં મહંમદવાડીમાંની મોટી વોરવાડમાં તેમનો નિવાસ હતો.
- જીવનના ઉત્તરાર્ધમાં દળિયા કણબીઓના ગુર દેયાણના નિરાંત ભગતને તેમજ ધીરા ભગતને ગુરુ તરીકે સ્વીકાર્યા.
- તેમણે ગુજરાતી ભાષામાં રાજિયાની રચના કરી અને મરશિયા સાહિત્ય સ્વરૂપના સર્જન અને વિકાસમાં આગવું યોગદાન આપ્યું છે.
- રાજિયા / મરશિયા મૃત્યુ પ્રસંગે ગવાતું લોકગીત છે. તેમની રચના “રામરાજિયો” આજે પણ મરણપ્રસંગે ગવાય છે.
- તેમણે શુદ્ધ ગુજરાતીમાં કાવ્ય સર્જન કર્યું છે.
- તેમની સમાધિ વીરમગામમાં આવેલી છે.
- આ સમયમાં ભાણસાહેબ નામનો કબીરપંથી કવિ થઈ ગયો, જેમણે ઉત્તમ ગરબીની પણ રચના કરી છે.
પંક્તિઓ
શાંતિ પમાડે તેને તો સંત કહીએ
એના દાસના તે દાસ થઈને રહીએ રે
છાપ, તિલક ને માળા રાખે,
ફૂડ કપટ ને અસત્ય ઘણું ભાખે
અખંડ એક આતમા રે,
બીજું બાકી સ૨વે ધૂળ.
હાથમાં માળા ક્રોધભર્યા કાળા,
એ તો નક્કી ડૂબ્યાના ચાળા
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
ધીરો ભગત (બારોટ) | અહી ક્લિક કરો |
પ્રીતમ | અહી ક્લિક કરો |
શામળ ભટ્ટ | અહી ક્લિક કરો |
પ્રેમાનંદ | અહી ક્લિક કરો |
અખો | અહી ક્લિક કરો |
ભાલણ | અહી ક્લિક કરો |
મીરાંબાઈ | અહી ક્લિક કરો |
નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
જૈનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
2 thoughts on “બાપુસાહેબ ગાયકવાડ | Bapusaheb gaikwad in gujarati | Gujarati Sahitya”