આખ્યનનાં પિતા : ભાલણ
નામ | ભાલણ |
પૂરું નામ | પુરુષોત્તમદાસ તરવાડી |
જન્મ | ઈ.સ. 1500 |
જન્મસ્થળ | પાટણ |
બિરુદ | આખ્યાનના પિતા |
ગુરુ | શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ |
વખણાતું સાહિત્ય | આખ્યાન |
અવસાન | ઈ.સ. 1550 |
- ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે.
- તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે.
- તેમણે રામાયણ ઉપર આધારિત વિશેષ આખ્યાનો આપ્યા. તેઓ એક સંસ્કૃત ભાષાના સારા અનુવાદક પણ હતા.
- ભાલણે મધ્યકાળની ગુજરાતી ભાષાને “ગુર્જરભાષા” સંજ્ઞાથી ઓળખાવી તેમજ ગુજરાતી ભાષામાં આખ્યાન શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો.
- ભાલણે “શિવ-ભીલડી સંવાદ” નામથી તેમનું પ્રથમ આખ્યાન આપ્યું.
- આઠમી સદીના મધ્યકાળમાં થયેલ હર્ષવર્ધનના દરબારના કવિ બાણભટ્ટ દ્વારા મૂળ ગદ્યમાં રચિત “કાદમ્બરી” નો ગુજરાતી પદ્યમાં ભાલણે અનુવાદ કર્યો. આ ઉપરાંત તેમણે રામાયણનો સૌપ્રથમવાર ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. આમ, તેમને ગુજરાતી ભાષાના પ્રથમ અનુવાદક ગણવામાં આવે છે.
- કે. કા. શાસ્ત્રીના મત મુજબ ભાલણ એ મધ્યકાળના શ્રેષ્ઠ અનુવાદક કવિ હતા.
- જેમ નરસિંહ મહેતા ભક્તિ શૃંગારના કવિ કહેવાય છે, તેમ ભાલણ વાત્સલ્ય ભકિતના કવિ કહેવાય છે.
- તેમના બે પુત્રો ઉદ્ધવ અને વિષ્ણુદાસે પણ સાહિત્ય લખ્યું હોવાની માહિતી મળે છે.
- પાટણમાં “ભાલણની ખડકી” આવેલી છે.
સાહિત્ય સર્જન
અનુવાદ | કાદમ્બરી, દશમસ્કંધ, સપ્તસતી |
શિવકથા આધારિત કૃતિ | શિવ-ભીલડી સંવાદ |
ભાગવત પુરાણ આધારિત આખ્યાન | ધ્રુવાખ્યાન, જાલંધરાખ્યાન |
રામાયણ આધારિત આખ્યાન | રામવિવાહ, રામાયણ, રામબાલચરિત્ર |
મહાભારત આધારિત આખ્યાન | દ્રૌપદી વસ્ત્રાહરણ |
પૌરાણિક વિષયવસ્તુ પર આધારિત આખ્યાન | મામકી આખ્યાન, મૃગી આખ્યાન, નળાખ્યાન (શ્રી હર્ષ દ્વારા રચિત સંસ્કૃત મહાકાવ્ય “નૈષધ ચરિતમ્” પરથી) |
પંક્તિઓ
વિધાતાએ વદન રચ્યું તવા૨ા સાર ઈન્દ્રનું હરીઉ. |
વાત કરતી એમ કહી, મિથ્યા ગયું એ કાલ ! હદી શું ચાલ્યું નહીં, ચુંબન દેઈ બાલ ! |
માહ૨ી બુદ્ધિપ્રમાણિ બોલું થોડું સાર, પદી પદ બંધારણ રચાતાં થાય અતિ વિસ્તાર |
ધોરણ
ધોરણ : 11 | નાવિક વળતો બોલિયો (પદ) |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકારો | વાંચવા માટે |
મીરાંબાઈ | અહી ક્લિક કરો |
નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
જૈનયુગના સાહિત્યકારો | અહી ક્લિક કરો |
2 thoughts on “ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya”