ભોજા ભગત | Bhoja bhagat
કટાક્ષમય “ચાબખા”ના સર્જક : ભોજા ભગત
નામ | ભોજા ભગત |
પૂરું નામ | ભોજલરામ કરસનદાસ સાવલિયા |
જન્મ | ઈ.સ. 1785 |
જન્મસ્થળ | દેવકીગાલોળ, રાજકોટ |
કર્મભૂમિ | ફતેહપુર, અમરેલી(હાલ ભોજલધામ તરીકે જાણીતું) |
બિરુદ | ચાબખાના પિતા |
વખણાતું સાહિત્ય | ચાબખા |
શિષ્ય | સંત શ્રીજલારામ બાપા, જીવણરામ |
અવસાન | ઈ.સ. 1850 |
- ભોજા ભગત ભક્તિમાર્ગી કવિની સાથે સાથે એક જ્ઞાનમાર્ગી કવિ હતા. તેમના અનેક શિષ્યો હતા. જેમાંના એક જલારામ બાપા હતા.
- તેમણે આપેલા ચાબખા સાહિત્ય પ્રકા૨થી જન માનસને સાચી દિશા મળે છે.
- મુખ્યત્વે કટાક્ષમય ભાષામાં ચાબખા જોવા મળે છે.
- તેમની મૂળ અટક સાવલિયા હતી.
- અમરેલી જિલ્લાના ફતેહપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
- તેમનું મૂળ નામ ભોજલરામ હોવાથી હાલમાં તેનું નામ ભોજલધામ રાખવામાં આવ્યું છે.
- તેઓ નિરક્ષર સાહિત્યકાર હતા, જેથી તેઓ જેમ ચાબખા બોલતા જતા તેમ તેનો એક વિદ્વાન શિષ્ય જીવણરામ લખી લેતો. આજે પણ તેમની હસ્તપ્રતો સચવાઈ રહી છે.
- ગાંધીજીને પ્રિય એવું “કાચબા કાચબીનું પદ” ભોજા ભગતે લખેલું
- મરાઠી સાહિત્યકાર અનંત ફંડીએ ઓગણીસમી સદીમાં “ફટકા” લખ્યા હતા. ભોજા પૂર્વે રણછોડે “સાટકા” અને “ત્રાજણા” લખ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈ ભોજા ભગતએ “ચાબખા” પદ સ્વરૂપે આપ્યા છે.
- ચાબખા દ્વારા તે સમયમાં ફેલાયેલી બદીઓ, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, અજ્ઞાનતા વગેરેને ઉઘાડા પાડયાં છે.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કૃતિઓ | ચેલૈયા આખ્યાન, બાવનાક્ષર, કક્કા, સ૨વડા, નાની ભકતમાળ, બ્રહ્મબોધ |
પંક્તિઓ
જીવનને શ્વાસ તણી સગાઈ,
ઘરમાં ઘડી ન રાખે ભાઈ
વા૨ ૫૨બે વઢ વાડ કરે,
ને કલેશ કરે જાણી જાણી રે
કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોતર્યાં
મૂરખો, મોહને ઘોડે ચડે, માથે કાળનગા૨ા ગડે,
હરિજન હોય તેની હાંસી કરે, જીવ અવળું બોલી લડે
ત્રાંબિયા સારું ત્રાગુ કરે, ને વળી કામક્રોધના ઊંડા
મૂરખાની દાઢી થઈ ધોળી રે, હૃદયમાં જોયું ન ખોળી રે
અણ નવ ડોલવું, અધિક નવ બોલવું, ખોલવી ગુંજ ને પાત્રખાળી
મૂરખો ૨ળી ૨ળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો
પ્રાણીયા ભજી લેને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર
અન્ય સાહિત્યકાર
Related
3 thoughts on “ભોજા ભગત | Bhoja bhagat in gujarati | Gujarati sahitya”