ભૌતિક રાશિ અને એકમ પદ્ધતિ

ભૌતિક રાશિ

  • ભૌતિક વિજ્ઞાનના નિયમો, કે જેને સંખ્યાત્મક રૂપમાં પ્રગટ કરી શકાય તેને ભૌતિક રાશિ કહે છે.
  • ઉદાહરણ : દળ, વિદ્યુતપ્રવાહ, વગેરે…
  • ભૌતિકરાશિ
    • અદિશ રાશિ
    • સદિશ રાશિ

અદિશ રાશિ (Scalar Quantity)

  • જે રાશિનું વર્ણન કરવા ફક્ત મૂલ્યની જ જરૂર પડે તેવી રાશિને “અદિશ રાશિ” કહે છે.
  • ઉદાહરણ : તાપમાન, સમય, દળ, ઘનતા, કદ, કાર્ય, વગેરે…
Scalar-Quantity

સદિશ રાશિ (Vector Quantity)

  • જે રાશિનું વર્ણન કરવા મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેવી રાશિને “સદિશ રાશિ” કહે છે.
  • ઉદાહરણ : વેગ, પ્રવેગ, બળ, ટોર્ક, સ્થાનાંતર, વગેરે…
  • સદિશ રાશિઓને દર્શાવવા માટે તે રાશિની સંજ્ઞા પર તીર મૂકવામાં આવે છે અથવા તે રાશિની સંજ્ઞાને ઘાટી કરીને દર્શાવવામાં આવે છે.
  • જેમ કે, બળના સદિશને F અથવા F
Vector-Quantity

અન્ય રીતે ભૌતિક રાશિના પ્રકાર

  • ભૌતિક રાશિ
    • મૂળભૂત રાશિ
    • સાધિત રાશિ

મૂળભૂત રાશિ (Fundamental Physical Quantities)

  • જે ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિથી સ્વતંત્ર છે તેવી રાશિને મૂળભૂત રાશિ કહે છે.
  • મૂળભૂત રાશિના એકમને મૂળભૂત એકમ કહે છે.
  • ઉદાહરણ :
મૂળભૂત રાશિમૂળભૂત એકમ
લંબાઈમીટર
દળકિલોગ્રામ
સમયસેકન્ડ

સાધિત રાશિ (Derived Physical Quantities)

  • મૂળભૂત રાશિ પરથી મેળવેલી રાશિને સાધિત રાશિ કહે છે.
  • સાધિત રાશિના એકમને સાધિત એકમ કહે છે.
  • ઉદાહરણ :
સાધિત રાશિસાધિત એકમ
ક્ષેત્રફળમીટર2
ઘનફળમીટર3
ઘનતાકિલોગ્રામ/ મીટર3

પુરક રાશિ

ક્રમપુરક રાશિSI એકમએકમની સંજ્ઞા
1સમતલ કોણરેડિયનrad
2ઘનકોણસ્ટીરેડિયનSr
  • સમતલ કોણ = ચાપ / ત્રિજ્યા
  • ઘનકોણ = ક્ષેત્રફળ / (ત્રિજ્યા)²
  • 1° = π/180 * rad

એકમ

  • કોઈ રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે.

એકમની લાક્ષણિકતા

  • એકમનું માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ.
  • એકમ તેના માપમાં ફેરફાર ન થાય તેવો હોવો જોઈએ તેમજ તેને વ્યાખ્યાયિત કરતી ઘટના (જો હોય તો) કાયમી હોવી જોઈએ.
  • એકમની પ્રતિકૃતિ સહેલાઈથી થઈ શકે અને સહજ રીતે પ્રાપ્ત થઈ શકે તેવી હોવી જોઈએ.

એકમ પદ્ધતિ

ભૌતિક રાશિઓFPS એકમ પદ્ધતિCGS એકમ પદ્ધતિMKS એકમ પદ્ધતિMKSA એકમ પદ્ધતિ
લંબાઈફૂટસેન્ટીમીટરમીટરમીટર
દળપાઉન્ડગ્રામકિલોગ્રામકિલોગ્રામ
સમયસેકન્ડસેકન્ડસેકન્ડસેકન્ડ
વિદ્યુત પ્રવાહએમ્પિયર

SI એકમ પદ્ધતિ

  • ફ્રાંસમાં પેરિસ ખાતેની સંસ્થા “International Bureau of Weights and Measures” ના નેજા હેઠળ ઈ.સ. 1971માં બોલાવાયેલ 14મી બેઠક “General Conference on Weights and Measures” માં આંતરરાષ્ટ્રીય એકમપદ્ધતિ સ્વીકારવામાં આવી, જેને SI એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
  • ભારતમાં SI એકમોના પ્રમાણભૂત માપની જાળવણી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા (NPL) નવી દિલ્હી સંભાળે છે.
  • SI એકમ પદ્ધતિમાં સાત રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
International-System-Of-Units
ક્રમમૂળભૂત રાશિSI એકમએકમની સંજ્ઞા
1લંબાઈમીટરm
2દળકિલોગ્રામkg
3સમયસેકન્ડs
4વિદ્યુતપ્રવાહએમ્પીયરA
5થર્મોડાયનેમિક તાપમાનકેલ્વિનK
6દ્રવ્યનો જથ્થોમોલmol
7જ્યોતિની તીવ્રતાકેન્ડેલાcd

ગુણકો

મૂલ્યપૂર્વગસંજ્ઞા
1018એક્સાE
1015પેટાP
1012ટેરાT
109ગીગાG
106મેગાM
103કિલોk
102હેક્ટાh
10ડેકાda

ઉપગુણકો

મૂલ્યપૂર્વગસંજ્ઞા
10-1ડેસિd
10-2સેન્ટિc
10-3મિલીm
10-6માઈક્રોμ
10-9નેનોn
10-12પિકોp
10-15ફેમ્ટોf
10-18એટોa

Education Vala Highlights

  • જે રાશિનું વર્ણન કરવા ફક્ત મૂલ્યની જ જરૂર પડે તેવી રાશિને અદિશ રાશિ કહે છે.
  • જે રાશિનું વર્ણન કરવા મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેવી રાશિને સદિશ રાશિ કહે છે.
  • ઝડપ અદિશ રાશિ છે જયારે વેગ સદિશ રાશિ છે.
  • જે ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિથી સ્વતંત્ર છે તેવી રાશિને મૂળભૂત રાશિ કહે છે.
  • મૂળભૂત રાશિ પરથી મેળવેલી રાશિને સાધિત રાશિ કહે છે.
  • એમપદ્ધતિમાં સાત રાશિઓને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવેલ છે.
  • દળ મૂળભૂત રાશિ છે જયારે ઘનતા સાધિત રાશિ છે.
  • કોઈ રાશિના પ્રમાણિત માપને તે ભૌતિક રાશિનો એકમ કહે છે.
  • સમતલ કોણનો SI એકમ રેડિયન છે જયારે ઘનકોણનો SI એકમ સ્ટીરેડિયન છે.

Leave a Comment

error: Content is protected !!