Gujaratno Suvarnakal – Gujaratno itihas

Gujaratno Suvarnakal – Gujaratno itihas – ગુજરાતનો સુવર્ણકાળ – ગુજરાતનો ઈતિહાસ

કુમારપાળ (ઈ. સ. 1143 થી 1173)

કુમારપાળ સિદ્ધરાજ જયસિંહનો પિતરાઈ ભાઈ હતો પરંતુ કુમારપાળની માતા કાશ્મીરા દેવીનું અલગ કુળ હોવાથી કુમારપાળ પાટણની ગાદીએ બેસે તેમ સિદ્ધરાજ જયસિંહ ઈચ્છતો ન હતો. અંતે કુમારપાળ ખંભાતમાં હેમચંદ્રાચાર્યના શરણે ગયો. સિદ્ધરાજના મૃત્યુ બાદ મંત્રી ઉદયન, બનેવી કૃષ્ણદેવ અને હેમચંદ્રાચાર્યની મદદથી 50 વર્ષની ઉમરે ઈ. સ. 1143 માં સત્તા સંભાળી. તેણે હેમચંદ્રાચાર્યને ગુરુ માન્યા અને રાજપૂત હોવા છતા શૈવ ધર્મ ચાલુ રાખી જૈન ધર્મ અંગિકાર કર્યો હતો.

કુમારપાળની લશ્કરી સિદ્ધિ

  • કુમારપાળે શાકંભરીના ચાહમાન વંશના (ચૌહાણ) રાજા અર્ણોરાજને પરાજીત કરી તેની પુત્રી જલ્હણા સાથે લગ્નગ્રંથીથી જોડાયો. મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટને મહામાત્ય બનાવ્યો હતો.
  • માળવાના રાજા ભલ્લાલદેવ પાસેથી “ભિલસા પ્રદેશ” જીતી લીધો અને ચિત્તોડના સોલંકી સજ્જનને પણ પરાજીત કર્યો અને તેના પુત્ર સોમેશ્વરને પોતાનો સામંત બનાવ્યો.

કુમારપાળની ઉપમા

  • ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના મતે “ભારતમાં બૌદ્ધ ધર્મના પ્રચાર માટે જે સ્થાન સમ્રાટ અશોકનું છે તેવું જ સ્થાન ગુજરાતમાં જૈન ધર્મના પ્રચારમાં કુમારપાળનું છે.”
  • કુમારપાળને તેના પરાક્રમોને કારણે “ગુજરાતનો અશોક”, પરમ માહેશ્વર, પરમહંત, ઉત્તમશ્રાવક, વિચાર ચર્તુમુખ, ઉમાપતિ વરલબ્ધપ્રસાદ જેવી ઉપાધિઓ મેળવી.

કુમારપાળના બાંધકામો

  • કુમારપાળે સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર પણ કરાવેલો, અણહિલપુરમાં કુમારપાલેશ્વર મંદિર બનાવ્યું. કુમારપાળે રૂઠી રાણીનું માળીયું નો જીર્ણોદ્ધાર કરાવ્યો.
  • તેણે પ્રભાસપાટણમાં પાશ્વનાથ મંદિર તથા તારંગામાં અજીતનાથનું દેરાસર બંધાવ્યું.
  • કુમારપાળ શૈવ ધર્મી હોવા છતા ઝાલોરમાં જિનાલયો, શેત્રુંજય અને ગિરનાર પર 1444 જેટલા જૈન દેરાસરો બંધાવ્યાની દંતકથા છે.

કુમારપાળના પ્રજાકલ્યાણ કાર્યો

  • રાજ્યમાં કોઈ વિધવાને પુત્રરૂપે સંતાન ન હોય તો તેનું ધન જપ્ત કરી લેવાની પ્રથા પ્રચલિત હતી. જેને “રૂડતીનું ધન” અથવા “અપુત્રિકા ધન” કહેવાતું. કુમારપાળે આ પ્રથા બંધ કરાવી.
  • કુમારપાળે રાજ્યમાં માંસ, દારૂ, પશુબલી પર પ્રતિબંધ મૂક્યો. અંહિસાવાદી રાજા કુમારપાળના કારણે સમગ્ર હિંદ અહિંસક બન્યું એવું કહેવામાં આવે છે. કુમારપાળના શાસનકાળ દરમિયાન પટોળાં બનાવવાની કલા વિકસી હતી.

કુમારપાળના સાહિત્યિક કાર્યો

  • કુમારપાળે “ગલદર્પણ” નામનો ગ્રંથ લખ્યો.
  • રામચંદ્ર, વાગ્ભટ્ટ, પ્રહલાદન, સત્યહશ્ચિંદ્ર, ગણચંદ્ર, મહેન્દ્રસૂરી, દેવચંદ્ર, વર્ધમાનગણિ, ઉદયચંદ્ર, યશચંદ્ર અને બાળચંદ્ર વગેરે વિદ્વાનો પણ તેના દરબારમાં હતા.
  • કુમારપાળના સમયમાં કવિ શ્રીપાલે વડનગરના કોટની પ્રશસ્તિ રચી હતી.
  • કુમારપાળ સંસ્કૃત ભાષા પ્રત્યે ખાસ રૂચિ ધરાવતો હતો કારણ કે, તેણે પોતાના દરબારમાં મહાન સંસ્કૃત વિદ્વાનો (1) કપર્દી (2) રામચંદ્ર (3) ઉદ્દયનની નિમણૂક કરી હતી.

કુમારપાળની રાજ્ય વ્યવસ્થા

  • મંત્રી : ઉદ્દયન, કપર્દી
  • મહાઅમાત્ય : વાગ્ભટ્ટ
  • દંડનાયક : ચાહડ
  • લાટનો અધિકારી : આમ્રભટ્ટ
  • ઉત્તરાધિકારી : અજયપાલ (કુમારપાળનો ભત્રિજો)
  • ચિત્તોડનો દંડનાયક : સજ્જન
  • નડુલનો દંડનાયક : વૈજલદેવ
  • સચિવ : વલ્લ
  • કોષાધ્યક્ષ : કપર્દી
  • પુરોહિત : આગિમ, સર્વદેવ
  • મહામોહુર્તિક : રુદ્ર
  • જૈન ધર્મ સ્થાપનાનો અધ્યક્ષ : અભયકુમાર
કુમારપાળની રાજ્ય વ્યવસ્થા

હેમચંદ્રાચાર્ય (ઈ.સ. 1088 થી 1173)

  • હેમચંદ્રાચાર્ય ગુજરાતની અસ્મિતાના મહાન સર્જક, “કલિકાલસર્વજ્ઞ” તરીકે પણ ગુજરાતના સંસ્કાર-ગંગોત્રી સમા યુગપુરુષ શ્રી હેમચંદ્રાચાર્ય મૂળ ધંધુકાના વતની હતા પણ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી.
  • પિતાનું નામ – ચાચિંગદેવ
  • માતાનું નામ – પાહિણી
  • સાંસારિક નામ – ચાંગદેવ
  • ગુરુ દેવચંદ્રસૂરિએ દિક્ષા આપી ત્યારે હેમચંદ્રાચાર્યનું નામ “સોમચંદ્ર” રાખ્યું. સોલંકી વંશના શાસક સિદ્ધરાજ અને કુમારપાળ ના દરબારમાં બિરાજતા હતા.
  • 21 વર્ષની ઉંમરે તેના ગુરુ દેવચંદ્રસૂરીએ ગાદી આપી. તેથી તેઓ “આચાર્ય હેમચંદ્ર” તરીકે ઓળખાયા.
  • હેમચંદ્રાચાર્ય દ્વારા લખાયેલ “સિદ્ધહેમ શબ્દાનુશાસન” ગ્રંથ ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યાકરણ દોહા ગ્રંથ ગણવામાં આવે છે.
  • આ ઉપરાંત તેમણે લખેલી “દેશીનામ માળા”માં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સાહિત્ય પ્રકારોના મૂળ રહેલા છે. હેમચંદ્રાચાર્ય કુમારપાળ ચરિતની પણ રચના કરી.
  • સિદ્ધરાજ જયસિંહે તેમને “કલિકાલસર્વજ્ઞ” નું બિરૂદ “દ્રયાશ્રય” કૃતિ માટે આપ્યું હતું જેમાં સોલંકી વંશના રાજાઓના ઈતિહાસનું વર્ણન છે.

હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓ

  • સિદ્ધહેમ શબ્દાનુશાસન
  • દ્રયાશ્રય
  • અનેકાર્થ સંગ્રહ
  • ભટ્ટિકાવ્ય
  • અભિધાનચિંતામણિ
  • કાવ્યાનુશાસન
  • છંદાનુશાસન
  • યોગશાસ્ત્ર
  • દેશી નામમાળા
  • ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
હેમચંદ્રાચાર્યની મુખ્ય કૃતિઓ

હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ

  • રામચંદ્રસૂરિ
  • વર્ધમાન ગણિ
  • ગુણચંદ્રસૂરિ “નાટયદર્પણ”ના રચયિતા
  • ઉદયચંદ્ર
  • દેવચંદ્ર
  • યશચંદ્ર
  • મહેન્દ્રસૂરિ
  • બાળચંદ્ર
હેમચંદ્રાચાર્યનું શિષ્યમંડળ

અજયપાળ (ઈ.સ. 1173 થી 1176)

  • કુમારપાળ અપુત્ર હોવાથી તેના મૃત્યુ પછી તેના નાના ભાઈ મહીપાલ નો પુત્ર અજયપાળ ગાદીએ આવ્યો. કુમારપાળ પોતાના દૌહીત્રને ગાદી આપવા માંગતો હતો તેથી અજય પાળે કુમારપાળને વિષ આપ્યું હતું. રાજા થયા પછી અજયપાળે પૂર્વજોના પ્રાસાદોનો નાશ કર્યો અને મંત્રી કપર્દી, કવિ રામચંદ્ર અને આમ્રાભટ્ટને મારી નખાવ્યા.
  • અજયપાળ માળવાના ભીલસા પ્રદેશ પર સત્તા ધરાવતો હતો. તે ઉપરાંત તેણે માત્ર ત્રણ વર્ષના શાસનમાં નર્મદા તટ અને શાકંભરી પર શાસન કર્યું હતું.
  • અજયપાળે અજમેરનાં રાજા સોમેશ્વરને કર ભરતાં કર્યાં હતાં. તે ઉપરાંત અજયપાળે રાજા સામંતસિંહ સાથે યુદ્ધ કર્યું હતું. જેમાં સામંતસિંહ ઘાયલ થયા હતાં.
  • અજયપાળને બે પત્નીઓ નાઈકાદેવી અને કપુરદેવી હતા, તથા તેના બે પુત્રો મૂળરાજ અને ભીમદેવ હતા.
  • વિજયદેવ નામનાં પોતાના જ દ્વારપાળે અજયપાળની હત્યા કરી નાંખી હતી.

મૂળરાજ બીજો (ઈ.સ. 1176 થી 1178)

  • અજયપાળના મૃત્યુ પછી તેનો પુત્ર નાની ઉંમરે ગાદીએ આવ્યો. તેની ઉંમર નાની હોવાના કારણે (બાળ મૂળરાજ) કહેવાયો. તેની માતા નાઈકાદેવીએ શાસન સંભાળ્યું.
  • મૂળરાજ બીજાના સમયમાં ઈ.સ. 1178માં મુહંમદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે મૂળરાજની માતા નાઈકાદેવીએ મુહંમદ ઘોરીના સૈન્યને આબુ નજીક હાર આપી હતી.
  • મૂળરાજ બીજાના સમયમાં ગુજરાતમાં દુષ્કાળ પડયો હતો.

ભીમદેવ બીજો (ઈ.સ. 1178 થી 1242)

  • મૂળરાજ બીજાના મૃત્યુ પછી તેનો નાનો ભાઈ ભીમદેવ બીજો (ભોળોભીમ) ગાદીએ આવ્યો અને તેણે ગુજરાત પર સૌથી વધુ 64 વર્ષ સુધી શાસન કર્યું છતાં ભીમદેવ બીજાને નબળો શાસક માનવામાં આવે છે. ઈ.સ. 1197 માં કુતબુદ્દીન ઐબકે અણહિલવાડ પર ચઢાઈ કરી ત્યારે આબુના રાજા ધારાવર્ષ તથા વાઘેલા સામંત રાણા લવણપ્રસાદે સલ્તનતની કાજને પાછા ફરવાની ફરજ પાડી. આ ચઢાઈને નિષ્ફળ બનાવવામાં વસ્તુપાળ મનમાડા અને તેજપાળે મોટું યોગદાન આપ્યું હતું.
  • ભીમદેવ બીજાએ અજમેર પર ચઢાઈ કરી જેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વરનું મૃત્યુ થયું. આ વાતની પૃથ્વીરાજને જાણ થતાં તેણે ગુજરાત પર ચડાઈ કરી જેમાં ભીમદેવની હાર થઈ અને પૃથ્વીરાજ સાથે સંધિ કરવામાં આવી.
  • માળવાના પરમાર રાજા સુભટવર્માએ ગુજરાત પર ચડાઈ કરી પરંતુ તેને લવણપ્રસાદે પાછા વાળ્યા. તે પછી માળવાના અર્જુનવર્માએ ગુજરાત પર ચડાઈ કરી પાવાગઢની તળેટીમાં ચૌલુકય રાજા જયસિંહને હરાવી એની પુત્રી જયશ્રીનું હરણ કર્યું.
  • ઈ.સ. 1197માં મોહમ્મદ ઘોરીના સૂબા કુતુબુદ્દીન ઐબકે ગુજરાત પર ચઢાઈ કરી પરંતુ ભીમદેવને આબુના રાજા ધારાવર્ષ અને તેના ભાઈ પ્રહલાદદેવ તથા ધોળકાના વાઘેલા રાણા લવણપ્રસાદની મદદથી કુતુબુદ્દીન ઐબકને હરાવ્યો.

ભીમદેવ બીજાના સમયનાં બાંધકામો

  • ભીમદેવ બીજાએ સોમનાથ મંદિરના ગર્ભગૃહ આગળ “મેધનાદ મંડપ” બંધાવેલ હતો.
  • ભીમદેવ બીજાની રાણી લીલાદેવીના નામ પરથી લીલાપુર નગર વસાવ્યું. લીલાદેવી જાલોરના ચૌહાણ રાણા સમરસિંહની પુત્રી હતાં.
  • ભીમદેવ બીજાએ તેના સુબા વાઘેલા સોલંકી રાણા લૂણપસાક (લવણપ્રસાદ) ની માતા સલખણદેવીના નામ પરથી સલખણપુર વસાવ્યું હતું. ત્યાં લૂણપસાકે પોતાના પિતા તથા માતાના નામ પરથી આનલેશ્વરદેવ અને સલખણેશ્વરદેવનાં મંદિર બંધાવ્યા હતાં.

ભીમદેવ બીજાના ઉપનામો

ભીમદેવ બીજાને પરમભટ્ટાર્ક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અભિનવ સિદ્ધરાજ, સપ્તમ ચક્રવર્તી, બાલ નારાયણ અવતાર, એકાંગવીર જેવા બિરૂદ્દો મળ્યા હતાં.

ત્રિભુવનપાળ (ઈ.સ. 1242 થી 1244)

  • ત્રિભુવનપાળ ભીમદેવ બીજાનો પુત્ર તેમજ સોલંકી વંશનો અંતિમ શાસક હતો. પોતે અપુત્ર હતો ફકત બે વર્ષ સત્તા ભોગવી હતી. ત્રિભુવનપાળે નાગદાના રાજા જૈત્રસિંહના સેનાપતિ બાલાર્કને હરાવ્યો હતો.
  • ધોળકાના રાજા લવણપ્રસાદના પુત્ર વીરધવલ અને વીરધવલના પુત્ર વિસલદેવ ત્રિભુવનપાળને ગાદી પરથી ઉતારી રાજા બન્યા અને વાઘેલા વંશની શરૂઆત થઈ. ચૌલુકય વંશ 302 વર્ષ સત્તા પર રહ્યો.

પરીક્ષાલક્ષી વનલાઈનર પ્રશ્નો

  1. રૂઠી રાણીનું માળીયું નો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો ?
    • કુમારપાળે
  2. ગુજરાતનો અશોક કયા રાજાને કહેવામાં આવે છે ?
    • કુમારપાળ
  3. કુમારપાળ ચરિતની રચના કોણે કરી ?
    • હેમચંદ્રાચાર્ય
  4. કુમારપાળના રાજપંડિત કોણ હતા ?
    • હેમચંદ્રાચાર્ય
  5. કુમારપાળના સમયમાં લાટના અધિકારી કોણ હતા ?
    • આમ્રભટ્ટ
  6. કુમારપાળના મહાઅમાત્યો કોણ હતા ?
    • વાગ્ભટ્ટ
  7. અહિંસાવાદી રાજા, જેના કારણે સમગ્ર હિંદ અહિંસક બન્યું છે એ કોણ હતા ?
    • કુમારપાળ
  8. કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કયો ધર્મ સ્વીકાર્યો ?
    • જૈન
  9. ક્યા રાજાએ અપત્રિકા ધનનો ત્યાગ કરાવ્યો હતો ?
    • કુમારપાળ
  10. ગિરનાર પરના વિહારો કોણે બંધાવ્યાં હતાં ?
    • કુમારપાળ
  11. ગુજરાતમાં સૌથી વધુ વિહારો કોણે બંધાવ્યાં હતાં ?
    • કુમારપાળ
  12. કુમારપાળના ઉત્તરાધિકારી કોણ હતાં ?
    • અજયપાલ (કુમારપાળનો ભત્રિજો)
  13. હેમચંદ્રાચાર્ય કોના સમયમાં થઈ ગયાં ? તેમણે કર્યાં ગ્રંથ રચ્યા હતાં ?
    • સિદ્ધરાજ જયસિંહના સમયમાં, (1) સિદ્ધહેમશબ્દાનુશાસન (2) દ્રયાશ્રય
  14. “કલિકાલસર્વજ્ઞ” અથવા “યુગપરુષ” તરીકે કયા વિદ્વાન જાણીતા છે ?
    • હેમચંદ્રાચાર્ય
  15. હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?
    • ચાંગદેવ
  16. હેમચંદ્રાચાર્યના માતા-પિતાનું નામ શું ?
    • પાહિણી – ચાંચિગદેવ
  17. હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ કર્યું હતું ?
    • ધંધુકા
  18. “નાટયદર્પણ” ના રચયિતા ગુણચંદ્રસૂરિ કોના શિષ્ય હતાં ?
    • હેમચંદ્રાચાર્ય
  19. ગુજરાતના ગંગોત્રી યુગપુરુષ તરીકે કોણ ઓળખાય છે ?
    • હેમચંદ્રાચાર્ય
  20. તારંગામાં અજીતનાથનું દેરાસર કયા રાજવીના સમયમાં નિર્માણ કરવામાં આવ્યું હતું ?
    • કુમારપાળ
  21. કયા સોલંકી રાજવીના સમયમાં માંસ, દારૂ અને પશુબલી પર પ્રતિબંધ મૂકાયો હતો ?
    • કુમારપાળ
  22. જૈનધર્મ સ્થાપનાનો અધ્યક્ષ કુમારપાળના શાસનમાં કયા નામે ઓળખાતો ?
    • અભયકુમાર
  23. કુમાળપાળે કયો ગ્રંથ લખ્યો હતો ?
    • ગણદર્પણ
  24. કુમારપાળના શાસનમાં દંડનાયક તરીકે કોણ હતું ?
    • ચાહડ
  25. દેવચંદ્રસુરીએ હેમચંદ્રાચાર્યને દિક્ષા આપી તેમનું નામ શું રાખ્યું હતું ?
    • સોમચંદ્ર
  26. હેમચંદ્રાચાર્યને કાલિકાસર્વજ્ઞનું બિરૂદ કયા રાજાએ આપ્યું હતું ?
    • સિદ્ધરાજ જયસિંહ
  27. “દેશી નામમાળા” કૃતિના રચયિતાનું નામ જણાવો.
    • હેમચંદ્રચાર્ય
  28. હેમચંદ્રાચાર્યે કયા સ્થળને પોતાની કર્મભૂમિ બનાવી હતી ?
    • પાટણ
  29. કયા શાસકને ભોળા ભીમદેવ તરીકે ઓળખવામાં આવે છે ?
    • ભીમદેવ બીજો
  30. મૂળરાજ બીજાના સમયમાં મુહમ્મદ ઘોરીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે કોના દ્વારા ઘોરીના સૈન્યને હાર અપાઈ હતી ?
    • નાયકા દેવી

Leave a Comment

error: Content is protected !!