મીરાંબાઈ
મધુરાભક્તિના ઉત્કૃષ્ટ શિખર સમા : મીરાંબાઈ
નામ | મીરાંબાઈ |
જન્મ | ઈ.સ. 1498 |
જન્મસ્થળ | કુકડી ગામ, જિ. મેડતા, રાજસ્થાન (હાલ પાલી જિલ્લો) |
ઉપનામ | જનમ જનમની દાસી, પ્રેમ દિવાની |
વખણાતું સાહિત્ય | પદ |
પતિ | ભોજરાજ |
ગુરુ | રૈદાસ |
અવસાન | ઈ.સ. 1546 |
- ગુજરાતી સાહિત્યના પ્રથમ કવયિત્રી મીરાંબાઈ ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિંદી અને રાજસ્થાની ભાષામાં સાહિત્ય પ્રદાન આપેલું છે.
- તેમણે કૃષ્ણની ભક્તિ પ્રતિભાવે કરેલી છે. તેમણે લખેલાં પદોમાં પ્રેમલક્ષણાભક્તિ કે મધુરાભક્તિ વિશેષ પ્રકારે જોવા મળે છે.
- મીરાંના પદો એ ગુજરાતી સાહિત્યનું અનોખું આભૂષણ ગણાય છે. એ ગુજરાતી સાહિત્યના “રાધા” ગણાય છે.
- તેઓ રાઠોડ વંશના રાવ દૂદાજીના ચોથા પુત્ર રત્નસિંહની દીકરી હતા.
- તેમણે કૃષ્ણભકિત તેમના દાદા પાસેથી મેળવી.
- તેઓ મેવાડના મહારાણા પ્રતાપના કાકી થતા હતાં.
- જ્યારે મીરાં વૃંદાવન જાય છે ત્યારે તેમનું મિલન જીવા ગોસાઈ નામના સિદ્ધપુરુષ સાથે થાય છે.
- “આજ લગી હું એમ જાણતી કે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક” એવા ઉદ્ગારો મીરાંએ જીવા ગોસાઈને સંબોધીને કહ્યા હતા.
- મીરાંનાં પદોનો વિષય વિરહની વેદના, મિલનની પ્યાસ, ભાવોત્કંઠા અને કૃષ્ણભક્તિ કેન્દ્રસ્થાને છે.
- તેમના પદોની મૂળભાષા મારવાડી રાજસ્થાની અને વ્રજભાષા છે. તે માનતા કે, “ઈશ્વર પ્રાપ્તિનો એકમાત્ર માર્ગ ભક્તિ છે.”
વિશેષ માહિતી
- તેમના માટે કલાપીએ કહ્યું છે, “હતો નરસિંહ, હતી મીરાં ખરાં ઈલ્મી, ખરાં શુરા” તેમજ બ.ક. ઠાકોર કહે છે કે, “મીરાંના પદ્દો ત્રીજા નેત્રની પ્રસાદી”
- લીલાવતી મુનશીએ “મીર એટલે ઊર્મિઓની પરંપરા” જેવા ઉદ્ગાર મીરાંબાઈ માટે વાપર્યા છે.
- વર્ષ 1966માં ન્યૂયોર્કમાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં એમ.એસ. સુબ્બુલક્ષ્મીએ મીરાંનું “હરિ તુમ હરો જનકી ભીર” પદ ગાયું હતું.
મીરાંબાઈનો શ્રીકૃષ્ણ પ્રેમ
- વૈષ્ણવ ધર્મના સંસ્કાર મીરાંબાઈ પર નાનપણથી જ હતા. એક દંતકથા મુજબ મીરાં એ નાનપણમાં માતાને પૂછેલું કે “મારો વર કોણ ?” એના જવાબમાં માતાએ કૃષ્ણની મૂર્તિ આપીને મી૨ાને કહ્યું કે, “આ તારો વર !” ત્યારથી મીરાંબાઈ શ્રીકૃષ્ણ ભક્ત બન્યા હતા.
- મેરે તો ગિરિધર ગોપાલ દૂસરાના કોઈ, જો કે સિર મોરમુકુટ, મેરા પતિ સોઈ
- બાળપણથી જ શ્રીકૃષ્ણને વરી ચૂકેલાં મીરાંબાઈનાં લગ્ન સિસોદિયા વંશના રાજવી સંગ્રામસિંહ (રાણા સાંગા)ના પાટવીપુત્ર ભોજરાજ સાથે થયાં. મીરાંના સાસરે મેવાડમાં સૌ શૈવધર્મી હતા. ગુરુ રૈદાસ આપેલી કૃષ્ણની મૂર્તિ મીરાં તેની સાથે સાસરે લાવી હતી. “રામ રમકડું જડિયું” આ પદ તેનો આધાર પૂરો પાડે છે. આ મૂર્તિ સાથે મીરાંએ અખાત્રીજના દિવસે વિવાહ કર્યો હતો. જે વિશે મીરાં એક પદમાં કહે છે : “માઈ હું સપના મેં પરણી ગોપાલ”
- પતિ ભોજરાજનું અવસાન થતાં મી૨ાંબાઈ વિધવા થયા ત્યારબાદ સસરા રાણા સાંગા અને પિતા રત્નસિંહનું પણ અવસાન થતાં મીરાંબાઈના દિયર વિક્રમાદિત્ય તેમને ત્રાસ આપવા લાગ્યા અને મીરાંને રાણીવાસમાંથી બહાર કાઢી મૂક્યાં.
- દંતકથા મુજબ રાણા વિક્રમાદિત્યે મીરાને મારી નાખવાં ઝેરનો પ્યાલો મોકલાવ્યો. મીરાં કહે છે :
- રાણાજી, તમને ઝહર દિયો મૈને જાની, ઝેર તો પીધાં છે, જાણી જાણી નથી રે પીધાં મેં અજાણી.
- આ પછી મીરાં મેવાડ છોડી મેડતા જઈ સાધ્વી જીવન જીવવા લાગ્યા અને એક જ વર્ષમાં મેડતા પણ છોડયું ત્યારબાદ ચિત્તની શાંતિ માટે વ્રજ, મથુરા, ગોકુળ, વૃંદાવન થઈ અંતે દ્વા૨કામાં આવી રહ્યાં.
- ચિત્તોડના ઉદયસિંહે મીરાંને પાછા બોલાવવા બ્રાહ્મણો મોકલ્યા, પણ મીરાં “હરિ તુમ હરો જનકી ભીર” અને સાજન, સુધ જ્યોં જાને ત્યાં લીજે હો”, ગાતાં ગાતાં મંદિરમાં જ શ્રીકૃષ્ણની મૂર્તિ સમક્ષ ઢળી પડયાં.
સાહિત્ય સર્જન
નરસિંહ રા માહ્યરા (મારવાડી-ગુજરાતી ભાષામાં 544 પંક્તિમાં લખાયેલી કૃતિ) |
સત્યભામાનું રૂસણું |
ગીતગોવિંદની ટીકા |
રાગ ગોવિંદ |
મીરાંની ગરબી |
જીવનો સંગાથી (પદ) |
બોલ મા (કાવ્ય) |
પંક્તિઓ
પ્રેમની પ્રેમની પ્રેમની રે મને વાગી કટારી પ્રેમની |
હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો વેચંતી વ્રજ નારી રે હાં રે કોઈ માધવ લ્યો |
હરિ મે તો પ્રેમ દિવાની મે૨ા દર્દ ન જાણે કોઈ |
અબ તો મે૨ા ૨ામનામ દૂસ૨ા ન કોઈ |
વાગે છે વાગે છે વૃંદાવન મો૨લી વાગે છે |
પ્રીત પૂરવની ૨ે શું કરી રાણાજી |
મેરે તો ગિ૨ધ૨ ગોપાલ, દૂસ૨ા ના કોઈ, જો કે સિ૨ મો૨મુકુટ, મે૨ા પતિ સોઈ |
મુખડાની માયા લાગી રે મોહન પ્યા૨ા, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું |
રામ રમકડું જડિયું રે, રાણાજી મને ૨ામ ૨મકડું જડિયું |
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મા૨ો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું |
રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ |
લેને તારી લાકડી, લેને તારી કામળી |
પ્યા૨ા ગોવિંદના ગુણ ગાશું રાણાજી |
વૃંદાવનની કૂંજગલીનમે ગોવિંદ લીલા ગાશું |
નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે |
કાનુડે ને જાણી મો૨ી પી૨ બાઈ હું તો બાળકુંવારી |
ઝેર તો પીધાં છે જાણી જાણી મેવાડના રાણા |
નહિ રે વિસારું હરિ અંત૨માંથી નહિ રે વિસારું હરિ. |
સાંઢવાળા સાંઢ શણગા૨જે રે જાવું સો સો કોશ |
ગોવિંદો પ્રાણ હમારો મને જગ લાગ્યો ખારો |
પગ ઘુંઘરું બાંધ મીરાં નાચી |
પાયોજી મૈંને રામ રતન ધન પાયો … |
ધોરણ
ધોરણ : 7 | ગોવિંદના ગુણ ગાશું (ભજન) |
ધોરણ : 10 (દ્વિતીય ભાષા) | મોરલી (પદ) |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
જૈનયુગના સાહિત્યકારો | અહી ક્લિક કરો |
4 thoughts on “મીરાંબાઈ | Mirabai in gujarati | Gujarati sahitya”