તેમણે આખ્યાનમાં ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક વિષય વસ્તુને આધારે વિશાળ માત્રામાં અને સાથે સાથે ગુણવત્તા સભર આખ્યાનો આપ્યાં.
ગુજરાતી ભાષાને અન્ય ભાષા સમકક્ષ સ્થાન મળે તેવા પ્રયત્ન કરેલા.
આજે પણ તેમના આખ્યાનો ગુજરાતી સમાજમાં માનભેર રીતે ગવાય છે. જે આપણા વારસાને જાળવી રાખે છે.
તેઓ વ્યવસાય તરીકે પોતાના રચેલા આખ્યાનો માણ વગાડીને શ્રોતાઓને સંભળાવતા હતા. તેથી તેઓ માણભટ્ટ / ગાગરિયાભટ્ટ તરીકે ઓળખાયા.
તેઓ જ્ઞાતીએ ચોવીસો મેવાડો બ્રાહ્મણ હતા.
ગુજરાતી સાહિત્યના બે વિશિષ્ટ કલા સ્વરૂપો રાસ અને આખ્યાન છે. જેમાં આખ્યાન સ્વરૂપને ઘાટ આપનાર પ્રેમાનંદ છે.
પ્રેમાનંદના દરેક આખ્યાનમાં “નળાખ્યાન” સર્વશ્રેષ્ઠ છે. તેમનું સૌપ્રથમ આખ્યાન “લક્ષ્મણાહરણ” છે. તેનો મુખ્ય રસ કરુણ છે. ડોલ૨૨ાય માંકડે નળાખ્યાનને આખ્યાન શૈલીનું મહાકાવ્ય કહેલું છે.
પ્રેમાનંદની કૃતિ “ઓખાહરણ” ગુજરાતી સમાજમાં દર ચૈત્ર માસ, “સુદામાચરિત્ર” કૃતિ દર શનિવારે, “હૂંડી” દર રવિવારે, “દશ્મસ્કંધ” આખ્યાન ચાર્તુમાસ, અને “કુંવરબાઈનું મામેરું” સીમંત પ્રસંગે ગવાય છે.
તેમણે કડવાને વ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય કર્યું. ઉપરાંત તેમણે કડવાને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા :
મુખબંધ / મોઢિયું
રાગ / ઢાળ
વલણ / ઊથલો
તે સમયે ગુજરાતી ભાષાની કિંમત ભારતની અન્ય ભાષા સામે નગણ્ય હતી. આથી “ગુજરાતી ભાષા અન્ય ભાષા સમોવડી ના બને ત્યાં સુધી પાઘડી નહી પહેરું” જેવી ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. પરંતુ જીવનના અંત સમયમાં તેના પુત્ર વલ્લભના કહેવાથી ક્ષણવાર માટે પાઘડી પહેરી હતી.
સૌપ્રથમ “ગુજરાતી” શબ્દની ભેટ તેમની પાસેથી મળે છે.
ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદ(ઉપાધ્યાય) અને પદ્યવાર્તાકાર શામળની સાહિત્ય સ્પર્ધા જાણીતી છે.
પ્રેમાનંદની અંતિમ અપૂર્ણ કૃતિ “દશ્મસ્કંધ” (સૌપ્રથમ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ) ને ગણવામાં આવે છે જે તેમના શિષ્ય સુંદર મેવાડાએ પૂર્ણ કરી.
“પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી.” ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ આપ્યો હતો.
ન્હાનાલાલના મતે “પ્રેમાનંદ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન સર્વ કવિઓમાં સૌથી વધુ શ્રેષ્ઠ ગુજરાતી કવિ છે.”
ક.મા.મુનશીએ તેમને “ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ” કહ્યા છે.જ્યારે નવલરામ પંડ્યાએ તેમને “અખંડ લહરીના કવિ” કહ્યા છે.
નવલરામ પંડ્યાના મતે “પ્રેમાનંદના રસના પેગડામાં પણ ઘાલી શકે તેવો કોઈ થયો નથી”
બ. ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો, “ગુજરાતનો હિન્દુ સમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ તે તળાવનું પાકેલું સૌથી સુંદર માછલું હતું.”
પ્રેમાનંદ નો સંકલ્પ
“હવે હું માતૃભાષામાં જ કવિતા કરીશ અને જ્યાં સુધી બીજી અન્ય ભાષા જેવું ગૌરવ ગુજરાતી ભાષાને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માથે પાઘડી પહેરીશ નહીં”
વાત એ જમાનાની છે કે જ્યારે કવિઓ, લેખકો, હિન્દી કે વ્રજ ભાષામાં વધુ લખતા, ઘણા બધા ઉર્દૂ કે પારસીમાં પણ લખતા.
ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનારને બહુમાન મળતું ન હતું. પ્રેમાનંદે આ જોયું એટલે તેમણે પણ હિન્દી કવિતા લખવાનું શરૂ કર્યું.
પ્રેમાનંદના ગુરુ રામચરણ હતા. તેઓ નાગર જ્ઞાતિના પાટણના વતની હતા. પ્રેમાનંદે હિન્દીમાં લખેલી કવિતા ગુરુ રામચરણને તપાસવા માટે આપી. કવિતા હિન્દીમાં વાંચતાની સાથે જ બોલ્યા, “ઉંબર છોડી, તું ડુંગર કેમ પૂજ છે ?” પ્રેમાનંદને માતૃભાષાનું ગૌ૨વ સમજાવતા કહ્યું કે “તું હિન્દીમાં નહીં પણ ગુજરાતીમાં જ કવિતાઓની રચના કર.” ગુરુની વાતના શબ્દો પ્રેમાનંદને ગુરુઆજ્ઞા સમાન હતા. વળી ગુજરાતી ભાષાની તે સમયે જે દુર્દશા હતી તે જોઈ ભારે પીડા અનુભવી.
મનોમન સંકલ્પ કર્યો કે “હવે હું માતૃભાષામાં જ કવિતા કરીશ અને જ્યાં સુધી બીજી અન્ય ભાષા જેવું ગૌ૨વ ગુજરાતી ભાષાને પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી માથે પાઘડી પહેરીશ નહીં” અને ખરેખર જીવનભર પ્રેમાનંદ એ પછી કદી પાઘડી પહેરી નહીં.
જીવનના અંતિમ સમયમાં પ્રેમાનંદે તેમના પુત્રના કહેવાથી એકવાર પાઘડી પહેરી હતી.
વિશેષ માહિતી
પ્રેમાનંદની શૈલી મુજબ વડોદરાના ધાર્મિક્લાલ પંડ્યા, તળાજાના વ્યાકરણકાર ઉમાકાંત રાજગુરુ અને લલ્લુપ્રસાદ વ્યાસ આખ્યાન ગાય છે.
ધાર્મિકલાલ પંડ્યાને “આધુનિક માણભટ્ટ” તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ 1916માં વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ. આ સંસ્થાનું વર્ષ 1944માં પ્રેમાનંદના નામ પરથી “પ્રેમાનંદ સાહિત્યસભા” રાખવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા દર 2 વર્ષે ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સર્જન માટે “પ્રેમાનંદ સુવર્ણચંદ્રક” એનાયત કરવામાં આવે છે. પ્રથમ સુવર્ણચંદ્રક વર્ષ 1983માં મરીઝને આપવામાં આવ્યો હતો.
વડોદરાના મહંમદવાડીમાં “પ્રેમાનંદ કવિતાઘર” તથા કૂવો છે. એ પોળનું નામકરણ “પ્રેમાનંદ કવિની પોળ” કરવામાં આવ્યું છે.
4 thoughts on “પ્રેમાનંદ | Premanand in gujarati | Gujarati sahitya”