બીજી મીરાં તરીકે ઓળખાતા દયારામ ગરબી સ્વરૂપે તેણે મુખ્યત્વે સખાભાવે કૃષ્ણભક્તિ પર પદોની રચના કરી.
તેમના પર વૈષ્ણવ સંપ્રદાયની વિશેષ અસ૨ જોવા મળે છે.
તેમની “રસિક વલ્લભ” કૃતિને વૈષ્ણવ સંપ્રદાયનો મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે.
સમગ્ર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તેઓ એકમાત્ર અક્ષરજ્ઞાન ધરાવતા હતા.
તેઓ મઘ્યકાળના અંતિમ સાહિત્યકાર ગણાય છે.
તેઓ મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સેતુ છે.
દયારામ જ્ઞાતિએ સાઠોદરા નાગર બ્રાહ્મણ હતા.
એમના જીવન પર વલ્લભાચાર્યના પુષ્ટિ સંપ્રદાયની અસર જોવા મળે છે.
બુંદીકોટાના દ્વારકેશ મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરૂષોત્તમદાસજી મહારાજ તેમના કવિતા ગુરૂ હતાં.
કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો ત્યા૨થી તેઓ કૃષ્ણભક્ત થયા હતા.
તેમનું મૂળ નામ દયાશંકર હતું, પરંતુ તેમના ગુરુ ઈચ્છારામ ભટ્ટના ઉપદેશથી વલ્લભસંપ્રદાયનો વૈષ્ણધર્મ અપનાવ્યો અને તેઓ દયાશંકરમાંથી દયારામ થયા તેમજ તેમના ગુરુએ “શ્રી કૃષ્ણ શરણં મમ” નામનો અષ્ટાક્ષરી મંત્ર આપ્યો હતો.
દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ “તત્ત્વ પ્રબંધ” લખી હતી.
“બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર. તારી દ્રષ્ટિ ખુલી જશે” આ ઉદ્ગારો દયારામ માટે સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટ દ્વારા ઉચ્ચારવામાં આવ્યા હતા.
તેમની ગ૨બીઓમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તેમણે કૃષ્ણભકિત વિશે મિત્રભાવે ગરબી સાહિત્યપ્રકારની રચના કરી. આથી તેમને ગરબીના પિતા ગણવામાં આવે છે.
આખ્યાનને વ્યવસ્થિત ગોઠવવા માટે “કડવા” ની રચના ભાલણે કરી, પરંતુ દયારામે કડવા ને બદલે “મીઠાં” શબ્દ પ્રયોગ કર્યો. જ્યારે આખ્યાન સ્વરૂપને ઘાટ પ્રેમાનંદે આપ્યો છે.
દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિકવિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે નરસિંહ મહેતાને ભક્તકવિ તરીકે ઓળખવામાં આવે છે.
દયારામને ન્હાનાલાલે “બંસીબોલના કવિ“, “વૃંદાવનની ગોપી” તેમજ “પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ” તરીકે વર્ણવ્યા છે.
ક. મા. મુનશીએ કહ્યું હતું કે, “દયા૨ામ નિતાંત શૃંગાર કવિ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિ૨ામ”.
દયારામે ગુજરાતી ભાષામાં “રેખતા” સાહિત્ય સ્વરૂપ આપ્યું છે.
તેમની ઊર્મિ કવિતાઓ “દયારામ રસસુધા” અને “દયારામના પદો” માં સંગ્રહાયેલી છે.
જીવનના છેલ્લા દિવસોમાં માંદગીના સમયે સોના૨ણ રતનબાઈ નામની વિધવાએ તેમની સેવા કરી હતી. દયારામે તેમનું વસિયતનામું આ બાઈના નામે કરેલું.
તેમનું નિધન 9 ફેબ્રુઆરી, 1852ના રોજ થયું હતું.
“દયારામનો અક્ષરદેહ” ના નામથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમના વિશે અધ્યયન ગ્રંથ લખ્યો છે.
દયારામના મૃત્યુ સાથે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યયુગનો અંત આવે છે. આમ, દયારામને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંતિમ સાહિત્યકાર ગણવામાં આવે છે.
તેમણે ગોપીઓને ઉલ્લેખીને કહ્યું હતું કે, ગોપીઓનું મન કૃષ્ણમય હોવાથી તેને કાળા રંગની વસ્તુઓમાં કૃષ્ણ દેખાય છે.
તેઓ 12 ભાષાના જાણકાર હતા.
દયારામ : આજીવન બ્રહ્મચારી
દયારામના વિવાહ આઠ વર્ષની નાની વયે ગંગા નામની એક નાગર કન્યા સાથે નક્કી થયા હતા પરંતુ લગ્ન પૂર્વે જ તેનું અવસાન થતાં દયારામ આજીવન બ્રહ્મચારી રહ્યા હતા.
કવિની આધેડ વયે, 40 થી 45 વર્ષની એક દુઃખી બાળવિધવા રતનબાઈ નામની સોના૨ણ તેમના આશ્રયે આવી હતી અને મરજાદી કવિની જીવનભર સેવાચાકરી તેણે અત્યંત ભક્તિભાવથી કરી હતી. ભક્તકવિ તરીકે તેમની આસપાસ એક શિષ્યમંડળ રચાયું હતું. કવિ રણછોડ તેમનો શિષ્ય હતો. રતન સોના૨ણે પણ મરજાદ લીધી હતી અને દયારામની શિષ્યા બનીને તે રહી હતી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
તેમની પાસેથી કુલ 86 કૃતિઓ મળે છે. જેમાં ગુજરાતી ભાષામાં 64, વ્રજ ભાષામાં 20, મરાઠી ભાષામાં 1 અને સંસ્કૃત ભાષામાં 1 કૃતિ લખેલી છે.
2 thoughts on “દયારામ | Dayaram in gujarati | Gujarati sahitya”