વલ્લભ અને ધોળા બંને ભાઈ ગુજરાતી સાહિત્યમાં ગરબાના જનક તરીકે ઓળખાય છે.
ગરબો એ ધાર્મિક વિષય વસ્તુની સાથે સાથે મહિલાઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તે આશયથી લખવામાં આવેલો છે.
ગુજરાતી સમાજમાં 18મી સદીમાં સ્ત્રીઓની સમસ્યાઓને ઉજાગર કરતો “ગરબો” નામના સાહિત્ય પ્રકારની રચના કરી.
ગરબાના સર્જનને કારણે તેમને ગરબાના પિતાનું બિરુદ મળ્યું.
અમદાવાદના વતની એવા વલ્લભ ભટ્ટ જ્ઞાતિએ મેવાડા બ્રાહ્મણ અને વૈષ્ણવધર્મી હતા. જો કે પાછળથી તેઓ દેવીભકત બન્યા હતા.
સૌપ્રથમ માતાજીની લાવણી લખે છે. તેઓ બહુચર માતાના પરમ ભક્ત હતા.
તે સમયની સ્ત્રીઓને સમાજમાં સ્થાન મળી રહે, તે માટે શક્તિ દેવીને કેન્દ્રમાં રાખી મુક્તમને સ્ત્રીઓની સ્વતંત્રતાને સાકાર કરે છે.
એમના સમયની ગુજરાતની જે સ્થિતિ હતી એ સ્થિતિનું તેમણે “કાળીકાળના ગરબા” માં વર્ણન કર્યું છે.
અંબાજી માતાની ઉપસના કરતો “આનંદનો ગરબો” ખૂબ જાણીતો છે.
શક્તિ ઉપર ભકિત અને દેશની દાઝ એ બંને વિષયનો પડઘો સર્વપ્રથમ વલ્લભ ભટ્ટની રચનામાં સંભળાય છે.
ગરબો એ માત્ર સ્ત્રીપ્રધાન સાહિત્ય પ્રકાર છે. ગરબો એ સંસ્કૃત ભાષાના શબ્દ “ગર્ભદીપ” માંથી ઊતરી આવેલો છે.
વર્તમાન સમયનું નવરાત્રીનું આધુનિક સ્વરૂપ એ મૂળ ગરબા પરથી ઊતરી આવેલું છે. આજે પણ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આનંદના ગરબાનો પાઠ થાય છે.
આસો માસમાં ઉજવાતો આ વિશ્વનો સૌથી લાંબો તહેવાર છે. ઉપરાંત, તેમણે માતાજીની વિવિધ આરતીઓ આપેલી છે.
સીતાપુર (અમદાવાદ)માં વલ્લભ ભટ્ટની વાવ આવેલ છે.
વલ્લભ મેવાડાની પ્રતિજ્ઞા
એક દંતકથા મુજબ વલ્લભ મેવાડા શ્રીનાથજીની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ મંદિરનાં પ્રાંગણમાં ફૂંકે છે અને લોકોએ તેનો તિરસ્કાર કર્યો ત્યારે સ્વબચાવમાં તેઓ કહે છે કે “જાણીને નથી ફૂંક્યો, ને માબાપનો ખોળો બાળક બૂંદે કે ગંદો કરે તેમાં શું થઈ ગયું ?” ત્યારે લોકોએ પ્રત્યુત્તર આપ્યો કે “આ તો બાપનું ધામ છે માનું નથી : મા સહન કરે કારણ કે તેને વ્હાલ વધારે હોય” આ ઉત્તર સાંભળીને તેણે “આજથી હું માને ગાઈશ” તેવી પ્રતિજ્ઞા કરી અને માતાજીના ગરબાઓ રચ્યા.
બીજી દંતકથા મુજબ તેઓ નઠારા માણસોની સોબતને કારણે દારુ પીતા હતા, પરંતુ ત્યારબાદ એવું મનાય છે કે તેર વર્ષની ઉંમરે માતાજીએ દર્શન આપેલા અને માતાજીની પ્રેરણાથી ગરબાની રચના કરેલી.
સૌપ્રથમ માતાજીની લાવણી લખેલો તેમનો વિખ્યાત ગરબો “આનંદનો ગરબો” છે.
ત્રીજી દંતકથા મુજબ વલ્લભ ભટ્ટને (શક્તિ સંપ્રદાયના સનાતન ધર્મી) વામમાર્ગીઓએ ખૂબ હેરાન કરેલા, વલ્લભભટ્ટની માતાના અવસાન પ્રસંગે માતાજીએ ઉત્તરક્રિયામાં મદદ કરેલી અને માતાજીની પ્રેરણાથી ગરબાની રચના કરેલી.
3 thoughts on “વલ્લભ ભટ્ટ | Vallabh bhatt in gujarati | Gujarati sahitya”