નરસિંહ મહેતા પછીના પંદરમા શતકના ગણનાપાત્ર સાહિત્યકાર અને ઈતિહાસકાર એવા કવિ પદ્મનાભ ઝાલોરના રજપૂત રાજા અખેરાજ ચૌહાણનાં આશ્રિત રાજકવિ હોવાનું માનવામાં આવે છે.
કવિ પદ્મનાભે વિક્રમ સંવત 1512માં રાજસ્થાનના કાન્હડદે ચૌહાણની કીર્તિગાથાને વર્ણવતી વીરરસથી ભરપૂર કૃતિ “કાન્હડદે પ્રબંધ” (ગુજરાતી ભાષાનો સૌપ્રથમ પ્રબંધ) નું સર્જન કર્યું હતું.
સુદ્રઢ શૈલીમાં રચાયેલું આ કાવ્ય તે સમયની સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજનૈતિક જેવી બાબતો પર પ્રકાશ પાડે છે.
આ કૃતિમાં વીર કાન્હડદે, માલદે, વી૨મદે અને સાંતલસિંહનું પાત્રાલેખન અને વી૨૨સનું અદ્ભુત આલેખન જોવા મળે છે.
1 thought on “પદ્મનાભ | Padmanabha in gujarati | Gujarati sahitya”