સહજાનંદ સ્વામી | Sahajanand swami
નામ | સહજાનંદ સ્વામી |
મૂળ નામ | ઘનશ્યામ પાંડે |
પિતા | હરિપ્રસાદ પાંડે (ધર્મદેવ) |
માતા | બાળાદેવી (ભક્તિમાતા) |
જન્મ | ઈ.સ.1781 |
જન્મસ્થળ | છપૈયા, ઉત્તરપ્રદેશ |
ગુરુ | રામાનંદ સ્વામી |
અવસાન | ઈ.સ.1830 |
- સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર, અનેક સાધુસંતોને દિક્ષા આપનાર અને જનસમાજને અંધશ્રદ્ધા, અજ્ઞાન, વહેમોની પકડમાંથી મુકત કરનાર સહજાનંદ સ્વામીનો જન્મ વિક્રમસંવત 1837ના ચૈત્ર સુદ નોમ (રામનવમી) ના રોજ ઉત્તરપ્રદેશના છપૈયા ખાતે થયો હતો.
- સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ ઘનશ્યામ હતું.
- નાનપણથી જ ગૃહનો ત્યાગ કરી હિમાલયમાં તપસ્યા કરવા માટે ગયા આથી તે નીલકંઠવર્ણી તરીકે ઓળખાયા.
- તેમણે જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામમાં રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લીધી ત્યારથી તેઓ સહજાનંદ સ્વામી (નારાયણ મુનિ) તરીકે ઓળખાયા.
- રામાનંદ સ્વામીએ ધર્મની જવાબદારી સહજાનંદ સ્વામીને સોંપતા તેમણે લગભગ ઈ.સ. 1800માં સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી અને ભકતોને “સ્વામિનારાયણ”, “સ્વામિનારાયણ” જાપ આપ્યો. આમ, મધ્યકાળ દરમિયાન ભક્તિયુગ સ્વરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત ગુજરાતમાં થઈ.
- તેમણે પોતાનું મોટાભાગનું જીવન ગુજરાતમાં ખાસ કરીને ગઢડા અને વડતાલ ખાતે વિતાવ્યું. તેમણે ઘણા બધા વિદ્વાન સાધુ સંતોને સાથે રાખીને ધર્મ અને સમાજ સુધારણાના ઉત્તમ કાર્ય કર્યા. તેમણે પોતાની હયાતીમાં મંદિરો બનાવ્યા. જેમાં મુખ્યત્વે ભગવાન કૃષ્ણ અને રાધાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી.
- સહજાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો તથા હરિભકતોને ઉપદેશ આપતો “વચનામૃત” ગ્રંથ લખ્યો છે. મધ્યકાલીન સાહિત્ય પદ્યમાં લખાયેલું છે, પરંતુ વચનામૃત ગદ્યમાં લખાયેલ ગ્રંથ છે. સવંત 1871 થી 1886 સુધીના દસ વર્ષના સમયગાળામાં સ્વામિનારાયણે આશ્રિતોની સમક્ષ કરેલી અધ્યાત્મગોષ્ઠિનું શબ્દ સ્વરૂપ એટલે વચનામૃત ગ્રંથ. આ વચનામૃત ગઢડા,સારંગપુરા,લોયા, કારિયાણી, અમદાવાદ, પંચાળા અને વડતાલ આમ સાત સ્થળોએ કહેલાં છે.
- આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલાની દિનચર્યાનું વર્ણન કરતો “શિક્ષાપત્રી” 212 શ્લોકો ધરાવતો ઉત્તમ ગ્રંથ છે. શિક્ષાપત્રી “અનુષ્ટુપ છંદ“માં લખાયેલ છે. આ બંને ગ્રંથ આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
- સહજાનંદ સ્વામીએ એક સાથે 500 જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી જેમાં મુકતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમસખી પ્રેમાનંદ, મંજુ કેશાનંદ, દેવાનંદનો સમાવેશ થાય છે. જેમણે ઉત્તમ ભકિત કાવ્યો આપેલા છે. જેમાંના બ્રહ્માનંદ સ્વામી શીઘ્રકવિ હતા એટલે કે તેઓ ભજન કે પદની રચના ભકતો સાથે સતસંગ કરતા કરતા તરત જ કરી નાખતા.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
કૃતિઓ | વચનામૃત, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વેદ રહસ્ય |
અન્ય સ્વામીઓની મહત્વની પંક્તિઓ
ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી | નિષ્કુળાનંદ સ્વામી |
જંગલ વસાવ્યું જોગીએ, તજી તનડાની આશ જી | નિષ્કુળાનંદ સ્વામી |
ઉઠ જાગ મુસાફ૨ ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ ? | બ્રહ્માનંદ સ્વામી |
લટકાળા હો લાલ, મન મારું લીધું રે લટકે તારે | બ્રહ્માનંદ સ્વામી |
ક૨ પ્રભુ સંગાથે દઢ પ્રીતડી રે, મરી જાવું મેલી ધનમાલ, અંતકાલ સગું નહિ કોઈનું રે | દેવાનંદ |
તારે માથે નગા૨ા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિરાધાર, તોય જાણ્યા નહિ જગદીશ રે | દેવાનંદ |
નાગપાંચમ આવે જ્યારે, કરી સર્પલીટો પૂજે ત્યારે, સાચા નાગને લાકડિયે મારે | મંજુકેશાનંદ સ્વામી |
જમો થાળ જીવણ જાઉં વારી | ભૂમાનંદ સ્વામી |
સજની, શ્રીજી મુજને સાંભર્યા રે | પ્રેમાનંદ (પ્રેમસખી) |
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
વલ્લભ ભટ્ટ | અહી ક્લિક કરો |
ગંગાસતી | અહી ક્લિક કરો |
દયારામ | અહી ક્લિક કરો |
ભોજા ભગત | અહી ક્લિક કરો |
નિરાંત ભગત | અહી ક્લિક કરો |
બાપુસાહેબ ગાયકવાડ | અહી ક્લિક કરો |
ધીરો ભગત (બારોટ) | અહી ક્લિક કરો |
પ્રીતમ | અહી ક્લિક કરો |
શામળ ભટ્ટ | અહી ક્લિક કરો |
પ્રેમાનંદ | અહી ક્લિક કરો |
અખો | અહી ક્લિક કરો |
ભાલણ | અહી ક્લિક કરો |
મીરાંબાઈ | અહી ક્લિક કરો |
નરસિંહ મહેતા | અહી ક્લિક કરો |
જૈનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
2 thoughts on “સહજાનંદ સ્વામી | Sahajanand swami in gujarati | Gujarati sahitya”