મધ્યકાલીનયુગની કવિયિત્રીઓ

મધ્યકાલીનયુગની કવિયિત્રીઓ

ગવરીબાઈ

  • ગવરીબાઈ ડુંગરપુરના નાગર બ્રાહ્મણની પુત્રી હતાં.
  • તેઓ નાની વયે વિધવા થયા.
  • રામાનંદ નામના ગુરૂની આજ્ઞાથી તેઓ લખતા વાંચતા થયા.
  • તિથિ, વાર નામે 600થી વધારે વેદાંત અને જ્ઞાનમાર્ગી પદો આપેલા છે.

પંક્તિઓ

  • ચંદ્ર મેં તું ચૈતન્ય સૂરજ મેં તું તેજ.
  • વનેશ્વર વિશ્વમાં વિલસ્યા જેમ ફૂલ નમે બાસ.
  • ગૌરી ભેટી શમ, સનાતન જેમ સાગરમાં ગંગ.
  • પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો અખંડ એક સ્વામી.

સતી તોરલ

  • સંત કવિયત્રીઓમાં સતી તોરલ આદ્ય કવયિત્રી ગણાય છે.
  • તોરલ એ સંત પુરુષ સાસતિયા કાઠીના ધર્મપત્ની હતા. એકવાર કચ્છના જેસલે સાસતિયા પાસે “તોરી” નામની ઘોડીની માંગણી કરી. પરંતુ તેનું અર્થઘટન સાસતિયા પોતાની પત્ની સમજી જેસલને પત્ની તોરલ અને ઘોડી દાનમાં આપે છે.
  • દરિયાઈ માર્ગે જેસલ અને તોરલ જતા હોય છે ત્યારે એકાએક દરિયો તોફાને ચઢે છે. આથી જેસલ સતી તોરલ પાસે મદદની માંગણી કરે છે. આ સમયે સતી તોરલ દરિયાદેવને પ્રાર્થના કરે છે અને પરિસ્થિતિ કાબૂમાં આવે છે.
  • આ ઘટનાથી પ્રભાવિત થઈને જેસલ ખરાબ કાર્ય છોડી સત્કાર્યના માર્ગે આગળ વધે છે.
  • આ બંનેની સમાધિ કચ્છના અંજાર ખાતે આવેલી છે. એની સમાધિની લોક્વાયકા છે કે જેસલ હટે જવ ભર, તોરલ હટે તલ ભેર
  • સતી તોરલે મોટેભાગે ઈશ્વર શ્રાદ્ધનું ગાન કર્યું છે. તેમાં મનુષ્ય પોતાના પાપોની કબૂલાત નિખાલસતાથી કરીને પશ્ચાતાપ અનુભવે તો તેનામાં માનવતા પ્રગટે એવો ભાવ વ્યક્ત થયો છે. જેમાં જેસલને આપવામાં આવેલા ઉપદેશો પશ્ચાતાપ અનુભવે મુખ્ય છે તેમજ જનસમાજ માટે પણ ઘણી ભજન રચનાઓ તેમણે આપી છે.

પંક્તિઓ

  • પાપ તારું પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ રે
  • તારી બેલડીને બૂડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં.

ક્રિષ્ણાબાઈ

  • 18મી સદીમાં થયેલા વડનગરના વતની હતા.
  • સીતાજીની કાંચળી, સીતાવિવાહ, રૂકમણી હ૨ણ, કૃષ્ણના હાલ૨ડા તેમના જાણીતાં ગ્રંથો છે.
  • તેમણે રામાયણના સુવર્ણમૃગવાળા પ્રસંગને “સીતાજીની કાંચળી” નામથી 168 પંક્તિઓના કથાકાવ્યમાં વર્ણવ્યો છે. જેમાં સુવર્ણમૃગ, સીતાની હઠ, રામની આનાકાની, સીતા લક્ષ્મણ વચ્ચે થયેલો સંવાદ વગેરે બાબતોમાં સ્ત્રીભાવનું સારું આલેખન થયેલું જોવા મળે છે.

લીરબાઈ

  • તેમનો જન્મ પોરબંદર પાસેના મોઢવડા ગામે મેર જ્ઞાતિમાં થયો હતો.
  • તેમણે ઘણાં બધા ભજનોની રચના કરી છે.
  • જેમાં “રમતો જોગી ક્યાંથી આવ્યો” ખૂબ જાણીતું છે.
  • તેમણે રાણા કંડોરણા ગામે જીવતા સમાધિ લીધી હતી.

રાધાબાઈ

  • તેઓ વડોદરાના દક્ષિણી બ્રાહ્મણ હતા.
  • તેમના ગુરુનું નામ અવધુતનાથ હતું.
  • મી૨ાંબાઈની જેમ કૃષ્ણના પદો લખીને મધુ૨કંઠે વડોદરામાં વિહાર કરીને ગાતા.
  • સંત વિઠોબા, કરમાબાઈ, જ્ઞાનેશ્વર, તુકારામ, મીરાંબાઈ વગેરે ભકતોના જીવનચરિત્ર લખેલાં છે.
  • તેમના સાહિત્યમાં ગુજરાતી, હિંદી અને મરાઠી એમ ત્રણે ભાષાનું મિશ્રણ જોવા મળે છે.

દિવાળીબાઈ

  • દિવાળીબાઈ ડભોઈ (વડોદરા)ના બ્રાહ્મણના પુત્રી હતા.
  • ઈ.સ. 1791માં દુષ્કાળ પડતા પુત્રીનું અને પોતાનું પેટ ભરવાના સાંસા પડ્યા ત્યારે દિવાળીબાઈના પિતાએ તેમને એક વૃદ્ધ સાધુને સોંપી દીધેલા.
  • સાધુ રામભકત હોવાથી તેમની પાસેથી રામાયણના પાઠ ભણ્યા.
  • રામજન્મ, રામબાળ વિવાહ, રામ વિવાહ, રામરાજ્યાભિષેકની ગરબીઓ, બ્રહ્મજ્ઞાનનાં પદ તેમની કૃતિઓ છે.

પુરીબાઈ

  • પુરીબાઈ ઉમરેઠ (આણંદ)ના વતની હતાં.
  • સીતા વિવાહના પ્રસંગને અનુરૂપ “સીતા મંગળ” કાવ્યમાં લગ્ન પ્રસંગોની બાબતને આવરી લેવામાં આવેલી છે.
  • તેમના છ કડવાના વર્ણનાત્મક કાવ્યમાં સમકાલીન લગ્નપ્રસંગનું વાતાવરણ ઊપસ્યું છે.

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
પદ્મનાભઅહી ક્લિક કરો
કવિ નાકરઅહી ક્લિક કરો
સહજાનંદ સ્વામીઅહી ક્લિક કરો
વલ્લભ ભટ્ટઅહી ક્લિક કરો
ગંગાસતીઅહી ક્લિક કરો
દયારામઅહી ક્લિક કરો
ભોજા ભગતઅહી ક્લિક કરો
નિરાંત ભગતઅહી ક્લિક કરો
બાપુસાહેબ ગાયકવાડઅહી ક્લિક કરો
ધીરો ભગત (બારોટ)અહી ક્લિક કરો
પ્રીતમઅહી ક્લિક કરો
શામળ ભટ્ટઅહી ક્લિક કરો
પ્રેમાનંદઅહી ક્લિક કરો
અખોઅહી ક્લિક કરો
ભાલણઅહી ક્લિક કરો
મીરાંબાઈઅહી ક્લિક કરો
નરસિંહ મહેતાઅહી ક્લિક કરો
જૈનયુગના સાહિત્યકારઅહી ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!