મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સંપૂર્ણ ધર્મ આધારિત સાહિત્ય પ્રકાર છે. આ સમયના સાહિત્યનો મુખ્ય વિષય રામાયણ, મહાભારત, પુરાણ કે પ્રચલિત કથાવસ્તુ આધારિત હતો. આથી આ સમયના સાહિત્યમાં સાહિત્યકારો પાસે મૌલિક શકિતનો અભાવ જોવા મળે છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ વિવિધ વિષયવસ્તુ પર આધારિત સાહિત્ય છે.જેમાં સાહિત્યકારો પોતાની મૌલિક શકિતને આધા૨ે સાહિત્યનું સર્જન ક૨તા. આથી કહી શકાય કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય વૈવિધ્યસભર સાહિત્ય છે. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનનાં સાહિત્યકારો કોઈ વ્યવસાય કે રોજગાર ચલાવવા માટે સાહિત્ય લખતાં ન હતાં. ધર્મનો આધાર લઈને માત્ર સારા કર્મની અપેક્ષાએ સાહિત્યકાર સાહિત્ય લખતા અને વાચકને પણ તેમાંથી કર્મ કે ધર્મના રસ્તે ચાલવાની પ્રેરણા મળતી. | અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ધર્મનો આધાર બિલકુલ નહિવત્ છે. લેખકો વ્યાવસાયિક દ્રષ્ટિથી સાહિત્ય લખવા માટે પ્રેરાતા. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો અક્ષરજ્ઞાન લીધા વિનાના હતાં. આથી તેઓનું સાહિત્ય લહિયા પાસે લખાવવામાં આવતું. આથી તેમાં ઘણી બધી ક્ષતિઓ જોવા મળે છે. આ ઉપ૨ાંત મુદ્રણયંત્રની શોધ થઈ ન હોવાને કા૨ણે મોટા ભાગનું સાહિત્ય હસ્તલિખિત જોવા મળે છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યના સાહિત્યકારો અંગ્રેજી કે સંસ્કૃત ભાષાના જાણકાર હતાં. યુરોપના સાહિત્યનો તેના ૫૨ વિશેષ પ્રભાવ હતો. મુદ્રણયંત્રની શોધને કા૨ણે ગુણવત્તાયુકત તથા જથ્થાબંધ સાહિત્ય જોવા મળે છે. |
ઐતિહાસિક કે પૌરાણિક કથાવસ્તુ પર અનેક સાહિત્યકારો સાહિત્ય લખતા. આથી સાહિત્યમાં નાવિન્યપણાનો અભાવ જોવા મળે છે. વાચકને કયારેક કંટાળાજનક લાગે છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં વિષય વૈવિધ્યતા હોવાને કારણે વાચક વર્ગ સ૨ળતાથી આકર્ષિત થાય છે. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મોટે ભાગે પદ્યમાં લખાયું છે. માત્ર જૂજ કૃતિઓ ગદ્યમાં જોવા મળે છે. જેમ કે સહજાનંદ સ્વામી દ્વારા લખાયેલું “વચનામૃત”, માણિકયચંદ્ર સૂરી દ્વારા લખાયેલું “પૃથ્વીચંદ્રચરિત્ર”. | અર્વાચીન ગુજરાતી સાહિત્ય ગદ્ય અને પદ્યમાં એમ બે ભાગમાં લખાયેલું છે. ગુજરાતી ગદ્યના પિતા નર્મદ કહેવાયા. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય સ્વરૂપો એ મૂળ સ્વદેશી છે. જે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કરતા તદ્ન અલગ પડે છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યના સાહિત્ય સ્વરૂપો મોટા ભાગે પરદેશી છે. જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અલગ પડે છે. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિષય માત્ર ધર્મ હોવાથી કનૈયાલાલ માણેકલાલ મુનશીના મતે ”મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ આનંદ અને ઉલ્લાસ વિનાનું સાહિત્ય છે.” | અર્વાચીન ગુજરાતી સાહિત્ય વિવિધ વિષયવસ્તુથી ભરપૂર હોવાથી દરેક વાચક વર્ગના ૨સ અનુસાર સાહિત્યના સર્જનને અવકાશ મળે છે. જેમાં ભરતમુનિએ દર્શાવેલા આઠ રસ અને અભિનવગુપ્તના શાંત રસ એમ નવ રસનો વાચકને અનુભવ થાય છે. જ્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માત્ર ધર્મ૨સથી ભરેલું છે. |
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સાહિત્યકાર કોઈપણ ગ્રંથ લખતા પહેલા કોઈપણ વિષયવસ્તુની વાત કરતો હોય, પરંતુ અંતે વાચકને ધર્મ૨સનું જ પાન કરાવવામાં આવે છે. | અર્વાચીન ગુજરાતી સાહિત્યકારનો મુખ્ય આશય વાચકના મન સુધી પહોંચી સમય અનુસાર વિષયવસ્તુ પી૨સવાનો છે. |