સુરતના ત્રણ “ન” માંના એક (નર્મદ / નવલરામ / નંદશંકર) જેમણે સૌપ્રથમ ઐતિહાસિક નવલકથાના માધ્યમથી ગુજરાતી સાહિત્યમાં નવો સાહિત્યપ્રકાર નવલક્થાનો પ્રારંભ કર્યો.
સામાજિક અને ધાર્મિક સુધારાવાદી નંદશંકર મહેતાએ વર્ષ 1866માં ગુજરાતી ભાષાની સૌપ્રથમ મૌલિક નવલકથા “કરણઘેલો” એજ્યુકેશન ઈન્સ્પેકટર રસેલ સાહેબના કહેવાથી પ્રખ્યાત અંગ્રેજી ઐતિહાસિક નવલકથાકાર લેખક સર વોલ્ટર સ્કોટની કૃતિમાંથી પ્રે૨ણા લઈ લખી છે.
“કરણઘેલો” નવલકથામાં ગુજરાતના છેલ્લા રાજપૂત શાસક કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના સુલતાન અલાઉદ્દીન ખિલજી વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે. જેમાં ક૨ણદેવ, ગુણસુંદરી, કેશવ, માધવમંત્રી, રૂપસુંદરી જેવા પાત્રોનો સમાવેશ થાય છે.
તેઓ મુંબઈમાં સ્થિત બુદ્ધિવર્ધક સભાના સભ્ય બન્યા હતા. તેમણે અંગ્રેજી “ત્રિકોણમિતિ” પાઠ્યપુસ્તકનું ગુજરાતી ભાષામાં ભાષાંતર કર્યું હતું.
તેમના સૌથી નાના પુત્ર વિનાયક રાવે તેમનું જીવનચરિત્ર લખ્યું હતું જેમાં તત્કાલીન સમાજના વાસ્તવિક પ્રતિબિંબની સાથે નંદશંકરની જીવંત છબી જોવા મળે છે.
વર્ષ 2015માં તેમની નવલકથા “કરણઘેલા”નું અંગ્રેજીમાં ભાષાંતર પેંગ્વિન (અંગ્રેજી પ્રકાશન) દ્વારા કરવામાં આવ્યું હતું.
વિશેષ માહિતી
નંદશંકરને તેમના આઈરિશ શિક્ષક ગ્રીને “નાનકડા ક્રોમવેલ” તરીકે ઓળખાવેલ છે. ગ્રીન અને ગ્રેહામ જેવા શિક્ષકોનો તેમના વ્યકિતત્વના વિકાસમાં મોટો ફાળો હતો.
સરકારના પાઠ્યપુસ્તક મંડળના સભ્ય સ૨ થિયોડોર હોપના કહેવાથી તેઓ સનદી સેવામાં જોડાયા હતા અને અંકલેશ્વર ખાતે મામલતદા૨ તરીકે ફરજ બજાવી હતી.
તેમણે વર્ષ 1867માં સુરતમાં ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી.
તેઓ વર્ષ 1877માં કચ્છના દીવાનપદે પણ રહ્યા હતા છતાં પણ તેઓ “માસ્તર” તરીકે ઓળખાતા હતા.
તેઓ સ્ત્રી શિક્ષણ, વિધવા વિવાહ, પરદેશ જવા પર પ્રતિબંધ મૂકતી પ્રથાની નાબૂદી, અસ્પૃશ્યતાનો વિરોધ, અંધવિશ્વાસ દૂર કરવો જેવા સામાજિક કાર્યો કરતી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.
તેઓ દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે “રાવ બહાદુર” નો ખિતાબ સૌથી નાની વયે મેળવનાર પ્રથમ સાહિત્યકાર હતા.
1 thought on “નંદશંકર મહેતા | Nandshankar maheta in gujarati | Gujarati Sahitya”