નવલરામ પંડ્યા | Navalram pandya in gujarati | Gujarati sahitya

નવલરામ પંડ્યા | Navalram pandya

સુરતના ત્રણ “નન્ના”માંના એક સુધારક

પૂરું નામનવલરામ લક્ષ્મીનારાયણ પંડ્યા
જન્મ9 માર્ચ, 1836
જન્મસ્થળસુરત
અવસાન7 ઓગસ્ટ, 1888
  • નરસિંહરાવ જેવા સમર્થ વિદ્વાન અને સમીક્ષકે તેમને પંડિત, કવિ, વિવેચક અને ચિંતક કહીને ગુજરાતી સાહિત્યના “આર્ય દ્રષ્ટા”નું બિરુદ આપ્યું છે.
  • ગુજરાતી સાહિત્યમાં જાણીતા “સુરતના ત્રણ નન્ના” પૈકીના તેઓ એક હતા.
  • વિજયરાય વૈદ્ય નવલરામને “નર્મદયુગના સર્વોત્તમ તથા અર્વાચીન કાળના ઉત્તમોત્તમ વિવેચકોમાના એક વિવેચક” ગણાવે છે.
  • ગોવર્ધનરામ ત્રિપાઠી તેઓને “આનંદની ઉજાણી” કહીને બિરદાવે છે.
  • “રાસમાળા” માંથી વસ્તુ લઈને તેમણે રચેલું નાટક “વીરમતી” (વર્ષ 1869) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક મૌલિક નાટક છે જેમાં માળવાના રાજકુંવર જયદેવ અને એના પરાક્રમોનું વર્ણન ક૨વામાં આવ્યું છે.
  • તેઓ “ગુજરાત શાળાપત્ર” સામયિકના તંત્રી હતાં તેમજ ગણિતશાસ્ત્રના વિદ્વાન હતા.
  • નર્મદના સમકાલીન વિદ્વાન અને નર્મદ સાથે સુધારા બાબતમાં તીવ્ર મતભેદ હોવા છતાં અમુક બાબતમાં નર્મદના પ્રશંસક એવા સુધારા યુગના મહત્વના સાહિત્યકાર.
  • ફ્રેન્ચ નાટયકાર મોલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાતર “મોક ડૉકટર”નું નવલરામે રૂપાંતર કરી “ભટ્ટનું ભોપાળું” હાસ્યનાટક લખ્યું છે.
  • નવલરામે કવિતાના “ગીત કવિતા” અને “વીર કવિતા” એમ બે ભાગ પાડ્યા હતા.
  • નવલરામ નાટક શાળાને “સર્વોત્તમ શિક્ષણ” માનતા હતાં.
  • મહંમદ બેગડાની શિલ્પ સ્થાપત્યની પ્રશંસા કરતા કહે છે કે “શાહ આલમ સ૨ખેજની શોભા શી રીતે વર્ણવે ૨ે અસલી ઈમારત હુન્નર આગળ ઈજનેરી લજવાયરે”
  • તેમણે વર્ષ 1877 માં “બાળગરબાવળી”માં સ્ત્રીકેળવણીના ઉદ્દેશથી કાવ્યકૃતિની રચના કરી હતી. ત્યારબાદ વર્ષ 1888માં “કવિજીવન”માં તેમણે નર્મદના જીવન અને સાહિત્યનું શોધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે.

સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ

નાટકભટ્ટનું ભોપાળું (ભોળા ભટ્ટનું પાત્ર), વીરમતી
કાવ્યજનાવરની જાન (બાળલગ્નના કુરિવાજની વાત કરવામાં આવી છે.)
લેખસંચયનવલગ્રંથાવલી
ભાષાંતરકાલીદાસની કૃતિ મેઘદૂતમનો મેઘછંદ

અન્ય સાહિત્યકાર

સાહિત્યકારવાંચવા માટે
નંદશંકર મહેતાઅહી ક્લિક કરો
નર્મદઅહી ક્લિક કરો
દલપતરામ તરવાડીઅહી ક્લિક કરો

1 thought on “નવલરામ પંડ્યા | Navalram pandya in gujarati | Gujarati sahitya”

Leave a Comment

error: Content is protected !!