ગુજરાતી રંગભૂમિના પિતા એવા રણછોડભાઈ દવેએ ભવાઈમાં ભજવવામાં આવતા નિર્લજ્જ ચેનચાળાથી દુઃખી થઈને ગુજરાતી રંગભૂમિની શરૂઆત કરી અને રંગમંચની દ્રષ્ટિએ ભજવાય તેવા નાટકો આપ્યા. વાસ્તવિક રીતે તેમના સમયથી નાટક ક્ષેત્રમાં નવા પ્રવાહની શરૂઆત થઈ.
ગુજરાતી રંગભૂમિનો ઉદય
નાટયકાર ૨ણછોડભાઈ સાથે ગુજરાતી રંગભૂમિના ઉદયનો ઈતિહાસ સંકળાયેલો છે. રણછોડભાઈને ભવાઈના વેશોમાં થતા નિર્લજ્જ ચેનચાળા જોઈ ભવાઈ ૫૨ અણગમો હતો તેથી તેમને શિષ્ટ નાટકો રચીને રજૂ કરવાની પ્રે૨ણા મળી. તેમણે કાબરાજી, ફરામજી વગેરે ભાઈઓ (પારસી) સાથે મળી ઉત્તેજક મંડળીની સ્થાપના કરી. તેમાં રણછોડભાઈનું “હરિશ્ચંદ્ર” નાટક પ્રથમ ભજવાયું અને ત્યારબાદ તેમનું બીજું નાટક “નળ દમયંતી” નાટક ભજવાયું જેને સારી સફળતા મળી.
નળ દમયંતી નાટકને મળેલી સફળતા જોઈને મુંબઈના કેટલાક ગુજરાતી શાળાઓના મહેતાજીને નાટકનો ખેલ બતાવવાની ઈચ્છા થઈ. તેઓના આગેવાન નરોત્તમ ફરામજી પાસે ગયા અને તેમને ખેલ આપવા વિનંતી કરી પરંતુ તેઓની ભાવતાલ બાબતે રકઝક થતાં ફરામજીએ તેનું અપમાન કરી કાઢી મૂકયા અને નરોત્તમે પડકાર કર્યો કે, “અમે બહાર પડીશું તો તારા બાર વાગી જશે.” ફરામજીએ તિરસ્કારપૂર્વક જવાબ આપતા કહ્યું કે, “અલ્યા વાણિયા, તું સ્ટેજ પર એક ઉદરડી સરખી ચલાવી શકે નહીં.”
આ ઘટના બાદ મહેતાજીઓ રણછોડભાઈ પાસે ગયા અને તેઓની વાત સાંભળ્યા બાદ ૨ણછોડભાઈ મહેતાજીઓને મદદ ક૨વા તૈયાર થયા અને પોતે લખેલું “લલિતા દુઃખદર્શક” નાટક તેમને ભજવવા માટે આપ્યું અને વિકટોરિયા થિયેટરમાં 1200 જેટલા આમંત્રિતોની સમક્ષ રજૂ થયું જેને અસાધારણ આવકાર મળ્યો.
જયશંકર સર્વેશ્વ૨, નરોત્તમ ભાઈશંકર, શિવશંકર એ ત્રણેય ભાગીદારોએ “શ્રી ગુજરાતી નાટક મંડળી” સ્થાપતા શુદ્ધ ગુજરાતી સંસ્કાર ધરાવતી રંગભૂમિનો પાયો નંખાયો અને ૨ણછોડભાઈ પારસીઓથી છૂટા પડ્યા.
તેમણે ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણાંત સામાજિક નાટક “લલિતા દુઃખદર્શક” આપ્યું હતું તેમજ 14 જેટલા નાટકો લખ્યા. ૨મણભાઈ નીલકંઠ રાછોડભાઈને “ગુજરાતના આદ્ય નાટકકાર” કહ્યા છે.
“જયકુમારી વિજય” નાટકે છોડભાઈને ગુજરાતી નાટય સાહિત્યનાં પિતાનું સ્થાન અપાવ્યું.
ગુજરાત સાહિત્યસભા દ્વારા પ્રકાશિત થતાં બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે અને ચોથી ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કાર્ય કરેલું છે.
રણછોડભાઈ દવેનું “હરિશ્ચંદ્ર” નામનું નાટક ગાંધીજીએ જોયું હતું અને આ નાટકની ગાંધીજીએ પ્રશંસા કરી હતી.
નર્મદ-દલપતના પાયાના પિંગળકાર્ય પછી તેમણે પિંગળ અંગેનું સર્વગ્રાહી કાર્ય કર્યું હતું, તેમણે છંદના શાસ્ત્રીય બંધારણનો તુલનાત્મક અભ્યાસ આપતો ગ્રંથ “રણપિંગળ” 1, 2, 3 ની રચના કરી હતી જેના પ્રથમ ભાગમાં માત્રામેળ અને અક્ષરમેળ છંદો તેમજ તેના પેટા વિભાગોની ચર્ચા છે, બીજા ભાગમાં છંદોનું ગણિત અને ત્રીજો ભાગ વૈદિક છંદપ્રકરણ, ગીત૨ચના અને ફારસી કવિતા રચના સંબંધિત છે.
3 thoughts on “રણછોડભાઈ દવે | Ranchhodbhai dave | Gujarati sahitya”