ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ

• પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની સર્જનાત્મકતાનું પ્રમાણ છે. અને સાંસ્કૃતિક વારસો એ માનવીની રરાનાત્મક્તાનું ઉદાહરણ છે તથા તે બંને માનવસભ્યતાનો સંયુક્ત વારસો છે.
• એક પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આ વારસાનું સંરક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે.
• યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની પસંદગી અને તેમનું સંરક્ષણ કરવાના ઉદ્દેશથી ઈ.સ. 1972 માં એક સંધિ સ્વીકારાઈ
• આ સ્થળોમાં પર્વત, સરોવર, જંગલો, રણવિસ્તાર, સાંસ્કૃતિક સ્મારકો, ભવન અને શહેર વગેરેનો સમાવેશ થાય છે.
• યુનેસ્કોની જીનિવા સંધિ હેઠળ યુનેસ્કોના વૈશ્વિક વારસાના યાદીમાં સ્થાન પામેલાં સ્થળોને કાયદાકીય સુરક્ષા પ્રાપ્ત થાય છે. જ્યારે હેગ સંધિ હેઠળ કોઈ દેશો વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મહત્ત્વના સ્થળોને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર સરક્ષણ મળે છે.
• યુનેસ્કોની વૈશ્વિક વારસાની યાદીના ત્રણ ભાગ છે : સાંસ્કૃતિક સ્થળો, પ્રાકૃતિક સ્થળો અને મિશ્ર ( સાંસ્કૃતિક અને પ્રાકૃત્તિક) સ્થળો.
• યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક ગાદીમાં સ્થાન મેળવવા નીચેના 10 માપદંડોમાંથી ઓછામાં ઓછાં 1 માપદંડનું પાલન થવું જરૂરી છે.
સાંસ્કૃતિક સ્થળો માટેના માપદંડ :
• માનવીની રચનાત્મકતા દર્શાવતો કોઈ ઉત્કૃષ્ટ નમૂનો હોય અથવા તેનું સાંસ્કૃતિક મહત્ત્વ હોય.
• માનવીય મૂલ્યોનું આદાનપ્રદાન દર્શાવતું હોય. જેમ કે સ્થાપત્યકળા, શહેરી આયોજન, સ્મારક વગેરે.
• કોઈ સાંસ્કૃતિક પરંપરા, સભ્યતાનું વિશિષ્ટ રૂપથી પ્રતિનિધિત્વ કરતી હોય અથવા ઉદાહરણ હોય.
• માનવ ઈતિહાસના કોઈ તબક્કાને દર્શાવનાર ઈમારત, સ્થાપત્યકળા અથવા ટેક્નોલોજીનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય,
• એક પરંપરાગત માનવ વસ્તી, ભૂમિ ઉપયોગ અથવા સમુદ્રના ઉપયોગનું વિષ્ટિ ઉદાહરણ હોય, જે કોઈ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતી હોય અથવા માનવીય આદાનપ્રદાનને અભિવ્યક્ત કરતી હોય.
• જીવંત પરંપરાઓ, વિચારો, માન્યતાઓ અથવા ઘટનાઓ સાથે સાર્વભૌમિક રીતે મહત્ત્વની શ્રેષ્ઠ, કલાત્મક કે સાહિત્યિક કૃતિ સાથે સંબંધિત હોય.
પ્રાકૃતિક સ્થળો માટેનો માપદંડ :
• પ્રાકૃતિક સૌંદર્ય અથવા પરિદ્રશ્ય ધરાવતું સ્થળ અથવા પ્રાકૃતિક ઘટનાને સમાવતું સ્થળ હોય.
• માનવજીવનનું વિવરણ, પૃથ્વીના ઇતિહાસની મુખ્ય અવસ્થાઓનું (ચરણો) પ્રતિનિધિત્વ કરતું સ્થળ કે ઉદાહરણ.
• પૃથ્વી પરના પારિસ્થિતિકી, જૈવિક પ્રક્રિયાઓ, તાજા પાણી કે દરિયાઇ જીવસૃષ્ટિનું પ્રતિનિધિત્વ કરતું કોઈ સ્થળ હોય.
• સંક્ટગ્રસ્ત પ્રજાતિઓ, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે મૂલ્યવાન તથા વિજ્ઞાન અને સંરક્ષણની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળ હોય.
યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની વૈશ્વિક યાદીમાં સમાવિષ્ટ ગુજરાતના સ્થળો – ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ
ચાંપાનેર : ( 2004 )
• ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ચાંપાનેર આવેલું છે. ઈ.સ. 2004માં યુનેસ્કોના વૈશ્વિક સાંસ્કૃતિક વારસાની યાદીમાં તેને સ્થાન મળ્યું.
• તે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે.
• ચાવડા વંશના પ્રથમ શાસક વનરાજ ચાવડાએ ચાંપાનેરની સ્થાપના કરી હોવાનું મનાય છે.
• ઈ.સ. 1484માં મહંમદ બેગડાએ ચૌહાણ રાજા જયસિંહને હરાવીને ચાંપાનેર જીતી લીધું હતું તથા તેને “મુહમ્મદાબાદ” નામ આપ્યું હતું.
• અહીં જુમ્મા મસ્જિદ, કેવડા મસ્જિદ, ખજૂરી મસ્જિદ, નગીના મસ્જિદ આવેલી છે.
• પાવાગઢ પહાડી પર આવેલું મહાકાળી માતાનું મંદિર પવિત્ર યાત્રાધામ છે.
રાણકી વાવ (રાણીની વાવ) : ( 2014 )
• ગુજરાતના પાટણ જિલ્લામાં સરસ્વતી નદીને કિનારે રાણકી વાવ ( રાણીની વાવ ) આવેલી છે. તેને “જલ મંદિર” પણ કહે છે.
• તેનું નિર્માણ સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમની યાદમાં તેમની પત્ની ઉદયમતી દ્વારા ઈ.સ. 1063માં કરાવ્યું હતું.
• રાણકી વાવ જમીન સપાટીએથી સાત માળ ઊંડી છે. તે “મારૂ ગુર્જર સ્થાપત્યશૈલી” માં બનેલી છે.
• આ વાવની દીવાલો અને સ્તંભો પર દેવી દેવતાઓ, અપ્સરા, દ્વારપાળની મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ વાવનું પ્રસિદ્ધ શિલ્પ “મહિષાસુર મર્દિની” નું છે.
• સીડીવાળા કૂવાના નિર્માણમાં ટેક્નોલોજિકલ કુશળતા અને જળ સંરક્ષણમાં યોગદાનને કારણે “રાણીની વાવ” ને ઈ.સ. 2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો.
• રાણકી વાવ જયા પ્રકારની વાવ છે, કારણ કે તેમાં ત્રણ બાજુએથી પ્રવેશદ્વાર છે.
• RBI દ્વારા જારી કરેલ ₹ 100ના મૂલ્યની નવી ચલણી નોટમાં રાણકી વાવનું ચિત્ર દર્શાવ્યું છે.
• જૈન મુનિ મેરૂત્તુંગ સુરી દ્વારા રચિત “પ્રબંધ ચિંતામણી”માં આ વાવ નો ઉલ્લેખ છે.
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી : ( 2017 )
• ઈ.સ. 2017માં યુનેસ્કોની પોલેન્ડના ક્રાકોવા ખાતેની બેઠકમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો.
• અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવે છે. ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સાઈટમાં જ્ઞાન મેળવનાર ભારતની 36મી અને ગુજરાતની ત્રીજી સાઈટ છે.
• અમદાવાદની સ્થાપના ગુજરાતના સ્વતંત્ર સલ્તનત શાસક બાદશાહ અહમદશાહે સાબરમતી નદીના કિનારે 26 ફેબ્રુઆરી, 1411ના રોજ કરી હતી.
• એક માન્યતા મુજબ અગાઉ અમદાવાદની આસપાસના વિસ્તારમાં આશાવલ નામના રાજાનું રાજ હતું. આથી તે આશપલ્લી તરીકે ઓળખાયું. સોલંકી યુગના કર્ણદેવ સોલંકીએ આ આશાવલ રાજાને હરાવીને અહીં કર્ણાવતી નગરી વસાવી.
• અમદાવાદમાં હઠીસિંહના દેરા, કાંકરિયા તળાવ, ભદ્રનો કિલ્લો, સરખેજનો રોજો, સીદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાણ મંદિર, ઝુલતા મિનારા જેવાં ઐતિહાસિક સ્થાપત્યો આવેલાં છે.
• અમદાવાદની ઓળખ એવા શહેરની મધ્યે 600 થી વધુ પોળો અને તેમાં આવેલી લાકડાની હવેલીઓને સંરક્ષિત રાખીને રહેઠાણ માટે ઉપયોગ કરાય છે તથા જૂના અમદાવાદની ફરતે મુખ્ય 2 દરવાજા ( ઉદા. દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, લાલ દરવાજા વગેરે ) આવેલો છે.
• અમદાવાદમાં હિંદુ અને જૈન પરંપરાને સ્થાપિત કરતાં ઐતિહાસિક મંદિરો આવેલાં છે.
ધોળાવીરા : ( 2021 )
• ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકમાં આવેલ ખદીર બેટમાં સિંધુખીણ સભ્યતાનું મહત્ત્વનું સ્થળ ધોળાવીરા આવેલું છે.
• યુનેસ્કો હેઠળની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC) ના ચીનના કુઝોઉ શહેરમાં યોજાયેલ 44માં સેશનમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો અપાયો.
• તે ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઈટ બની છે.
• ધોળાવીરાના શોધક આર.એસ.બિષ્ટ હતા.
• તે સિંધુખીણ સભ્યતાની બીજા નંબરની સૌથી મોટી વસાહત છે તથા મહત્ત્વનું વ્યાપારી શહેર અને બંદર હતું.
• આ નગર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પશ્ચિમમાં ઊંચાઈ ધરાવતાં સ્થળે શાસક વર્ગ – અધિકારીઓનાં ભવન અને જાહેર સંસ્થાઓ આવેલી છે, જેને ચારેબાજુથી કિલ્લેબંધી કરાઈ છે. મધ્યમાં શ્રીમંતો, વેપારીઓનાં આવાસ અને પૂર્વ ભાગમાં સામાન્ય જનતા, શ્રમિકો, ખેડૂતોનાં નિવાસસ્થાન હતા.
• મનહર અને મનસર નદીઓના પ્રવાહ વચ્ચે આવેલા ધોળાવીરાને સ્થાનિક લોકો “કોટડાટીંબા” નામે ઓળખે છે.
• આ નગરના બાંધકામમાં ઈંટોના બદલે પથ્થરોનો ઉપયોગ થયેલો છે.
• અહીંથી પ્રાપ્ત મહત્ત્વપૂર્ણ અવશેષો : સ્ટેડિયમ, જળાશયો, 10 અક્ષરનું સાઈન બોર્ડ (અભિલેખ), કાંસુ-તાંબું-માટીનાં વાસણો અને મૂર્તિઓ, રમકડાં, ખેતીનાં ઓજાર, તાંબું ગાળવાની ભઠ્ઠી, હડપ્પીય મુદ્રાઓ, વગેરે.
યુનેસ્કો (યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) :
• સ્થાપના : 16 નવેમ્બર, 1945 (લંડન)
• મુખ્યાલય : પેરિસ (ફ્રાંસ)
• કાર્ય : શિક્ષણ, પ્રકૃતિ-સમાજવિજ્ઞાન, સંસ્કૃતિ સંચારના માધ્યમથી આંતરરાષ્ટ્રીય શાંતિને પ્રોત્સાહન આપવું.
• યુનેસ્કોની વિશ્વ ધરોહર (વારસો) સમિતિ દ્વારા વિશ્વમાં સાંસ્કૃતિક, પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોય તેવાં સ્થળોની પસંદગી કરવામાં આવે છે અને સામુદાયિક ભાગીદારીથી તેને સંરક્ષિત કરવાના પ્રયાસો હાથ ધરાય છે.
યાદ રાખો
• 18 એપ્રિલને “વર્લ્ડ હેરિટેજ ડે” તરીકે ઉજવવામાં આવે છે.
• યુનેસ્કોના વિશ્વ વારસાની યાદીમાં ભારતીય સ્થળોને સૂચિત કરવા માટેની ભલામણ ASI ( આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા ) દ્વારા કરવામાં આવે છે.
• વર્તમાનમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં ભારતના કુલ 40 સ્થળો સ્મારકોનો સમાવેશ કરાયો છે.
• ભારતની “કાચનજંઘા નેશનલ પાર્ક” સાઈટ આ યાદીમાં સ્થાન ધરાવતી એકમાત્ર મિક્સ સાઈટ છે.
• 38મી સાઈટ તરીકે જયપુર શહેર (2019)નો સમાવેશ કરાયો. જે અમદાવાદ બાદ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર ભારતનું બીજું શહેર બન્યું.
• યુનેસ્કો હેઠળની વર્લ્ડ હેરિટેજ કમિટી (WHC)નું 44મું સેશન ચીનના કુઝોઉમાં (2021માં) યોજાયું હતું. જે દરમિયાન ભારતના તેલંગાણામાં આવેલ રામપ્પા મંદિર (રુદ્રેશ્વર મંદિર) અને ગુજરાતના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપ્યો. જે અનુક્રમે ભારતની 39 અને 40મી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ઓળખાય છે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો જેથી આપણે એને સુધારી શકીએ.
– Education Vala