ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ નો માર્ગ કંડારનાર : રમણભાઈ નીલકંઠ
નામ
રમણભાઈ નીલકંઠ
પૂરું નામ
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
જન્મ
13 માર્ચ, 1868
જન્મસ્થળ
અમદાવાદ
પત્ની
વિદ્યાગૌરી નીલકંઠ (સૌ પ્રથમ ગ્રેજ્યુએટ થનારા બે મહિલાઓમાંના એક)
પુત્રી
વિનોદિની નીલકંઠ
ઉપનામ
મકરંદ
બિરુદ
ગુજરાતના જાહેર જીવનના સકલ પુરુષ (આનંદશંકર ધ્રુવ દ્વારા), ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર
અવસાન
6 માર્ચ, 1928
તેમની અવિસ્મરણીય અને ગુજરાતી ભાષાની સૌપ્રથમ હાસ્ય નવલકથા “ભદ્રંભદ્ર” નું પાત્ર ભદ્રંભદ્ર વેદિયા માણસનું પર્યાય બની ગયું છે.
પોતાના “ભદ્રંભદ્ર” પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઈ આજે પણ ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હાસ્યકથાની સાથે સાથે “રાઈનો પર્વત” નાટક દ્વારા માનવીય મૂલ્યને ઉજાગર કરેલા છે.
તેમના પિતાશ્રી મહિપતરામ નીલકંઠની કૃતિ “લાલજી મણિયારાનો વેશ” ૫૨થી તેઓએ પ્રખ્યાત નાટક “રાઈનો પર્વત” ની રચના કરી જે રંગમંચની દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક છે.
૨મણભાઈએ લખવાની શરૂઆત “ગુજરાતી કવિતા કળા” નિબંધ આપીને કરી હતી.
તેમના ધર્મ અને સમાજ વિશેના વ્યાખ્યાનો “ધર્મ અને સમાજ” નામના બે પુસ્તકોમાં સંગ્રહાયેલા છે. “કવિતા અને સાહિત્ય”ના ચાર ભાગ એમના વિવેચનગ્રંથો છે.
તેમણે ગુજરાત વર્નાકયુલ૨ સોસાયટીના મંત્રી તરીકે પણ સેવા આપી હતી તેમજ ગુજરાત સાહિત્ય સભામાં તેમનું નોંધપાત્ર યોગદાન છે.
તેઓ 1926માં ગુજરાત સાહિત્ય પરિષદના મુંબઈ ખાતેના અધિવેશનમાં પ્રમુખપદે ચૂંટાયા હતા.
રમણભાઈ નીલકંઠે પ્રાર્થના સમાજના પ્રમુખ તરીકે સેવા આપી હતી તથા પ્રાર્થના સમાજના મુખપત્ર “જ્ઞાનસુધા” અને “વસંતપત્ર” ના સંપાદક પણ રહી ચૂક્યા છે.
“શોધમાં” તેમની અધૂરી નવલકથા છે. જેને બિપીન ઝવેરીએ પૂર્ણ કરી હતી.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નવલકથા
ભદ્રંભદ્ર, હાસ્યમંદિર, શોધમા
નાટક
રાઈનો પર્વત
વિવેચનગ્રંથ
કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4 વાક્ય પૃથકકૃતિ, નિબંધ રચના, ધર્મ અને સમાજ ભાગ 1 અને 2
અન્ય
ગુજરાતનો સંક્ષિપ્ત ઈતિહાસ, વિવાહવિધિ, જ્ઞાનસુધા
પંક્તિઓ
જે શૌર્યમાં કોમળ સમાઈ, તેને જ સાચું પુરુષત્વ માન્યું, દ્રવંત લોખંડનું ખડ્ગ થાય, પાષાણનું ખડ્ગ નથી ઘડાતું
વિશેષ માહિતી
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2016થી રમણભાઈ નીલકંઠ હાસ્ય ક્ષેત્રનો એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી. જેમાં સૌપ્રથમ આ એવોર્ડ વિનોદ ભટ્ટને એનાયત કરવામાં આવ્યો હતો.
૨મણભાઈ નીલકંઠને અંગ્રેજ સ૨કા૨ દ્વારા વર્ષ 1927માં સાહિત્ય સેવાની કદર રૂપે “સર” નો ખિતાબ,વર્ષ 1912માં “રાવ બહાદુર”નો ખિતાબ અને વર્ષ 1927માં “નાઈટહૂડ”નો ખિતાબ પ્રાપ્ત થયો હતો.
વર્ષ 1923માં રેડક્રોસ (અમદાવાદ)ની સ્થાપના થતા તેમને પ્રથમ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
Good work
Thank You So Much Dear ❣️