અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક | Mauryayug chandragupt ane samrat ashok ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યાય | Mauryayug chandragupt ane samrat ashok swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ક્યાં ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
- ગુરુ દ્રોણના
- ગુરુ સાંદીપનિના
- ગુરુ ચાણક્યના
- ગુરુ વિશ્વામિત્રના
- ચાણક્ય દ્વારા લખાયેલા ક્યાં ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?
- નીતિશાસ્ત્ર
- સમાજશાસ્ત્ર
- મુદ્રારાક્ષસ
- અર્થશાસ્ત્ર
- બિંદુસારે અશોકની ક્યાં પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?
- અવંતિ
- તક્ષશિલા
- પાટલિપુત્ર
- ઉજ્જૈન
- અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં ?
- સિરિયા
- સિલોન
- મ્યાનમાર
- ઈજિપ્ત
- અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?
- ઈરાની
- પાલિ
- પ્રાકૃત
- બ્રાહ્મી
2. ટૂંકમાં ઉત્તર આપો :
- સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું ?
- સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું.
- સેલ્યુક્સ નિક્તર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં ?
- સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતાં ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ, સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.
- મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું ?
- મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો(અંગો)માં વહેંચવામાં આવ્યું હતું.
- અશોકે ગૌતમ બુદ્ધના ક્યાં ક્યાં સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો ?
- અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો.
- રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
- રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો નીચે મુજબ છે :
- સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી.
- કરવેરા ઉઘરાવવા.
- રાજાના આદેશોનું પાલન કરાવવું.
- પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ(કેન્દ્ર)ને સતત વાકેફ કરતા રહેવું.
- રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો નીચે મુજબ છે :
3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
- મૅગેસ્થનિસ દ્વારા ઈન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
- ખોટું
- ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
- ખોટું
- ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.
- ખરું
- બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
- ખોટું
- અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
- ખરું
Mauryayug chandragupt ane samrat ashok PDF Download
મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
05 | શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર |
04 | ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા |
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ક્યાં ગુરુના માર્ગદર્શને ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
ગુરુ ચાણક્યના
ચાણક્ય દ્વારા લખાયેલા ક્યાં ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?
અર્થશાસ્ત્ર
બિંદુસારે અશોકની ક્યાં પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી ?
અવંતિ
અશોકે સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યાં હતાં ?
સિલોન
અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી ?
પ્રાકૃત
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું ?
સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર, ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર (હાલનું કર્ણાટક), પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ (હાલનું ઓડિશા) સુધી ફેલાયેલું હતું.
સેલ્યુક્સ નિક્તર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં ?
સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતાં ચાર પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ, સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યા.
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું ?
મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર ત્રણ વિભાગો(અંગો)માં વહેંચવામાં આવ્યું હતું.
અશોકે ગૌતમ બુદ્ધના ક્યાં ક્યાં સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો ?
અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.
રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો નીચે મુજબ છે : સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી.
કરવેરા ઉઘરાવવા.
રાજાના આદેશોનું પાલન કરાવવું.
પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ(કેન્દ્ર)ને સતત વાકેફ કરતા રહેવું.
મૅગેસ્થનિસ દ્વારા ઈન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
ખોટું
ધમ્મ મહામાત્રનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
ખોટું
ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો.
ખરું
બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
ખોટું
અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.
ખરું
2 thoughts on “મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક | Mauryayug chandragupt ane samrat ashok”