
Bharatna loknrutyo – Sankrutik varso – ભારતનાં લોકનૃત્યો – સાંસ્કૃતિક વારસો
ભારતનાં લોકનૃત્યો
- ભારતીય સમાજજીવનમાં લોકો દ્વારા વિવિધ અવસરો પર પોતાની ખુશીઓ, આનંદ, લાગણીઓને વ્યક્ત કરવાં જે નૃત્યો રચાય તે “લોકનૃત્યો “તરીકે ઓળખાયાં.
- ભારતના દરેક ક્ષેત્રમાં વિવિધ ધર્મ, જાતિ, સમુદાય, ભાષા આધારિત લોકનૃત્યોનો વિકાસ થયો છે. જેમાં સ્થાનિક લોકોના પહેરવેશ, બોલચાલ, હાવભાવ અને તેમની માન્યતાઓનું પ્રતિબિંબ ઝિલાય છે.
ગરબા (ગુજરાત)
- ગુજરાતનું પ્રચલિત લોકનૃત્ય છે, જે નવરાત્રિના અવસર પર કરવામાં આવે છે.
- “ગરબા” શબ્દ “ગર્ભદીપ” પરથી આવ્યો છે, જેનો અર્થ “છિદ્રયુક્ત માટીના ઘડામાં દીપ પ્રગટાવવો”
- ત્યારબાદ સ્ત્રીઓ આ ઘડો માટે લઈને માતાજીની મૂર્તિની ફરતે તાળીઓના તાલે ગરબા ગાય છે. આ લોકનૃત્ય આજે ગુજરાતની ઓળખ બની ગઈ છે.
કાલબેલિયા (રાજસ્થાન)
- તે રાજસ્થાનની કાલબેલિયા (સપેરા) સમુદાયની મહિલાઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.
- નૃત્યકારો કાળા રંગનો પોશાક ધારણ કરે છે અને તેમના નૃત્યની ચાલ સાપ જેવી હોય છે.
- તેમાં “બીન” નામના વાદ્યયંત્ર સાથે લયાત્મક નૃત્ય મુદ્રાઓ રજૂ કરવામાં આવે છે.
- ઈ.સ. 2010માં યુનેસ્કોએ કાલબેલિયા નૃત્ય તેમ જ ગીતોને અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં સમાવેશ કર્યો.
ઘૂમર (રાજસ્થાન)

ચરકુલા (ઉત્તર પ્રદેશ)
- તે ઉત્તરપ્રદેશના વ્રજનું પારંપરિક લોકનૃત્ય છે.
- તેમાં ઘૂંઘટ ઓઢીને નૃત્ય કરતી વખતે સ્ત્રીઓ પોતાના માથા પર લાકડીના પિરામિડને સંતુલિત કરે છે. આ લાક્ડીના પિરામિડને 108 દીવડાઓથી સજાવવામાં આવે છે.
- તેમાં ભગવાન કૃષ્ણના ગીતો પર નૃત્ય કરવામાં આવે છે.
- ઉત્તરપ્રદેશનું અન્ય એક લોકપ્રિય નૃત્ય “દાદરા” છે.
પૈકા (બિહાર)
- “પૈકા” એટલે એક પ્રકારનો લાંબો ભાલો.
- તે દક્ષિણ બિહારમાં પ્રચલિત યુદ્ધ સંબંધિત લોકનૃત્ય છે.
- નૃત્યકારો ટુકડીઓ બનાવીને લાકડાના ભાલા અને ઢાલ થકી પોતાનું કૌશલ દર્શાવે છે.
રાસલીલા (ઉત્તરપ્રદેશ)

બિરહા (બિહાર)

લાવણી (મહારાષ્ટ્ર)
- લાવણી શબ્દ “લાવણ્ય” પરથી આવ્યો છે. જેનો અર્થ “સુંદરતા” થાય છે.
- તે મહારાષ્ટ્રનું સૌથી પ્રસિદ્ધ લોકનૃત્ય છે.તેમાં નૃત્ય અને ગીતનું સંયોજન છે.
- આ નૃત્ય થકી વીરતા, પ્રેમ, ભક્તિ અને દુઃખ જેવી ભાવનાઓ પ્રદર્શિત કરાય છે.
દિંડી (મહારાષ્ટ્ર)
- દિંડી નૃત્ય, મહારાષ્ટ્રના મરાઠાવાડ ક્ષેત્રનું આધ્યાત્મિક લોકનૃત્ય છે.
- આ નૃત્ય મુખ્યત્વે કારતક માસની એકાદશીએ કરવામાં આવે છે.
- દિંડી એક પ્રકારનું જૂલૂસ હોય છે. તેમાં ભગવાન કૃષ્ણની બાળલીલાઓને દર્શાવવામાં આવે છે.
ભાંગડા (પંજાબ)
- ભાંગડા પંજાબનું જીવંત લોકનૃત્ય છે. શરૂઆતમાં આ નૃત્ય કૃષિ સંબંધિત હતું, પરંતુ આગળ જતાં લગ્ન કે નવા વર્ષ જેવા અવસરોનું પણ અભિન્ન અંગ બની ગયું.
- તેમાં ઢોલ, કરતાલ, તાશે જેવાં વાદ્યયંત્રોનો પ્રયોગ થાય છે.
- ભાંગડા પુરુષો દ્વારા કરવામાં આવે છે, જ્યારે ભાંગડાનું નારી સંસ્કરણ “ગિદ્દી” તરીકે ઓળખાય છે.
કીકલી (પંજાબ)
- પંજાબનું આ પ્રચલિત લોકનૃત્ય ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
- તેમાં બે છોકરીઓ એકબીજાનો હાથ પકડી ગોળ-ગોળ ફુદરડી ફરે છે તથા અન્ય છોકરીઓ ગીત સાથે એક લયમાં તાળી વગાડીને તેમનો ઉત્સાહ વધારે છે.
જવારા (મધ્ય પ્રદેશ)

ભગોરિયા (મધ્ય પ્રદેશ)
- તે મધ્ય પ્રદેશની ભીલ આદિજાતિનું લોકપ્રિય નૃત્ય છે. હોળીના શુભ અવસર પર (ફાગણ મહિનામાં) આવતાં “ભાગોરિયા પર્વ”થી આ નૃત્યનું નામ ભાગોરિયા પડ્યું.
- આ તહેવાર પર આયોજિત હાટમાં (બજાર) અવિવાહિત યુવક-યુવતીઓ પોતાના જીવનસાથીની પસંદગી કરે છે.
કરમા (ઓડિશા / છત્તીસગઢ / મધ્ય પ્રદેશ)

છઉ
- સંસ્કૃત શબ્દ “છાયા” પરથી છઉ શબ્દ આવ્યો છે. તે છ્દમવેશને દર્શાવે છે.
- આ નૃત્યમાં મોહરા / મહોરા (mask)નો પ્રયોગ થાય છે. નૃત્યના વિષયવસ્તુમાં રામાયણ, મહાભારતકાળના પ્રસંગો તથા પૌરાણિકકાળના દેવતા અને રાક્ષસો વચ્ચે થનારા યુદ્ધને રજૂ કરવામાં આવે છે.
- છઉ નૃત્યમાં ભાવ ભંગિમાઓ અને નૃત્યનું લક્ષણ છે.
- ઓડિશા, બંગાળ અને ઝારખંડના તેત્રીય તહેવારોમાં આ લોકનૃત્ય ઘણું પ્રચલિત છે.
- 2011માં યુનેસ્કોએ માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની સૂચિમાં તેનો સમાવેશ કર્યો છે.
સરહુલ (છત્તીસગઢ)
- આ નૃત્ય છત્તીસગઢની સંચાલ, મુંડા, ઓરાવ જનજાતિઓ દ્વારા કરવામાં આવે છે.
- તેમાં અવિવાહિત યુવક યુવતીઓ ભાગ લે છે.
- સરહલ નૃત્ય ચૈત્ર માસમાં પાકની લણણી સમયે કરવામાં આવે છે.
પંથી (છત્તીસગઢ)
- આ નૃત્ય સતનામી સમુદાયમાં પ્રચલિત છે.
- તેનું પ્રદર્શન અત્યંત ભાવપૂર્ણ રીતે મધુર સંગીતની ધુનો પર કરવામાં આવે છે.
- તે મુખ્યત્વે પુરુષ નર્તકો દ્વારા કરવામાં આવે છે.
- આ નૃત્યમાં મૃદંગ, ઝાંઝ, ઢોલ જેવા પરંપરાગત વાદ્ય યંત્રોનો પ્રયોગ થાય છે.
થાંગ ટા (મણિપુર)
- થાંગ ટા મણિપુરનું યુદ્ધકળા સંબંધિત વિશિષ્ટ લોકનૃત્ય છે.
- “થાંગ”નો અર્થ “તલવાર” તથા “ટા”નો અર્થ “ભાલો” થાય છે.
- તેમાં નૃત્યકારની કુશળતા, સ્ફૂર્તિ અને રચનાત્મકતા જોવા મળે છે.
બગુરુંબા (આસામ)
- તે આસામની બોડો જનજાતિની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યને “બટરફ્લાય ડાન્સ” પણ કહે છે. તેમાં નૃત્યકારો દ્વારા પશુ અને પક્ષીઓના સ્વરૂપો સ્વભાવોને લગતું નૃત્ય રજૂ થાય છે.
નોંગક્રેમ (મેઘાલય)
- મેઘાલયની સ્થાનિક આદિજાતિઓ દ્વારા શરદ ઋતુમાં આ નૃત્ય રજૂ થાય છે.
- આ લોકનૃત્ય થકી સારી કૃષિ અને લોકોની સમૃદ્ધિની મનોકામના કરવામાં આવે છે.
વાંસ નૃત્ય / શેરાવ નૃત્ય (મિઝોરમ)
- મિઝોરમની આદિજાતિઓ દ્વારા રજૂ થતું લોકનૃત્ય, જેમાં વાંસનો પ્રયોગ થાય છે.
- આ નૃત્ય સમૂહમાં થાય છે, જેમાં પુરુષો વાંસને પકડી રાખે છે અને સ્ત્રીઓ તેની અંદર બહાર ઢોલના તાલ પર નાચે છે. તહેવારો ઉપરાંત કોઈ વ્યક્તિના મૃત્યુ પ્રસંગે પણ આ નૃત્યની પ્રસ્તુતિ થાય છે. એવી માન્યતા છે કે તેનાથી મૃતક વ્યક્તિનો આત્મા પવિત્ર થાય છે.
મથુરી (તેલંગાણા)
- તે તેલંગાણા અદિલાબાદ જિલ્લાના મથુરી જનજાતિઓ દ્વારા કરાતું પ્રચલિત લોકનૃત્ય છે. જે વર્ષાઋતુ દરમિયાન કરવામાં આવે છે. તેમાં મહિલાઓ અંદરના ભાગે ગોળાકારમાં ગાય છે અને પુરુષો બહારની બાજુએ અર્ધચક્ર બનાવે છે.
બુટ્ટા બોમાલુ (આંધ્ર પ્રદેશ)
- તેનો શાબ્દિક અર્થ “ટોકરીવાળા રમકડાં” થાય છે તથા તે આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાનું પ્રસિદ્ધ નૃત્ય છે.
- આ નૃત્યકારો જુદાં-જુદાં ચરિત્રોના મહોરાં પહેરે છે તથા તેમાં શબ્દરહિત સંગીત પર ભાર અપાય છે.
કુમ્મી (તામિલનાડુ, કેરળ)
- આ નૃત્ય ગોળાકારમાં ઊભેલી મહિલાઓ દ્વારા રજૂ થાય છે.
- કુમ્મી નૃત્યની વિશેષતા લયબદ્ધ તાળીઓના તાલે નૃત્ય રજૂ થાય છે તથા તેમાં સંગીતનો ઉપયોગ થતો નથી.
બયાલતા (કર્ણાટક)
- તે દક્ષિણી કર્ણાટકનું એક લોક નૃત્ય છે જે કૃષિપાકની લણણીની ઋતુને દર્શાવે છે.
- તે નાટક અને સંવાદનો સમાવેશ કરતું એક ધાર્મિક નૃત્ય છે.
- તેમા રામાયણ, મહાભારત અને પુરાણોની કથાઓ પર નૃત્ય કરવામાં આવે છે.
પદયાની (કેરળ)
- “પદયાની”નો અર્થ “સૈન્ય” અથવા “સૈન્ય સંરચના” થાય છે. તેે કેરળના ભગવતી મંદિરોમાં કરવામાં આવતું એક અનુષ્ઠાન છે.
- તેમાં નૃત્યકારો મહોરા પહેરીને પૌરાણિક ચરિત્રોને રજૂ કરે છે.
ડોલૂ કુનિથા (કર્ણાટક)
- આ નૃત્ય ફક્ત ચરાણવાસી સમુદાય (કુસળ સમુદાય) ના પુરુષો દ્વારા જ કરવામાં આવે છે.
- તેમાં ઢોલ-નગારાના તાલ અને લયની સાથે નૃત્ય કરવામાં આવે છે.
- કર્ણાટકનું અન્ય પ્રચલિત લોકનૃત્ય “પટા કુનિયા” છે.
ગૌર મારિયા (છત્તીસગઢ)
- તે બસ્તર ક્ષેત્રમાં વસતી “મારિયા જનજાતિ” દ્વારા “ભેંસોનું શિંગ” ધારણ કરીને કરવામાં આવતું નૃત્ય છે.
- આ નૃત્ય પુરુષ અને સ્ત્રીઓ દ્વારા સમૂહમાં કરવામાં આવે છે.
ઘુરેઈ (હિમાચલ પ્રદેશ)
- તે હિમાચલ પ્રદેશના ચંબામાં ફક્ત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતું પારંપરિક લોકનૃત્ય છે.
- આ નૃત્ય લગ્નપ્રસંગ, મેળા, તહેવારો પર કરવામાં આવે છે.
- નૃત્ય દરમિયાન ગાવામાં આવતાં ગીતોમાં નારીસૌંદર્યનું વર્ણન હોય છે.
ડંડા-જાત્રા (ઓડિશા)
- તે ઓડિશાનું પ્રચલિત લોકનૃત્ય છે.
- નૃત્ય, નાટક અને સંગીતનું મિશ્રણ ધરાવતી પ્રાચીનતમ્ લોકનૃત્ય કળા છે.
- આ નૃત્યમાં મુખ્યત્વે શિવકથાઓ રજૂ કરવામાં આવે છે, પણ કેન્દ્રમાં સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ છે.
હિક્કાત (જમ્મુ-કાશ્મીર)
- તે કાશ્મીર ખીણનું પ્રચલિત લોકનૃત્ય છે, જેમાં યુવાન છોકરા-છોકરીઓ પરસ્પર જોડી બનાવીને નૃત્ય કરે છે.
- તેમાં નર્તક જોડીઓ એકબીજાનો હાથ પકડીને એક પગ પરસ્પર જોડે છે તથા શરીરને થોડું પાછળની તરફ ઝુકાવીને નૃત્ય કરે છે.
- તેમાં કોઈ વાદ્યયંત્રનો ઉપયોગ થતો નથી, નૃત્યકારો ફક્ત ગીતના બોલ પર જ નૃત્ય કરે છે.
રઉફ (જમ્મુ-કાશ્મીર)
- તે કાશ્મીર ખીણનું પરંપરાગત નૃત્ય છે, જે ફક્ત મહિલાઓ દ્વારા કરવામાં આવે છે.
- આ નૃત્યમાં સરળ કદમતાલનો પ્રયોગ થાય છે જેને સ્થાનિક ભાષામાં “ચકરી” કહે છે.
- કૃષિ પાકની લણણી ઉપરાંત રમજાન માસમાં પણ આ નૃત્ય કરવામાં આવે છે. રઉફમાં કોઈ પણ પ્રકારના વાદ્યયંત્રનો ઉપયોગ ખેતો નથી.
મટકી (મધ્ય પ્રદેશ)

કરકટ્ટમ લોકનૃત્ય (તામિલનાડુ)
- તામિલનાડુનું એક પ્રાચીન લોકનૃત્ય જેમાં વર્ષાની દેવી મરિયમ્મનની પ્રશંસા કરવામાં આવે છે.
- ક્લાકાર પોતાના માથા પર એક વાસણ રાખીને તેનું સંતુલન જાળવે છે.
- તેને બે પ્રકારોમાં વિભાજિત કરાય છે.
- અટા કરગમ : તે લોકોના મનોરંજન માટેનું લોકનૃત્ય
- શક્તિ કરગમ : તે ફક્ત મંદિરોમાં આધ્યાત્મિકતા દર્શાવતું લોકનૃત્ય
સિંધી છામ (સિક્કીમ)
- તે સિક્કીમનું એક “મોહરા” (mask) આધારિત નૃત્ય છે. જેમાં “બરફનો સિંહ”(Snow Lion)નું ચિત્રાંકન કરવામાં આવે છે.
- “સ્નો લાયન” એ સિક્કીમનું સાંસ્કૃતિક પ્રતિક છે.
- આ નૃત્યકારો આ સ્નો લાયન રૂપી મોહરા ધારણ કરે છે.
- ગુરુ પદ્મસંભવ દ્વારા “સ્નો લાયન”ને આ ક્ષેત્રના સંરક્ષણ દેવતા ઘોષિત કરાયા હતા.
હોજાગિરી (ત્રિપુરા)
- તે ત્રિપુરાના રિયાંગ જનજાતિઓનું એક પારંપરિક લોકનૃત્ય છે.
- તે હોજાગિરિ તહેવાર (લક્ષ્મી પૂજા) દરમિયાન કરવામાં આવે છે.
- આ નૃત્ય ફક્ત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે, જ્યારે પુરુષો ફક્ત ગાયન અને સંગીત વાદન કરે છે.
જાબરો (લદ્દાખ)
- તે લદ્દાખ ક્ષેત્રની ઉચ્ચ પહાડીઓની પ્રવાસી જનજાતિઓનું એક સામુદાયિક લોકનૃત્ય છે.
- આ નૃત્યને “લોસર” (તિબ્બતી નવું વર્ષ) ઉત્સવના ભાગરૂપે સ્ત્રી-પુરુષો દ્વારા કરવામાં આવે છે.
શોડોલ (લદ્દાખ)
- આ લોકનૃત્ય ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી મોટા લદ્દાખી નૃત્ય તરીકે નોંધાયેલ છે.
- અહીં આયોજીત થતા વાર્ષિક નરોપા ઉત્સવ દરમિયાન આ નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે.
- શોંડોલને “રાજસી નૃત્ય” પણ કહે છે. કારણ કે ભૂતકાળમાં વિશેષ અવસરો પર કલાકારો લદ્દાખના રાજા માટે આ નૃત્ય પ્રસ્તુત કરતા હતા.
સંગરાઈ નૃત્ય (ત્રિપુરા)

ધમાલી (જમ્મુ-કાશ્મીર)
- તે કાશ્મીર ખીણમાં પુરુષો દ્વારા રજૂ થતું લોકનૃત્ય છે.
- તેમાં એક વ્યક્તિ ઝંડો લઈને નૃત્યકારોનું નેતૃત્વ કરે છે તથા આ ઝંડાને જમીન પર રોપીને તેની ગોળ ફરતે નૃત્ય કરવામાં આવે છે.
ભારતનાં જાણીતા લોકનૃત્યો
બુરોકથા (આંધ્ર પ્રદેશ) :
એક્લ નૃત્યકાર દ્વારા પુરાણોની કથાઓ આધારિત રજૂઆત કરાય છે.
મઈલ અટ્ટમ (કેરળ, તમિલનાડુ) :
તેમાં યુવતીઓ મોરનો વેશ ધારણ કરે છે.
કીર્તન / જાત્રા (પશ્ચિમ બંગાળ) :
શ્રીકૃષ્ણની લીલાઓ પર આધારિત પ્રાચીન લોકનૃત્ય છે. જેમાં નૃત્યકાર અને વાદ્ય વગાડનારા પણ ગોળાકારે નૃત્ય કરે છે.
રાય બેશી (પશ્ચિમ બંગાળ) :
તે પુરુષપ્રધાન નૃત્ય છે, જેમાં પુરુષો જમણા પગે ઘૂઘરા બાંધે છે. તેમાં કોઈ ગીત નથી હોતું, પણ ઢોલની થાપ પર નૃત્ય કરાય છે.
નાટી (હિમાચલ પ્રદેશ) :
આ નૃત્ય કુલ્લુ, મંડી, શિમલા જેવાં ક્ષેત્રોમાં લોકપ્રિય છે.
ચારબા (હિમાચલ પ્રદેશ) :
આ નૃત્ય દશેરાના તહેવાર પર રજૂ થાય છે.
ઝાબ્રો (લદ્દાખ) :
તેમાં સ્ત્રી-પુરુષો ભાગ લે છે. ઝાબ્રોમાં રબાબ જેવું “ડેમિયન” વાદ્યતંત્ર વગાડવામાં આવે છે.
સમ્મી (પંજાબ) :
પંજાબનાં ગ્રામીણ ક્ષેત્રોનું લોકપ્રિય નૃત્ય.
સાયરા (મધ્ય પ્રદેશ) :
આ લોકનૃત્ય બુંદેલખંડ ક્ષેત્રમાં લોકપ્રિય છે. તેમાં યુવક-યુવતીઓ વર્ષાઋતુમાં હાથમાં લાઠી લઈને નૃત્ય કરે છે.
સૈલા (મધ્ય પ્રદેશ) :
બૈગા આદિજાતિના પુરુષો દ્વારા કરવામાં આવતું લોકનૃત્ય.
અલકાપ (ઝારખંડ, પશ્ચિમ બંગાળ) :
આ નૃત્ય લોકકથા, પૌરાણિક કથાઓ પર આધારિત છે. તે એક પ્રકારની નૃત્ય-નાટક પ્રસ્તુતિ છે.
રાંગમા (નાગાલેન્ડ) :
રંગીન પોશાકો, આભૂષણોમાં સજ્જ નૃત્યકારો છઠ્ઠા યુદ્ધ પરંપરાઓનું પ્રદર્શન કરે છે.
કકસાર (છત્તીસગઢ) :
તે બસ્તરક્ષેત્રમાં અબુજમારિયા જનજાતિઓનું પ્રચલિત લોક નૃત્ય છે, જેમાં નૃત્યના માધ્યમથી સારી કૃષિ માટે “કકસાર” દેવતાના આશીર્વાદ લેવામાં આવે છે.
ભોરતાલ (અસમ) :
તે અસમના બરપેટા ક્ષેત્રથી સંબોધિત છે. સત્રિય કલાકાર નરહરિ બુરહા ભગત દ્વારા આ નૃત્યનો વિકાસ કરાયો હતો.
ભારતનાં અન્ય લોકનૃત્યો

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
Education Vala
thanks sir
Welcome 🤗
Wah ❤️👍
Thanks 🙏