Bharatma aavela videshi musafaro

ભારતમાં આવેલા વિદેશી મુસાફરો

Bharatma aavela videshi musafaro – ભારતમાં આવેલા વિદેશી મુસાફરો

મેગેસ્થનીઝ

  • દેશ / સમયગાળો : ગ્રીસ / યુનાન (ઈ.સ. પૂર્વે ૩જી સદી)
  • સમકાલીન શાસક / વંશ : ચંદ્રગુપ્ત મૌર્ય
  • વિશેષતા :
    • મેગેસ્થેનીઝ એ સીરિયાના સેલ્યુક્સ નિકેતર-1નો રાજદૂત હતો.
    • તેણે “ઈન્ડિકા ગ્રંથ”ની રચના કરી હતી જેમાં ભારતીય સમાજમાં વર્ણવ્યવસ્થાનો ઉલ્લેખ.
    • આ ગ્રંથમાં મગધના શાસકના લાકડાના બનેલા વિશાળ મહેલનો ઉલ્લેખ.

ડાઈમાચસ (ડાઈમેક)

ડાઈમાચસ (ડાઈમેક)

ટોલેમી

  • સમયગાળો : ઈ.સ. 2જી સદી
  • વિશેષતા :
    • તેણે “જિયોગ્રાફી”ગ્રંથની રચના કરી. જેમાં પ્રાચીન ભારતનું વિવરણ જોવા મળે છે.
    • ટોલેમીએ પોતાના ગ્રંથમાં સુરાષ્ટ્રીન (સૌરાષ્ટ્ર), લાટિકા (દક્ષિણ ગુજરાત), બારિગાઝા (ભરૂચ), મોફ્સિ (મહી નદી), બોડેકિસ (પોરબંદર)નો ઉલ્લેખ કર્યો હતો.

ફાહિયાન

  • દેશ / સમયગાળો : ચીન (ઈ.સ. 405 – 411)
  • સમકાલીન શાસક / વંશ : ચંદ્રગુપ્ત દ્વિતીય (વિક્રમાદિત્ય)
  • વિશેષતા :
    • ભારતની યાત્રા કરનાર પ્રથમ ચીની મુસાફર.
    • તેણે પોતાની યાત્રાનું વર્ણન “રેકોર્ડ ઓફ બુદ્ધિસ્ટ કિંગડ્મ” (બૌદ્ધ સામ્રાજ્યોના અભિલેખ) ગ્રંથમાં કર્યું છે.
    • તેણે “ફો-ક્વો-કી” ગ્રંથની રચના કરી હતી.
    • તેમણે બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાત લીધી હતી.
    • તેઓ ભારતમાં જમીનમાર્ગે આવીને તક્ષશિલા, મથુરા, કનૌજ, વૈશાલી, પાટલીપુત્ર, નાલંદા, પશ્ચિમ બંગાળનો પ્રવાસ કર્યો હતો. લગભગ 15 વર્ષ અહીં રોકાઈને સમુદ્રમાર્ગે ચીન પરત ફર્યા હતા.

હ્યુ-એન-ત્સાંગ

  • દેશ / સમયગાળો : ચીન (ઈ.સ. 630 – 645)
  • સમકાલીન શાસક / વંશ : હર્ષવર્ધન (વર્ધન વંશ અથવા પુષ્પભૂતિ વંશ)
  • વિશેષતા :
    • ભારતમાં તેણે તાશ્કંદ અને સ્વાત ઘાટી તરફથી પ્રવેશ કર્યો હતો.
    • તે બૌદ્ધ ધર્મની શિક્ષા મેળવવા અને મહત્ત્વપૂર્ણ બૌદ્ધ ગ્રંથોનો સંગ્રહ કરવા માટે ભારત આવ્યા હતા.
    • નાલંદા વિદ્યાલયમાં 5 વર્ષ અભ્યાસ કર્યો હતો.
    • હ્યુ-એન-ત્સાંગના મતે હર્ષવર્ધન શરૂઆતમાં શૈવધર્મી હતો, પરંતુ પાછળથી બૌદ્ધ ધર્મનાં મહાયાન પંથનો અનુયાયી બન્યો. તેણે મહાયાન સંપ્રદાયના પ્રચાર માટે કનૌજમાં એક વિશાળ સંમેલન યોજ્યું હતું. ઉપરાંત હર્ષ પ્રત્યેક પાંચ વર્ષે પ્રયાગમાં મહામોક્ષ પરિષદનું આયોજન કરતો હતો.
    • હ્યુ-એન-ત્સાંગે ઉત્તર ભારતની સાથે દક્ષિણ ભારતનો પણ પ્રવાસ કર્યો હતો.
    • તેમણે પોતાની ભારતયાત્રાનું વિવરણ “સી-યુ-કિ”(પશ્ચિમી દુનિયાના અભિલેખ) ગ્રંથમાં રજૂ કર્યું છે.
    • તેમણે ગુજરાતની પણ મુલાકાત લીધી હતી. તે સમયે ગુજરાતનો શાસક મૈત્રકવંશનો ધ્રુવસેન-2 હતો.
    • તેમની પ્રવાસ નોંધમાં વલ્લભી અને વડનગરનો ઉલ્લેખ છે.

ઈત્સિંગ

  • દેશ / સમયગાળો : ચીન (ઈ.સ. 671-ઈ.સ. 695)
  • વિશેષતા :
    • તેનો ભારત પ્રવાસ બૌદ્ધ ધર્મ સંબંધિત હતો.
    • તેમણે ઘણા બૌદ્ધ ગ્રંથોનો સંસ્કૃતમાંથી ચીની ભાષામાં અનુવાદ કર્યો.
    • ઉપરાંત ઘણા ભિક્ષુઓની જીવની (બાયોગ્રાફી) પણ લખી હતી.
    • તેમણે નાલંદામાં અભ્યાસ કર્યો હતો.

સુલેમાન

સુલેમાન

અલ-મસૂદી

  • દેશ / સમયગાળો : આરબ દેશ (10મી સદી)
  • સમકાલીન શાસક / વંશ : રાષ્ટ્રકૂટ / પ્રતિહાર વંશ
  • વિશેષતા :
    • તે એક આરબ પ્રવાસી હતો.
    • તેણે પોતાના પુસ્તક “મુરુજ ઉલ-જેહાબ”માં પોતાના પ્રવાસ વિશે માહિતી આપી છે.
    • તેણે પ્રતિહાર સામ્રાજ્યની વિશાળતાનું વર્ણન કર્યું છે તથા ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યને “અલ જૂજર” કહ્યું હતું.

અલ-બરુની

  • દેશ / સમયગાળો : મધ્ય એશિયા (ફારસ) (ઈ.સ. 1024-30)
  • સમકાલીન શાસક / વંશ : તે મહમૂદ ગઝની સાથે ભારત આવ્યો હતો.
  • વિશેષતા :
    • તે એક પર્શિયન (ફારસી) વિદ્વાન હતો.
    • તેઓ પ્રથમ મુસ્લિમ વિદ્વાન હતા. જેમણે ભારત વિશે અભ્યાસ કર્યો અને માહિતી આપી.
    • તેણે પોતાના પુસ્તક “તહેકીક-એ-હિંદ”માં ભારતની ભૂગોળ, ઈતિહાસ, વિજ્ઞાન અને સમાજજીવનનાં વિભિન્ન ક્ષેત્રો વિશે વિસ્તૃત જાણકારી આપી.
    • તેમણે “કિતાબ-ઉલ-હિંદ” ગ્રંથની રચના પણ કરી હતી.
    • ગુજરાતની મુલાકાત વખતે મહી નદીનો ઉલ્લેખ “મહેન્દ્રી” તરીકે કર્યો હતો.
    • અલબરુનીએ ઘણી સંસ્કૃત કૃતિઓનો અનુવાદ કર્યો હતો. જેમાં પતંજલિની વ્યાકરણ પરની રચનાઓનો અરબીમાં અનુવાદ સામેલ છે.
    • તેણે પોતાના બ્રાહ્મણમિત્રો માટે યુક્લિડ (એક ગ્રીક ગણિતજ્ઞ)ની રચનાઓનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હતો.

માર્કો પોલો

  • દેશ / સમયગાળો : ઈટાલી (ઈ.સ. 1292 – 1294)
  • સમકાલીન શાસક / વંશ : પાંડ્ય વંશ અને કાકતીય વંશ
  • વિશેષતા :
    • તેણે દક્ષિણ ભારતમાં પાંડ્ય વંશ અને પૂર્વી ભારતમાં કાકતીય વંશના રુદ્રમાદેવીના શાસન વખતે ભારતની યાત્રા કરી હતી.
    • તેણે પોતાના પુસ્તક “ધ બુક ઓફ સર માર્કો પોલો”માં ભારતના આર્થિક ઈતિહાસ વિશે માહિતી આપી છે.

ઈબ્નબતૂતા

  • દેશ / સમયગાળો : મોરક્કો (ઈ.સ. 1333 – 1347)
  • સમકાલીન શાસક / વંશ : મુહમ્મદ બિન તુઘલક
  • વિશેષતા :
    • તેણે પોતાના પુસ્તક “કિતાબ-ઉલ-રિહલા”માં ભારતના સમાજજીવન, કૃષિ પદ્ધતિઓ, ગ્રામોદ્યોગ વગેરેનું રસપ્રદ વિવરણ રજૂ કર્યું છે.
    • મુહમ્મદ-બિન-તુઘલકે પોતાના દરબારમાં તેની કાઝી તરીકે નિમણૂક કરી હતી.
    • તેણે દક્ષિણ ભારતની યાત્રા પણ કરી હતી.
    • મુહમ્મદ-બિન-તુઘલકે તેને પોતાનો રાજદૂત બનાવીને ચીન મોકલ્યો હતો.

શિહાબુદ્દીન-અલ-ઉમરી

શિહાબુદ્દીન-અલ-ઉમરી

નિકોલો કોન્ટી

  • દેશ / સમયગાળો : ઈટાલી (ઈ.સ. 1420 – 1421)
  • સમકાલીન શાસક / વંશ : વિજયનગર સામ્રાજ્યના દેવરાય-1 (સંગમ વંશ)
  • વિશેષતા :
    • તે એક ઈટાલિયન વ્યાપારી હતો.
    • તેણે પોતાની પ્રવાસ નોંધમાં તત્કાલીન વિજયનગર સામ્રાજ્યનું વિવરણ રજૂ કર્યું હતું.

અબ્દુલ રઝાક

  • દેશ / સમયગાળો : ફારસ (ઈ.સ. 1443 – 1444)
  • સમકાલીન શાસક / વંશ : દેવરાય-2 (સંગમ વંશ)
  • વિશેષતા :
    • તે તિમુરીડ સામ્રાજ્યનો દૂત હતો.
    • તે એક ફારસી વિદ્વાન હતો.
    • ભારતમાં સૌપ્રથમ ઝામોરીનના કાલિકટ ખાતે પ્રવેશ કર્યો હતો.
    • ભારતમાં તે ફારસના રાજદૂત તરીકે આવ્યો હતો.
    • તેણે વિજયનગર સામ્રાજ્યનાં બંદરો, સૈન્ય શક્તિ, નગરો વગેરેનું રોચક વર્ણન કર્યું હતું.

અથનસિયસ નિકિતિન

  • દેશ / સમયગાળો : રશિયા (ઈ.સ. 1470 – 1474)
  • સમકાલીન શાસક / વંશ : મોહમ્મદ-3 (બહમની સામ્રાજ્ય)
  • વિશેષતા :
    • તે એક રશિયન વ્યાપારી હતો.
    • તેણે મોહમ્મદ-3 (બહમની સામ્રાજ્ય)ના શાસનનું વર્ણન કર્યું છે.
    • તેનાં પ્રવાસવર્ણનો “ધ જર્ની બિયોન્ડ થ્રી સી”માં સંગ્રહિત છે.

દુઅર્ત બારબોસા

  • દેશ / સમયગાળો : પોર્ટુગલ (ઈ.સ. 1500 – 1516)
  • સમકાલીન શાસક / વંશ : વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાય (તુલુવ વંશ)
  • વિશેષતા :
    • તેણે તત્કાલીન વિજ્યનગર સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થા અને સામાજિક જીવન વિશેનું વિવરણ રજૂ કર્યું.

ડોમિંગો પાયસ

  • દેશ / સમયગાળો : પોર્ટુગલ (ઈ.સ. 1520 – 1522)
  • સમકાલીન શાસક / વંશ : વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાય (તુલુવ વંશ)
  • વિશેષતા :
    • તેણે વિજયનગરની સમૃદ્ધિનું વર્ણન કર્યું.
    • તેણે કૃષ્ણદેવરાયના દરબારની મુલાકાત લીધી હતી.

ફર્નાઓ નૂનીઝ

  • દેશ / સમયગાળો : પોર્ટુગલ (ઈ.સ. 1535 – 1537)
  • સમકાલીન શાસક / વંશ : વિજયનગર સામ્રાજ્યના અચ્યુતદેવરાય (તુલુવ વંશ)
  • વિશેષતા :
    • તે એક ઈતિહાસકાર અને ઘોડાનો વ્યાપારી હતો.

અકવાવીવા, એન્થની મોન્સેરાટ, ફાધર રોડોલ્ફો અને ફાધર ફ્રાન્સિસ્કો અનસ્કિવેજ

  • દેશ / સમયગાળો : પોર્ટુગલ (ઈ.સ. 1578 – 1582)
  • સમકાલીન શાસક / વંશ : અકબર
  • વિશેષતા :
    • અકબરના કહેવાથી પોર્ટુગીઝોએ આ ઈસાઈ પાદરીઓને ગોવાથી અકબરના દરબારમાં મોકલ્યા હતા.
    • તેમણે અકબરની ધાર્મિક નીતિઓ બાબતે મહત્ત્વપૂર્ણ વિવરણ આપ્યું હતું.

રાલ્ડફિચ

  • દેશ / સમયગાળો : બ્રિટન
  • સમકાલીન શાસક / વંશ : અક્બર
  • વિશેષતા :
    • તે એક અંગ્રેજ અધિકારી હતો. જેણે દિલ્હીમાં અકબરના દરબારની મુકાલાત લીધી હતી.

કેપ્ટન હોકિન્સ (વિલિયમ હોકિન્સ)

  • દેશ / સમયગાળો : બ્રિટન (ઈ.સ. 1608 – 1613)
  • સમકાલીન શાસક / વંશ : જહાંગીર
  • વિશેષતા :
    • તે બ્રિટિશ રાજા જેમ્સ-1નો રાજદૂત હતો અને “હેક્ટર” નામના જહાજ સાથે સુરત આવ્યો.
    • જહાંગીરના આગ્રા સ્થિત દરબારમાં પહોંચ્યો હતો.
    • જહાંગીરે શાહી ફરમાન દ્વારા અંગ્રેજ કંપનીને વેપાર માટે કોઠીઓ સ્થાપવાની મંજૂરી આપી.
    • જહાંગીરે તેને “ઈંગ્લિશ ખા”ની ઉપાધિ આપી.

વિલિયમ ફિંચ

  • દેશ / સમયગાળો : બ્રિટન
  • વિશેષતા :
    • સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના એક પ્રતિનિધિ સર વિલિયમ હોકિંગ્સ સાથે ભારત આવ્યો હતો. તેણે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

સર થોમસ રો

  • દેશ / સમયગાળો : બ્રિટન (ઈ.સ. 1615 – 1619)
  • સમકાલીન શાસક / વંશ : જહાંગીર
  • વિશેષતા :
    • તે બ્રિટિશ રાજા જેમ્સ-1નો રાજદૂત હતો.
    • તેણે જહાંગીર પાસેથી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે મુઘલ સામ્રાજ્યના તમામ વિસ્તારોમાં વેપાર કરવાનો અને કોઠીઓ સ્થાપવાનો પરવાનો મેળવ્યો.
    • તેનું “જર્નલ ઓફ ધ મિશન ટુ ધ મુઘલ એમ્પાયર” એ ભારતના ઈતિહાસમાં એક કિંમતી યોગદાન છે.

એડવર્ડ ટેરી

  • દેશ / સમયગાળો : બ્રિટન (ઈ.સ. 1616 – 1619)
  • સમકાલીન શાસક / વંશ : જહાંગીર
  • વિશેષતા :
    • તે થોમસ રોનો દૂત હતો.
    • તેણે ભારતના સમાજજીવન વિશે નોંધ લખી છે.

ફ્રાંસિસ્કો પલાસર્ટ

ફ્રાંસિસ્કો પલાસર્ટ

પીટર મુંડી

  • દેશ / સમયગાળો : ઈટાલી (ઈ.સ. 1630 – 34)
  • સમકાલીન શાસક / વંશ : શાહજહાં
  • વિશેષતા :
    • તેણે મુઘલ સામ્રાજ્યમાં સામાન્ય જનજીવન વિશે મહત્ત્વપૂર્ણ વિવરણ આપ્યું હતું.

જ્હોન બેપ્ટીસ્ટ ટૈવર્નિયર

  • દેશ / સમયગાળો : ફ્રાંસ (ઈ.સ. 1638 – 63)
  • સમકાલીન શાસક / વંશ : શાહજહાં ઔરંગઝેબ
  • વિશેષતા :
    • તેણે શાહજહાં અને ઔરંગઝેબના કાર્યકાળ દરમિયાન 6 વખત ભારતની મુલાકાત લીધી હતી.
    • તેણે ભારતમાં હીરા અને હીરાની ખાણો વિશે વિવરણ આપ્યું છે.
    • તેના યાત્રાવૃતાંત “ટ્રાવેલ્સ ઈન ઈન્ડિયા”માં મુઘલ કાલીન ભારતના સમુદ્રી માર્ગો, સમુદ્રી વ્યાપાર, સંચારના સાધનો, માપતોલ વગેરે વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી.

નિકોલો મનૂચી

  • દેશ / સમયગાળો : ઈટાલી (ઈ.સ. 1656 – 87)
  • સમકાલીન શાસક / વંશ : દારાશિકોહ / ઔરંગઝેબ
  • વિશેષતા :
    • તે એક ઈટાલિયન ચિકિત્સક, યાત્રી અને લેખક હતો.
    • તેણે સુરતની મુલાકાત લીધી હતી.

ફ્રાન્સિસ્કો બર્નિચર

  • દેશ / સમયગાળો : ફ્રાંસ (ઈ.સ. 1656 – 1717)
  • સમકાલીન શાસક / વંશ : ઔરંગઝેબ
  • વિશેષતા :
    • તે એક ફ્રેન્ચ ફિઝિશિયન અને ફિલોસોફર હતો.
    • તે ઔરંગઝેબનો વ્યક્તિગત ફિઝિશિયન હતો.
    • તેણે “ટ્રાવેલ્સ ઈન ધ મુઘલ એમ્પાયર” પુસ્તક લખ્યું હતું.
    • આ પુસ્તક મુખ્યત્વે દારાશિકોહ અને ઔરંગઝેબના શાસનના નિયમો વિશે છે.

રોબર્ટ મોન્ટગોમરી માર્ટિન

  • દેશ / સમયગાળો : (19 મી સદી)
  • વિશેષતા :
    • તે એક એંગ્લો-આયરિશ લેખક અને સિવિલ સર્વન્ટ હતો.
    • તેણે ભારતમાં કોલકાતા ખાતે “બંગાલ હેરાલ્ડ”ના પ્રકાશમાં યોગદાન આપ્યું હતું.
    • તેના પુસ્તક “હિસ્ટ્રી, એન્ટીક્વિટીઝ, ટોપોગ્રાફી એન્ડ સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈસ્ટન ઈન્ડિયા”માં અયોધ્યા ક્ષેત્રના ઈતિહાસની માહિતી આપી છે.

જોસેફ ટેફેન્થૈલર

  • દેશ / સમયગાળો : (19 મી સદી)
  • વિશેષતા :
    • તે ઈસાઈ મિશનરીથી સંબંધિત એક ઈટાલિયન પ્રવાસી હતો.
    • ભારતમાં જયપુરના રાજા સવાઈ જયસિંહની પ્રસિદ્ધ વેદ્યશાળામાં તેની નિમણૂક કરાઈ હતી.
    • તેણે અયોધ્યા અને આગ્રાની મુલાકાત લીધી હતી.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!