Kathputalikala – Bharatno sanskrutik varso

કઠપૂતળીકળા

Kathputalikala – Bharatno sanskrutik varso – કઠપૂતળીકળા – ભારતનો સાંસ્કૃતિક વારસો

ભારતની કઠપૂતળીકળા

  • કઠપૂતળી એટલે “કાષ્ઠ (લાકડું)માંથી બનેલ ઢીંગલી-ઢીંગલા”
  • કઠપૂતળીકળા એ ભારતમાં લોકમનોરંજનનાં પ્રાચીનતમ સ્વરૂપોમાંનું એક છે.
  • આ કળાની શોધ એ માનવજાતિની ઉલ્લેખનીય અને મહત્ત્વપૂર્ણ શોધોમાંની એક છે.
  • તે એક નાટકીય ખેલ છે. જેમાં લાકડી, કાગળ અને પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી કઠપૂતળી(ઢીંગલા-ઢીંગલી) બનાવીને તેના વિવિધ કરતબો લોકોને બતવવામાં આવે છે.
  • આ ખેલ થકી લોકજીવનના સામાજિક પ્રસંગો, ધાર્મિક-પૌરાણિક આખ્યાનોનું પ્રદર્શન કરવામાં આવે છે.
  • આ કઠપૂતળીઓનું પ્રદર્શન વિશેષ તાલીમ ધરાવતા કલાકારો દ્વારા કરવામાં આવે છે.

ભારતમાં કઠપૂતળીનો ઈતિહાસ

  • ભારતમાં સદીઓથી પારંપરિક મનોરંજન તરીકે કઠપૂતળી કળાનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહ્યું છે.
  • સિંધુખીણ સભ્યતાના “મોંહે-જો-દડો” અને “હડપ્પા” જેવાં સ્થળોએથી ઉત્ખનન દરમિયાન સોકેટયુક્ત કઠપૂતળીઓના અવશેષ મળી આવ્યા છે. જે તત્કાલીન લોકોના મનોરંજનનું માધ્યમ દર્શાવે છે.
  • ઈ.સ. પૂર્વેની ચૌથી સદીમાં મહાકવિ પાણિની રચિત સંસ્કૃત ગ્રંથ “અષ્ટાધ્યાયી” ના “નટસૂત્ર”માં “પૂતલા” નાટકનો ઉલ્લેખ મળી આવે છે.
  • પરંતુ કઠપૂતળીનો સૌપ્રથમ લિખિત ઉલ્લેખ ઈ.સ. પૂર્વેની પહેલી સદી આસપાસ રચિત તમિલ ગ્રંથ “શિલપ્પાદિકારમ”માં મળે છે.
  • ભારતમાં કઠપૂતળીકળાના વિષયવસ્તુ તરીકે પૌરાણિક કથાઓ, લોકકથાઓ, સામાજિક વિષયો સાથે હાસ્ય-વ્યંગ, જ્ઞાન અને મનોરંજનનો ઉદ્દેશ છે.
  • ભારતમાં ક્ષેત્રીય સ્તરે કઠપૂતળીની અનેક પરંપરાઓ વિકસી છે. વિભિન્ન ક્ષેત્રોની કઠપૂતળીઓની પોતાની એક ખાસ ઓળખ છે. જેમાં ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, નૃત્ય, પહેરવેશ વગેરેની ક્ષેત્રીયશૈલીનો પ્રભાવ જોવા મળે છે.
  • વર્તમાનમાં કઠપૂતળીકળા પ્રોત્સાહનના અભાવ અને લોકોની રસરુચિમાં બદલાવને કારણે ક્રમશઃ લુપ્ત થઈ રહી છે.
  • ઘણી જગ્યાએ પર્યાવરણના સંરક્ષણ અને સાંસ્કૃતિક વિરાસત વિશે લોકોમાં જાગૃતિ લાવતા કાર્યક્રમમાં કઠપૂતળી કળાની મદદ લેવાય છે.

કઠપૂતળીકળાના પ્રકારો

  • સૂત્ર કઠપૂતળી
    1. કઠપૂતળી
    2. ગોમ્બાયેટ્ટા
    3. બોમ્બાટ્ટમ
    4. કુંધેઈ (કુંઢેઈ)
    5. કલાસૂત્રી
    6. બહુલીયા
  • છાયા કઠપૂતળી
    1. થોલૂ બોમ્માલટા
    2. રાવણછાયા
    3. તોગાલુ ગોમ્બાયેટ્ટા
  • દસ્તાના કઠપૂતળી
    1. પાવાકૂથુ
  • છડી કઠપૂતળી
    1. યમપુરી
    2. પુત્તુલ નાચ

સૂત્ર (દોરા કે ધાગા) કઠપૂતળી

  • ભારતમાં સૂત્ર કઠપૂતળીની પરંપરા અતિ પ્રાચીન હોવાની સાથે સમૃદ્ધતા પણ ધરાવે છે.
  • તેમાં કઠપૂતળીઓ સુતરાઉ કાપડ, લાકડી કે તારની બનેલી હોય છે, જેને સુંદર વસ્ત્રોથી સજાવવામાં આવે છે.
  • કઠપૂતળીઓના આંખ, નાક, કાન, હોઠ વગેરેને વિશેષ રીતે દર્શાવવા માટે તૈલીય રંગોનો ઉપયોગ થાય છે.
  • તેમાં ઘણા દોરા (સૂત્ર)નો ઉપયોગ થતો હોવાને કારણે કઠપૂતળીઓનું સંચાલન ખૂબ સરળ થઈ જાય છે.
  • રાજસ્થાન, ઓડિશા, કર્ણાટક અને તામિલનાડુમાં આ કઠપૂતળી કળા પ્રચલિત છે.
સૂત્ર (દોરા કે ધાગા) કઠપૂતળી

કઠપૂતળી (રાજસ્થાન)

  • તે રાજસ્થાન ક્ષેત્રનો પ્રચલિત કઠપૂતળીનો પ્રકાર છે.
  • તેમાં કઠપૂતળીઓ પરંપરાગત રાજસ્થાની વસ્ત્રોથી સજ્જ હોય છે.
  • તેની એક વિશેષતામાં કઠપૂતળીઓને પગ હોતા નથી તથા કઠપૂતળી સંચાલક પોતાની આંગળીઓમાં બાંધેલા બે કે પાંચ દોરાથી તેનું સંચાલન કરે છે.
  • રાજસ્થાની લોકકથાઓ અને લોકસંગીત સાથે તેનું પ્રદર્શન કરવામાં આવે છે.

ગોમ્બાયેટ્ટા

  • કર્ણાટકની સૂત્ર કઠપૂતળીઓને “ગોમ્બાયેટ્ટા” કહે છે.
  • તેમાં લોકનાટ્ય યક્ષગાનના વિવિધ પ્રસંગો-પાત્રો અનુસાર કઠપૂતળીઓને તૈયાર કરવામાં આવે છે. આ કઠપૂતળીઓને નચાવવા માટે એકથી વધારે કલાકારોની જરૂર પડે છે.

બોમ્માલટ્ટમ

  • તે તામિલનાડુ ક્ષેત્રનો કઠપૂતળી પ્રકાર છે. તેમાં છડી અને સૂત્ર કઠપૂતળીની વિશેષતાઓનું સંયોજન જોવા મળે છે.
  • ભારતમાં જોવા મળતી અન્ય કઠપૂતળીઓની સરખામણીમાં બોમ્માલટ્ટમ કઠપૂતળીઓ આકારમાં સૌથી મોટી અને ભારે હોય છે.
  • તેમાં ધાગા (દોરા) અને લોખંડના તારનો પણ ઉપયોગ થાય છે.
  • બોમ્માલટ્ટમમાં વિષય તરીકે મહાકાવ્યો અને પૌરાણિક પ્રસંગો હોય છે.

કુનઢેઈ (કુંઢેઈ)

  • ઓડિશાની સૂત્ર કઠપૂતળીઓ “કુંઢેઈ” તરીકે ઓળખાય છે.
  • આ કઠપૂતળીઓ હળવા લાકડામાંથી બનાવવામાં આવે છે. તેને પગ નથી હોતા. આથી તેને લાંબો ઘાઘરો પહેરાવવામાં આવે છે.
  • સામાન્ય રીતે તેમાં દોરા વધારે હોય છે. આથી ક્લાકારને કઠપૂતળીનું સંચાલન કરવામાં સરળતા રહે છે.
  • આ કઠપૂતળી પરંપરા પર ઓડિશી નૃત્યનો પ્રભાવ રહેલો છે.

કલાસૂત્રી બહુલીયા

  • તે મુખ્યત્વે મહારાષ્ટ્રની પરંપરાગત દોરીથી સંચાલિત કઠપૂતળીની કળા છે.
  • તેને દોરીથી કૌશલયુક્ત ઢીંગલી (Thread Skill Doll) તરીકે ઓળખવામાં આવે છે.
  • આ ઢીંગલીઓને કલાત્મક રીતે કાપવામાં આવે છે અને રંગવામાં આવે છે.
  • હાલમાં આ કળા લગભગ લુપ્તપ્રાય અવસ્થામાં છે.

છાયા કઠપૂતળી

  • ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં છાયા કઠપૂતળીની સમૃદ્ધ પરંપરા વિકસી છે.
  • આ કઠપૂતળીઓ ચપટી આકારની હોય છે તથા ચામડામાંથી બનાવાય છે.
  • કઠપૂતળીઓ સફેદ કપડાની પાછળ રાખવામાં આવે છે અને તેના પર પાછળથી પ્રકાશ ફેંકવામાં આવે છે. આથી પડદાના આગળના ભાગ પર છાયા ચિત્ર બને છે.
છાયા કઠપૂતળી

થોલૂ બોમ્માલટા

  • તે આંધ્રપ્રદેશની છાયા કઠપૂતળી છે.
  • આ કઠપૂતળીઓનો આકાર મોટો હોય છે અને બંને બાજુ રંગેલી હોવાથી પડદા પર રંગીન છાયા પડે છે.
  • તેમાં શાસ્ત્રીય સંગીત સાથે મહાકાવ્યો, પુરાણોની કથાઓ આધારિત પ્રદર્શન હોય છે.

રાવણછાયા

  • તે ઓડિશા ક્ષેત્રમાં મનોરંજનનું લોકપ્રિય સ્વરૂપ છે.
  • આ કઠપૂતળીઓ હરણના ચામડામાંથી બનાવેલી હોય છે.
  • આ કઠપૂતળીઓ એકાંગી હોય છે અને તેમાં કોઈ જોડ (સાંધો) ન હોવાથી તેનું સંચાલન મુશ્કેલ થઈ જાય છે. ઉપરાંત આ કઠપૂતળીઓ રંગીન પણ ન હોવાથી પડદા પર તેમની છાયા શ્વેત-શ્યામ જ પડે છે.
  • રાવણછાયામાં માનવ ઉપરાંત વૃક્ષો, પર્વતો, પ્રાણીઓની કઠપૂતળીઓનો પણ પ્રયોગ થાય છે.
  • તેમાં વિષયવસ્તુ તરીકે રામાયણની કથાઓ હોય છે.

તોગાલુ ગોમ્બાયેટ્ટા

  • તે કર્ણાટકની લોકપ્રિય “છાયા” કઠપૂતળી છે.
  • તેમાં કઠપૂતળીઓનો આકાર તેમની સામાજિક સ્થિતિ અનુસાર ભિન્ન-ભિન્ન હોય છે. જેમ કે રાજાઓ, ધાર્મિક પાત્રોની કઠપૂતળીઓ આકારમાં મોટી અને સામાન્ય લોકોની કઠપૂતળીઓ આકારમાં નાની હોય છે.

દસ્તાના કઠપૂતળી

  • કલાકાર આ કઠપૂતળીને હાથમાં પહેરી શકતો હોવાથી તેને “હથેળીની કઠપૂતળી” તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • કલાકારની આંગળીઓ જ કઠપૂતળીના હાથ અને માથું બનીને કાર્ય કરે છે.
  • આ કઠપૂતળીઓ કાપડ, લાકડી કે કાગળની બનેલી હોય છે.
  • સામાન્ય રીતે ડ્રમ કે ઢોલના લયબદ્ધ તાલ સાથે તેનું પ્રદર્શન કરવામાં આવે છે.
દસ્તાના કઠપૂતળી

પાવાકૂથુ

  • તે કેરળની પરંપરાગત કઠપૂતળી છે.
  • તે 18મી સદીમાં કેરળના શાસ્ત્રીય નૃત્ય કથકલીનાં પ્રભાવને કારણે અસ્તિત્વમાં આવી હતી.
  • પાવાકૂથુમાં કઠપૂતળીની લંબાઈ એકથી બે ફૂટ જેટલી હોય છે.
  • પૂતળીના ચહેરાને સજાવવા રંગ, મોરપીંછ, ચમકતા ટીનના ટુકડાનો ઉપયોગ થાય છે.
  • આ કઠપૂતળીકળા રામાયણ અને મહાભારતની કથાઓ પર આધારિત છે.

છડી કઠપૂતળી

  • તે દસ્તાના કઠપૂતળીનું જ આગળનું ચરણ છે.
  • આ કઠપૂતળી દસ્તાના કઠપૂતળીથી આકારમાં મોટી હોય છે.
  • કલાકાર પડદા પાછળથી છડીની મદદથી કઠપૂતળીઓને નિયંત્રિત કરે છે.
  • તે મુખ્યત્વે પૂર્વી ભારત (ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશા) માં લોકપ્રિય છે.
છડી કઠપૂતળી

યમપુરી

  • તે બિહારની પરંપરાગત કઠપૂતળીકળા છે.
  • તે લાકડીના એક જ ટુકડામાંથી બને છે એટલે તેમાં સાંધો કે જોડ નથી હોતા. આથી અન્ય કઠપૂતળીઓ કરતાં તેના સંચાલન માટે વિશેષ નિપુણતાની જરૂર પડે છે.

પુત્તુલ નાચ

  • તે બંગાળઓડિશાઅસમ ક્ષેત્રની પારંપરિક છડી કઠપૂતળીકળા છે.
  • આ કઠપૂતળીઓ કાષ્ઠ (લાકડું) નિર્મિત હોય છે તથા તે 3-4 ફૂટ ઊંચી હોય છે.
  • પુત્તુલ નાચ કઠપૂતળીના પોશાકો લોકનાટ્ય જાત્રાના કલાકારોના પોશાકોને સમાન હોય છે.
  • કલાકાર વાસના ઊંચા પડદા પાછળ ઊભો રહે છે અને કમરમાં બાંધેલી છડીના માધ્યમથી કઠપૂતળીઓને નિયંત્રિત કરે છે.

આદિવાસી કઠપૂતળી કળા

આદિવાસી કઠપૂતળી કળા

ચદર બદર

  • આ કઠપૂતળી ઝારખંડના સંથાલ જાતિ દ્વારા બનાવવામાં આવે છે. તે સંથાલ લોકોના રીત-રિવાજોને દર્શાવે છે.
  • રવિ દ્વિવેદી, સુકન માર્ટી અને દમન મૂર્મુ દ્વારા આ કળાને પુન:જીવિત કરવામાં આવી.

કરમ પુટુલ

  • કરમ પુટુલ એ મુંડા આદિવાસીની કઠપૂતળીની કળા છે.
  • તે કરમ અને જેક ફ્રુટ ઝાડમાંથી બનેલી કઠપૂતળી છે.

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.

Education Vala

Leave a Comment

error: Content is protected !!