Gujaratna Sindhu sabhyata na sthalo – Gujaratno itihas

ગુજરાતના હડપ્પા તથા સિંધુ સભ્યતાના સ્થળો

Gujaratna Sindhu sabhyata na sthalo – Gujaratno itihas – ગુજરાતનો ઈતિહાસ

ગુજરાતના હડપ્પા તથા સિંધુ સભ્યતાના સ્થળો

શોધખોળ

  • ઈ.સ. 1826 માં ચાર્લ્સ મૈસ્સને સૌપ્રથમ હડપ્પા સભ્યતાની શોધ કરી હતી.
  • ઈ.સ. 1856 માં કરાચી, લાહોર વચ્ચે રેલવેના પાટા નાંખતી વખતે એલેકઝાન્ડર કનિંગહામને આ સંસ્કૃતિના નક્કર પુરાવાઓ હાથ લાગ્યા. આ સભ્યતાના પ્રથમ અવશેષ તરીકે ઈટ મળી આવેલ છે.
  • ગુજરાતમાં સૌ પ્રથમ હડપ્પીય સંસ્કૃતિના અવશેષો ઈ.સ. 1893માં ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસ ફૂટને સાબરમતીના કિનારે વિજાપુર તાલુકાના કોટ અને પેઢામલી ગામમાંથી ઓજારો મળી આવ્યા હતાં.
  • સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે ઈ.સ.1921માં દયારામ સાહનીપંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલ રાવી નદીના કાંઠે હડપ્પા નામના સ્થળની શોધ કરી.
  • રખાલદાસ બેનર્જીએ ઈ.સ. 1922માં સિંધનાં લારખાના જિલ્લામાં સિંધુ નદીના કાંઠે મોહેં–જો–દડો નામના સ્થળની શોધ કરી.

ગુજરાતમાં સિંધુ સભ્યતાના પ્રારંભિક કેન્દ્રો

  • ગુજરાતમાં હડપ્પીય સભ્યતાનાં 100 જેટલાં સ્થળો હોવાની શકયતા છે.
  • ઈ.સ. 1931માં માધોસ્વરૂપ વત્સ દ્વારા શોધાયેલું રંગપુર ગુજરાતનું સૌપ્રથમ હડપ્પીય સ્થળ છે. જેનું ઈ.સ. 1954માં ડૉ. એસ.આર.રાવે ઉત્ખનન કરાવ્યું હતું.
  • સાબરમતી નદીના કિનારે ધોળકા તાલુકાના સરગવાળા ગામ પાસે લોથલના ટીંબામાં હડપ્પા સભ્યતાની બીજી વસાહતો મળી હતી.
  • ઈ.સ. 1955 થી 1962ના સમયગાળા દરમિયાન થયેલ ઉત્ખનનોમાં ગુજરાતમાંથી અનેક સ્થળો મળી આવ્યાં છે.
  • પુરાતત્વ ખાતા દ્વારા કરેલી સ્થળ તપાસો તેમજ ઉત્ખનન દ્વારા મળી આવેલાં હડપ્પીયન સંસ્કૃતિનાં ગુજરાતમાં આવેલાં અન્ય સ્થળો
    • માલવણ
    • લાંઘણજ
    • તલોદ
    • દ્વારકા
    • હાથબ
    • ઓરીયો ટીંબો
    • આટકોટ
    • દડ પિઠડિયા
    • ગોરમટીની ખાણ
    • સકતારી ટીંબો
    • મહેગામ
    • વડનગર
    • ભાગા તળાવ
    • ગોરજ
    • સેજકપૂર
    • ઘુમલી
    • પબુમઠ
    • મોટી ઘારાઈ
    • દેવની મોરી
    • સહસ્ત્રલિંગ તળાવ
    • સૂર્યમંદિર (મોઢેરા)
    • વલભી
    • દાંતવા
    • ઉમટા
    • પીઠડ
  • દેશમાં સિંધુ સભ્યતાના સીધા વારસદારો દ્રવિડો ગણાય છે. આ સભ્યતાની સૌથી વધુ વસાહતો ગુજરાતમાંથી મળી આવી છે.

વિસ્તાર

  • આ સભ્યતા વિસ્તારની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી સભ્યતા છે.
  • ઉત્તર – ધોળાવીરા
  • દક્ષિણ – ભાગાતળાવ
  • પૂર્વ – સૂર્યમંદિર મોઢેરા
  • પશ્ચિમ – દેસલપર
વર્તમાન સ્થળો

રંગપુર

  • રંગપુર ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સુકભાદર નદીના કિનારે આવેલું ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે.
  • રંગપુરનું ઉત્ખનન ઈ.સ. 1931માં ડૉ. માધોસ્વરૂપ વત્સે, ગુર્ચ (1939), દિક્ષિત (1949) અને ત્યારબાદ ઈ.સ. 1953માં એસ.આર.રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
  • કાર્બન ડેટિંગ (C-14) પદ્ધતિના પરીક્ષણથી કહી શકાય કે મળેલ પુરાવાનો સમયગાળો ઈ.સ. પૂર્વે 2600ના હશે.

રંગપુરમાંથી મળી આવેલા મહત્વના અવશેષો

  • રંગપુરમાંથી ચિત્રિત મૃતપાત્રો, ચળકતી પટારીઓ, માટી અને તાંબાની બંગડીઓ મળી આવી છે.
  • રંગપુરમાં પકવેલ માટીના વાસણો, પથ્થરના ઘનાકાર તોલાં, મણકા બનાવવાનું કારખાનું, વીંટીઓ, અનાજની ભૂસીનો ઢગલો (ચોખાના ફોતરાં) મળી આવ્યાં છે, હાથીદાંતની વસ્તુઓ પણ મળેલ છે.
  • પકવેલ માટીનો સ્નાનાગાર તથા ખાનગી અને જાહેર ગટર વ્યવસ્થાના પુરાવા મળી આવે છે.
  • કાચી ઈંટનો કિલ્લો, માટીના વાસણો અને પશુઓનો ચારો મળી આવ્યો છે. કોઈપણ પ્રકારની મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ મળી નથી.
  • ગુજરાતનું રંગપુર પરિપકવ હડપ્પીય સભ્યતામાંથી પશ્ચાત્ હડપ્પીય સભ્યતા તરફની ગતિ દર્શાવે છે.
  • ગુજરાતમાંથી આઝાદી પછી હડપ્પીય સભ્યતાના સૌથી વધુ અવશેષો રંગપુર ખાતેથી મળી આવ્યાં છે.

લોથલ

  • લોથલ ખંભાતના અખાત નજીક લીંબડી-ભોગાવો નદીને કિનારે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ ખાતે આવેલું સિંધુ સભ્યતાનું સ્થળ છે.
  • લોથલ” નો શાબ્દિક અર્થ “મરેલાનો ટેકરો” અથવા “લાશોનો ઢગલો” થાય છે.
  • ઈ.સ. 1954માં ડો. એસ. આર. રાવ દ્વારા તેનું ઉત્ખનન કાર્ય કરવામાં આવ્યું હતું અને તેમણે આ સ્થળને “લઘુ હડપ્પા” કે “લઘુ મોહેં-જો-દડો” કહ્યું છે.
  • કાર્બન ડેટિંગ (C-14) પદ્ધતિના પરીક્ષણથી કહી શકાય કે મળેલ પુરાવાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 2450 થી 1900 હશે.
  • લોથલ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે.
  • લોથલ નગર બે વિભાગમાં વહેંચાયેલું હતું.
  • ઉપલું નગર(શાસકોનું નિવાસ)
  • નીચલું નગર(સામાન્ય પ્રજા)
  • લોથલ હાલમાં અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમ ભાગે અંદાજિત 80 કિલોમીટરના અંતરે આવેલું છે.
  • કાર્બન ડેટિંગ પદ્ધતિ મુજબ લોથલનો સમયગાળો ઈ.સ.પૂર્વ 2400 થી ઈ.સ.પૂર્વ 1900 નો માનવામાં આવે છે.
  • વારંવાર પૂર આવવાને કારણે ઈ.સ.પૂર્વ 1750 આસપાસ અહીંના લોકો સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હશે તેવું માનવામાં આવે છે.

લોથલમાંથી મળી આવેલા મહત્વના અવશેષો

  • આ પશ્ચિમ એશિયા સાથેનું વેપારી કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.
  • લોથલમાંથી મણકા બનાવવાની અને શારવાની (મણકામાં કાણાં પાડવાની) ફેકટરી મળી આવી છે.
  • ફક્ત લોથલ અને કાલીબંગન (રાજસ્થાન)માંથી અગ્નિકુંડો મળી આવેલ છે.
  • ઘંટીના અવશેષો એ લોથલની વિશિષ્ટતા છે કારણ કે, બીજા કોઈપણ હડપ્પીય સભ્યતાના સ્થળો પર ઘંટીના અવશેષો મળેલા નથી.
  • રંગપુર અને લોથલમાં ચોખાની ખેતીના પુરાવા મળે છે.
  • લોથલમાંથી મુદ્રાઓ, શતરંજ જેવી રમત, માપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હાથીદાંતની પટ્ટીઓ મળી આવી છે.
  • લોથલમાં એકબીજાને કાટખૂણે મળતા પહોળા રસ્તાઓ, મોટા મકાનોમાં કૂવાની સગવડ, રસ્તાઓ પર ભૂગર્ભ ગટર વ્યવસ્થા વગેરે આયોજનો જોવા મળે છે.
  • લોથલમાં કાંસાની માપપટ્ટીના અવશેષ મળી આવ્યા છે.
  • મકાનોની વિશેષતા મુજબ મુખ્ય દરવાજો માર્ગ પર ખૂલવાને બદલે અંદરની શેરીમાં ખૂલે છે.અપવાદરૂપે ફકત લોથલમાં પરના દરવાજા મુખ્યમાર્ગ પર ખૂલતા.
  • ઉપલા નગરના પશ્ચિમમાં ઊંચી પીઠિકા 126×30 મીટર આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું છે.
  • અહી વિશાળ જહાજોની ગોદી (ડોકયાર્ડ) મળી જેની લંબાઈ તથા પહોળાઈ 126×30 મીટર છે, જે 12 મીટર પહોળો પ્રવેશદ્વાર ધરાવે છે.
  • લોથલમાંથી સિંધુ લિપિમાં કોતરાયેલ મુદ્રાઓ અને છાપો મળી આવી છે જે હજુ સુધી ઉકેલી શકાઈ નથી. લોથલમાંથી સિંધુ લિપિના 95 ચિહ્ન મળી આવ્યા છે.
  • પકવેલ માટીની ઘોડાનું રમકડું, દિશા શોધક યંત્ર અને ફારસની મહોર મળી આવી છે.
  • એક શિંગડાવાળા બળદની આકૃતિ, અનાજ દળવાની પથ્થરની ઘંટી, કપાસનું અને અકીકનું મોટું કેન્દ્ર હોવાના પુરાવા મળ્યાં છે.
  • માટીના રમકડાં તથા ધાતુના વાસણો પર ચિત્રકામ અને નકાશીકામ જોવા મળે છે.
  • 21 માનવ હાડપિંજરો મળી આવ્યાં છે તે પૈકી ફકત અહીંથી જ યુગ્મ (સ્ત્રી અને પુષ)ના માનવ કંકાલો મળી આવ્યાં છે, જે તે સમયમાં પણ સતિપ્રથાનો પુરાવો દર્શાવે છે.
  • લોથલમાંથી મળી આવેલ હાડિપંજરો પરથી માનવામાં આવે છે કે, ત્યાં અંતિમક્રિયાઓ માટે અગ્નિ સંસ્કાર અને દફ્નવિધિ બંને પ્રચલિત હશે.
  • એક શબની ખોપડીમાં છેદન કરેલું જોવા મળે છે જે મગજની શસ્ત્રક્રિયા થઈ હોવાનું સૂચન કરે છે.
  • કેન્દ્રીય બજેટ વર્ષ 2020-21માં લોથલ ખાતે મેરીટાઈમ હેરીટેજ મ્યુઝિયમ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.
  • નોંધઃ દરિયામાં ડૂબેલી દ્વારકાને શોધવાનું શ્રેય પણ એસ.આર.રાવના ફાળે જાય છે.

ધોળાવીરા

  • ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં લુણી નદીને કિનારે આવેલું છે. ધોળાવીરાનું ઉત્ખનન સૌ પ્રથમ ઈ.સ. 1967-68માં જે.પી.જોશી(જગતપતી જોશી)એ કર્યું. ભારતની સૌથી મોટી હડપ્પીય વસાહત રાખીગઢી (હરિયાણા) બાદ ધોળાવીરા બીજા ક્રમની સૌથી મોટી હડપ્પીય વસાહત છે.
  • ધોળાવીરાનો સમય ઈ.સ. પૂર્વ 2500 થી ઈ.સ. પૂર્વ 1900 નો માનવામાં આવે છે.
  • ઈ.સ.1990-91માં ડો.આર. એસ. બિસ્ટ(રવિન્દ્રસિંહ બિસ્ટ) દ્વારા ત્યાં ઉત્ખનન કરવામાં આવ્યું હતું જે દરમિયાન અહીંથી કબરો મળી આવી છે. ત્યાંના સ્થાનિક લોકો ધોળાવીરાને “કોટડા” અથવા “મહાદૂર્ગ” તરીકે ઓળખાવે છે.
  • ક્ષેત્રફળની દ્રષ્ટિએ ધોળાવીરા સિંધુ સંસ્કૃતિનું બીજા ક્રમનું સૌથી મોટું નગર છે.
  • કાર્બન ડેટિંગ (C-14) પદ્ધતિના પરીક્ષણથી કહી શકાય કે મળેલ પુરાવાનો સમયગાળો ઈ.સ.પૂર્વે 2500 થી 1900 હશે.
  • ધોળાવીરાની વસાહતો લગભગ ઉત્તર-દક્ષિશે 600 મીટર, પૂર્વ-પશ્ચિમ 77 મીટર, ઘેરાવામાં ફેલાયેલી 12 મીટર ઊંચી દિવાલવાળી કિલ્લેબંધી ધરાવતા આ નગરની રચના સિંધુ સભ્યતાના અન્ય નગરો જેવી જ છે.
  • નગરને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
    1. મુખ્ય મહેલ કે જેને “સિટાડેલ” (શાસકોનું રહેઠાણ) કહે છે. જેનું મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું હતું.
    2. મધ્ય નગર (Middle)
    3. નીચલું નગર (Lower)
  • મધ્ય અને નીચલા નગરમાં સામાન્ય નગરજનો વસવાટ કરતા હતાં.
  • ધોળાવીરાને સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર કે.સી.શ્રીવાસ્તવે ગણાવ્યું.

ધોળાવીરામાંથી મળી આવેલા મહત્વના અવશેષો

  • ધોળાવીરાના મહેલના ચારેય દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે કાંપ જોવા મળતું નથી.
  • ધોળાવીરા નગરના મુખ્ય પ્રવેશદ્વાર ચાર દિશામાં વર્ગીકૃત રીતે સ્થપાયેલા છે. સંભવતઃ દેશનું પ્રથમ Open Air Amphi Theater ના પુરાવા મળી આવે છે.
  • ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં લખાયેલું 10 અક્ષરનું એકમાત્ર સાઈનબોર્ડ મળી આવેલું છે, જે વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામેલું છે.
  • નગરના મધ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેનું તળાવ (રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ), કૃત્રિમ ડેમ, ન્હાવાનો મોટો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા પણ અહી જોવા મળે છે.
  • દિલ્હીની સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ પ્રમાણે ધોળાવીરાના લોકોએ જીવન જીવવાની જે કળા વિક્સાવી હતી તે આજ સુધી આપણે વિકસાવી શકયા નથી. આજે પાણીની તંગી અનુભવતા પ્રદેશો માટે ધોળાવીરા એક ઉત્તમ ઉદાહરણ છે.
  • કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા 10 શિલાલેખો મળી આવ્યાં છે. જે સિંધુ લિપિમાં કોતરાયેલા છે. વિશ્વની પ્રાચીન અક્ષરમાળામાં સ્થાન પામ્યા છે.
  • મહેલમાં એક મોટો ટાંકો છે જેમાં ગરનાળા દ્વારા નદીનું પાણી લાવવાની વ્યવસ્થા પણ અહી જોવા મળે છે.
  • 500 વર્ષ જૂની એક વાવ પણ મળી આવેલ છે.
  • અહીંથી રમત-ગમતના વિશાળ મેદાનો પણ મળી આવ્યાં છે.
  • ધોળાવીરામાંથી એક માતૃદેવીની પ્રતિમા પણ મળી આવી છે.
  • ધોળાવીરા પણ હડપ્પીય સંસ્કૃતિના અન્ય નગરોની જેમ સમાંતરભુજ ચતુષ્કોણ આકાર ધરાવે છે.
  • છીપની એક ગોળાકાર રિંગ પણ મળી આવી છે જેના ઉપરના ભાગમાં 6 અને નીચેના ભાગમાં 6 ઊભા કાપા છે વિદ્વાનો આને પંચાંગની 12 રાશિઓનું પ્રતીક હોવાનું માને છે.
  • તાંબુ ગાળવાની ભઠ્ઠી, ઓજારો, ઘરેણાં, મણકા અને બંગડી મળી આવ્યાં છે.
  • અહીં અગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને દફનાવવામાં આવતાં હતા.
  • ભૂકંપ પછી મકાનની બાંધણી ચોરસ કે લંબચોરસને બદલે ગોળ બનાવવામાં આવતા.

લાંઘણજ

  • આ સ્થળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે.
  • પુરાતાત્વિક સ્થળ લાંધણજની શોધ સૌપ્રથમ રોબર્ટ બ્રુસ ફૂટે કરી હતી.
  • અહીંથી માટીના વાસણો, ઠીકરા, ચપ્પુના પાના જેવા ઓજારો, ખુરપીઓ, સોયા જેવા હથિયાર મળી આવ્યાં છે.
  • લાંઘણજ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં લઘુપાષાણ યુગના ઓજારોના અનેક સ્થળો પર મળી આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીકથી શૈલાશ્રયો અને શૈલાશ્રયોની દિવાલ પર અંકિત ભીંતચિત્રો પણ મળી આવ્યાં છે.
  • હસમુખ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ થયેલ ઉત્ખનન વખતે અહીંથી 14 જેટલી કબરોમાં માનવકંકાલ તેમજ કેટલાક પશુઓના હાડકા દટાયેલા મળી આવ્યાં છે.

રોજડી (શ્રીનાથગઢ)

  • આ સ્થળ રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક ભાદર નદીના કાંઠે આવેલું છે.
  • અહીંથી ઉત્ખનન દરમિયાન હાથીના અવશેષો, તોલમાપના સાધનો, માછલી પકડવાનો ગલ, બાણ, બરણી, તાંબા અને કાંસાના વાસણો, કાસાની કુહાડી મળી આવ્યા છે.
  • અકીક અને ચર્ટના બાટ (વજનીયા) તથા શેલખડીના નાના-મોટાં મણકા મળી આવેલ છે.
  • લાલ અને ભૂરા રંગના મૃતપાત્રો તથા અબરખિયા લાલ મૃતપાત્રો મળી આવ્યા છે.
  • રોજડી(શ્રીનાથગઢ) નગર ઈ.સ.પૂર્વે 1900 ના સમયગાળા દરમિયાન વસ્યું અને ઈ.સ.પૂર્વે 1600 માં તેનો અંત આવ્યો.

પ્રભાસપાટણ

  • વેરાવળ (ગીર સોમનાથ) નજીક આવેલા પ્રભાસમાં સિંધુ સભ્યતાની વસાહતના બે સ્તરો મળ્યા છે.
  • જેમાં પ્રથમ સ્તરના નિવાસીઓ રાખોડી કે લીલાશ પડતા રંગના અને બીજા સ્તરના નિવાસીઓ ચળકતાં લાલ રંગના મૃતપાત્રોનો ઉપયોગ કરતા હતા.

દેસલપર (ગુંથલી)

  • દેસલપર કચ્છના નખત્રાણા તાલુકામાં મોરઈ નદીના કિનારે આવેલું ભારતનું પશ્ચિમોત્તર સિંધુ સભ્યતાનું નગર છે.
  • અહીંથી તાંબાના ઓજારો, મુદ્રાઓ, વજનિયાં તેમજ કાચી ઈંટ અને પથ્થરથી બનેલા કિલ્લાઓ મળી આવ્યાં છે.
  • લાલ અને બદામી રંગના મૃતપાત્રો મળી આવ્યાં છે.
  • અહીંથી કાચી ઈંટોના મકાન, સિંધુ તોલાં, મુદ્રાંકનો મળ્યા છે, જે મહત્વનું વેપારી કેન્દ્ર હોવાનું સૂચવે છે.
  • નગરનું પતન વિનાશક પૂરથી થયું હોવાનું અનુમાન છે.
  • કાર્બન ડેટિંગ (C-14) પદ્ધતિના પરીક્ષણથી કહી શકાય કે મળેલ પુરાવાનો સમયગાળો ઈ.સ. પૂર્વે 2000 થી ઈ.સ. પૂર્વ 1600 નો માનવામાં આવે છે.

ખીરસરા

  • આ સ્થળ કચ્છના ખદીર વિસ્તારના નખત્રાણા તાલુકા પાસે આવેલું છે.
  • ધોળાવીરાની જેમ અહીંથી ત્રણ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે.
  • ઉપલા સ્તરમાં શ્રીમંત વર્ગ, મધ્ય સ્તરમાં મધ્યમ વર્ગ અને નીચલા સ્તરમાં શ્રમિક વર્ગનો વસવાટ હોવાના પુરાવા મળ્યા છે.
  • અહીંથી મળેલ નગરોના અવશેષોમાં પીળા રંગના પથ્થરથી ચણાયેલી દિવાલો પણ મળી આવી છે.

શિકારપુર

  • આ સ્થળ કચ્છના ભચાઉ તાલુકા પાસે આવેલું છે.
  • અહીંથી માટલા, કુંજા, ફૂલદાની, તાસક, કુલડી, વાડકા વગેરે મળી આવ્યાં. તદ્ ઉપરાંત અહીંથી શંખની બંગડીઓ, કોડીયા, લખોટીઓ, છીણી વગેરે મળી આવ્યાં છે.
  • અહીંથી માટીની બનેલી દિવાલો મળી આવી છે.

કાનમેર

  • આ સ્થળ કચ્છના રાપર તાલુકા નજીક આવેલ કાનમેર ગામ પાસેથી મળી આવેલ છે.
  • અહીંથી એક જ સ્તરની નગર વ્યવસ્થા મળી આવી છે.
  • અહીંથી સામૂહિક રસોડાના અવશેષો મળી આવ્યાં છે.
  • અહીંથી ઘઉં, મગ અને ચોખાના દાણા પણ મળી આવ્યાં છે.
  • પથ્થરથી બનેલી કાનમેરની દિવાલો મળી આવી છે.

કુરન

  • આ સ્થળ કચ્છના ભૂજ તાલુકાના કાળા ડુંગર નજીક કુરન ગામ પાસેથી મળી આવ્યું છે.
  • અહીંથી ત્રણ પ્રકારના કિલ્લાઓથી રક્ષિત વસાહતો મળી આવી છે.
  • ધોળાવીરા, સૂરકોટડા વગેરે હડપ્પીય નગરોમાંથી રાજભવન નજીકથી કબ્રસ્તાન મળ્યા નથી પરંતુ કુરનના રાજભવનો નજીક્થી કબ્રસ્તાનો મળ્યા છે જેથી માનવામાં આવે છે કે, મોટી ઉંમરની વ્યક્તિને રાજભવન નજીક દફનાવવામાં આવતી હશે.
  • ધોળાવીરાના ઓપન એર થિયેટરના પગથિયાં તથા બેસવા માટેના ઢાળના અવશેષો મળી આવ્યાં છે.

સુરકોટડા

  • ઈ.સ. 1964માં જગતપતિ જોષી અને એ. કે. શર્માએ કચ્છના રાપર તાલુકામાં આ કેન્દ્રની શોધ કરી.
  • કચ્છના રાપર તાલુકામાં આવેલા આ કેન્દ્રમાં ઘોડાના સંદિગ્ધ અવશેષો, અગ્નિકુંડ, હળ વડે ખેડાયેલા ખેતર સહિત અલગ આકારની કબરો મળી આવી છે.
  • ઘોડાના અવશેષો ઈ.સ. પૂર્વે 2000ના સમયના માનવામાં આવે છે.
  • અહી શિલાથી ઢાંકવામાં આવેલી કબર પણ મળી આવેલ છે.

મરૂડા ટક્કરનો ટીંબો

  • ધોળાવીરાની નજીક મચ્છી બેટની બોર્ડર આઉટપોસ્ટ પાસે મીઠાના અગરની નીચે ઈસરો (ISRO) એ સેટેલાઈટની મદદથી આવેલા “મરૂડા ટક્કર” (Maruda Takkar) નામની ટેકરીઓમાંથી આશરે 15000 વર્ષ જૂના નગરની શોધ કરી છે.
  • ઈસરો (ISRO) દ્વારા વર્ષ 2006માં મરુડા ટક્કર ટીંબાને પુરાતત્વ સાઈટ તરીકે માનવામાં આવી હતી.
  • મરુડા ટક્કર ટીંબાની સૌપ્રથમ ઈમેજ વર્ષ 1990માં મેળવવામાં આવી હતી.
  • આ નગર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાથી નજીક છે.
  • ઈ.સ. 1997માં સૌપ્રથમ Archeological Survey of India (ASI) એ આ સ્થળની શોધ કરેલ હતી.

ગુજરાતના મહત્વના પુરાતત્વીય સ્થળો

ગુજરાતના મહત્વના પુરાતત્વીય સ્થળો

2 thoughts on “Gujaratna Sindhu sabhyata na sthalo – Gujaratno itihas”

Leave a Comment

error: Content is protected !!