Bhartiya rashtriy Congress ane Gujarat – Gujaratno itihas

Bhartiya rashtriy Congress ane Gujarat – Gujaratno itihas – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત – ગુજરાતનો ઈતિહાસ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ગુજરાત

પ્રસ્તાવના

  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના પૂર્વે રાજનૈતિક પ્રશ્નોની ચર્ચા માટે ઈ.સ. 1884 માં અમદાવાદ ખાતે ગુજરાત સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ સભામાં મોટા ભાગની સદસ્યતા ગુજરાતના વકીલો ધરાવતા હતા.
  • મહાત્મા ગાંધી 1918-1919 દરમિયાન તેના અધ્યક્ષ રહ્યા હતા. આ સમય દરમિયાન ખેડા સત્યાગ્રહમાં ગુજરાત સભા દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 1920માં તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સમાવેશ કરી દેવામાં આવ્યો.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના

  • ઈ.સ.1885 માં એ.ઓ.હ્યુમ(એલન ઓકિટવીયન હ્યુમ) દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની “સેફ્ટી વાલ્વ” તરીકેની સ્થાપનાનો વિચાર એ.ઓ.હ્યુમને આવ્યો હતો. જે રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક પ્રયાસ હતો.
  • આ પ્રથમ સભાની અધ્યક્ષતા વ્યોમેશચંદ્ર બેનરજીએ કરી હતી.
  • આ સભા 28 ડિસેમ્બર, 1885 ના રોજ મુંબઈના ગોવાળિયા ટેંક ખાતે આવેલ “ગોપાળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળા“માં મળી હતી. જેમાં કુલ નવ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં હાજર 72 સભ્યો પૈકી વીરમગામના 1, અમદાવાદના 6 અને સુરતના 6 મળીને કુલ 13 ગુજરાતી સભ્યો હાજર હતા.આ ઉપરાંત તેના 39 સભ્યો વકીલ હતા.
  • રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં સક્રિય ભાગ લેનાર નેતાઓમાં દાદાભાઈ નવરોજીને ભારતીય રાષ્ટ્રીય ચળવળના “ભીષ્મ પિતામહ” ગણવામાં આવે છે. તેઓ એમના કાર્યોને લીધે “હિંદના દાદા” તરીકે ઓળખાતા હતા. તેઓએ 1886, 1893, 1906 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
    • નોંધ : બ્રિટીશ સરકાર દ્વારા ભારતમાં નકામાં ખર્ચાની તપાસ માટે વેલ્બી કમિશનની રચના કરવામાં આવી હતી.જેમાં દાદાભાઈ નવરોજી સભ્ય તરીકે જોડાવા હતા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપવાનો હેતુ અને વિચાર

  • ક્રાંતિકારી આંદોલનને વેગ મળ્યો હોવાથી બ્રિટીશ સરકાર દ્વારા ભારતીય લોકોની વચ્ચે સેતુ સમાન “સુરક્ષા વાલ્વ” રૂપે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી.
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવાનો વિચાર એ.ઓ.હ્યુમનો હતો. તેમણે જ એ.ઓ.હ્યુમને ભવિષ્યના બળવાને ઉગતા ડામી શકાય તે માટે એક સંસ્થા સ્થાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
    • નોંધ : કોંગ્રેસની સ્થાપના પાછળ “સેફટી વાલ્વ“નો સિદ્ધાંત એ.ઓ.હ્યુમ દ્વારા આપવામાં આવ્યો હતો.

કોંગ્રેસનું 40મું અધિવેશન – બેલગાંવ (1924)

  • ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ 40 મું અધિવેશન 1924 માં બેલગાંવ (કર્ણાટક)માં યોજાયું હતું. જેમાં મુખ્ય ચાર ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા.
    1. દેશ માટે દેશમાં તેમજ દેશની બહાર રહી કાર્ય કરનાર સેવકો એકબીજાનો પરિચય મેળવે અને મૈત્રી કેળવે.
    2. પ્રાંત-પ્રાંતના લોકોમાંથી કોમવાદ, ધર્મ કે પ્રાંતીય જેવી ભાવનાઓ દૂર કરી રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસાવવા પ્રયત્નો કરવા.
    3. મહત્વના અને તાત્કાલિક સામાજિક પ્રશ્નો વિશે સંપૂર્ણ ચર્ચા કરી અભિપ્રાયોની નોંધ કરવી.
    4. નવા વર્ષ માટે હિંદી રાજદ્વારી પુરુષોએ કઈ પદ્ધતિથી અને કયા ધોરણે કામ કરવું તેનો નિર્ણય કરવો.
  • સ્વતંત્રતા પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કુલ 56 અધિવેશનો ભરાયા હતા.જેમાંથી 4 અધિવેશનો ગુજરાતમા યોજાયા હતા.

ગુજરાતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનો

  1. કોંગ્રેસનું 18મું અધિવેશન – અમદાવાદ (1902)
    • વર્ષ (સ્થળ) : 1902 (અમદાવાદ)
    • અધ્યક્ષ : સુરેન્દ્રનાથ બેનર્જી
    • મહત્વ : 18મું અધિવેશન, 22 ઠરાવો પસાર થયા.
  2. કોંગ્રેસનું 23મું અધિવેશન – સુરત (1907)
    • વર્ષ (સ્થળ) : 1907 (સુરત)
    • અધ્યક્ષ : રાસબિહારી ઘોષ
    • મહત્વ : 23મું અધિવેશન, જહાલ અને મવાળ પક્ષો વચ્ચે વિવાદ અને કોંગ્રેસનું વિભાજન
  3. કોંગ્રેસનું 37મું અમદાવાદ અધિવેશન (1921)
    • વર્ષ (સ્થળ) : 1921 (અમદાવાદ)
    • અધ્યક્ષ : હકીમ અજમલ ખાં
    • મહત્વ : 37મું અધિવેશન, સવિનય કાનૂન ભંગ લડતનો નિર્ણય
  4. કોંગ્રેસનું 52 હરિપુરા અધિવેશન (1938)
    • વર્ષ (સ્થળ) : 1938 (હરીપુરા – જિલ્લો : સુરત)
    • અધ્યક્ષ : સુભાષચંદ્ર બોઝ
    • મહત્વ : 52મું અધિવેશન, રાષ્ટ્રીય યોજના સમિતિની રચના જવાહરલાલ નહેરૂના અધ્યક્ષપદે
ગુજરાતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનો

કોંગ્રેસનું 18મું અધિવેશન – અમદાવાદ (1902)

  • અધ્યક્ષ : સુરેન્દ્રનાથ બેનર્જીની
  • સ્વાગત અધ્યક્ષ : અંબાલાલ સાકરલાલ દેસાઈ
  • મહાસચિવ : દિનેશ વાચા
  • આ અધિવેશનમાં ગરીબી, દુષ્કાળ, લશ્કરમાં ભારતીય સૈનિકોની ભરતી જેવા મુદ્દાઓ સહીત 22 ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
  • ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનલાલા ચતુરભાઈ કનૈયાલાલ યાજ્ઞિક વગેરે નેતાઓ એ ભાગ લીધો હતો. કનૈયાલાલ મુનશી આ અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા.

કોંગ્રેસનું 23મું અધિવેશન – સુરત (1907)

  • અધ્યક્ષ : રાસબિહારી ઘોષ
  • સ્વાગત અધ્યક્ષ : ત્રિભુવનદાસ માળવી
  • ઈ.સ 1905ના વારાણસી અધિવેશનમાં પ્રમુખ પદને લઈને વિવાદ થયો જે ઈ.સ 1906ના કોલકત્તા અધિવેશનમાં વણસ્યો પરંતુ બંને પક્ષોના માનીતા એવા દાદાભાઈ નવરોજીને અધ્યક્ષ બનાવતા કોંગ્રેસ વિભાજનની સંભાવના ટળી હતી અને જહાલવાદી અને મવાળવાદીઓએ સાથે રહી સ્વરાજની માંગણી કરી.
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 1907માં 23મું અધિવેશન સૌ પ્રથમ નાગપુર ખાતે કોગ્રેંસનું સુરત અધિવેશન યોજાવાનું હતું પરંતુ જહાલવાદી નેતાઓનો ત્યાં પ્રભાવ હોવાથી આ અધિવેશન રાસબિહારી ઘોષની અધ્યક્ષતા હેઠળ સુરત ખાતે યોજવાનુ નકકી કરવામાં આવ્યું.
  • પરંતુ જહાલવાદીઓ લોકમાન્ય ટિળક અથવા લાલા લજપતરાય બેમાંથી એકને સુરત અધિવેશનમાં પ્રમુખ બનાવવા માંગતા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો. જેમાં વડોદરાના પ્રો. ત્રિકમદાસ ગજ્જરે (ટી.કે.ગજ્જર) બંને પક્ષો વચ્ચે સમાધાન માટેના પ્રયાસો કરેલા.
  • આ વિવાદને લીધે કોંગ્રેસના સૌ પ્રથમ વખત ભાગલા પડ્યા અને કોંગ્રેસ જહાલ અને મવાળ એમ બે પક્ષોમાં વહેંચાઈ આ વિભાજન વર્ષ 1916 માં લખનૌ કરાર સુધી રહ્યું.

જહાલવાદ

  • જહાલવાદી નેતાઓ Reform (નવો સુધારો) નહી પરંતુ Re-form (પુનઃસ્થાપન)ની વિચારસરણી ધરાવતા હતા.
  • તેના મુખ્ય નેતાઓમાં લોકમાન્ય ટિળક, લાલા લજપતરાય, બિપીનચંદ્રપાલ, (લાલ, બાલ, પાલની ત્રિપૂટી), અરવિંદ ઘોષનો સમાવેશ થતો હતો.
  • જહાલવાદીઓએ નરમવાદીઓથી નિરાશ થઈને ક્રાંતિકારી વલણ અપનાવ્યું હતું.
  • જહાલવાદીઓ સ્વદેશી આંદોલનને બંગાળથી સમગ્ર દેશમાં ફેલાવવા માંગતા હતા.

મવાળવાદ

  • જ્યારે મવાળવાદી નેતાઓ 3P એટલે કે Petition (યાચના), Prayer (પ્રાર્થના), Protest (પ્રતિસાદ)ની વિચારસરણી ધરાવતા હતા.
  • તેના મુખ્ય નેતાઓમાં ગોપાલકૃષ્ણ ગોખલે, રાસબિહારી ઘોષ, દિનશા વાંછા, સુરેન્દ્રનાથ બેનર્જી, મહમંદ અલી ઝીણાનો સમાવેશ થતો હતો.
  • મવાળવાદી નેતાઓ અંગ્રેજો સાથે સંબંધ બગડે એમ ઈચ્છતા ન હતા અને બંધારણીય રીતે પરીવર્તન ઇચ્છતા હતા.
  • મવાળવાદીઓ સ્વદેશી આંદોલનને બંગાળ પુરતો મર્યાદિત રાખવા માંગતા હતા.
જહાલવાદ મવાળવાદ

કોંગ્રેસનું 37મું અમદાવાદ અધિવેશન (1921)

  • અધ્યક્ષ : હકીમ અજમલખાન
  • સ્વાગત અધ્યક્ષ : વલ્લભભાઈ પટેલ
  • ડિસેમ્બર, 1921 માં અમદાવાદ ખાતે કોંગ્રેસનું 37 મું અધિવેશન ભરાયું હતું જેમાં સી.આર.દાસ (ચિત્તરંજન દાસ) ને અધ્યક્ષ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતાં, પરંતુ તેઓ જેલમાં હોવાથી હકીમ અજમલખાન (જામીયા મિલિયા યુનિવર્સીટીના સ્થાપક)ને કાર્યકારી અધ્યક્ષ બનાવીધા હતાં.
  • આ અધિવેશનમાં “સવિનય કાનૂન ભંગ“ની લડતનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
  • 1 ફેબ્રુઆરી, 1922 ના રોજ ગાંધીજીએ સરકારને સમગ્ર રાજકેદીઓને છોડી મૂકવાની તેમજ પ્રજાની સ્વરાજની માંગણી સંતોષવા સાત દિવસની મુદ્દત આપી; પરંતુ 5 ફેબ્રુઆરી, 1922 ના રોજ બનેલ “ચૌરીગૌરા હત્યાકાંડ”ને લીધે ગાંધીજીએ 12 ફેબ્રુઆરી, 1922 ના રોજ બારડોલી ખાતે મળેલ કોંગ્રેસની બેઠકમાં “અસહકારની ચળવળ” પાછો ખેંચવાનો નિર્ણય લીધો. અસહકારની ચળવળનો ઠરાવ ગાંધીજી દ્વારા 1 ઓગસ્ટ, 1920ના રોજ નાગપુર અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસનું 52 હરિપુરા અધિવેશન (1938)

  • અધ્યક્ષ : સુભાષચંદ્ર બોઝ
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રસનું 52મું અધિવેશન સુભાષચંદ્ર બોઝની અધ્યક્ષતા હેઠળ હરિપુરા (સુરત) ખાતે યોજાયું. 52માં અધિવેશન નિમિત્તે સુભાષચંદ્ર બોઝનું સ્વાગત 52 બળદગાડા જોતરીને કરવામાં આવ્યું.
  • સુભાષચંદ્ર બોઝે આ અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરૂની અધ્યક્ષતા હેઠળ “રાષ્ટ્રીય યોજના સમિતિ“ની રચના કરી હતી.
  • આ અધિવેશનમાં એક ઠરાવ પસાર કરીને ભારતને સ્વતંત્ર કરવા માટે બ્રિટિશ સરકારને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો અને જો બ્રિટિશ સરકાર તેમાં નિષ્ફળ રહે તો સંઘર્ષ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.
  • દેશી રાજ્યોની પ્રજાલક્ષી સંસ્થાઓ અને સંગઠનોને કારોબારીની સૂચના પ્રમાણે અને તેના અંકુશ નીચે કાર્ય કરવાની છૂટ આપી.

પરીક્ષાલક્ષી વનલાઈનર પ્રશ્નો

  1. વર્ષ 1907ના કોંગ્રેસના સુરત અધિવેશનમાં અધ્યક્ષ કોણ હતા ?
    • રાસબિહારી ઘોષ
  2. Reform (નવો સુધારો) નહિં પરંતુ Re-Form (પુનઃસ્થાપના) માં માનનારા કોંગ્રેસીઓનો ક્યો પક્ષ હતો ?
    • જહાલવાદી (ઉગ્રવાદી)
  3. ઈ.સ. 1921 ના અમદાવાદ અધિવેશનના કાર્યકારી અધ્યક્ષ કોણ હતા ?
    • હકીમ અજમલ ખાં
  4. ઈ.સ. 1938 નું હરિપુરા અધિવેશનના અધ્યક્ષ કોણ હતાં ?
    • સુભાષચંદ્ર બોઝ
  5. સુભાષચંદ્ર બોઝે હરિપુરામાં રચેલી “રાષ્ટ્રીય યોજના સમિતિ” ના પ્રમુખ કોણ હતા ?
    • પંડિત જવાહરલાલ નહેરૂ
  6. હરિપુરા ક્યાં આવેલું છે ?
    • સુરત જિલ્લામાં બારડોલી નજીક
  7. હરિપુરા અધિવેશન 52માં અધિવેશન નિમિત્તે સુભાષચંદ્ર બોઝનું સ્વાગત શાનાથી કર્યુ ?
    • 52 બળદગાડા જોતરીને
  8. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ ? કોણે કરી ?
    • 28 ડિસેમ્બર 1885, એ. ઓ. હ્યુમ
  9. ભારતીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
    • વ્યોમેશચંદ્ર બેનર્જી
  10. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન કર્યા ભરાયુ ?
    • મુંબઈ, ગોપાળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળામાં
  11. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની “સેફટી વાલ્વ” તરીકેની સ્થાપનાનો વિચાર કોનો હતો ?
    • એ.ઓ.હ્યુમ
  12. 1902ના અમદાવાદ કોંગ્રેસ અધિવેશનના સ્વાગતાધ્યક્ષ કોણ હતા ?
    • અંબાલાલ સાકરલાલ દેસાઈ
  13. કનૈયાલાલ મુનશી ક્યાં અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા ?
    • 1902નું અમદાવાદ અધિવેશનમાં
  14. સ્વતંત્રતા પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કુલ 56 અધિવેશનોમાંથી ગુજરાતમાં કુલ કેટલા અધિવેશન ભરાયા હતા ?
    • 4 (ચાર)
  15. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં ક્યાં એકમાત્ર અધિવેશનમાં ગાંધીજીએ અધ્યક્ષતા કરી હતી ?
    • બેલગાંવ (કર્ણાટક) ખાતેના 40 માં અધિવેશન (1924)
  16. ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની સ્થાપના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?
    • વોર્ડ ડફરીન
  17. જહાલવાદી વિચારધારાવાળા નેતાઓના મુખ્ય કેન્દ્ર કયા હતા ?
    • મહારાષ્ટ્ર, પંજાબ, બંગાળ
  18. સરદાર પટેલે ક્યાં કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા કરી હતી ?
    • કરાંચી કોંગ્રેસ અધિવેશન (1931)

www.educationvala.com


3 thoughts on “Bhartiya rashtriy Congress ane Gujarat – Gujaratno itihas”

Leave a Comment

error: Content is protected !!