Uprashtrapati – Vice president – Bharatnu bandharan – ભારતનું બંધારણ
ઉપરાષ્ટ્રપતિ
અમેરિકામાં રહેલા ઉપરાષ્ટ્રપતિના પદમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઉપરાષ્ટ્રપતિનું પદ રાખવામાં આવ્યું.
અગ્રિમતા ક્રમમાં ઉપરાષ્ટ્રપતિનું સ્થાન રાષ્ટ્રપતિ પછી બીજા ક્રમે આવે છે.
બંધારણના અનુચ્છેદ 63 મુજબ ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે.
ઉપરાષ્ટ્રપતિ સંબંધી અનુચ્છેદો
- અનુચ્છેદ 63 : ભારતમાં એક ઉપરાષ્ટ્રપતિ રહેશે.
- અનુચ્છેદ 64 : ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે.
- અનુચ્છેદ 65 : રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં, આકસ્મિક સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિનું કાર્ય સંભાળશે.
- અનુચ્છેદ 66 : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
- અનુચ્છેદ 67 : ઉપરાષ્ટ્રપતિની મુદત
- અનુચ્છેદ 68 : ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું હોય તે સંજોગોમાં નવી ચૂંટણી સંબંધી જોગવાઈ.
- અનુચ્છેદ 69 : ઉપરાષ્ટ્રપતિના શપથ
- અનુચ્છેદ 70 : અન્ય આકસ્મિક સ્થિતિમાં રાષ્ટ્રપતિના કાર્યોની બજવણી
- અનુચ્છેદ 71 : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી બાબતો.

ઉપરાષ્ટ્રપતિ પદ માટેની લાયકાત
- બંધારણના અનુચ્છેદ 66(3)માં ઉપરાષ્ટ્રપતિ પદ માટેની લાયકાતો આપવામાં આવી છે.
- કોઈપણ વ્યક્તિ…
- ભારતની નાગરિક હોવી જોઈએ.
- 35 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોવી જોઈએ.
- રાજ્યસભામાં ચૂંટાવા માટે લાયક હોય.
- ભારત સરકાર અથવા રાજ્ય સરકાર હેઠળ લાભનું પદ ધારણ કરેલું ન હોય.
- સ્પષ્ટતા :
- રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા મંત્રી લાભના પદમાં અપવાદ છે.
- આ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી નોંધાવવા માટે જે-તે વ્યક્તિને મતદારમંડળમાંથી 20 સભ્યોનું સમર્થન અને 20 સભ્યોનો ટેકો મળવો અનિવાર્ય છે.
- ઉમેદવારી નોંધાવતા વ્યક્તિએ RBIમાં રૂપિયા 15000 જમા કરાવવા જરૂરી રહેશે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
- બંધારણના અનુચ્છેદ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી જોગવાઈ આપવામાં આવી છે.
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પરોક્ષ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
- મતદાર મંડળ : સંસદના તમામ સભ્યો
- રાષ્ટ્રપતિનું મતદારમંડળ
- સંસદના ચૂંટાયેલા સભ્યો
- દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
- દિલ્હી અને પુંડુચેરી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો
- ઉપરાષ્ટ્રપતિનું મતદારમંડળ
- સંસદના તમામ સભ્યો
- રાષ્ટ્રપતિ કેન્દ્રની કારોબારીના વડા છે, ઉપરાંત કેટલાક સંજોગોમાં રાજ્યનો વહીવટ પણ સંભાળે છે. આથી તેની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાને શામેલ કરવામાં આવે છે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ મહદઅંશે રાજ્યસભાના સભાપતિનું જ કાર્ય સંભાળે છે. આથી તેની ચૂંટણીમાં રાજ્યની વિધાનસભાને શામેલ કરવામાં આવતી નથી.
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્ત્વ અને એકલ સંક્રમણીય મતપદ્ધતિ દ્વારા કરવામાં આવે છે.
- સંસદના બંને ગૃહના તમામ સભ્યો (ચૂંટાયેલા + નીમાયેલા) મત આપશે. દરેક સભ્યના મતની કિંમત એક રહેશે.
- સંસદના સભ્યો બેલેટપત્રમાં ઉમેદવારોને અગ્રિમતા આપશે. (1, 2, 3 વગેરે…)
- જે ઉમેદવારને કુલ મતોના 50% +1 મત પ્રાપ્ત થાય તે ચૂંટણી જીતે છે.
શપથ (અનુચ્છેદ 69)
- ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ સમક્ષ અથવા તેમના દ્વારા નીમાયેલી વ્યક્તિ સમક્ષ હોદ્દાના શપથ અને પ્રતિજ્ઞા લેવાની રહે છે.
ઉપરાષ્ટ્રપતિ પદની શરતો
- ઉપરાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ સંસદના કોઈ ગૃહના અથવા રાજ્યની વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય હોવા જોઈએ. જો સભ્ય હોય તો ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળે તે સમયથી તેની ગૃહની બેઠક ખાલી પડે છે.
- ઉપરાષ્ટ્રપતિ લાભનું પદ ધારણ કરી શકતા નથી.
હોદ્દાની મુદત (અનુચ્છેદ 67)
- ઉપરાષ્ટ્રપતિ હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષની મુદત રહે છે.
- ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિને સંબોધીને પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું આપી શકશે.
- ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની મુદત પૂર્ણ થવા છતા જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ હોદ્દો ન સંભાળે ત્યાં સુધી પદ પર રહે છે.
ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી કઈ રીતે દૂર કરી શકાય ?
- બંધારણના અનુચ્છેદ 67મા ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવાની પદ્ધતિ આપવામાં આવી છે.
- ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટે રાજ્યસભામાં ઠરાવ લાવવામાં આવે છે, પરંતુ ઠરાવ લાવવા 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે.
- રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યાની સ્પષ્ટ બહુમતી (50%+1)થી (અસરકારક બહુમતી) ઠરાવ પસાર કરાવી લોકસભામાં મોકલવામાં આવે છે. આ ઠરાવને લોકસભાની સંમતિ મળતા ઉપરાષ્ટ્રપતિ હોદ્દા પરથી દૂર થાય છે.
ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો ખાલી પડવા બાબત
- બંધારણના અનુચ્છેદ 68મા આ મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
- ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પૂરી થવાથી ખાલી પડતી જગ્યા ભરવા માટેની ચૂંટણી તે મુદત પુરી થતા પહેલા કરવામાં આવશે.
- ઉપરાષ્ટ્રપતિના મૃત્યુ, રાજીનામા અથવા પદ પરથી દૂર કરવામાં આવ્યા હોય તેવા સંજોગોમાં હોદ્દો ખાલી પડ્યાની તારીખથી બનતી ત્વરાએ ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણી કરવામાં આવશે.
- ઉપરાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળનાર વ્યક્તિ હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ વર્ષ સુધી હોદ્દા પર કાર્યરત્ રહેશે.
ચૂંટણી સંબંધી વિવાદ
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી વિવાદનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા લાવવામાં આવશે.
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સમયે સંસદની બેઠકો ખાલી હોય તે સંબંધી વિવાદ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાતો નથી.
- જો સુપ્રીમ કોર્ટ ઉપરાષ્ટ્રપતિ પદે રહેલ વ્યક્તિની ચૂંટણી રદ્દ કરે તો ઉપરાષ્ટ્રપતિ તરીકે કરેલા કાર્યો રદ્દ થશે નહીં.
ઉપરાષ્ટ્રપતિના કાર્યો
- બંધારણના અનુચ્છેદ 64 મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે.
- રાષ્ટ્રપતિનું પદ મૃત્યુ, રાજીનામા અથવા પદ પરથી દૂર કર્યા હોય તો તેવા સંજોગોમાં ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ ખાલી પડેલી જગ્યાનો હોદ્દો સંભાળે તે તારીખ સુધી ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિનું કાર્ય કરશે.
- રાષ્ટ્રપતિ ગેરહાજર હોય અથવા બીમાર હોય તેવા સંજોગોમાં રાષ્ટ્રપતિ પોતાની ફરજો ફરી સંભાળે તે તારીખ સુધી ઉપરાષ્ટ્રપતિ તેમના કાર્યો સંભાળશે.
- ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય અથવા રાષ્ટ્રપતિના કાર્યો બજાવતા હોય તે સમય દરમિયાન ઉપરાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિની સર્વ સત્તાઓ અને વિશેષાધિકારો મળવાપાત્ર થશે. તેઓને કાયદાથી સંસદ ઠરાવે તેવા પગાર, ભથ્થાઓ મળવાપાત્ર થશે અને જો સંસદ આવી જોગવાઈ ન કરે તો પરિશિષ્ટ 2માં ઉલ્લેખિત પગાર અને ભથ્થાંઓ મળશે.
- નોંધનીય છે કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિના કાર્યો અથવા ફરજો બજાવતા હોય તેવા સમયે રાજ્યસભાના સભાપતિ તરીકેના પગાર અને ભથ્થાંઓ અલગથી મળવાપાત્ર નથી.
- જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિનું કાર્ય સંભાળે છે ત્યારે તેઓ રાજ્યસભાના સભાપતિનું કાર્ય કરતા નથી. રાજ્યસભાના સભાપતિનું કાર્ય રાજ્યસભાના ઉપસભાપતિ કરે છે.
ઉપરાષ્ટ્રપતિનો પગાર
- ઉપરાષ્ટ્રપતિને રાજ્યસભાના સભાપતિ તરીકે પગાર મળે છે.
- તેનો પગાર દેશની સંચિત નીધિમાંથી થાય છે.
- વર્ષ 2018માં તેમનો પગાર 1.25 લાખ પ્રતિમાસથી વધારી રૂપિયા ₹ 4 લાખ પ્રતિમાસ કરવામાં આવ્યો.
- તેમના કાર્યકાળ દરમિયાન પગાર અને ભથ્થામાં નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી.
- તેમને ભાડામુક્ત રહેઠાણ મળવાપાત્ર થાય છે.
ભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદી
- ડૉ. એસ. રાધાકૃષ્ણન : 1952-1962 (રાષ્ટ્રપતિ રહેલા)
- ડૉ. ઝાકીર હુસૈન : 1962-1967 (રાષ્ટ્રપતિ રહેલા)
- વી.વી. ગિરિ : 1967-1969 (રાષ્ટ્રપતિ રહેલા)
- જી.એસ. પાઠક : 1969-1974
- બી.ડી. જત્તી : 1974-1979 (કાર્યકારી રાષ્ટ્રપતિ રહેલા)
- એમ. હિદાયતુલ્લા : 1979-1984
- આર. વેંકટરામન : 1984-1987 (રાષ્ટ્રપતિ રહેલા)
- શંકર દયાળ શર્મા : 1987-1992 (રાષ્ટ્રપતિ રહેલા)
- કે.આર. નારાયણન : 1992-1997 (રાષ્ટ્રપતિ રહેલા)
- કૃષ્ણકાંત : 1997-2002
- ભૈરવસિંહ શેખાવત : 2002-2007
- હામીદ અંસારી : 2007-2012
- હામીદ અંસારી : 2012-2017
- એમ. વૈકેંયા નાયડુ : 2017- 2022
- જગદીપ ધનકર : 2022 – વર્તમાન

આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગ ને ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે એ ભૂલને સુધારી શકીએ.
www.educationvala.com
Very usefull article sir
Thank you so much ❤️
Thank you so much 🙏🙏
Welcome