
Aadhunik sthaptyakala – Sankrutik varso – આધુનિક સ્થાપત્યકળા – સાંસ્કૃતિક વારસો
આધુનિક સ્થાપત્યકળા
- ભારતમાં કેન્દ્રીય સત્તા તરીકે મુઘલ શાસનનું પતન થવા સાથે જ ક્ષેત્રિય શક્તિઓએ સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું, પરંતુ આ સમય ગાળામાં વેપાર અર્થે આવેલી યુરોપીય કંપનીઓને આ ક્ષેત્રિય શક્તિઓને હરાવીને રાજકીય પ્રસાર કરવાનું કામ કર્યું.
- ભારતમાં યુરોપીય ઔપનિવેશક સત્તાઓ (ફ્રેન્ચ, પોર્ટુગીઝ, અંગ્રેજ, ડચ, ડેનિશ)ના આગમન સાથે જ ભારતીય સ્થાપત્યોમાં યુરોપીય સ્થાપત્યકળાઓનો પ્રભાવ પડવા લાગ્યો.
પોર્ટુગીઝ સ્થાપત્યકળા
- ભારતમાં આવેલી સૌપ્રથમ યુરોપીય કંપની પોર્ટુગીઝોની હતી. તેઓ ઈ.સ.1498માં ભારતમાં આવ્યા હતા. તેમણે પોતાની પ્રથમ વ્યાપારી કોઠી કોચીમાં સ્થાપી હતી.
- તેઓ પોતાની સાથે સ્થાપત્યકળાની “આઈબેરીયન શૈલી” લઈને આવ્યા. જેમાં મુખ્ય નિર્માણ સામગ્રી તરીકે ઈંટો હતી તથા છત અને સીડીઓ માટે લાક્ડાનો ઉપયોગ કરાયો હતો.
- પોર્ટુગીઝોએ ઈ.સ. 1503માં કોચીમાં “સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ” બનાવ્યું, જે ભારતમાં બનેલ પ્રથમ ચર્ચ હતું.
- તેમણે ગોવામાં “સેન્ટ કૈથેડ્રલ ચર્ચ” બનાવડાવ્યું હતું.
- મુંબઈમાં બાંદ્રા ફોર્ટ (કાલા ડી અનુઆંદા ફોર્ટ) નું નિર્માણ કરાવ્યું હતું.
- દીવમાં આવેલ સેન્ટ પોલનું ચર્ચ “બરોક શૈલી”માં નિર્મિત છે.
- દીવમાં સમુદ્ર પર બનાવેલા કિલ્લામાં સુરક્ષાની દ્રષ્ટિએ તોપો ગોઠવેલી છે, જે આજે પણ હયાત છે.
જાણવા જેવું
- ઈ.સ. 1505માં “ફ્રાન્સિસ્કો-ડી-અલ્મેડા” ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર તરીકે આવ્યો હતો.
- ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર અલ્ફાન્સો ડી. આલ્બુકર્ક હતો. તેને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક મનાય છે. તેણે કોચીને પોતાનું વડું મથક બનાવ્યું હતું. ઈ.સ. 1510માં તેણે બીજાપુરના શાસક યુસુફ આદિલશાહ પાસેથી ગોવા છીનવી લીધું હતું.
- અલ્ફાન્સો ડી. આલ્બુકર્ક્રે સેનમાથા (મદ્રાસ), હુગલી (બંગાળ) અને દીવ (ગુજરાત)માં પોર્ટુગીઝ વસાહતો સ્થાપી હતી.
- નીનો-ડી-કુન્હાએ ઈ.સ. 1530માં કોચીની જગ્યાએ ગોવાને પોર્ટુગીઝોની રાજધાની બનાવી હતી.
ફ્રાન્સિસી સ્થાપત્યકળા
- ફ્રાન્સિસી સ્થાપત્યકળા મુખ્યત્વે સુનિયોજિત નગરનિર્માણ સાથે સંકળાયેલી છે. જેના માટે નિર્માણની કાર્ટેઝિયન ગ્રીડ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
- ફ્રાન્સિસી સ્થાપત્યકળાનો પ્રભાવ પુડુચેરી, યનમ (આંધ્ર પ્રદેશ), માહે (કેરળ), કરાઈકલ (તામિલનાડુ), ચંદ્રનગર વગેરે સ્થળોએ જોવા મળે છે.
- પુડુચેરીમાં બનેલ “બેસિલિકા ઓફ ધ સેક્રેડ હાર્ટ ઓફ જિસસ ચર્ચ” ફ્રાન્સિસી સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
જાણવા જેવું
- ફ્રેન્ચોએ ઈ.સ. 1668માં સુરતમાં પોતાની પ્રથમ વ્યાપારિક કોઠી સ્થાપી હતી.
- ફ્રાન્સિસ માર્ટિને ઈ.સ. 1674માં પોંડિચેરી (હાલ પુડુચેરી)ની સ્થાપના કરી હતી.
બ્રિટિશ સ્થાપત્યકળા
- બ્રિટિશરોએ ભારતમાં લાંબા સમય સુધી ઔપનિવેશિક સત્તા સ્થાપી હતી.
- આ સમય ગાળામાં તેમણે પોતાની સાથે લાવેલ સ્થાપત્યકળાનો ઉપયોગ કિલ્લા, ઈમારતો, રેલવે-સ્ટેશન, વહીવટી સંસ્થાનોના નિમણિમાં કર્યો હતો.
- બ્રિટિશરોએ સ્થાપત્યનિર્માણની ગોથિક શૈલી, વિક્ટોરીયન શૈલી, નવ-રોમન શૈલીમાં સ્થાપત્યો બનાવ્યાં હતાં.
- ગોથિક શૈલીનું ભારતીય સ્થાપત્યકળા સાથે મિશ્રણ થઈને ઈન્ડો-ગોથિક શૈલી તરીકેનું સ્વરૂપ ધારણ કર્યું તથા ઈ.સ. 1911 બાદ નવ-રોમન શૈલીમાં સ્થાપત્યો નિર્માણ પામ્યાં.
વિક્ટોરીયન શૈલી
- તેને “ઈન્ડો-ગોથિક શૈલી” પણ કહે છે. તેમાં ભારતીય, ગોથિક અને ફારસી સ્થાપત્યકળાનું મિશ્રણ જોવા મળે છે.
- આ શૈલીની મુખ્ય વિશેષતાઓ :
- ઈમારતો આકારમાં વિશાળ હતી.
- પ્રકાશ અને હવાઉજાસના સંદર્ભમાં ઈમારતોમાં મોટી બારીઓનો ઉપયોગ.
- ભારતીય-અરબી સ્થાપત્યકળાની સરખામણીએ દીવાલોની જાડાઈ ઓછી.
- આ શૈલીમાં બનેલા મહેરાબો બારીક અણીદાર હતા.
- ઈમારતોના નિમણિમાં એન્જિનિયરીંગ સંબંધિત આધુનિક માપદંડોને અનુસરવામાં આવ્યાં.
- સૌપ્રથમ વખત ઈમારતોના નિર્માણમાં સ્ટીલ, લોખંડ અને કોંક્રીટનો ઉપયોગ કરાયો.
જાણવા જેવું
- અંગ્રેજોએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ (ચેન્નાઈ) પટ્ટા પર મેળવ્યું હતું. અને ઈ.સ. 1640માં અહીં સેન્ટ જ્યોર્જ ફોર્ટની સ્થાપના કરી હતી.
- ઉપરાંત મદ્રાસમાં તેમણે બનાવેલી અન્ય ઈમારતો : રિપન ભવન, મદ્રાસ યુનિવર્સિટી, ચેપક પેલેસ (અર્કોટના નવાબનો મહેલ), ચેન્નાઈ રેલવે સ્ટેશન વગેરે.
- અંગ્રેજોએ સુતાનાતી, કાલિકાતા અને ગોવિંદપુર એ ત્રણ ગામોને ભેગા કરીને કોલકાતાની સ્થાપના કરી હતી. તેના સ્થપતિ જોબ ચારનોક હતા.
- ઈ.સ. 1800માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજનું નિર્માણ કરાયું હતું. આ કોલેજ ભારતીય સનદી સેવામાં જોડાનાર યુવાન અધિકારીઓને તાલીમ આપવા માટે સ્થપાઈ હતી.
- કોલકાતામાં અન્ય પ્રમુખ સ્થાપત્યોમાં વિક્ટોરિયા મેમોરિયલ, નેશનલ લાઈબ્રેરી, હાવડા રેલવે-સ્ટેશન, કોલકાતા હાઈકોર્ટ, રાઈટર્સ બિલ્ડિંગ (ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું કાર્યાલય) વગેરેનો સમાવેશ થાય છે.
- ઈ.સ. 1661 સુધી બોમ્બે શહેર (હાલ મુંબઈ) પોર્ટુગીઝોના કબજામાં હતું, પરંતુ પોર્ટુગલની રાજકુમારી કૈથેરીન બ્રિગેંઝાના લગ્ન બ્રિટિશ રાજા ચાર્લ્સ દ્વિતીય સાથે થતાં પોર્ટુગીઝોએ બોમ્બે ભેટ સ્વરૂપે અંગ્રેજોને આપ્યું.
- મુંબઈમાં “ગેટ વે ઓફ ઈન્ડિયા”નું નિર્માણ ઈ.સ. 1911 બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમ અને તેમની પત્ની મૈરીના ભારત આગમનના સ્વાગતરૂપે કરાવ્યું હતું.
- મુંબઈ સાત ટાપુઓને મળીને બનેલું શહેર છે : બોમ્બે, કોલાબા, પરેલ, વર્લી, માહિમ, મઝગાંવ, લિટલ કોલાબા, ઓલ્ડ વુમેન આઈલેન્ડ
નવ-રોમન શૈલી
- ઈ.સ. 1911માં ઔપનિવેશિક સત્તાની રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડાઈ. (તત્કાલીન વાઈસરોય લોર્ડ હાર્ડિંગ હતા)
- આ સમયે જે સ્થાપત્યશૈલી અનુસરવામાં આવી તે “નવ-રોમન શૈલી” તરીકે ઓળખાય છે.
- આ શૈલીની મુખ્ય વિશેષતાઓ
- તેમાં સ્થાપત્યકળાની બધી જ શૈલીઓનો સમન્વય થતો. આથી સ્થાપત્ય નિર્માણમાં વિશેષતા, કલાત્મકતા કે નવીનતા ઓછી જોવા મળે છે.
- મોટા ભાગની ઈમારતો ગોળાકાર સંરચના ધરાવે છે.
- ઉપર ઊઠેલા અથવા ઊલ્ટા ગુંબજ બનાવવાની શરૂઆત કરી.
- સ્થાપત્યને વિશેષ બનાવવા માટે ઈમારતોમાં આધુનીક અને પ્રાચીન સ્થાપત્ય શૈલીનું સંયોજન કરાયું.
રાષ્ટ્રપતિ ભવન
- રાયસીના હિલ્સ પર આવેલા રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય પતિ એડવિન લુટિયન્સ હતા.
- ઈ.સ. 1912માં તેનું નિર્માણ શરૂ હતું અને ઈ.સ. 1929માં પૂર્ણ થયું હતું. તેમાં કુલ 340 રૂમ આવેલા છે.
- બ્રિટિશકાળમાં આ ઈમારત “વાઈસરોય હાઉસ” તરીકે ઓળખાતું હતું.
- રાષ્ટ્રપતિ ભવનમાં દરબાર હોલ, મારબલ હોલ, અશોક હોલ, નાલંદા સ્યુટ તેની સજાવટ અને સુંદરતા માટે ઉલ્લેખનીય છે.
- અહીં આવેલો મુઘલ ગાડીન 13 એકરમાં ફેલાયેલો છે. જે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે.
ઈન્ડિયા ગેટ
- ઈ.સ. 1931માં દિલ્હીના રાજપથ પર આ યુદ્ધ સ્મારકનું નિર્માણ કરાયું હતું. જેના મુખ્ય સ્થપતિ “એડવિન લ્યુટિયન્સ” હતા.
- “ઈન્ડિયા ગેટ”નું નિર્માણ પ્રથમ વિશ્વયુદ્ધ અને અફઘાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની સ્મૃતિરૂપે કરાયું છે.
- તેના નિર્માણમાં લાલ રેતિયા પથ્થરનો ઉપયોગ કરાયો હતો.
જુનું સંસદભવન
- તેનું નિર્માણ ઈ.સ. 1921-27માં થયું હતું.
- તેના મુખ્ય સ્થપતિ એડવિન લુટિયન્સ અને હર્બટ બેકર હતા.
- સંસદ ભવન ગોળાકાર સંરચના ધરાવે છે તથા તેમાં રાજ્યસભા, લોકસભા અને લાઈબ્રેરી આવેલા છે.
નવું સંસદભવન
- દિલ્હી ખાતેના રાજપથની બંને બાજુના વિસ્તારને સેન્ટ્રલ વિસ્ટા કહે છે, જેના હેઠળ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીકના પ્રિન્સેસ પાર્કનો વિસ્તાર આવે છે.
- “સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ” હેઠળ કેન્દ્ર સરકાર આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજના ધરાવે છે.
- આ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન (જેમાં 875 બેઠકની ક્ષમતા ધરાવતુ લોક્સભા સદન, 400 બેઠકની ક્ષમતા ધરાવતું રાજ્યસભા સદન અને 1224 બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ હોલનો સમાવેશ, નવું પ્રધાનમંત્રી આવાસ, નેશનલ મ્યુઝિયમ, સાંસદોની ચેમ્બર, સેન્ટ્રલ સેક્રેટરીએટ, સેન્ટ્રલ કોન્ફરન્સ સેન્ટર, વગેરે ઈમારતો)નો સમાવેશ થાય છે.
- જૂના સંસદભવનનો આકાર ગોળ છે, જયારે નવી ઈમારત ત્રિકોણ આકારમાં છે. તેને કારણે નવા અને જૂના બિલ્ડિંગ્સને એકસાથે જોતાં તે ડાયમંડ જેવો આકાર દેખાશ
- નવું સંસદભવન ઊર્જા કાર્યક્ષમ અને આધુનિક સુરક્ષા અને ટેક્નોલોજી માપદંડો આધારિત હશે.
- આ પ્રોજેક્ટ માટેની ડિઝાઈન જાણીતા આર્કિટેક્ચર બીમલ પટેલની કંપની મેસર્સ એચસીપી ડિઝાઈન અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે.
આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઈપિંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જેથી આપણે ભૂલીને સુધારી શકીએ.
Education Vala