આપણું ઘર : પૃથ્વી | Aapnu ghar pruthvi

અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 9. આપણું ઘર : પૃથ્વી | Aapnu ghar pruthvi ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.

Table of Contents

આપણું ઘર : પૃથ્વી સ્વાધ્યાય | Aapnu ghar pruthvi swadhyay

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

  1. હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું.
    • પૃથ્વી
    • બુધ
    • શુક્ર
    • નેપ્ચ્યુન
  2. 0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?
    • ગ્રિનિચ
    • કર્કવૃત્ત
    • વિષુવવૃત્ત
    • મકરવૃત્ત
  3. 23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?
    • શીત
    • સમશીતોષ્ણ
    • ઉષ્ણ
    • આપેલ તમામ
  4. હું મારી ધરી પર 23.5નો ખૂણો બનાવું છું.
    • સૂર્ય
    • ચંદ્ર
    • પૃથ્વી
    • શુક્ર
  5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?
    • એક વાર
    • બે વાર
    • ત્રણ વાર
    • ચાર વાર
  6. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’જોવા મળે છે ?
    • ચંદ્રના
    • સૂર્યના
    • પૃથ્વીના
    • આપેલ પૈકી એક પણ નહિ

2. મને ઓળખો :

  1. મને ભીમકાય ગ્રહ પણ કહે છે.
    • ગુરુ
  2. મને ઓળંગતાં તારીખ બદલવી પડે.
    • આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા
  3. હું 90° દક્ષિણ અક્ષાંશ છું.
    • દક્ષિણ ધ્રુવ
  4. હું પૃથ્વીની આસપાસ ફરું છું.
    • ચંદ્ર
  5. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.
    • સૂર્ય

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

  1. ચંદ્ર સ્વયં પ્રકાશિત છે.
    • ખોટું
  2. નૅપ્ચ્યુન નીલા રંગનો ગ્રહ છે.
    • ખરું
  3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.
    • ખરું
  4. 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.
    • ખોટું
  5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.
    • ખોટું
  6. 90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.
    • ખરું

4. એક વાક્યમાં ઉત્તર આપો :

  1. પૃથ્વીની ગતિઓ કેટલી છે ?
    • પૃથ્વીની ગતિઓ બે છે : પરિભ્રમણ (Rotation) અને પરિક્રમણ (Revolution).
  2. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?
    • ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.
  3. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ ક્યો છે ?
    • શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે.
  4. 180° રેખાંશવૃત્ત ક્યાં નામે ઓળખાય છે ?
    • 180° રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ના નામે ઓળખાય છે.

5. ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર આપો :

  1. પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?
    • જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત.
  2. અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું ?
    • અક્ષાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ‘અક્ષાંશવૃત્ત’ કહેવાય છે.
    • રેખાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને ‘રેખાંશવૃત્ત’ કહેવાય છે.
  3. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. વિધાન સમજાવો.
    • પૃથ્વીનું 1 વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી રહેલા 6 કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક (દર ચાર વર્ષે) 29 દિવસ હોય છે. તે વર્ષને “લીપવર્ષ” કહેવામાં આવે છે.
  4. ક્યાં ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે ?
    • બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.
  5. ઉત્તરાયણ એટલે શું ?
    • 22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનાં શરૂ થાય છે, જેને “ઉત્તરાયણ” કહે છે. આમ, ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે.

6. ટૂંક નોંધ લખો :

(1) ચંદ્રગ્રહણ

Chandragrahan gujarati
ચંદ્રગ્રહણ
  • ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને “ચંદ્રગ્રહણ” કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે.

(2) સૂર્યમંડળ

solar-system-gujarati
સૂર્યમંડળ
  • સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને “સૂર્યમંડળ” કે “સૌરપરિવાર” કહેવામાં આવે છે.
  • સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એમ આઠ ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે; જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે.
  • સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ (ચંદ્ર) છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે; જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી.
  • મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે.

(3) કટિબંધો

કટિબંધો
કટિબંધો
  • પૃથ્વી પરનાં અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેમને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચી શકાય :
  • ઉષ્ણ કટિબંધ : 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘ઉષ્ણ કટિબંધ’ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યનાં કિરણો સીધાં પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે.
  • સમશીતોષ્ણ કટિબંધ : બંને ગોળાર્ધમાં 23.5° અક્ષાંશથી 66.59° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘સમશીતોષ્ણ કટિબંધ’ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યનાં કિરણો બહુ સીધાં કે બહુ ત્રાંસાં પડતાં નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે.
  • શીત કટિબંધ : બંને ગોળાધમાં 66.5° અક્ષાંશથી 90° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘શીત કટિબંધ’ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યનાં કિરણો અત્યંત ત્રાંસાં પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી.

(4) સંપાત

  • સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને ‘સંપાત દિવસ’ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ 8 અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખાં થાય છે, જે ‘વિષુવદિન’ ના નામે ઓળખાય છે.

Aapnu ghar pruthvi PDF Download

આપણું ઘર : પૃથ્વી
(PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.)

Other Chapter PDF Download

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
08ભારતવર્ષની ભવ્યતા
07ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ

FAQ’s About આપણું ઘર : પૃથ્વી | Aapnu ghar pruthvi

હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું.

બુધ

0° અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે ?

વિષુવવૃત્ત

23.5° ઉત્તર અક્ષાંશ અને 66.5° ઉત્તર અક્ષાંશ વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?

સમશીતોષ્ણ

હું મારી ધરી પર 23.5નો ખૂણો બનાવું છું.

પૃથ્વી

સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?

બે વાર

કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’જોવા મળે છે ?

ચંદ્રના

મને ભીમકાય ગ્રહ પણ કહે છે.

ગુરુ

મને ઓળંગતાં તારીખ બદલવી પડે.

આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

હું 90° દક્ષિણ અક્ષાંશ છું.

દક્ષિણ ધ્રુવ

હું પૃથ્વીની આસપાસ ફરું છું.

ચંદ્ર

હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે.

સૂર્ય

ચંદ્ર સ્વયં પ્રકાશિત છે.

ખોટું

નૅપ્ચ્યુન નીલા રંગનો ગ્રહ છે.

ખરું

પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.

ખરું

21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.

ખોટું

વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.

ખોટું

90° ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.

ખરું

પૃથ્વીની ગતિઓ કેટલી છે ?

પૃથ્વીની ગતિઓ બે છે : પરિભ્રમણ (Rotation) અને પરિક્રમણ (Revolution).

ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?

ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે.

સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ ક્યો છે ?

શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે.

180° રેખાંશવૃત્ત ક્યાં નામે ઓળખાય છે ?

180° રેખાંશવૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ના નામે ઓળખાય છે.

પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?

જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત.

અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું ?

અક્ષાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને ‘અક્ષાંશવૃત્ત’ કહેવાય છે.
રેખાંશવૃત્ત : પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને ‘રેખાંશવૃત્ત’ કહેવાય છે.

ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. વિધાન સમજાવો.

પૃથ્વીનું 1 વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી રહેલા 6 કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક (દર ચાર વર્ષે) 29 દિવસ હોય છે. તે વર્ષને “લીપવર્ષ” કહેવામાં આવે છે.

ક્યાં ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે ?

બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે.

ઉત્તરાયણ એટલે શું ?

22 ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો મકરવૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાનાં શરૂ થાય છે, જેને “ઉત્તરાયણ” કહે છે. આમ, ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે.

ચંદ્રગ્રહણ

ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને “ચંદ્રગ્રહણ” કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે.

સૂર્યમંડળ

સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને “સૂર્યમંડળ” કે “સૌરપરિવાર” કહેવામાં આવે છે.
સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપ્ચ્યુન એમ આઠ ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે; જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે.
સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ (ચંદ્ર) છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે; જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી.
મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુગ્રહો આવેલા છે.

કટિબંધો

પૃથ્વી પરનાં અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતાં તેમને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચી શકાય :
ઉષ્ણ કટિબંધ : 23.5° ઉત્તર અક્ષાંશથી 23.5° દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘ઉષ્ણ કટિબંધ’ કહેવાય છે. ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારેમાસ સૂર્યનાં કિરણો સીધાં પડે છે. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારેમાસ વધારે રહે છે.
સમશીતોષ્ણ કટિબંધ : બંને ગોળાર્ધમાં 23.5° અક્ષાંશથી 66.59° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘સમશીતોષ્ણ કટિબંધ’ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યનાં કિરણો બહુ સીધાં કે બહુ ત્રાંસાં પડતાં નથી. તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે.
શીત કટિબંધ : બંને ગોળાધમાં 66.5° અક્ષાંશથી 90° અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ‘શીત કટિબંધ’ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યનાં કિરણો અત્યંત ત્રાંસાં પડે છે. તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારેમાસ ઘણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી.

સંપાત

સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે. જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને ‘સંપાત દિવસ’ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાર્ધમાં 22 માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં જતાં દક્ષિણ ગોળાર્ધમાં 24 સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22 ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે. વર્ષ દરમિયાન 21 માર્ચ 8 અને 23 સપ્ટેમ્બરના દિવસે સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડે છે. તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખાં થાય છે, જે ‘વિષુવદિન’ ના નામે ઓળખાય છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

2 thoughts on “આપણું ઘર : પૃથ્વી | Aapnu ghar pruthvi”

Leave a Comment

error: Content is protected !!