આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થા / Aarogya seva vitaran vyavastha
સ્વાસ્થય એ આપણો બંધારાણીય અધિકાર છે. દેશના પ્રત્યેક નાગરિકનું સ્વાસ્થય જળવાય અને જો કોઈ માંદા પડે તેની સારવાર કરવા માટેની વ્યવસ્થા સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા થાય છે.
પ્રાથમિક આરોગ્ય સંભાળ એટલે એવી વયવસ્થા કે જે માત્ર બીમાર લોકોની સારવાર કે એટલું જ નહિ પણ જે તે વિસ્તાર માટે યોગ્ય વ્યવસ્થા કાર્યરત હૃદય. વિશાળ જનસંખ્યા ધરાવતા આપણા દેશમાં, નાગરિકો માટે સ્વાસ્થય સેવાઓની વિતરણ વ્યવસ્થા નું માળખું રાષ્ટ્રકક્ષાથી ગામ્યકક્ષા સુધી વિસ્તરેલ છે.
કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રાલય
સમગ્ર દેશની આરોગ્ય સાથે સંકળાયેલ સેવાઓનું નિયમન અને નિયંત્રણ કરવાની જવાબદારી આ મંત્રાલય હોય છે.
રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થય સંરચના (નેશનલ રૂરલ હેલ્થ મિશન)
રોગોની અટકાયત અને નિયંત્રણ કામગીરીનો આ સંરચનામાં સમાવેશ થાય છે. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની મૂળભૂત સેવાઓ, તબીબોની સંખ્યા, આરોગ્યને અસર કરતી સુવિધાઓ જેવી કે… શુધ્ધ પીવાનું પાણી, શૌચાલય, ગટર, કચરાનો નિકાલ, સ્વરછતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું કાર્ય આ મિશન દ્વારા થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.) આ વ્યવસ્થાનું અગત્યનું એકમ છે. જેના દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું અમલીકરણ ભારતના અનેક ગામડાઓ સુધી કરવામાં આવે છે.
આશરે ત્રીસ હજારની વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એક તબીબ અને જરૂરી ટીમની વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની હેઠળ પાંચથી છ હજારની વસતિને ધ્યાનમાં રાખી એક, એમ પાંચથી છ પેટા કેન્દ્રની રચના કરવામાં આવે છે.
આ દરેક પેટા કેન્દ્ર દીઠ બે કાર્યકર : પુરૂષ આરોગ્ય કર્મચારી અને સ્ત્રી આરોગ્ય કર્મચારી હોય છે.જે ગામની વસતિને આવરી લઈને જરૂરી આરોગ્ય શિક્ષણ અને સેવાઓ પુરી પાડે છે.
દૂરના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવા પુરી પાડવા માટે જિલ્લા કે તાલુકા કક્ષાએ કાર્યરત સ્વૈચ્છિક સેવા સંસ્થાઓને પણ સરકારી આરોગ્ય વિભાગ દ્વારા મદદે લેવામાં આવે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લાભાર્થી લોકોને વધુ અસરકારક સેવાઓ પુરી પાડવા માટે સામુદાયીક આરોગ્ય કેન્દ્ર (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર – સી.એચ.સી.) અને જિલ્લા સિવિલ હોસ્પિટલ કાર્યરત રાખવામાં આવે છે.
પ્રત્યેક ગામમાં આશા વર્કરો (કાર્યકરો) પણ ગામાના લોકોને આરોગ્ય સંભાળ અને પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.
આશા વર્કરો (કાર્યકરો) ને સરકાશ્રી દ્વારા જરૂરી ખાસ તાલીમ આપવામાં આવે છે. અને પ્રાથમિક ઉપચાર માટેની દવાઓ પુરી પાડવામાં આવે છે.
વિવિધ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય શાળા આરોગ્ય કાર્યક્રમ
રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ
રાષ્ટ્રીય મલેરીયા નિયંત્રણ કાર્યક્રમ
રાષ્ટ્રીય ટી.બી(ક્ષય) નિયંત્રણ કાર્યક્રમ
રાષ્ટ્રીય એઈડસ નિયંત્રણ કાર્યક્રમ
રાષ્ટ્રીય લેપ્રેસી (રક્તપિત) નાબુદી કાર્યક્રમ
રાષ્ટ્રીય પોલીયો નાબુદી કાર્યક્રમ
પ્રજનન અને બાળ-આરોગ્ય કાર્યક્રમ
આંતરરાષ્ટ્રીય સ્વાસ્થય સેવા સંસ્થાઓ
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)
ઈ.સ. 1948માં જીનીવા ખાતે, આરોગ્ય વિષયક બાબતો માટે “વિશ્વ આરોગ્ય સંસ્થા” ની રચના કરવામાં આવી.
વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય હેતુઓ
વિશ્વના લોકોના શારીરિક અને માનસિક આરોગ્યમાં બદલાવ લાવવા
વિશ્વમાંથી ચેપી અને ઘાતક રોગોની નાબુદી કાર્યક્રમ
બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય, લોકોમાં રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટેનાં સંશોધન હાથ ધરવા
યુનાઈટેડ નેશન્સ ચીલ્ડ્રન ફંડ (UNCF યુનિસેફ)
વિશ્વનાં બાળકો માટે કલ્યાણકારી કામગીરી બજાવતી યુનિસેફ સંસ્થાની સ્થાપના ઈ.સ. 1946 માં કરવામાં આવી.