ગુજરાતી ભાષા સાહિત્યનો પરદેશી પ્રેમી અને દલપતરામના ખાસ મિત્ર એવા બ્રિટિશ અધિકારી એલેકઝાન્ડર ફાર્બસને ગુજરાતી ભાષા પ્રત્યે લગાવ હતો. ગુજરાતી ભાષાના વિકાસ માટે તેમણે સંસ્થા સ્થાપી અને પોતે ગુજરાતી સારી રીતે બોલી શકે તે માટે પ્રયત્ન કર્યા.
વર્ષ 1848માં “ગુજરાત વર્નાક્યુલર સોસાયટી”ની સ્થાપના કરી હતી. જે હાલ “ગુજરાત વિદ્યાસભા” નામે ઓળખાય છે. આ સંસ્થા દ્વારા વર્ષ 1849માં “વરતમાન”નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1850માં “બુદ્ધિપ્રકાશ” નામનું સામયિક પણ શરૂ કર્યું હતું જે હાલ માસિક સ્વરૂપે પ્રગટ થાય છે.
તેમની યાદમાં કવિશ્વર દલપતરામે “ફાર્બસ વિરહ” નામની કૃતિ લખી હતી.
સાદરામાં લોકોએ તેમના નામે “ફાર્બસ બજાર” અને “ફાર્બસ સ્કૂલ”ની સ્થાપના કરી છે.
વર્ષ 1857માં સ્થપાયેલ યુનિવર્સિટી ઓફ બોમ્બેના તેઓ પ્રથમ વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂક પામ્યા હતા.
2 thoughts on “એલેક્ઝાન્ડર ફાર્બસ | Alexander farbus in gujarati | Gujarati sahitya”