Anu mauryakal (Anu maurya yug) – Gujaratno itihas – અનુ મૌર્યકાળ – ગુજરાતનો ઈતિહાસ
અનુ-મૌર્યકાળ કે મૌર્યોત્તર કાળ (ઈ.સ.પૂર્વે 185-33)
ઈ.સ.પૂ. 185 માં અંતિમ મૌર્ય શાસક બૃહદથની તમેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે હત્યા કરી શુંગવંશની સ્થાપના કરી. ત્યારબાદ પુષ્પમિત્ર શૃંગના પુત્ર “અગ્નિમિત્ર” વિદિશામાંથી અહીં રાજવહીવટ કરતા હતો જેનો ઉલ્લેખ કવિ કાલીદાસે “માલવિકાગ્નિમિત્રમ્” નાટકમાં કર્યો છે. શુંગવંશની સત્તા ગુજરાતમાં હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા મળ્યા નથી પરંતુ ગાંધારમાં સત્તારૂઢ થયેલા યવન રાજાઓ પૈકીના એઉક્રતિદ, મિનેન્ડર, અલ્પદત્ત બીજાના ચાંદીના અનેક સિક્કાઓ ગુજરાતમાંથી મળ્યા છે.
ઈન્ડો-ગ્રીક (યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક)
- સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા ગ્રીક લોકો “બેકિટ્રયા” એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરતા હતા. લાંબા સમય સુધી બેકિટ્રયામાં રહેવાને કારણે તેઓ બેક્ટ્રિયન ગ્રીકો અને ઈન્ડોગ્રીક એટલે કે ભારતીય ગ્રીકો જેમને ભારતીય સાહિત્યમાં “યવનો” કહેવાયા છે.
- ભારતીય સરહદમાં સૌપ્રથમ ઈ.સ.પૂર્વે 183 માં યવન રાજા ડ્રેમેટ્રિયસ પ્રથમે (દિમિત્ર) પંજાબમાં આક્રમણ કરીને ગાંધાર પ્રદેશ જીત્યો હતો. જેની રાજધાની તેમણે સાકલ બનાવી હતી.
- ઈન્ડોગ્રીક શાસકોમાં મિનેન્ડરનું શાસન ઈ.સ.પૂર્વે 155 થી ઈ.સ.પૂર્વે 130 સુધી રહ્યું. તેણે સંપૂર્ણ અફઘાનિસ્તાન અને સિંધુ નદીના પૂર્વનો મોટો વિસ્તાર જીત્યો. તેમણે ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર શરૂ કર્યો.સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત સુધી મિનેન્ડર શાસન રહ્યું.
- ભારતીય યવન રાજાઓ ચલણી સિક્કાને દ્રમ્મક કહેતા. મિનેન્ડરના ચાંદીના ગોળ સિક્કા (દ્રમ્મ) કાબુલ, સિંધ, પાંચાલ અને ગુજરાતના ભરૂચ (બારીગાજા)થી મળે છે. ભરૂચમાંથી ગુજરાતમાં અપલદત્ત નામવાળા સિક્કાઓ મળી આવેલ છે.
- ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ ઈન્ડો-ગ્રીક શાસકોએ બહાર પાડયા. આ સિક્કાઓ ક્યા-ક્યા શાસકોના છે તે સ્પષ્ટ રીતે જાણી શકાય છે.
- ભારતીય યવન રાજાઓના સિક્કાઓને ગ્રીક ભાષામાં “ઓબોલ” કહેવામાં આવતા હતા. જેને ભારતીય પ્રજા “દામ” કહેતી હતી.
- મિનેન્ડરે બૌદ્ધ સાધુ નાગસેન (નાગાર્જુન)થી પ્રભાવિત થઈ બૌદ્ધ ધર્મની મહાયાન શાખાનો અંગીકાર કર્યો. મિનેન્ડર(મિલિન્દ)અને બૌદ્ધસાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર બૌદ્ધ ગ્રંથ “મિલિન્દપન્હો” લખાયો. જેનો અર્થ “મિલિન્દના પ્રશ્નો” થાય છે. આમ, અશોક બાદ એક વિદેશી કુળના રાજવીએ બૌદ્ધ ધર્મને પોતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું.
- ગ્રીકોએ ભારતમાં પડદાનું ચલણ પ્રારંભ કરીને ભારતીય નાટ્યકળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
શક વંશ
- શબ્દ શબ્દ “સિથિયન” લોકો માટે વપરાય છે. તેઓ મૂળ ઈરાનીઓ હતા. શકો મૂળ મધ્ય એશિયાના સિરદરિયા નદીના પ્રદેશમાં વસતા હતા. ઈન્ડોગ્રીક શાસકોને પરાજિત કરી તેમણે શાસન સ્થાપ્યું. પ્રથમ શક રાજા મોઅ હતો.
- શક રાજાઓ પોતાને “ક્ષત્રપ” તરીકે ઓળખાવતા હતા. શક શાસકોમાં વલભીનો મહાક્ષત્રપ રુદ્રદામન સૌથી નોંધપાત્ર છે. ઈ.સ. 130 થી 150 દરમિયાન તેણે ગુજરાતમાં શાસન કર્યું. તેઓ પંજાબ અને પછી ક્રમશઃ મથુરા અને ગુજરાત સુધી ફેલાયા.
- શક વંશનો અંતિમ રાજા રૂદ્રસિંહ તૃતીય (ત્રીજો) હતો.
- સમગ્ર પશ્ચિમ ભારતમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું. અશોકના ગિરનારના શિલાલેખની નીચે જ રુદ્રદામાનો લેખ સંસ્કૃત (દેવનાગરી લિપિ)માં મળી આવ્યો છે જે ભારતનો સૌ પ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ છે.
પહલવો
- પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં પાર્થિયન કે “પહલવો” તરીકે ઓળખાય છે. સિરિયાની બાજુમાં વસતા હોઈ તેમની સંસ્કૃતિ શકપ્રજાની સંસ્કૃતિ સાથે મળતી આવે છે.
- તેમને સંયુકત રીતે શક-પહલવો તરીકે ઓળખવામાં આવતા. તેમનું મૂળ સ્થાન ઈરાન કે સિરિયા હતું.
- પેશાવર પાસે “તખ્ત-એ-બાહી” શિલાલેખ પરથી શક-પહલવો વંશની માહિતી મળે છે.
- આ વંશમાં એક મહત્વપૂર્ણ રાજા ગોન્ડોફર્નિસ થયો. તેના સમયમાં ખ્રિસ્તી સંત થોમસે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રવેશ કરાવ્યો. તેની રાજધાની તક્ષશિલા હતી. કુષાણોએ આ વંશનો અંત આણ્યો.
કુષાણ વંશ અને કનિષ્ક
- કુષાણો મૂળભૂત રીતે મોંગોલિયાના રહેવાસી હતા. તે યુ-હે-ચી વંશના હતા. શક અને પહલવોને હરાવીને આ પ્રજાએ સામ્રાજયનું સર્જન કર્યું.
- ભારતમાં પ્રથમ કુષાણ રાજવી કેઝુલા કેડફીસ હતો. ત્યારબાદ તેનો પુત્ર વિમકેડફીસ ગાદીએ આવ્યો. ઈ.સ. 78 માં કનિષ્ક ગાદી પર આવ્યો અને શક સંવતની શરૂઆત કરી. આ સંવત ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે.
- તેણે મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશનાં વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારોને જીતીને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. તેણે કાશ્મીર અને ચીન સુધી યુદ્ધો કરીને ચીની સમ્રાટોની જેમ “દેવપુત્ર“ની ઉપાધિ ધારણ કરી.
- કનિષ્કની રાજધાની પુરુષપુર (હાલનું પેશાવર)માં હતી. કુષાણોની બીજી રાજધાની મથુરા હતી. તે સમ્રાટ અશોક અને મિનેન્ડરની જેમ બૌદ્ધધર્મનો સંરક્ષક હતો. ઈતિહાસકારો કનિષ્કને “બીજો અશોક” કહે છે.
- કનિષ્કે કુંડલવનમાં (જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પાસે) ચોથી બૌદ્ધસંગિતિનું આયોજન કર્યું. આ સંમેલનમાં બૌદ્ધધર્મ મહાયાન અને હિનયાન એમ બે પંથમાં વહેંચાયો.
- કનિષ્ઠે ગાંધાર અને મથુરા શૈલીને રાજયાશ્રય આપ્યો. તેણે પુરુષપુરમાં એક વિશાળ બૌદ્ધસ્તૂપ બંધાવ્યો.
કુષાણોનું રાજતંત્ર
- પ્રાંતોનો વડો ક્ષત્રપ હતો. કુષાણોના સિક્કા પરથી તેના રાજતંત્રની માહિતી મળે છે.
- કુષાણ રાજાઓ “દેવપુત્ર” અને “મહારાજાધિરાજ“ની ઉપાધિઓ ધારણ કરતા અને દૈવી અધિકારનાં સિદ્ધાંતમાં માનતા.
કુષાણોની વિશિષ્ટ સિદ્ધિઓ
- કુષાણોએ તે સમયના વૈશ્વિક વેપારનાં મહત્વપૂર્ણ કેન્દ્રો અને સિલ્કરૂટ (રેશમ માર્ગ), તામ્રલિપ્તિથી લઈ મધ્ય એશિયા તરફ જતા માર્ગો પર પોતાનો અંકુશ સ્થાપ્યો.
કુષાણકાલીન વિદ્વાનો
- અશ્વઘોષ : બુદ્ધચરિત્ર (બૌદ્ધની રામાયણ)
- નાગાર્જુન (ભારતના આઈન્સ્ટાઈન) : માધ્યમિક સૂત્ર (સાપેક્ષવાદ)
- ચરક (આયુર્વેદના પિતા) : ચરકસંહિતા
- વસુમિત્ર : મહાવિભાષશાસ્ત્ર (બૌદ્ધ ધર્મનો વિશ્વકોશ)
- સુશ્રુત (સર્જરીના પિતા) : સુશ્રુત સંહિતા

મૌર્ય અને અનુમૌર્ય કાળના સ્થાપત્યકીય સ્મારકો
- મૌર્ય કાળના સ્થાપત્યકીય સ્મારકોમાં ગિરિનગરનું સુદર્શન તળાવ મુખ્ય છે. આ તળાવનું બાંધકામ સાંધા વગરનું નક્કર હતું. જેમાં વચ્ચે કુદરતી બંધ પણ હતો. તે ઉપરાંત યોગ્ય જગ્યાએ ગરનાળા, નહેરો અને ચાળણી પણ હતાં.
- જૂનાગઢથી ગિરનાર જવાના રસ્તે બોરિયા નામની ખીણ પાસે બૌદ્ધસ્તુપ મળી આવ્યો છે. જે માટીની પાકી ઈંટોનો બનેલો હતો. તે ઉપરાંત તે સ્તુપના પેટાળમાંથી પાકી માટીની ડાબલીઓ પણ પ્રાપ્ત થઈ હતી.
- જૂનાગઢમાં ઉપરકોટની દક્ષિણે બાવાપ્યારેના નામે ઓળખાતી શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ આવેલી છે.
મૌર્ય અને અનુમૌર્ય કાળના પુરાવશેષો
- આ કાળમાં પથ્થરમાંથી મણકા, કાનના કુંડળ અને ગોળ લખોટા વગેરે જેવી વસ્તુઓ બનાવવામાં આવતી.
- ધાતુઓમાં લોખંડનો વ્યાપક ઉપયોગ થતો હતો. આ કાળમાં લોખંડ ગાળવાનો અને લોખંડના ઓજારો બનાવવાનો ઉદ્યોગ પણ હતો.
- સિક્કા બનાવવામાં તાંબા તથા ચાંદીનો ઉપયોગ કરવામાં આવતો. તે ઉપરાંત આ કાળમાં ડાંગર અને કોદરાનાં બીજ જેવા પદાર્થો પણ મળી આવ્યા છે.
- ગામો ખેતી પર નિર્ભર હતા અને નગરોમાં વેપાર ઉદ્યોગ સારા પ્રમાણમાં ચાલતો હતો.
પરીક્ષાલક્ષી વનલાઈનર પ્રશ્નો
- મૌર્યવંશના પતન પછી કોનું શાસન હતું ?
- શુંગવંશ
- શુંગવંશ પછી કયા વંશનું શાસન હતું ?
- કણ્વવંશ
- અપલદત અને મિનાન્ડરના સિક્કાઓ ગુજરાતમાં કયાંથી મળી આવ્યાં ?
- બારીગાજા(ભરૂચ)
- ભારતીય યવન રાજાઓના સિક્કાઓને ગ્રીક ભાષામાં શું કહેવાતા હતા ? જેને ભારતીય પ્રજા “દામા” કહેતી હતી
- ઓબોલ
- યવન રાજામિનાન્ડરનું રાજય ગુજરાતમાં કયાં સુધી વિસ્તરેલું હતું ?
- બારીગાજા(ભરૂચ)
- અશ્વઘોષ, નાગાર્જુન, ચરક કોના દરબારના વિદ્વાનો હતા ?
- કનિષ્ક
- સેંટ થોમસ કોના સમયમાં ખ્રિસ્તિ ધર્મના પ્રચાર માટે ભારત આવ્યા હતા ?
- ગોન્ડોફર્નીસ
- શક વંશનો પ્રથમ રાજા કોણ હતો ?
- મોઅ
- ભારતના દ્વિતીય અશોક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
- કનિષ્ક
- બુદ્ધચરિત્ર ગ્રંથના રચયિતાનું નામ જણાવો ?
- અશ્વઘોષ
- ભારતના પ્રથમ કુષાણ રાજવી તરીકે કોણ પદ પણ હતો ?
- કેઝુલા કેડફીસ
- કનિષ્કની રાજધાની નું નામ જણાવો.
- પુરુષપુર (હાલનું પેશાવર)
- કનિષ્કે ચોથી બૌદ્ધસંગીતી નું આયોજન ક્યાં કર્યું હતું ?
- કુંડલવનમાં (જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પાસે)
- બૌદ્ધધર્મ મહાયાન અને હિનયાન એમ બે પંથમાં કઈ બૌદ્ધ સંગીતીમાં વિભાજન પામ્યો ?
- ચોથી
- પાર્થિયાથી આવેલા લોકો ભારતમાં ક્યાં નામે ઓળખાતા હતા ?
- પહલવો
- અંતિમ મૌર્ય બૃહદ્રથની હત્યા કોણે કરી હતી ?
- પુષ્યમિત્ર શૃંગે
Wah