Bal Manovigyan | Kelavani

કેળવણી માટેના ઉપયોગી શબ્દો

  • શિક્ષણ જગતમાં કેળવણી માટે વિદ્યા, શિક્ષણ, કેળવણી, એજ્યુકેશન, તાલીમ જેવા શબ્દો વપરાય છે.
  • બાળકમાં રહેલી આંતરિક (સુષુપ્ત) શક્તિઓ બહાર લાવી તેનો સર્વાંગી વિકાસ કરવાની પ્રક્રિયાને કેળવણી કહેવામાં આવે છે.

વિદ્યા

વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદ્ માંથી ઉત્પન થયો છે. વિદ્ એટલે જાણવું, જે જાણવાથી બધું જાણી શકાય તેને વિદ્યા કહે છે.

શિક્ષણ

શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના બે ધાતુ ‘શાસ્’ અને ‘શંસ્’ પરથી બનેલો છે. આ બંને શબ્દો મળી તેનો અર્થ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન એવો થાય છે.

કેળવણી

ગૂજરાત વિદ્યાપીઠના સાર્થ ગુજરાતી જોડણીકોશ મુજબ કેળવણીનો અર્થ કેળવવું, વ્યવસ્થિત ઉછેરવું કે ઉછેર, ખિલવણી, શિક્ષણ, વિદ્યા, ભણતર અને તાલીમ એવો થાય છે.

એજ્યુકેશન

  • કેળવણી માટે અંગ્રેજીમાં Education શબ્દ વપરાય છે,
  • અંગ્રેજી શબ્દ Education લેટિન ભાષાના ત્રણ શબ્દોને આધારે ઉત્પન્ન થયો છે.
  1. Educare નો અર્થ To Educate, To Bring, To Raise
    • To Educate – શકિતઓને કેળવવી, તાલીમ આપવી
    • To Bring : ઉછેરવું (શિક્ષણ આપવું)
    • To Raise : પ્રોત્સાહિત કરવું, ઉન્નત કરવું, સર્જવું
  2. Educere નો અર્થ To bring forth, To lead out
    • To bring forth : જન્મ આપવો
    • To lead out : રસ્તો બતાવવો, માર્ગદર્શન આપવું
  3. Educatum નો અર્થ Act of teaching
    • Act of teaching તાલીમ, પ્રશિક્ષણ, શિક્ષણ કાર્ય

તાલીમ

આ શબ્દ અરબી ભાષામાંથી ઊતરી આવ્યો છે. આ શબ્દ અરબી ભાષાની ‘ઈલમ’ ધાતુમાંથી ઉત્પન થયેલો છે. જેનો અર્થ થાય છે જ્ઞાન. આમ, તાલીમ એટલે જ્ઞાનપ્રાપ્તિ.

આમ, આપણે કહી શકીએ છીએ કે એજ્યુકેશન એટલે પ્રશિક્ષણ, પથદર્શન કે તાલીમ. આમ, કેળવણી એટલે ગર્ભિત જ્ઞાનના પ્રકટીકરણની પ્રક્રિયા.

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ

જુદા જુદા તત્વચિંતકો તેમજ કેળવણીકારોએ પોતાના ચિંતન અને મનનના આધારે કેળવણીને અલગ અલગ રીતે મૂલવી
છે. જે નીચે મુજબ છે.

1”શિક્ષણ માનવને આત્મવિશ્વાસ અને નિઃસ્વાર્થી બનાવે છે.ઋગ્વેદ
2“માનવીને ચારિત્ર્યવાન અને જગત ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય”કૌટિલ્ય
3”સા વિદ્યા યા વિમુક્તયે”ઉપનિષદ
4“માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રકટીકરણ એટલે કેળવણી’સ્વામી વિવેકાનંદ
5“વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શકિતઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી”અરવિંદ ઘોષ
6“કેળવણી એટલે બાળકના મન, શરીર અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કરણ.”ગાંધીજી
7’કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ’ડો. રાધાકૃષ્ણન
8”કેળવણી એટલે આત્મસાક્ષાત્કાર”શંકરાચાર્ય
9“કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યકિત અને સત્યની સ્વીકૃતિ’રવીન્દ્રનાથ ટાગોર
10”કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે.”રૂસો
11”મનુષ્યોની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંવાદી અને ક્રમિક વિકાસ સાધે તે કેળવણી.”પેસ્ટોલોજી
12“તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર કરે તે કેળવણી, સાચી કેળવણી સત્યમ્,શિવમ્ અને સુંદરમ્ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે.”એરિસ્ટોટલ
13“શિક્ષણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા બાળકની જન્મજાત શકિતઓ બહાર પ્રગટ થાય છે.”ફ્રોબેલ
14‘જીવનના અંધારામાં પ્રકાશનાં કિરણો ફેલાવે તે કેળવણી “એચ.જી.વેલ્સ

કેળવણી એ સતત અને આજીવન ચાલતી પ્રક્રિયા છે જેમાં અભ્યાસક્રમ નિશ્ચિત હોતો નથી તેમ જ તે વ્યક્તિના સર્વાંગી વિકાસ સાથે સંકળાયેલી છે જ્યારે તાલીમ અમુક સમય મર્યાદામાં પૂરી થાય છે તેનાથી કોઈ વિશિષ્ટ કૌશલ્ય કે શક્તિનો વિકાસ થાય છે . તેમજ અભ્યાસક્રમ નિશ્ચિત અને કાર્યપદ્ધતિ પ્રાયોગિક હોય છે જ્યારે ભણતર શાળા , મહાશાળાઓમાં આપવામાં આવે છે તેનો અભ્યાસક્રમ અને પદ્ધતિ નિશ્ચિત હોય છે જે નિશ્ચિત સમય મર્યાદામાં પૂર્ણ થાય છે.

Leave a Comment

error: Content is protected !!