બાલાશંકર કંથારિયા | Balashankar kantharia | Gujarati sahitya
ગુજરાતી ગઝલના જનક : બાલાશંકર કંથારિયા
નામ | બાલાશંકર કંથારિયા |
પૂરું નામ | બાલાસંકર ઉલ્લાસરામ કંથારીયા |
જન્મ | 17 મે, 1858 |
જન્મસ્થળ | નડિયાદ |
ઉપનામ | બાલ મસ્ત, નિજાનંદ, મસ્તરંગી |
બિરુદ | ક્લાન્ત કવિ, ગુજરાતી ગઝલના પિતા |
અવસાન | 1 એપ્રિલ, 1898 |
- ગુજરાતી ભાષાની સૌ પ્રથમ ગઝલ “બોધ” આપનાર બાલશંકર કંથારિયા “દલપતરામના પદરજ સેવક” તરીકે ઓળખાય છે.
- તેમનો જન્મ નડિયાદમાં સાઠોદરા જ્ઞાતિમાં થયો હતો.
- તેમને ગઝલ લખવાની પ્રેરણા ઉર્દૂ ગઝલકાર હાફિઝ પાસેથી મળી હતી. તેમનો “ક્લાન્ત કવિ” નામનો કાવ્યસંગ્રહ 1885માં પ્રગટ થયો હતો. જે શિખરિણી છંદમાં લખાયો છે. આ કાવ્યમાં સૌંદર્ય અને વિરહનું વર્ણન કરેલું છે.
- તેઓ ભારતી ભૂષણ (ત્રિમાસિક), ઈતિહાસમાળા અને કૃષ્ણ મહોદય જેવા સામયિક ચલાવતા હતા.
સાહિત્ય સર્જન / કૃતિઓ / રચનાઓ
નોંધપાત્ર ગઝલ | જીગરનો યાર, નાદાન બુલબુલ, બોધ |
કાવ્યસંગ્રહ | હરિપ્રેમ પંચદશી (ફારસી ગઝલો), કલાન્ત કવિ |
અનુવાદ | કર્પૂરમંજરી (મૂળ સંસ્કૃતના કર્તા રાજશેખર), દેવદાસની રાજનીતિ અને મૃચ્છકટિકમ્ (મૂળ સંસ્કૃત નાટકના કર્તા શુદ્રક) |
પંક્તિઓ
થયો જે પ્રેમમાં પૂરો થયો છે મુકત સર્વે થી,
મહામસ્તાન જ્ઞાનની મગજમાં તા૨ જુદો છે
જીગ૨નો યા૨ જુદો તો બધો સંસાર જુદો
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, ૨હે છે દૂ૨ માગે તો
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી ૨હેજે.
ઘડી ઘડી ભણકા૨ ભામિની ઊડી આકાશે આવે છે,
અલક અત૨ ભમકા૨ સુગંધી લહરી લહેકતી આવે છે
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.
કચેરી માંહી કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે
અન્ય સાહિત્યકાર
સાહિત્યકાર | વાંચવા માટે |
---|---|
ગોવર્ધનરામ ત્રિપાઠી | અહી ક્લિક કરો |
સુધારકયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
મધ્યકાલીનયુગના સાહિત્યકાર | અહી ક્લિક કરો |
2 thoughts on “બાલાશંકર કંથારિયા | Balashankar kantharia”