Bharat na loknatyo – Sanskrutik varso

Bharat na loknatyo – Sanskrutik varso – ભારતનાં લોકનાટ્યો – સાંસ્કૃતિક વારસો

ભારતનાં લોકનાટ્યો

Table of Contents

ભારતનાં લોકનાટ્યો

  • ભારતમાં વિવિધ સામાજિક ધાર્મિક પ્રસંગો તથા મનોરંજનના ઉદેશ્યથી લોકનાટ્યો (લોકનાટકો) ભજવવામાં આવે છે.
  • મધ્યકાળમાં ભારતમાં ક્ષેત્રિય સ્તરે અનેક લોકનાટ્યોનો ઉદ્ભવ થયો, જેમાં જનસામાન્યની જીવનશૈલીને દર્શાવવામાં આવતી હતી.
  • તત્કાલીન સમયમાં આ લોકનાટ્યો મનોરંજનના ઉદ્દેશોની સાથે-સાથે સામાજિક જાગૃતિ, રૂઢિવાદી દૃષ્ટિકોણની આલોચના વગેરે જેવા હેતુઓ પણ ધરાવતા હતા.
  • આ લોકનાટ્યો સ્થાનિક રીતિરિવાજો, વિશ્વાસો, પરંપરાઓને અભિવ્યક્ત કરવા ઉપરાંત સ્થાનિક ભાષામાં રચાયાં હોવાથી જનસામાન્યને સરળતાથી જોડી શક્યા છે.

જાત્રા (પૂર્વી ભારત)

  • તે પૂર્વી ભારતનું ધાર્મિક લોકનાટ્ય છે.
  • આ લોકનાટ્યની ઉત્પત્તિનું શ્રેય 14મી સદીના વૈષ્ણવ સંત ચૈતન્ય મહાપ્રભુને મળે છે. તેમણે કૃષ્ણલીલાઓના પ્રદર્શન માટે “જાત્રા”નો વિકાસ કર્યો.
  • શરૂઆતમાં આ નાટક ગ્રામીણ ક્ષેત્રોમાં પરંપરાગત અને પૌરાણિક વિષયવસ્તુના આધારે ભજવાતું, પરંતુ આધુનિકકાળમાં “જાત્રા”માં ઐતિહાસિક ઘટનાઓ, સ્વદેશી આંદોલન, સામાજિક લોકજાગૃતિ વગેરે વિષયોનું વર્ણન પણ કરવામાં આવે છે.

ઓજાપાલી (આસામ)

  • તે આસામનું પરંપરાગત લોકનાટ્ય છે, જેમાં નૃત્ય, સંગીત અને નાટકનું મિશ્રણ જોવા મળે છે.
  • ઓજાપાલી બે શબ્દો “ઓજા” (મુખ્ય કલાકારી) અને “પાલી” (સહાયક કલાકાર)થી મળીને બનેલ છે.
  • આ નાટકના વિષયવસ્તુમાં મહાભારત અને રામાયણ જેવાં કથાનકોનો સમાવેશ થાય છે.

દસકઠિયા (ઓડિશા)

  • તે ભગવાન શિવને સમર્પિત ઓડિશાનું પ્રચલિત લોકનાટ્ય છે.
  • આ નાટકમાં સંગીત તત્ત્વની ઉપસ્થિતિ મહત્ત્વપૂર્ણ છે.
  • તેમાં એક કલાકાર કથાવાચન કરતો હોય છે, ત્યારે સહાયક કલાકાર “કેઠિયા” (લાકડામાંથી બનાવેલ વાદ્ય)ની સંગત આપતો હોય છે.

અંકિયા નાટ (આસામ)

  • “અંકિયા નાટ”નો અર્થ “એકાંકી નાટક” થાય છે.
  • નાટકનાં શાસ્ત્રીય સ્વરૂપ અને સ્થાનિક પરંપરાઓનું મિશ્રણ ધરાવતાં “અંકિયા નાટક” આસામનાં ગ્રામીણ ક્ષેત્રોમાં ભજવાતું એકાંકી નાટક છે.
  • આસામના ધાર્મિક ચિંતક અને સુધારક શંકરદેવે વૈષ્ણવ ધર્મનાં મૂલ્યો અને આદર્શોનો પ્રચાર કરવા માટે “અંકિયા નાટકો” લખ્યાં હતાં. આ નાટકોની ભજવણી “ભાઓના” તરીકે ઓળખાય છે.
  • આ નાટકો અસમી અને મૈથિલી મિશ્રિત “વ્રજબોલી”માં લખાયેલ છે, જેમાં સંસ્કૃત શ્લોકો પણ હોય છે.
  • અંકિયા નાટકોમાં ભાવનાઓની અભિવ્યક્તિ માટે રંગીન મોહરાઓનો ઉપયોગ થાય છે.

રાસલીલા (સમગ્ર ભારત)

  • તે ભગવાન કૃષ્ણની બાળલીલાઓ અને ગોપીઓ સાથેના પ્રેમ – પ્રસંગોનું નૃત્ય – નાટક પ્રસ્તુતિ છે.
  • જન્માષ્ટમીના ઉત્સવ પર ઉત્તર પ્રદેશના મથુરા, વૃંદાવન અને ગોકુળમાં ભવ્ય રાસલીલાનું આયોજન થાય છે.
  • આ લોકનાટ્ય સમગ્ર ભારતમાં પ્રચલિત છે.

રામલીલા (ઉત્તર પ્રદેશ)

  • આ લોકનાટ્યની શરૂઆત મુઘલકાળમાં તુલસીદાસ દ્વારા શરૂ કરાઈ હતી.
  • તેમાં રામાયણના વિવિધ પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ભજવણી થાય છે.
  • રામલીલાને મોટા ભાગે દશેરાના પર્વ અગાઉ ભજવવામાં આવે છે.
  • આ લોકનાટ્ય સમગ્ર ઉત્તર ભારત ઉપરાંત દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (જેમ કે ઈન્ડોનેશિયા, શ્રીલંકા)માં પણ લોકપ્રિય છે.

નૌટંકી

  • નૌટંકીઉત્તર પ્રદેશની લોકપ્રિય નાટ્યકળા છે.
  • તેમાં દોહા, ચૌબોલા જેવા છંદોનો પ્રયોગ કરવામાં આવે છે.
  • આ નાટકના વિષયવસ્તુમાં ઐતિહાસિક અને સામાજિક ઘટનાઓ તથા લોકકથાઓ હોય છે.
  • શરૂઆતમાં નૌટંકીમાં સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવતાં હતાં, આગળ જતાં સ્ત્રીઓ પણ તેમાં ભાગ લેવા લાગી.
  • તેની લખનૌ, કાનપુર અને હાથરસ શૈલીઓ પ્રસિદ્ધ છે.

સ્વાંગ (ઉત્તર ભારત)

  • તે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોનાં ગ્રામીણ ક્ષેત્રોમાં મનોરંજનનું લોકપ્રિય માધ્યમ છે.
  • આ રંગમંચની વિશેષતાઓ : ભાવનાઓની નમ્રતા,મુખ્ય સંવાદની તીવ્રતા અને વિશિષ્ટ પહેરવેશ.
  • સ્વાંગની મુખ્ય બે શૈલીઓ છે : રોહતક અને હાથરસ.
  • રોહતક શૈલીમાં હરિયાણવી (બંગરુ)ભાષા અને હાથરસ શૈલીમાં વ્રજભાષાનો પ્રયોગ થાય છે.

કરિયાલા (હિમાચલ પ્રદેશ)

  • તે હિમાચલ પ્રદેશના સોલન, શિમલા અને સિરમૌર જિલ્લાઓમાં પ્રચલિત લોકનાટ્ય છે.
  • આ લોકનાટ્ય ધાર્મિક – સામાજિક ઉત્સવો દરમિયાન રજૂ કરવામાં આવે છે.
  • તેમાં ખુલ્લા મંચ ઉપર રાત્રિના સમયે પ્રસ્તુતિ આપવામાં આવે છે.

ખ્યાલ (રાજસ્થાન)

  • તે રાજસ્થાનની લોકસંસ્કૃતિનું પ્રતિબિંબ સમાન નૃત્યનાટક શૈલી છે.
  • “ખ્યાલ”ની પ્રસ્તુતિ મોટા ભાગે પુરુષો દ્વારા જ આપવામાં આવે છે.
  • તેમાં સામાજિક, ધાર્મિક, ઐતિહાસિક પ્રસંગો – ઘટનાઓને ભજવવામાં આવે છે.

ભાંડ-પાથેર (જમ્મુ-કાશ્મીર)

  • તે કાશ્મીરનું પરંપરાગત લોકનાટ્ય છે.
  • તેમાં ખુલ્લા મંચ પર સામાજિક, રાજનીતિક અને ધાર્મિક સંદેશને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરવામાં આવે છે.
  • આ લોકકળાના માધ્યમથી કાશ્મીર ખીણની સામાજિક રૂઢિવાદિતા, ભ્રષ્ટાચાર વગેરેનું ચિત્રણ કરવામાં આવે છે.
  • મૂળરૂપે ભાંડ એ એક ખેડૂત વર્ગ છે, આથી આ નાટ્યકળા પર કૃષિ સંવેદનાઓનો ઊંડો પ્રભાવ રહેલો છે.

માંચ (મધ્ય પ્રદેશ)

  • તે મધ્ય પ્રદેશના માળવાક્ષેત્રનું પ્રચલિત લોકનાટ્ય છે.
  • તેમાં રામાયણ, મહાભારત જેવી પૈરાણિક કથાઓ, શૌર્યકથાઓ, પ્રેમપ્રસંગો તથા સમકાલીન વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • માંચમાં સંવાદોને “બોલ” અને સંગીતની ધૂનોને “રંગત” નામથી ઓળખવામાં આવે છે.

યક્ષગાન (કર્ણાટક)

  • યક્ષગાનનો શાબ્દિક અર્થ “યક્ષનું ગીત” થાય છે.
  • કર્ણાટકનું પારંપરિક લોકનાટ્ય યક્ષગાન મહાભારત જેવી લોકપ્રિય કથાઓ અને પુરાણો પર આધારિત છે.
  • તેનો ઉદ્ભવ વિજયનગર શાસનકાળ દરમિયાન થયો હતો.
  • યક્ષગાનમાં રજૂ થતાં યુદ્ધ અને અનુષ્ઠાનના પ્રસંગો રોચક અને તેજ ગતિ ધરાવતાં હોય છે.

તમાશા (મહારાષ્ટ્ર)

  • તમાશા, ભારતીય લોકનાટ્યનું શૃંગારિક સ્વરૂપ છે, જેનો ઉદ્ભવ 16મી સદીમાં મહારાષ્ટ્રમાં થયો હતો.
  • તેમાં મુખ્ય ભૂમિકામાં મહિલાઓ હોય છે, જેઓ “મુરકી” તરીકે ઓળખાય છે.
  • તમાશાએ મહારાષ્ટ્રની લોકકળાને એક નવો આકાર આપ્યો છે.

પગતી વેશાલુ (તેલંગાણા અને આંધ્ર પ્રદેશ)

  • “પગતી વેશાલુ”નો અર્થ “દિવસના સમય ગાળામાં કરાતો વેશ ધારણ”
  • આ નાટ્યકળા તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં લોકપ્રિય છે.
  • તેમાં ઘણા દિવસો સુધી નાટક ભજવવામાં આવે છે. કલાકારો અલગ-અલગ ઉદ્દેશો ધરાવતાં વેશો ધારણ કરે છે.
  • ઉદાહરણ : સામાજિક કુરિવાજોની આલોચના કરતો વેશ.

બુર્રાકથા (આંધ્ર પ્રદેશ)

  • તે આંધ્ર પ્રદેશની પ્રાચીન અને લોકપ્રિય કથાવાચન પરંપરા છે.
  • બુર્રાકથા ત્રણ વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવે છે, જેમાં એક પ્રધાન ગાયક હોય છે અને અન્ય બે સહયોગી હોય છે.
  • કથાની પ્રસ્તુતિ ગદ્ય અને પદ્યમાં કરવામાં આવે છે તથા આ દરમિયાન લાંબા ઢોલકનો પ્રયોગ થાય છે.
  • બુર્રાકથામાં મુખ્યત્વે સામાજિક પ્રસંગો, નીતિ કથાઓ, સ્વતંત્રતા આંદોલનની ઘટનાઓ વગેરેની પ્રસ્તુતિ કરવામાં આવે છે.

કલાપમ (આંધ્ર પ્રદેશ)

  • તે આંધ્ર પ્રદેશની એક ચરિત્રચિત્રણની ગીત – નાટ્યશૈલી છે.
  • આ નાટ્યકળામાં ગાયન અને હાવભાવોની મદદથી પાત્રનું ચરિત્રચિત્રણ કરવામાં આવે છે.
  • તેમાં મુખ્યત્વે સામાજિક વિષયોનો સમાવેશ થાય છે.
  • કલાપમનાં મુખ્ય બે સ્વરૂપ છે : ભાપ કલાપમ અને ગોલ્લ ક્લાપમ
  • ભાપ કલાપમ સમાજના ઉચ્ચ વર્ગમાં પ્રદર્શિત થાય છે.
  • ગોલ્લ કલાપમ મુખ્યત્વે ગ્રામીણક્ષેત્રોમાં મનોરંજનનું માધ્યમ બની રહ્યું છે.

કૃષ્ણાટ્ટમ (કેરળ)

  • કેરળનું લોકનાટ્ય કૃષ્ણાટ્ટમ 17મી સદીના મધ્યમાં કાલિટના મહારાજા મનવેદાના શાસનકાળમાં અસ્તિત્વમાં આવ્યું.
  • તે કૃષ્ણના જીવન પર આધારિત નૃત્ય નાટક છે.
  • કૃષ્ણાટ્ટમ આઠ નાટકોનો સમૂહ છે, જે ક્રમાનુસાર આઠ દિવસ ભજવવામાં આવે છે.

દશાવતાર (કોંકણ ક્ષેત્ર)

  • તે કોંકણ અને ગોવાક્ષેત્રનું પ્રસિદ્ધ લોકનાટ્ય છે.
  • તેમાં ભગવાન વિષ્ણુના દશાવતારને રજૂ કરવામાં આવે છે.
  • દશાવતારનું પ્રદર્શન કરતાં કલાકારો પરંપરાગત શૃંગારની જગ્યાએ લાકડા અને પેપરમેશેમાંથી બનાવેલ મહોરા મહેરે છે.

ભૂત આરાધના (કર્ણાટક)

  • તે કર્ણાટકના તટીય ક્ષેત્રોમાં પ્રચલિત આનુષ્ઠાનિક લોકનૃત્ય છે.
  • “ભૂત આરાધના”નો અર્થ “શેતાન” અથવા “આત્મા”.
  • તેમાં પૂર્વજોની પૂજા કરવા માટે તેમની મૂર્તિઓ બનાવીને પારંપરિક રીતે ચિત્રિત કરવામાં આવે છે.

કુટિયાટ્ટમ (કેરળ)

  • તે કેરળનું સૌથી પ્રાચીન લોકનાટ્ય છે.
  • તેના પર સંસ્કૃત નાટકોનો પ્રભાવ રહેલો છે.
  • તેમાં ચાક્યાર (પુરુષપાત્રો), નાંબિયાર (વાદક) અને નાંગ્યાર (સ્ત્રીપાત્ર) મુખ્ય હોય છે.
  • ઉપરાંત સૂત્રધાર અને વિદૂષકનું પાત્ર પણ મહત્ત્વનું છે.
  • હસ્તમુદ્રાઓ અને હાથોના સંચલન પર ભાર આપવાના કારણે કુટિયાટ્ટમ વિશિષ્ટ લોકનાટ્ય બન્યું છે.
  • તે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિ વારસાઓની સૂચિમાં સમાવિષ્ટ છે.

થેપ્યુમ (કેરળ)

  • તે કર્ણાટકના માલાબારક્ષેત્રમાં પ્રચલિત લોકનાટ્ય છે.
  • થેપ્યુમ નાટક મંદિર પરિસરમાં ખુલ્લા મંચ પર ભજવવામાં આવે છે.
  • તે એક પ્રકારની આનુષ્ઠાનિક પૂજા છે. તેમાં પૂર્વજોની આત્મા અને પ્રકૃતિ પ્રત્યે સન્માન પ્રગટ કરવામાં આવે છે.
  • તેમાં કલાકારો દ્વારા રંગીન પોશાકો, શૃંગાર, આભૂષણો અને અલંકૃત પાઘડીઓ ધારણ કરવામાં આવે છે.
  • થેપ્યુમ પર વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયનો પ્રભાવ રહેલો છે.

ઓટ્ટન થુલાલ (કેરળ)

  • તે નૃત્ય – કાવ્યનું સંયોજન ધરાવતું લોકપ્રિય નાટ્યસ્વરૂપ છે.
  • તેની શરૂઆત 18મી સદીમાં મલયાલમી કવિ કુચન નંબિયારે કરી હતી.
  • આ નાટ્યકળાની મુખ્ય વિશેષતાઓ : મહોરાનો પ્રયોગ, આધુનિક શૃંગાર વગેરે.

મુડિયેટ્ટુ (કેરળ)

  • તે કેરળનું પરંપરાગત લોકનાટ્ય છે.
  • કેરળનાં કાલી મંદિરોમાં ભજવાતાં આ નાટકમાં વિષયવસ્તુ તરીકે દેવી ભદ્રકાળી દ્વારા અસુર દારિકા પર વિજયને દર્શાવવામાં આવે છે.
  • તેમાં કલાકારો દ્વારા ઘેરા શૃંગાર કરવામાં આવે છે.

વિલૂપાટુ (તામિલનાડુ)

વિલૂપાટુ (તામિલનાડુ)

તેરુક્કુટ્ટુ (તામિલનાડુ)

તેરુક્કુટ્ટુ (તામિલનાડુ)

ભારતનાં અન્ય લોકનાટ્યો

ભારતનાં અન્ય લોકનાટ્યો

Leave a Comment

error: Content is protected !!