
Bharatni yuddhkala (Marshal arts) – sankrutik varso – સાંસ્કૃતિક વારસો
ભારતની યુદ્ધકળા (માર્શલ આર્ટ્સ)
- પ્રાચીનકાળથી ભારતમાં “માર્શલ આર્ટ્સ” એટલે કે “યુદ્ધ કે લડાઈ” માટેની રમત પ્રખ્યાત છે.
- પ્રાચીન સમયમાં માર્શલ આર્ટ્સ લડાઈના મેદાનમાં ઉપયોગમાં લેવા માટે કરવામાં આવતું, પરંતુ હાલના સમયે તે રીતિ-રિવાજોના ભાગરૂપે, પ્રદર્શનકળા તરીકે, શારીરિક સ્વસ્થતા કે સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાય છે.
- માર્શલ આર્ટ્સ (યુદ્ધકળા)ને નૃત્ય, યોગ અને પ્રદર્શનકારી કળા સાથે સંબંધ છે.
- તે નિશ્ચિત નિયમ પર આધારિત છે. જેમાં વ્યક્તિની શારીરિક ચપળતા અને કુશળતાની અભિવ્યક્ત થાય છે.
- ભારતની કેટલીક યુદ્ધકળાનો પરિચય નીચે મુજબ છે :
સિલામ્બમ (તામિલનાડુ)
- તે તામિલનાડુની પ્રચલિત યુદ્ધકળા છે જેમાં લાકડી (વાંસ)નો કરતબ દર્શાવાય છે.
- સિલામનો અર્થ “પર્વત” અને બામ એ “વાંસના એક પ્રકાર પેરામ્બુ” પરથી આવેલો શબ્દ છે.
- આ યુદ્ધકળાને પાંચ, ચોલ, ચેર વંશના શાસકોએ સંરક્ષણ અને પ્રોત્સાહન આપ્યું હતું.
- ઈ.સ. 2જી સદીના તામિલ સાહિત્યના “શિલપ્પાદિકારમ” ગ્રંથમાં તેનો ઉલ્લેખ છે.
- તેમાં લાંબા વાસની લાકડી “લડાઈ અને સ્વરક્ષણ” એમ બંને બાબતમાં ઉપયોગમાં લેવાય છે.
- સિલામ્બમમાં મોટા ટોળાને વિખેરવાની અથવા તેમના દ્વારા ફેલાયેલા પથ્થરોની દિશા બદલવાની તાલીમ, બાજપ્રહાર, સર્પપ્રહાર અને બંદરપ્રહાર જેવી તાલીમ પણ અપાય છે.
જાણવા જેવું
- સિલામ્બમના પ્રણેતા તરીકે સંત અગત્સ્ય અને ભગવાન મુરુગન મનાય છે.
- તામિલનાડુની અન્ય એક યુદ્ધકળા “વરમા કલાઈ” છે.
કલારિપયટ્ટુ (કેરળ)
- તેને ભારતની સૌથી જૂની યુદ્ધકળા તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉદ્ભવ ઈ.સ. 4થી સદીમાં કેરળમાં થયો હતો. છે.
- “કલારિ” એક મલયાલી શબ્દ છે જેનો અર્થ “તાલીમકેન્દ્ર” કે “વ્યાયામશાળા” થાય છે.
- એક માન્યતા મુજબ ભગવાન પરશુરામ દ્વારા આ કળા શીખવાડવામાં આવતી હતી.
- સંગમ સાહિત્યમાં પણ આ યુદ્ધશૈલીનો ઉલ્લેખ છે.
- તેમાં હથિયાર અને હથિયારવિહીન એમ બંને પ્રકારની લડાઈનો સમાવેશ થાય છે.
- કેરળનું કથકલી નૃત્ય એ આ માર્શલ આર્ટ્સ સાથે સંકળાયેલું છે.
- ક્લારિપયટ્ટુની મહત્ત્વપૂર્ણ વિશેષતા પગનું સંચાલન છે. તેમાં ખુલ્લા હાથોની લડાઈ, લાકડી કે ધાતુનાં હથિયારો અથવા તલવારથી લડાઈ, શારીરિક કસરત વગેરેનો સમાવેશ થાય છે. હાલમાં મહિલાઓ પણ આ યુદ્ધકળામાં ભાગ લે છે.
- વર્તમાનમાં પરંપરાગત ઉત્સવો અને ધાર્મિક તહેવારો પર તેનું પ્રદર્શન કરવામાં આવે છે.
જાણવા જેવું
- “અશોકા” અને “ધ મિથ” જેવી ફિલ્મોમાં કલારિપયટ્ટુ યુદ્ધકળા જોવા મળી હતી.
- ઈ.સ. 2016માં પૂણે ખાતે આયોજિત ભારત-ચીન સંયુક્ત યુદ્ધાભ્યાસમાં કલારિપયટ્ટનો સમાવેશ થયો હતો.
મર્દાની ખેલ
- તે મહારાષ્ટ્ર રાજ્યનું પરંપરાગત માર્શલ આર્ટ છે. જે કોલ્હાપુર જિલ્લામાં વધારે પ્રખ્યાત છે.
- તેનો વિકાસ ઈ.સ. 15-16મી સદીમાં મરાઠા શાસન દરમિયાન થયો હતો. શિવાજી મહારાજ, તાનાજી, મલુસરે વગેરે મર્દાની ખેલના પ્રખ્યાત લડવૈયા હતા.
- તે પટ્ટા (તલવાર) અને વિટ્ટા (દોરડાવાળો ભાલો)ના ઉપયોગ માટે પ્રખ્યાત
- મર્દાની ખેલમાં મુખ્યત્વે હથિયારોનો કુશળતાપૂર્વક ઉપયોગ થાય છે.
પરી-ખાંડાં
- તે બિહારના રાજપૂત સમુદાય દ્વારા સંરક્ષિત માર્શલ આર્ટ્સ છે.
- “પરી” એટલે “ઢાલ” અને “ખાંડાં” એટલે “તલવાર“. આમ, તેમાં તલવાર અને ઢાલ બંનેનો ઉપયોગ થાય છે.
- પરી-ખાંડાંને બિહારના છઉ નૃત્યનો આધાર માનવામાં આવે છે.
થોડા (હિમાચલ પ્રદેશ)
- તે હિમાચલ પ્રદેશની યુદ્ધકળા છે. તેનો ઉદ્ભવ કુલ્લુમાં થયો હોવાનું મનાય છે.
- “થોડા યુદ્ધકળા“માં ધનુષ અને તીરનો પ્રયોગ થાય છે.
- વૈશાખી અને અન્ય શુભ તહેવારો પર તેનું પ્રદર્શન કરવામાં આવે છે.
- થોડા યુદ્ધકળામાં બે જૂથો હોય છે. એક જૂથને “પાશી” અને બીજા જૂથને “સાથી” કહેવામાં આવે છે. તેમાં ભાગ લેનારા લોકો સફેદ કપડાં પહેરે છે.
ગતકા (પંજાબ)
- “ગતકા” એ સંસ્કૃત શબ્દ “ગદા” પરથી આવેલો છે.
- “ગતકા” એ પંજાબના શીખો દ્વારા પ્રદર્શિત કરાતું માર્શલ આર્ટ્સ છે.
- સામાન્ય રીતે, તેમાં તલવાર અને લાકડીથી લડાઈ થાય છે. ઉપરાંત ખાંડા, કટાર, ઢાલ, કિરપાણ વગેરેનો પણ ઉપયોગ થાય છે.
- તહેવારો અને મેળાઓમાં વ્યક્તિગત અથવા બે-ચાર વ્યક્તિઓના જૂથમાં ગતકાનું પ્રદર્શન કરવામાં આવે છે.
થાંગ-ટા અને સરિત સરક (મણિપુર)
- તે બંને મણિપુરની પ્રાચીન યુદ્ધકળાઓ છે. થાંગ ટાં “સશસ્ત્ર” અને સરિત સરક “નિઃશસ્ત્ર” યુદ્ધ છે.
- “થાંગ” એટલે “તલવાર” અને “ટા” એટલે “ભાલો“. આમ, થાંગ-ટામાં તલવાર, ભાલા જેવા હથિયારોનો ઉપયોગ થાય છે.
- થાંગ-ટા માર્શલ આર્ટ એ મણિપુરના અતિપ્રાચીન માર્શલ આર્ટ “હુએન લાંગલોન“નું શુદ્ધ સ્વરૂપ છે. તે મૈતી સમુદાયમાં પ્રચલિત છે.
- સરિત સરકમાં હાથથી લડાઈ થાય છે.
પૈકા અખાડા (ઓડિશા)
- તે ઓડિશાની પ્રચલિત યુદ્ધકળા છે.
- “પાઈકા“નો અર્થ પાયદળ અને “અખાડા” એટલે “અભ્યાસ માટેનો ખંડ“.
- તેમાં ખાંડા, પટ્ટા, લાકડી અને અન્ય હથિયારોનો ઉપયોગ થાય છે.
- દશેરા અને અન્ય ઉત્સવો સમયે તેનું પ્રદર્શન કરવામાં આવે છે.
ચેઈબી ગદ-ગા (મણિપુર)
- તે મણિપુરની અતિપ્રાચીન યુદ્ધકળા છે.
- તેમાં તલવાર અને ઢાલનો ઉપયોગ કરવામાં આવે છે.
- વર્તમાનમાં ચામડાનું આવરણ ધરાવતી લાકડી અને ઢાલનો પણ ઉપયોગ થાય છે.
- આ યુદ્ધકળામાં ચપળતા, સ્ફૂર્તિ, તાકાત અને કૌશલ્યની જરૂર પડે છે.
લાઠી (પંજાબ, પશ્ચિમ બંગાળ)
- તે સમગ્ર ભારતમાં જોવા મળતી પ્રાચીન યુદ્ધકળા છે.
- પરંતુ પંજાબ, પશ્ચિમ બંગાળ તેમ જ બાંગ્લાદેશના ગ્રામીણ ક્ષેત્રોમાં આજે પણ લાઠી ખેલ લોકપ્રિય છે.
- લાઠી (લાકડી) એ દુનિયાનું સૌથી જૂનું હથિયાર છે.
- લાઠી ખેલમાં ઘણી વખત લાઠીના છેડે ધાતુઓનો પણ ઉપયોગ થાય છે.
મલ્લ યુદ્ધ (સમગ્ર ભારત)
- મલ્લુ યુદ્ધ, એ ભારતસહિત દક્ષિણ એશિયાના દેશો (બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ)માં પ્રખ્યાત કુસ્તી કે દ્વંદ્વ યુદ્ધની કળા છે.
- તે હિંદુ દેવતા અને મહાન લડવૈયાઓનાં નામ પરથી ચાર શૈલીમાં વિભાજિત થાય છે : હનુમંતી શૈલી, જાંબુવતી શૈલી, જરાસંઘી શૈલી, ભીમસેની શૈલી.
મુષ્ટિ યુદ્ધ (ઉત્તર પ્રદેશ)
- “મુષ્ટિ” નો અર્થ મુઠ્ઠી થાય છે. આ યુદ્ધકળામાં મુઠ્ઠીની મદદથી પ્રતિસ્પર્ધી પર પ્રહાર કરવામાં આવે છે.
- એવું માનવામાં આવે છે કે ઈ.સ. ત્રીજી સદીમાં ઉત્તર પ્રદેશના વારાણસીમાં આ યુદ્ધકળાનો ઉદ્ભવ થયો હતો.
- તે મુક્કેબાજી (બોક્સિંગ)નું એક પરંપરાગત સ્વરૂપ છે.
- આ યુદ્ધકળામાં સુરક્ષા માટે કોઈ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવતો નથી.
- “મુષ્ટિ” અને “મલ્લ” યુદ્ધને એકબીજાને સમાન માનવામાં આવે છે.
કુટ્ટુ વરિસાઈ (દક્ષિણ ભારત)
- “કુટ્ટુ વરિસાઈ” નો અર્થ “નિઃશસ્ત્ર લડાઈ” એવો થાય છે.
- તે મુખ્યત્વે તામિલનાડુમાં પ્રચલિત છે અને સંગમ સાહિત્યમાં તેનો ઉલ્લેખ છે.
- તેમાં પ્રતિસ્પર્ધીને પકડવા, ફસાવવા, પ્રહાર કરવો જેવી પદ્ધતિનો સમાવેશ થાય છે.
- તેમાં હાથી, વાઘ, સાપ, બાજ, વાંદરો વગેરે જેવી પશુ આધારિત અનેક શૈલીઓનો પ્રયોગ કરવામાં આવે છે.
અન્ય જાણીતા માર્શલ આર્ટ્સ

