ભૂમિસ્વરૂપો | Bhumisvarupo

અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 11. ભૂમિસ્વરૂપો | Bhumisvarupo ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.

Table of Contents

ભૂમિસ્વરૂપો સ્વાધ્યાય | Bhumisvarupo swadhyay

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

  1. ભૂમિ સ્વરૂપ કોને કહેવાય ?
    • ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠનાં વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા, વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને “ભૂમિસ્વરૂપ” કહેવામાં આવે છે.
  2. પર્વત એટલે શું ? તેના મુખ્ય પ્રકારો કયા છે ?
    • પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા-નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરોરૂપે ઊંચે ઊપસેલો હોય.
    • નિર્માણક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે :
      1. ગેડ પર્વત,
      2. ખંડ પર્વત,
      3. જ્વાળામુખી પર્વત અને
      4. અવશિષ્ટ પર્વત.
  3. ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.
    • ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે; જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહિ એવો સમથળ ભૂમિભાગ હોય છે.

2. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો :

  1. ભારતનો સાતપુડા ……….. પ્રકારનો પર્વત છે.
    • ગેડ
    • ખંડ
    • જ્વાળામુખી
    • અવશિષ્ટ
  2. ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ……….. ઉચ્ચપ્રદેશ કહે છે.
    • આંતર-પર્વતીય
    • પર્વત-પ્રાંતીય
    • ખંડીય
    • આપેલ પૈકી એક પણ નહિ
  3. સરેરાશ સમુદ્રસપાટીથી ……….. ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.
    • આશરે 900 મીટરથી વધુ
    • આશરે 300 મીટરથી વધુ
    • આશરે 280 મીટરથી વધુ
    • આશરે 180 મીટર સુધીની
  4. વાંગહોનું મેદાન ……….. પ્રકારનું મેદાન છે.
    • ઘસારણ
    • નિક્ષેપણ
    • સંરચનાત્મક
    • આપેલ પૈકી એક પણ પ્રકારનું નહિ

3. મને ઓળખી કાઢો :

  1. હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું. ………..
    • અખાત
  2. મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. ………..
    • ભૂશિર
  3. હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું. ………..
    • ટાપુ
  4. હું બે જળવિસ્તારોને જોડું છું. ………..
    • સામુદ્રધુની
  5. મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે. ………..
    • દ્વીપકલ્પ

4. ટૂંક નોંધ લખો :

(1) ખંડ પર્વત

ખંડપર્વત
ખંડપર્વત
  • સામાન્ય રીતે મંદ ભૂ-સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂ-ભાગ “ખંડ પર્વત” કહેવાય છે.
  • જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને ‘હોસ્ટ પર્વત’ પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરિ, સાતપુડા, વિધ્ય વગેરે ખંડ પર્વતો છે.
  • ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂ-સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે.

(2) ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ

  • ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ નીચે પ્રમાણે છે :
  • લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે.
  • પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કીમતી ખનીજો મળી આવે છે. દા. ત., ભારતના છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે.
  • ઉચ્ચપ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે.
  • કેટલાક ઉચ્ચપ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે.

(3) નિક્ષેપણનું મેદાન

  • નિક્ષેપણનાં મેદાનો બે રીતે બને છે :
  • નદીના કાપનાં મેદાનો : નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે. આ રીતે નદીકિનારે કાંપનાં મેદાનો બને છે.
  • ભારતમાં ગંગા-યમુનાનાં મેદાનો, ઉત્તર ચીનમાં દ્વાંગહોનું મેદાન, ઈટલીમાં પૉ નદી વડે બનેલું લોમ્બાર્ડનું મેદાન કાંપનાં મેદાનોનાં ઉદાહરણો છે.
  • સરોવરનાં મેદાનો : કેટલીક નદીઓ સરોવરોને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહનાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પુરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઈમ્ફાલ તળપ્રદેશ સરોવરનાં મેદાનો છે.
    • (નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલ મેદાન “મુખત્રિકોણ પ્રદેશનું મેદાન” કહેવાય છે.
    • પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોજનું કોઈ અવરોધ આવતાં કે પવનની ગતિ ધીમી પડતાં પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને “લોએસનું મેદાન” (Loess Plain) કહે છે.)

(4) મેદાનનું મહત્ત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો.

  • ફળદ્રુપ મેદાનો માનવવસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ-ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે.
  • સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે.
  • મેદાનપ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરો વિકસ્યાં છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેતપેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.

Bhumisvarupo PDF download

ભૂમિસ્વરૂપો
(PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.)

Other Chapter PDF Download

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
10પૃથ્વીનાં આવરણો
09આપણું ઘર : પૃથ્વી
08ભારતવર્ષની ભવ્યતા
07ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ

FAQ’s About ભૂમિસ્વરૂપો | Bhumisvarupo

ભૂમિ સ્વરૂપ કોને કહેવાય ?

ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠનાં વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા, વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને “ભૂમિસ્વરૂપ” કહેવામાં આવે છે.

પર્વત એટલે શું ? તેના મુખ્ય પ્રકારો કયા છે ?

પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા-નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરોરૂપે ઊંચે ઊપસેલો હોય.
નિર્માણક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે :
ગેડ પર્વત,
ખંડ પર્વત,
જ્વાળામુખી પર્વત અને
અવશિષ્ટ પર્વત.

ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.

ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે; જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહિ એવો સમથળ ભૂમિભાગ હોય છે.

ભારતનો સાતપુડા ……….. પ્રકારનો પર્વત છે.

ખંડ

ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને ……….. ઉચ્ચપ્રદેશ કહે છે.

આંતર-પર્વતીય

સરેરાશ સમુદ્રસપાટીથી ……….. ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.

આશરે 180 મીટર સુધીની

વાંગહોનું મેદાન ……….. પ્રકારનું મેદાન છે.

નિક્ષેપણ

હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું.

અખાત

મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે.

ભૂશિર

હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું.

ટાપુ

હું બે જળવિસ્તારોને જોડું છું.

સામુદ્રધુની

મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે.

દ્વીપકલ્પ

ખંડ પર્વત વિશે ટૂંક નોંધ

સામાન્ય રીતે મંદ ભૂ-સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂ-ભાગ “ખંડ પર્વત” કહેવાય છે.
જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને ‘હોસ્ટ પર્વત’ પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરિ, સાતપુડા, વિધ્ય વગેરે ખંડ પર્વતો છે.
ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂ-સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે.

ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ

ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ નીચે પ્રમાણે છે :
લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે.
પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કીમતી ખનીજો મળી આવે છે. દા. ત., ભારતના છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે.
ઉચ્ચપ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે.
કેટલાક ઉચ્ચપ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે.

નિક્ષેપણનું મેદાનવિશે ટૂંક નોંધ

નિક્ષેપણનાં મેદાનો બે રીતે બને છે :
નદીના કાપનાં મેદાનો : નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે. આ રીતે નદીકિનારે કાંપનાં મેદાનો બને છે.
ભારતમાં ગંગા-યમુનાનાં મેદાનો, ઉત્તર ચીનમાં દ્વાંગહોનું મેદાન, ઈટલીમાં પૉ નદી વડે બનેલું લોમ્બાર્ડનું મેદાન કાંપનાં મેદાનોનાં ઉદાહરણો છે.
સરોવરનાં મેદાનો : કેટલીક નદીઓ સરોવરોને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહનાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પુરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઈમ્ફાલ તળપ્રદેશ સરોવરનાં મેદાનો છે. (નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલ મેદાન “મુખત્રિકોણ પ્રદેશનું મેદાન” કહેવાય છે.
પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોજનું કોઈ અવરોધ આવતાં કે પવનની ગતિ ધીમી પડતાં પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને “લોએસનું મેદાન” (Loess Plain) કહે છે.)

મેદાનનું મહત્ત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો.

ફળદ્રુપ મેદાનો માનવવસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ-ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે.
સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે.
મેદાનપ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરો વિકસ્યાં છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેતપેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

2 thoughts on “ભૂમિસ્વરૂપો | Bhumisvarupo”

Leave a Comment

error: Content is protected !!