તાલુકા (04)
તાલુકા (04) |
---|
બોટાદ |
સ્વામીના ગઢડા |
બરવાળા |
રાણપુર |
તાલુકા યાદ રાખવાની ટ્રીક


મુખ્ય મથક : બોટાદ
ઉપનામ : સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર
બોટાદ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન
જિલ્લાની સીમા
- ઉત્તર : સુરેન્દ્રનગર અને અમદાવાદ
- દક્ષિણ : અમરેલી
- પૂર્વ : ભાવનગર
- પશ્ચિમ : રાજકોટ
જિલ્લાની રચના
બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા.
ભૌગોલિક સ્થાન
- 22° 13′ ઉત્તર અક્ષાંશથી 71°41′ પૂર્વ રેખાંશ
સામાજિક, આર્થિક સર્વેક્ષણ : 2021-2022 મુજબ
કુલ ક્ષેત્રફળ : 2564 (ચો.કી.મી.)
કુલ વસ્તી : 6,52,526
સાક્ષરતા : 73.1 ટકા
વસ્તી ગીચતા : 255 ચો.કિમી. (એક ચો.કિ.મી. દીઠ વ્યક્તિઓ)
જાતિ પ્રમાણ : 964 (1000 પુરૂષો દીઠ મહિલાઓ)
ઈતિહાસ
- મહારાજા તખતસિંહજી ના શાસનકાળ દરમિયાન બોટાદ એ ભાવનગર રાજ્યનો મહત્ત્વનો મહાલ ગણાતું.
- ઈ.સ.1973માં ભાવનગર રાજ્ય તરફથી બોટાદમાં દવાખાનું ખોલવામાં આવ્યું હતું.
- વિકાસની દૃષ્ટિએ ભાવનગર-વઢવાણ રેલવે લાઈન વાયા બોટાદ નાંખવામાં આવી હતી.
- બોટાદમાં મ્યુનિસિપાલિટીની રચના ભાવસિંહજી બીજાના સમયમાં થઈ હતી.
- કૃષ્ણકુમારસિંહજીના સમયમાં ઘણા સુધારા – વધારા બોટાદમાં કરવામાં આવ્યાં હતા.
- બોટાદ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. અહીં સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો તથા અનેક અમર કૃતિઓની રચના કરી હતી.
- સૌરાષ્ટ્રનું માતબર અખબાર “ફુલછાબ” જ્યારે રાણપુરથી પ્રસિદ્ધ થતું હતું તે સમયે ઝવેરચંદ મેઘાણી તેના તંત્રી હતા.
- આ ઉપરાંત માનવ સંબંધોના ગાયક કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન છે. “જનની જોડ સખી નહીં જડે રે લોલ” એ અમરકૃતિની રચના અહીં થયેલી છે.
- ગુજરાતના સર્વશ્રેષ્ઠ જાદુગર મહમદ છેલ બોટાદમાં થઈ ગયેલ છે. જેણે સ્ટેજ ઉપર નહિ પરંતુ ભૂમિ ઉપર લોકોની વચ્ચે જે તે સ્થળે જાદુના અદ્ભુત પ્રયોગો કર્યા હતા.
- ગઢડાનું પ્રાચીન નામ ગઢપુર હતું.
ભૂગોળ
નદીઓ
નદીઓ | સુકભાદર, કેરી, ઘેલો, કાળુભાર, નીલકા, ગોમા |
નદી કિનારે વસેલા શહેરો
- બોટાદ : ઉતાવળી નદીના કિનારે
- રાણપુર તાલુકામાં – સુખભાદર નદી વહે છે
- સ્વામીના ગઢડામાં ઘેલો નદી વહે છે
- ભીમનાથ મહાદેવનું મંદિર નીલકા નદી કિનારે
સિંચાઈ યોજનાઓ
સિંચાઈ યોજનાઓ | નદી | તાલુકા |
---|---|---|
ભાડલા ડેમ | સુખભાદર નદી | રાણપુર |
કાળુભાર ડેમ | કાળુભાર નદી | ગઢડા |
ખાંભડા ડેમ | ઉતાવળી નદી | બરવાળા |
ઉદ્યોગ
- બોટાદમાં સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે. ક્વોરી ઉદ્યોગ, ઊન-ખાદી ઉદ્યોગ, બેરિંગ ઉદ્યોગ વગેરે ઉદ્યોગ વિકાસ પામ્યા છે.
ખનીજ
- અહીં કેલ્સાઈટ મળી આવે છે.
ખેતી
- મુખ્યપાક કપાસ, બાજરી, તલ, જુવાર, ઘઉં, જવ
- બોટાદ ગુજરાતમાં જામફળની ખેતીમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
- આ ઉપરાંત બોટાદમાં ઘઉં, જુવાર, બાજરી, ડુંગળી, મગફળી, ડાંગર, કપાસ, શાકભાજી વગેરેની ખેતી પણ કરવામાં આવે છે.
- વર્ષ 2016-17 દરમિયાન બોટાદ જિલ્લામાં ફળોનું ઉત્પાદન 16130 મેટ્રિક ટન હતું.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
- બોટાદમાંથી નેશનલ હાઈવે પસાર થતો નથી.
સાંસ્કૃતિક વારસો
વિદ્યાપીઠ / યુનિવર્સિટી
- નૂતન ગ્રામ વિદ્યાપીઠ : સ્વામીના ગઢડા
- જે.સી. કુમારાપ્પા ગ્રામ વિદ્યાપીઠ – સ્વામીના ગઢડા
મંદિરો
- કષ્ટભંજનદેવ મંદિર : સાળંગપુર
- સ્વામિનારાયણ મંદિર : ગઢડા
- ભીમનાથ મહાદેવ
લાયબ્રેરી
- તખ્તસિંહજી લાયબ્રેરી
મહત્વના સ્થળો અને તેની વિશેષતાઓ
બોટાદ
- બોટાદ, જિલ્લાનું મુખ્ય મથક છે.
- વઢવાણની માફક બોટાદને પણ “સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર” ગણવામાં આવે છે.
- બોટાદ ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.
- દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન બોટાદમાં થાય છે.
- “સૌંદર્યદર્શી” તરીકે ઓળખાતા દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ બોટાદમાં થયો હતો.
- બોટાદની નજીક મુસ્લિમ સંત પીર હમીરખાનનું સ્થાનક અને કબર આવેલી છે.
- બોટાદ જિલ્લાનાં કુંડળ ખાતે શનિદેવ મંદિર આવેલું છે. અહીં પ્રગટાવવામાં આવેલ અખંડ જ્યોત શનિ શિંગળાપુરથી ચાલતાં ચાલતાં લાવવામાં આવેલી છે.
ભીમનાથ મહાદેવ
- ભીમનાથ ગામ પાસેથી પસાર થતી નીલકા નદીના કાંઠે આવેલા આ પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરની ઉત્પત્તિ બાબતે એક લોકવાયકા પ્રચલિત છે.
- આશરે 5000 વર્ષ જૂના આ સ્થળે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આવ્યા હતા અને અહીં આવેલા વરખડીના વૃક્ષ નીચે ભીમે શિવલીંગની સ્થાપના કરી હતી. હાલમાં પણ આ પાંચ હજાર વર્ષ જૂનું વૃક્ષ હયાત છે. ભારત વર્ષમાં આ એકમાત્ર શિવાલય શિખર વિનાનું છે.
- ભીમનાથ મહાદેવના મંદિર ઉપર દર શ્રાવણી અમાસે બાવન ગજની ધજા ચડે છે.
સ્વામીના ગઢડા
- સ્વામીના ગઢડા ઘેલા નદીના કિનારે આવેલું છે.
- અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થસ્થળ આવેલું છે.
- સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થધામ ગઢપુર એટલે હાલનું શ્રી ગોપીનાથજીદેવ મંદિર ટ્રસ્ટ, ગઢડા
- બોટાદ જિલ્લાનું મુખ્ય તીર્થધામ એટલે ગઢડા સ્વામિનારાયણ મંદિર.
- ગઢડામાં મંદિર બાંધવા માટે જમીન દાદા ખાચરના દરબાર દ્વારા દાન કરવામાં આવી હતી.
- ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર કુલ 49 વર્ષ રહેલ તેમાંથી 30 વર્ષ ગઢડામાં રહેલાં હતાં.
- ભગવાન સ્વામિનારાયણ ગઢડાને પોતાની કર્મભૂમિ બનાવીને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી પોતાના હાથે છ મંદિરોના નિર્માણ કર્યા.
સાળંગપુર
- બોટાદ જિલ્લાના સાળંગપુર ગામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીનું મંદિર આવેલું છે.
- કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
- સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામના લોકોની હાલત અને ગામની દુર્દશાની વાત ગોપાલનંદ સ્વામીને કરી.
- ગોપાલનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
- સાળંગપુર ગામમાં જીવા ખાચરનો દરબાર પણ આવેલો છે.
- નારાયણ કુંડ અહીંના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
રાણપુર
- રાણાજી ગોહિલ દ્વારા ઈ.સ. 1310 માં ભાદર અને ગોમા નદી કિનારે રાણપુરની સ્થાપના કરવામાં આવી હતી. કુમારપાળ દેસાઈ અને સમાજ સુધારક પૂર્ણિમાબેન પકવાસાનો જન્મ રાણપુરમાં થયો હતો.
વેજલકા
- સિંધુ સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ અહીં સ્થિત છે.
- વેજલકા રાણપુર તાલુકામાં આવેલું છે.
બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર
- અહીંયા સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન ભારતીય નાગર શૈલીનું અદ્ભુત નમૂનારૂપ સ્થાપત્ય છે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારક પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયાં હતાં. તેમનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું.
પાળિયાદ (વિહળધામ)
- પાળિયાદ ગામ જિલ્લા મથક બોટાદથી અંદાજિત 15 કિલોમીટરના અંતરે ગોમા નદી કિનારે વસેલું છે.
- પાળિયાદમાં વિસામણ બાપુની જગ્યા આવેલી છે.
- આપા વિસામણજી નામના સંતે તે સમયે પાળિયાદમાં અન્નક્ષેત્ર શરૂ કરેલું. તેમના પછી તેમના વારસદાર ઉનડ બાપુ પણ આજુબાજુના લોકોમાં પૂજનીય હતાં.
- પાળિયાદમાં સોનગઢના આપા જીવા ભગતની સમાધિ આવેલી છે. જ્યાં સૌરાષ્ટ્રભરનાં કાઠી લોકો દર્શનાર્થે આવે છે.
- જીવા ભગતના માનમાં ભાદરવા સુદ-બીજના દિવસે કામખીયા નામનો મેળો ભરાય છે.
મહાન વિભૂતિઓ
- દામોદર ખુશાલદાસ બોટાદકાર – બોટાદ – ગુજરાતી કવિ
- મોહમ્મદ માંકડ – પાળિયાદ – સાહિત્યકાર – કૃતિ : કેલિડોસ્કોપ
- ઝવેરચંદ મેઘાણીનું મૃત્યુ બોટાદમાં થયું હતું.
- બોટાદમાં દર વર્ષે મેઘાણી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
- કુમારપાળ દેસાઈ – રાણપુર
અન્ય
- વઢવાણની જેમ બોટાદને પણ “સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર” ગણવામાં આવે છે.
- બરવાળામાં તલવારની મૂંઠ (હેન્ડલ) બનાવવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
1 thought on “Botad | બોટાદ”