Computer na Input sadhano

કોમ્પ્યુટરના ઈનપુટ સાધનો

કમ્પ્યૂટર હાર્ડવેર

જે ભાગને જોઈ શકાય તેમજ સ્પર્શ કરી શકાય તેને ‘હાર્ડવેર’ કહેવાય છે.

કમ્પ્યૂટર હાર્ડવેરના મુખ્ય વિભાગ :

• ઈનપુટ વિભાગ
• આઉટપુટ વિભાગ
• પ્રોસેસિંગ વિભાગ
• પાવર સપ્લાય વિભાગ
• મેમરી વિભાગ


• ઈનપુટ વિભાગ

• ડેટા તથા સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે તેને ઈનપુટ કહેવાય છે.
• ઈનપુટને ગુજરાતીમાં નિવેશ કહે છે.
• ડેટા તથા સૂચનાઓને કમ્પ્યૂટરમાં દાખલ કરવા માટે વપરાતા સાધનને ‘ઈનપુટ ડિવાઈસ’ કહે છે.


કીબોર્ડ :

Computer keyboard

• કીબોર્ડ સૌથી વધારે પ્રચલિત અને સાધારણ રીતે વધારે વપરાતું ઈનપુટ ડિવાઈસ છે.
• કીબોર્ડનો ઉપયોગ મુખ્યત્વે ટાઈપ કરવા તથા કમ્પ્યૂટરને આદેશ આપવા માટે થાય છે.
• કીબોર્ડમાં Alphabetic Key : A,B,C…….
• A to Z અક્ષરોની ગોઠવણીના આધારે પ્રકાર :

• QWERTY
• DVORAK
• AZERTY

• કીબોર્ડમાં Numerical Key : 0 થી 9
• કીબોર્ડમાં Function Key : F1 થી F12
• કીબોર્ડમાં Symbol Key : +, -, $, *,@ વગેરે….


Cursor Control Key :

• Home Key : કર્સરને શરૂઆતમાં લઈ જવા માટે
• End Key : કર્સરને અંતમાં લઈ જવા માટે
• Page Up Key : એક પેજ ઉપર જવા માટે
• Page Down Key : એક પેજ નીચે જવા માટે


Speclal Key :

• Enter Key : પ્રવેશવા માટે / નિર્દેશોનું અમલીકરણ કરાવવા માટે
• ESC (Escape) Key : અટકાવવા માટે, કીબોર્ડની પ્રથમ કી
• SPACEBAR Key : જગ્યા છોડવા માટે, કીબોર્ડની સૌથી મોટી કી
• TAB (Tabulation) key : એક સાથે પાંચ જગ્યા છોડવા માટે
• Delete Key : જમણી બાજુનું લખાણ ભૂંસવા માટે
• Backspace Kay : ડાબી બાજુનું લખાણ ભૂંસવા માટે
• Prt Scr (Print Screen) key : સ્ક્રીનશોટ લેવા માટે
• Num Lock : ઓન હોય ત્યારે સંખ્યાઓ ટાઈપ થઈ શકે છે.
• Scroll Lock : ઓન હોય ત્યારે સ્ક્રીન પર સૂચનાઓ એક સ્થાને ઉભી રહી જાય છે.
• Caps Lock : ઓન હોય ત્યારે અક્ષરો કેપિટલ લેટર્સમાં લખાય છે.
• Modifier Key / Combinational Key : Shift, Ctrl, Alt આ ત્રણેય કી ને એક સાથે પ્રેસ કરવાથી કમ્પ્યુટરમાં ચાલી સહેલા પ્રોગ્રામ બંધ થઈ જાય છે.


માઉસ :

Mouse

• માસ એ પોઈન્ટિંગ ડિવાઈસ છે.
• માઉસના શોધક : Douglas Engolbart
• આઈકોન પર ક્લિક દબાવી રાખી મુવ કરીએ ત્યારે તેને ‘ડ્રેગ એન્ડ ડ્રોપ’ કહેવાય છે.
• માઉસને મઘરબોર્ડ પર આવેલ PS-2 પોર્ટ અથવા USB પોર્ટ સાથે જોડવામાં આવે છે.
• PS : Personal system
• Usb : Universal serial Bus

• માઉસનું સેટિંગ બદલવા માટે ઓપ્શન: Control Panel

• માઉસમાં ત્રણ બટન હોય છે.

1) LMB : Left Mouse Button :
• લેફ્ટ માઉસ બટનથી સિંગલ ક્લિક અને ડબલ ક્લિક કરાય છે.
• સિંગલ ક્લિક સિલેક્ટ કરવા, ડબલ ક્લિક ઓપન કરવા માટે,

2) RMB: Right Mouse Button :
• રાઈટ માઉસ બટનથી Option / Popup Menu ખુલશે.

3) MMB : Middle Mouse Button (Scroll Button)
• સ્ક્રોલ કરવા માટે


ટ્રેકબોલ :

• માઉસની જેમ જ પોઈન્ટિંગ ડિવાઈસ છે.
• RADAR તથા SONAR યંત્રનું સંચાલન કરવા માટે ટ્રેકબોલનો ઉપયોગ થાય છે.
• RADAR: Radio Detection and Ranging
• SONAR: Sound Navigation and Ranging


જોયસ્ટિક :

Joystick

• કમ્પ્યૂટરમાં ગેમ રમવા માટે જોયસ્ટિકનો ઉપયોગ થાય છે.
• જોયસ્ટિકમાં એક Lever (ઉચ્ચાલન) હોય છે. જે બધી જ દિશાઓમાં ફેરવી શકાય છે.
• જોયસ્ટિકમાં મહદઅંશે બે બટન હોય છે, જેને ‘ટ્રિગર’ તરીકે ઓળખવામાં આવે છે.


લાઈટ પેન :

Lightpen

• કમ્પ્યૂટર સ્ક્રીન પર લખાણ લખવા માટે લાઈટ પેનનો ઉપયોગ થાય છે.
• લાઈટ પેનનો ઉપયોગ ડિજિટલ સિગ્નેચર કરવા માટે પણ વપરાય છે.


ડિજિટાઈઝર :

Digitizer

• ડિજિટાઈઝર એટલે કે ગ્રાફિકસ ટેબ્લેટ
• ડિજિટલ ચિત્રો દોરવા માટે ડિજિટાઈઝરનો ઉપયોગ થાય છે.


સ્કેનર :

• પેપર પર રહેલી માહિતી (Hard copy) ને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે સ્કેનરનો ઉપયોગ થાય છે.
• સ્કેનરનું રિઝોલ્યુશન DPI (Dots per Inch) માં માપવામાં આવે છે.
• સામાન્ય સ્કેનરમાં 72 થી 600 DPI સુધીનું રિઝોલ્યુશન મેળવી શકાય છે.
• રિઝોલ્યુશન જેટલું હાઈ હોય તેટલી ઇમેજ વધુ સુંદર મળે છે.
• સ્કેનર કદ અને આકારની દષ્ટિએ જોઈએ તો હાથમાં પકડી શકાય તેવા (Handheld) સ્કેનર, પેપરના પાનાં દાખાલ કરી શકાય તેવાં (Sheet fed) સ્કેનર, સપાટ સ્કેનર (Flatbed Scanner) વગેરે ઉપલબ્ધ છે.


માઇક્રોફોન :

Microphone

• ઓડિયો ઈનપુટ માટે માઈક્રોફોનનો ઉપયોગ થાય છે.


Speech Recognition System :

Speech recognition system

• Speech Recognition System : અવાજને Text માં ફેરવીને ઈનપુટ કરે છે.


વેબ કેમેરા :

Webcam

• વીડિયો ચેટિંગ તથા વેબ બ્રોડકાસ્ટ જેવા કાર્યોમાં વેબ કેમેરાનો ઉપયોગ થાય છે.


BCR : Barcode Reader / Recognition

Barcode reader / recognition

• BCR : બારકોડને રીડ કરીને માહિતી કમ્પ્યૂટરમાં ઈનપુટ કરે છે.
• બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે કે જે UPC (Universal Product Code ) નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે.
• UPC સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડને સ્કેનર વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે.


OMR : Optical Mark Reader / Recognition

OMR : Optical Mark Reader / Recognition

• OMR : કાગળ પરના માર્કને રીડ કરીને કમ્પ્યૂટરમાં ઈનપુટ કરે છે.


OCR : Optical Character Reader/Recognition

OCR : Optical Character Reader / Recognition

• OCR : લખાણને સ્કેન કરીને કમ્પ્યૂટરમાં ASCII કોડમાં ટાઈપ કરે છે.
• ASCII: American Standard Code for Information Interchange


MICR : Magnetic Ink Character Reader / Recognition

MICR : Magnetic ink character reader / Recognition

• MICR : બેંકમાં ચેક નીચે મેગ્નેટિક ઈન્ક વડે લખેલ કોડ રીડ કરીને કમ્પ્યૂટરમાં ઈનપુટ કરે છે.
• ઈન્ક: આર્યન ઓક્સાઈડ


ઈલેકટ્રોનિક કાર્ડ રીડર :

Electronic card reader

• ઈલેકટ્રોનિક કાર્ડ રીડર નાનાં પ્લાસ્ટિક કાર્ડ જેને ઈલેકટ્રોનિક કાર્ડ કહેવામાં આવે છે, તેના ઉપરથી માહિતી વાંચે છે.
• કાર્ડમાંથી ડેટા વાંચીને કમ્પ્યૂટરમાં લઈ જવામાં આવે છે.
• બેન્કના ATM (Automated Teller Machine) કાર્ડ અને ક્રેડિટકાર્ડ આ પ્રકારના પ્લાસ્ટિક કાર્ડ હોય છે. જેમાં કાર્ડધારકની માહિતી લખેલી હોય છે.


સ્પીચ ડિવાઈસ :

• પત્રવ્યવહારમાં શાબ્દિક માહિતીના લાંબા શ્રુતલેખન માટે સ્પીચ ઈનપુટ વપરાય છે.
• આ ઉપરાંત બોલીને કાર્ય કરતાં વાણી ઉપર પ્રક્રિયા કરતી સંપૂર્ણ સ્વયંસંચાલિત પદ્ધતિના વિકાસ માટે પણ સ્પીચ ઈનપુટનો ઉપયોગ થાય છે.
• આ ડિવાઈસના ઉપયોગથી ટાઈપ કરીને, પસંદ કરીને કે સ્કેન કરીને આદેશ આપવાને બદલે બોલીને અવાજ દ્વારા સીધો જ આદેશ આપી શકાય છે.


વિઝન ડિવાઈસ :

• વિઝન (દ્રષ્ટિ) ઈનપુટ રોબોટમાં વપરાય છે. જે પ્લેન ચલાવવા અને શસ્ત્રક્રિયા (સર્જરી) કરવા જેવાં જોખમી કાર્યો કરે છે.
• આ પ્રકારની ઈનપુટ પદ્ધતિ અપંગ અને કમ્પ્યૂટર વાપરવામાં મુશ્કેલી અનુભવતા હોય તેવા લોકો માટે ઉપયોગી છે.
• કેમેરાનો ઉપયોગ પણ ઈનપુટ ડિવાઈસ તરીકે થાય છે. જેમ કે મહેરાની ઓળખ વડે લેપટોપમાં કે મોબાઈલમાં કે ઓફિસમાં સ્વયંસંચાલિત રીતે ઉપયોગતાંની પ્રમાણભૂતતા (સત્યતા) નક્કી કરવામાં આવે છે.
• વિઝન ઈનપુટનો ઉપયોગ QR (Quick Response) કોડને સમજવા માટે અથવા બારકોડને વાંચવા માટે પણ થાય છે.


જાણવા જેવું :

પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઈસ :

• ટાઈપ કરવાના બદલે કમ્પ્યૂટર સ્ક્રીન ઉપરથી અમુક વિગતની સીધી પસંદગી બટન વડે કરી શકાય છે.
• આ પ્રકારનું કાર્ય કરતા સાધનોને “પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઈસ’ કહે છે.
• આ પ્રકારના સેતુને ‘GUI’ (Graphical User Interface) કહેવામાં આવે છે.
• માઉસ, જોયસ્ટિક, લાઈટ પેન, ટચપેડ, ટ્રેકબોલ અને ટચ સ્ક્રીન પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઈસના ઉદાહરણ છે.


આ પોસ્ટમાં કોઈપણ જગ્યાએ ટાઇપીંગની ભૂલ જણાય તો કોમેન્ટ કરી અને અવશ્ય જણાવજો તેથી આપણે એને સુધારી શકીએ.


– Education Vala

Leave a Comment

error: Content is protected !!