કમ્પ્યૂટરના પ્રકાર / Types of Computer
કમ્પ્યૂટરના મુખ્ય બે પ્રકાર – Computer na prakar : be
1) કદના આધારે
2) કાર્યપદ્ધતિના આધારે
કદના આધારે
માઈક્રો કમ્પ્યૂટર
વ્યકિતગત ઉપયોગમાં લેવામાં આવતા કમ્પ્યુટરને માઈક્રો કમ્પ્યૂટર’ કહેવાય છે.
ઉદાહરણ :
- PC (Personal computer)
- લેપટોપ (Notebook Computer)
- અલ્ટ્રાક કમ્પ્યૂટર ( લેપટોપની પાતળી આવૃત્તિ )
- PDA (Personal Digital Assistance) :Handheld Computer
- ટેબ્લેટ ( સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટિબલ ટેબ્લેટ )
- વેરેબલ કમ્પ્યૂટર ( બોડી-બોર્ન કમ્પ્યૂટર )
મીની કમ્પ્યૂટર
ઘણા બધા માઈકો કમ્પ્યૂટરને એકત્ર કરી સંચાલન કરી શકે તેવા કમ્પ્યુટરને ‘મીની કમ્પ્યૂટર’ કહેવાય છે.
મીની કમ્પ્યૂટર એ મુખ્યત્વે સર્વર તરીકે કામ કરે છે.
એક સાથે 10 લોકો મીની કમ્પ્યૂટર પર કાર્ય કરી શકે છે.
મેઇનફેમ કમ્પ્યૂટર
એક સાથે 100 લોકો મેઈનફ્રેમ કમ્પ્યૂટર પર કાર્ય કરી શકે છે.
મેઈનફ્રેમ કમ્પ્યૂટરની સંગ્રહશકિત વિશાળ હોય છે.
રેલ્વે, બેન્ક, ઇન્કમટેકસ વિભાગ વગેરેમાં મેઈનક્રેમ કમ્પ્યૂટર જ વપરાય છે.
મેઈનફ્રેમ કમ્પ્યૂટરની ઝડપ MIPS માં મપાય છે,
MIPS: Millior Instructions per Second
સુપર કમ્પ્યૂટર
સુપર કમ્પ્યૂટર કદમાં ઘણા મોટા અને અત્યંત ઝડપી હોય છે.
હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે સુપર કમ્પ્યૂટર વપરાય છે.
સુપર કમ્પ્યૂટરની ઝડપ FLOPS માં મપાય છે.
FLOPS: Floating Point Operations per Second
મુખ્યત્વે ઓપરેટિંગ સિસ્ટમ : Linux
વિશ્વનું પ્રથમ સુપર કમ્પ્યૂટર – CRAY-1
10 પીટા ફ્લૉપ્સ એટલે કે 10¹⁶ ની ઝડપે કાર્ય કરતું વિશ્વનું સૌપ્રથમ સુપર કમ્પ્યૂટર : K સુપર કમ્પ્યૂટર (જાપાન)
સુપર કમ્પ્યૂટરના જન્મદાતા : સેમોર ક્રે
ભારતનું પ્રથમ સુપર કમ્પ્યૂટર : પરમ 8000
પરમ 8000 પુણેમાં આવેલી C-DAC કંપની દ્વારા બનાવામાં આવ્યું હતું.
C-DAC centre for Development of Advanced Computing
ભારતના સુપર કમ્પ્યૂટરના પિતા : વિજય ભાટકર (પરમ 8000 કમ્પ્યુટર માં યોગદાન બદલ )
વિશ્વનું સૌથી ઝડપી સુપર કમ્પ્યૂટર : ફુગાકું (જાપાન)
હાલ ભારતમાં સૌથી ઝડપી સુપર કમ્પ્યૂટર : પ્રત્યુષ
BARC (Bhabha Atomic Research Center) દ્વારા વિક્સાવેલ સુપર કમ્પ્યૂટર : અનુપમ
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પરમ શિવાય’ સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું છે.
જાણવા જેવું :
ભારતનું પ્રથમ કમ્પ્યુટર : સિદ્ધાર્થ
સિદ્ધાર્થ કમ્પ્યૂટરનું નિર્માણ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થયું હતું.
હાઈ એન્ડ વર્કસ્ટેશન્સ :
મલ્ટીમીડિયા વિનિયોગ જેવા કે એનિમેટેડ મૂવી, 3D મોડેલિંગ, CAD, CAM વગેરેમાં હાઈ એન્ડ વર્કસ્ટેશન્સનો ઉપયોગ થાય છે.
CAD: Computer Aided Design
CAM, Computer Aided Manufacturing
હાઈ એન્ડ વર્કસ્ટેશન્સ માટે પુષ્કળ પ્રમાણમાં પ્રોસેસિંગ પાવર, મેમરી ડિસ્કની જગ્યા, નેટવર્કની બેન્ડવિડથ વગેરેના અસરકારક સંચાલનની જરૂર પડે છે.
કાર્યપદ્ધતિના આધારે
એનાલોગ કમ્પ્યૂટર
એનાલોગ કમ્પ્યૂટર એ સિગ્નલ પર કાર્ય કરે છે.
ઉદાહરણ : સ્પીડોમીટ૨, સિસ્મોગ્રાફ
ભૂકંપની તીવ્રતા માપવા માટે વપરાતું સાધન – સિસ્મોગ્રાફ
ડિજિટલ કમ્પ્યૂટ
ડિજિટલ કોમ્પ્યુટર બાઈનરી સિગ્નલ પર કાર્ય કરે છે.
બાઈનરી અંક 0 તથા 1 છે.
બાઈનરી અંક ( 0 / 1 ) ના શોધક – ગોટફ્રીડ લીબિંઝ
ઉદાહરણ : PC Personal Computer)
હાઈબ્રીડ કમ્પ્યૂટર
એનાલોગ તથા ડિજિલ કમ્પ્યુટરનો સમન્વય છે.
ઉદાહરણ : ECG (Electrocardiogram)
જાણવા જેવું :
ડેસ્કટોપ કમ્પ્યૂટર :
ટેબલ પર રાખી શકાય તેવા કમ્પ્યૂટરને ડેસ્કટોપ કમ્પ્યૂટર કહેવામાં આવે છે.
લેપટોપ કમ્પ્યુટર :
લેપટોપ કમ્પ્યૂટર પાતળા સ્ક્રીન સહિત વજનમાં ઘણાં હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવાં (સૂવાહ્ય-Portable) હોય છે.
તેના નાનાં કદના કારણે તેને નોટબુક કમ્પ્યૂટર પણ કહેવામાં આવે છે.
આજકાલ લેપટોપની એક પાતળી આવૃત્તિ પ્રચલિત થતી જાય છે. જેને અલ્ટ્રાબુક કહેવામાં આવે છે.
પામટોપ કમ્પ્યુટર :
હથેળી પર રાખી કામ કરી શકાય તેવા કમ્પ્યૂટરને પામટોપ કમ્પ્યૂટર કહે છે.
વેરેબલ કમ્પ્યૂટર :
વેરેબલ કમ્પ્યૂટર ‘બોડી-બોર્ન’ કમ્પ્યૂટર તરીકે જાણીતા છે. જે કોઈ વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે.
વેરેબલ કમ્પ્યૂટર ગણતરી કરવા માટેના અતિ બારીક એકમ છે.
વેરેબલ કમ્પ્યૂટર માનવશરીર ઉપર રાખવામાં આવતા હોવાથી ઘણાં નાના અને વજનમાં હલકા હોય છે અને બંગડી (કંકણ -Bracelat), લટકણીયુ (Pendent), ચશ્મા અને અંગૂઠી જેવા સ્વરૂપમાં ઉપલબ્ધ છે.
એક નાની પ્રોગ્રામ ચીપ જેવા ભિન્ન વેરેબલ કમ્પ્યૂટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે વપરાય છે.
સ્લેટ ટેબ્લેટ PC :
સ્લેટ ટેબ્લેટ એવા પ્રકારનું ટેબ્લેટ છે, જેમાં કી-બોર્ડ જોડેલું હોતું નથી. જોકે માંગણી કરવાથી કી-બોર્ડ લગાડી શકાય છે.
કનવર્ટટેબલ ટેબ્લેટ PC :
કનવર્ટટેબલ ટેબ્લેટ PC મૂળભૂત રીતે સ્ક્રીન સાથેનું લેપટોપ કમ્પ્યૂટર છે. જેનો સ્ક્રીન ભંવરકડીની જેમ ફરી શકે છે. (Swivel બે ભાગને જોનારો નકુચો અને કડી જેમાંથી એક ભાગ સ્થિર રહીને બીજો ભાગ ગોળ ફરી સકે છે) અને કી-બોર્ડ ઉપર વળી શકે છે.