ક્રિકેટનો ઈતિહાસ
- જન્મસ્થળ : ઈંગ્લેન્ડ
- ક્રિકેટના પિતા : વિલિયમ ગિલબર્ટ ગ્રેસ
- ઓક્સફર્ડમાં આવેલ “બોદલીઅન પુસ્તકાલય”ની એક હસ્તપ્રતમાં મળતા અહેવાલ પ્રમાણે પાદરી લોકો ક્રિકેટ નામની રમત રમતા હતા.
- અન્ય સ્થળેથી મળતી માહિતી પ્રમાણે 16મી સદીમાં “ગિલ્ડફોર્ડે ગ્રામર સ્કૂલ” ના વિધાર્થીઓ આ રમત રમતા હતા.
- ક્રિકેટનું બાઈબલ : Wisden
- પદ્ધતિસર ક્રિકેટ રમવાની શરૂઆત ઈ.સ. 1700ની આસપાસ થઈ.
- ઈ.સ. 1774માં ક્રિકેટની રમતના નિયમો તૈયાર કરવામાં આવ્યા.
- ઈ.સ. 1787થી આ રમતની લોકપ્રિયતા ખૂબ જ વધવા લાગી અને ઈંગ્લેન્ડના “મેરિલેબોન ક્રિકેટ ક્લબ” (M.C.C.) દ્વારા “લોર્ડ્ઝ ગ્રાઉન્ડ” ની સ્થાપના કરવામાં આવી.
- રમતની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી ઈ.સ. 1909માં “ઈમ્પિરિયલ ક્રિકેટ કાઉન્સિલ” ની સ્થાપના થઈ.
- જેનું પાછળથી “ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ” માં રૂપાંતર થયું.
- જે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરીકે પણ ઓળખાય છે. જેનું ટૂંકું નામ આઈ.સી.સી. છે.
- આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા છે.
ICC : (International Cricket Council)
- ICC : International Cricket Council
- સ્થાપના : 1909
- મુખ્યાલય : દુબઈ (UAE)
- ચેરમેન :
ભારતમાં ક્રિકેટનો ઈતિહાસ
ભારતમાં ક્રિકેટના ઈતિહાસમાં પારસીઓએ અગત્યનો ભાગ ભજવ્યો હતો.
ભારતમાં વિવિધ ક્રિકેટ ક્લબની સ્થાપના
ઈ.સ. | વિવિધ ક્રિકેટ ક્લબ |
---|---|
ઈ.સ. 1848 | પારસીઓએ “ઓરિએન્ટ ક્લબ”ની સ્થાપના કરી. |
ઈ.સ. 1866 | “બોમ્બે યુનિયન હિન્દુ ક્લબ”ની સ્થાપના થઈ. |
ઈ.સ. 1883 | “મોહમેડન ક્રિકેટ ક્લબ” ની સ્થાપના થઈ. |
- ભારતમાં પ્રથમ સત્તાવાર ક્રિકેટ મેચ ઈ.સ. 1884માં બોમ્બે જીમખાના અને પુણે જીમખાના વચ્ચે રમાયેલી, ઈ.સ. 1886માં પારસી ટીમે ઈંગ્લેન્ડની મુલાકાત લીધી.
- ઈ.સ. 1889-90માં ઈંગ્લેન્ડની ટીમે ભારતની મુલાકાત લીધી.
- જામનગરના મહારાજા રણજીતસિંહજી તેમજ દુલીપસિંહજીએ આ રમતમાં વિશ્વભરમાં નામના મેળવી હતી.
- તેઓના નામે “રણજી ટ્રોફી” તથા “દુલીપ ટ્રોફી” ટુર્નામેન્ટ રાષ્ટ્રીય કક્ષાએ યોજાય છે.
BCCI : Board of Control for Cricket in India
BCCI : Board of Control for Cricket in India
સ્થાપના : 1928
મુખ્યાલય : મુંબઈ
ચેરમેન :
મેદાન
મેદાન
- લંબાઈ : 180 વાર
- પહોળાઈ : 145 વાર
- વિકેટના કેન્દ્રમાંથી 60 થી 75 વારની બાઉન્ડરી બનાવવામાં આવે છે.
બોલિંગ ક્રિઝ
- વચ્ચેના સ્ટમ્પની બંને બાજુએ સ્ટમ્પની સીધી લીટીમાં 1.32 મીટરની રેખા દોરવામાં આવે છે.
- રેખાની કુલ લંબાઈ 2.64 મીટર હોય છે. તેને બોલિંગ ફ્રિઝ કહેવામાં આવે છે.
પોપિંગ ક્રિઝ
- બોલિંગ ક્રિઝની આગળ 1.22 મીટરના સમાન અંતરે જે રેખાઓ દોરવામાં આવે છે તેને પોપિંગ ફ્રિઝ કહેવામાં આવે છે.
પીચ
- બંને બોલિંગ ક્રિઝ વચ્ચે આવેલા રમવાના મેદાનને પીચ કહેવામાં આવે છે.
- પીચ વિકેટના કેન્દ્રમાંથી બંને બાજુએ પાંચ ફૂટ પહોળી હોવી જરૂરી છે.
વિકેટ્સ
- સામસામેના છેડાના બંને બાજુના સ્ટમ્પ વચ્ચે 22 વાર (20.12 મીટર) નું અંતર હોવું જોઈએ.
- એક બાજુના ત્રણ સ્ટમ્પને સમાંતર સામેની બાજુના ત્રણ સ્ટમ્પ રહે તે પ્રમાણે સ્ટમ્પ ખોડવા જોઈએ.
સાધનો
બેટ

- બેટની લંબાઈ વધારેમાં વધારે : 96.5 સેમી
- બેટની પહોળાઈ વધારેમાં વધારે : 10.8 સેમી
દડો

- આકાર : ગોળ
- વજન :
- 11/2 ઔંન્સથી ઓછું નહિ
- 23/4 ઔંન્સથી વધારે નહિ
- ઘેરાવો :
- 133/15 ઈંચથી ઓછો નહિ
- 9 ઈંચથી વધારે નહિ
સ્ટમ્પ
- સ્ટમ્પની ઉંચાઈ : જમીનની સપાટીથી 71.12 સેમી
- ગોળાકાર વ્યાસ :
- 3.49 સેમીથી ઓછો નહીં
- 3.81 સેમીથી વધુ હોવો જોઈએ નહીં.
- ત્રણેય સ્ટમ્પના ઉપરના છેડે વચ્ચે બેલ્સ (ચકલી) મૂકવી જરૂરી છે.
- દરેક બેલ્સની લંબાઈ : 17/4 ઈંચ
- સ્ટમ્પ ઉપર મૂક્યા પછી બેલ્સ અડધા ઈંચથી વધારે બહાર રહેવી જોઈએ નહીં.
ખેલાડી
- પ્રત્યેક ટીમમાં કુલ ખેલાડીની પસંદગી : 16
- મેચ શરૂ થતાં પહેલા ખેલાડીના નામ જાહેર : 12
- મેચમાં ભાગ લઈ બેટીંગ, બોલિંગ તથા ફિલ્ડિંગ ભરનાર ખેલાડી : 11
- જ્યારે બાકીનો 1 ખેલાડી બારમાં ખેલાડી તરીકે ઓળખાય છે.
- રમનાર 11 ખેલાડીઓ પૈકી કોઈ ખેલાડી ઈજા થવાથી અથવા અન્ય કારણોસર પેવેલિયનમાં પાછો આવે ત્યારે તેના અવેજીએ માત્ર ફિલ્ડિંગ ભરવા માટે બારમો ખેલાડી મેદાનમાં હાજર થાય છે.
- બારમાં ખેલાડીને બેટીંગ કે બોલિંગ અધિકાર હોતો નથી.
ગણવેશ
- ટેસ્ટ : રંગવિહિન
- વન-ડે અને ટી-ટ્વેન્ટી માં : રંગીન
રમત સાથે સંકળાયેલા શબ્દો
સ્ટાન્સ

- બેટ પકડીને વિકેટ ઉપર ઊભા રહેવાની સ્થિતિને સ્ટાન્સ કહેવામાં આવે છે.
બેકલિફ્ટ

- દડાને રમવા માટે બેટને પાછળ તરફ પદ્ધતિસર ઊંચકવાના કૌશલ્યને બેકલિફ્ટ કહેવામાં આવે છે.
ફ્રન્ટફુટ ડ્રાઈવ

- બેટ્સમેન આગળના પગ ઉપર શરીરનું વજન રાખી બોલને ફટકારે છે તેને ફ્રન્ટ ફૂટ ડ્રાઈવ કહેવામાં આવે છે.
બેકફૂટ ડ્રાઈવ

- બેટ્સમેન પાછળના પગ ઉપર શરીરનું વજન રાખી બોલને ફટકારે છે તેને બેક ફૂટ ડ્રાઈવ કહેવામા આવે છે.
હૂક શોટ

- ફાસ્ટ બોલિંગમાં દડો શોર્ટ પિચ આવે ત્યારે આ પ્રકારનો શોટ રમવામાં આવે છે.
- બેક લિફ્ટથી ફટકો માર્યા પછીની બેટની ફોલો થ્રુની ક્રિયા હૂક આકારની બનતી હોવાથી આ શોટને હૂક શોટ કહેવામાં આવે છે.
બાઉન્ડરી

- નિયત કરેલી હદની બહાર દડો ટપ્પો પડીને જાય ત્યારે બેટિંગ કરનાર બેટ્સમેનને બાઉન્ડરીના ચાર રન મળે છે જ્યારે દડો ટપ્પો પડ્યા સિવાય બાઉન્ડરીની હદ ઓળંગે તો બેટ્સમેનને સિક્સરના છ રન મળે છે.
બાય

- બેટ્સમેનને સ્પર્શ કર્યા સિવાય દડો વિકેટ પાછળ જાય અને બેટ્સમેન દોડીને રન લે તે રનને બાય રન કહે છે.
લેગબાય

- બેટ્સમેનના હાથના પંજા સિવાય શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ કરી દડો દૂર જાય અને બેટ્સમેન દોડીને રન લે અથવા તો બાઉન્ડરી મળે તે રનને લેગ બાય રન કહે છે.
ફિલ્ડિંગ

- દડાને રોકવાની ક્રિયા એટલે ફિલ્ડિંગ
થ્રોઈંગ

- દડાને યોગ્ય રીતે અટકાવી ઝડપી અને ચોકસાઈપૂર્વક ફેંકવાના કૌશલ્યને થ્રોઈંગ કહેવામાં આવે છે.
નો બોલ

- દડો નિયમ પ્રમાણે ન ફેંકાય તો તે નો બોલ ગણાશે
- નો બોલનો એક રન દાવ લેનાર ટુકડીને મળે છે.
- નો બોલ : ઓવરમાં ગણાતો નથી.
- નો બોલમાં બેટ્સમેન દડાને રમી શકે છે પણ આઉટ થાય તો બેટ્સમેનને આઉટ આપવામાં આવતો નથી. ફક્ત રન આઉટ થાય તો આઉટ આપવામાં આવે છે.
વાઈડ બોલ
- બેટસમેનને રમવાની પહોંચ બહાર અથવા દૂરથી પસાર થતા દડો વાઈડ બોલ ગણાશે.
- વાઈડ બોલ : એક રન દાવ લેનાર ટુકડીને મળે છે.
- વાઈડ બોલ : ઓવરમાં ગણાતો નથી.
- સ્ટમ્પડ આઉટ થાય તો આઉટ આપવામાં આવે છે.
ડેડ બોલ
- જ્યારે દડો વિકેટકીપરના હાથમાં સ્થાયી થાય કે બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો ડેડ બોલ ગણાશે.
બોલ્ડ આઉટ
- દડો બેટ્સમેનના બેટને અથવા શરીરને અડકીને સીધો વિકેટ પર પડે ત્યારે બેટ્સમેન બોલ્ડ આઉટ ગણાશે.
- બોલર દડો ફેંકે ત્યારે રમનાર બેટ્સમેન બોલ ચૂકી જાય અને તે બોલ સ્ટમ્પને અડકે ત્યારે પણ બેટ્સમેનને બોલ્ડ આઉટ આપવામાં આવે છે.
કોટ આઉટ
- દડો બેટ્સમેનના બેટ અથવા હાથના કાંડા પર લાગી ઊછળે અને ફિલ્ડરના હાથમાં જમીનને સ્પર્શ થયા પહેલાં ઝીલાઈ જાય તો બેટ્સમેન કોટ આઉટ ગણાશે.
હિટ ધી વિકેટ
- બેટ્સમેન દડાને ફટકારવા જતાં વિકેટ પાડી નાખે તો હિટ ધી વિકેટ આઉટ ગણાશે.
ઓબ્સસ્ટ્રેકિટંગ ધી ફિલ્ડ
- બેટ્સમેન ફિલ્ડરને તેના કાર્યમાં અડચણ ઊભી કરે તો અમ્પાયર બેટ્સમેનને ઓબ્સસ્ટ્રેકિટંગ ધી ફિલ્ડ માટે આઉટ આપી શકે છે.
એલ.બી.ડબલ્યુ
- બેટ્સમેનના હાથ સિવાયનો ભાગ વિકેટની વચ્ચે હોય અને દડો પહેલાં બેટ સાથે અથડાયો ન હોય ત્યારે અમ્પાયરને લાગે કે દડો રોકાયો ન હોત તો સીધો વિકેટમાં ગયો હોત, તે વખતે અમ્પાયર બેટ્સમેનને લેગ બીફોર વિકેટ ગણી આઉટ આપશે.
રન આઉટ
- બેટ્સમેન રન લેવા જતાં પોપિંગ ક્રિઝની બહાર હોય અને ફિલ્ડર અથવા વિકેટકીપર તેની વિકેટ પાડી નાખે, તો તે બેટ્સમેન રન આઉટ ગણાશે.
સ્ટમ્પ આઉટ
- બેટ્સમેન દડાને રમવા જતાં પોપિંગ ક્રિઝની બહાર હોય અને વિકેટકીપર તેની વિકેટ પાડી નાખે, તો તે બેટ્સમેન સ્ટમ્પ આઉટ ગણાશે.
માકડિંગ
- વિનુ માંકડ પરથી આવ્યું “માંકડિંગ”
- સિડની ટેસ્ટમાં વિનુ માંકડે બોલિંગ દરમિયાન નોન સ્ટ્રાઈકર બિલ બ્રાઉનને રનઆઉટ કર્યા હતા.
- આઈસીસીના નિયમ 41.16 સ્પષ્ટ ઉલ્લેખ છે કે, બોલર જ્યારે બોલ નાખી ન ચૂક્યો હોય અને આર્મ ડિલીવરી માટે સ્વિંગ પૂરો ન કર્યો હોત ત્યાં સુધી તે નોન સ્ટ્રાઈક એન્ડ પર રનઆઉટ કરી શકે છે.
હીટ ધી બોલ ટ્વાઈસ આઉટ
- બેટ્સમેન દડાને એકવાર રમી ફરી વિકેટ તરફ જતા દડાને હાથથી અટકાવે તો તે હીટ ધી બોલ ટ્વાઈસ આઉટ ગણાશે.
હેન્ડલ્ડ ધી બોલ આઉટ
- બંને વિકેટ પાસેના કોઈ પણ બેટસમેન સામા પક્ષની વિનંતી સિવાય રમતમાં રહેલાં દડાને હાથથી પકડે અને સામી ટુકડી અપીલ કરે તો તે હેન્ડલ્ડ ધી બોલ આઉટ ગણાશે.
અપીલ
- સામી ટુકડીના ખેલાડીઓ દ્વારા બેટ્સમેન આઉટ છે તેવા પ્રકારની માંગણી જેને અપીલ કહે છે.
- અપીલ બાદ જ અમ્પાયર પોતાનો નિર્ણય આપે છે.
ઓવર
- બોલર એક છેડા ઉપરથી સતત છ દડા બેટ્સમેન તરફ ફેંકે છે તેને ઓવર કહેવામાં આવે છે. (નો બોલ અને વાઈડ બૉલને ઓવરના દડા ગણવામાં આવતા નથી.)
સુપર ઓવર
- T-20 અને વનhડે મેચમાં બંને ટીમનો સ્કોર સરખો થાય તો સુપર ઓવર રમાડવામાં આવે છે.
હેટ્રીક
- મેચ દરમિયાન બોલર સતત ત્રણ દડામાં ત્રણ વિકેટ લે તો તેને હેટ્રિક કહેવામાં આવે છે.
મેડન
- ઓવર દરમિયાન બેટ્સમેન દ્વારા રન ન થાય અને નો બોલ કે વાઈડ જેવા વધારાના રન ન આવે તો તે ઓવર મેડન ગણાશે.
બાઉન્સર
- બોલરે ફેંકેલ દડો પીચ પર પડીને બેટ્સમેનના ખભા જેટલો અથવા તેનાથી વધુ ઉછળે તેને અ બાઉન્સર કહેવામાં આવે છે.
યોર્કર
- બોલર સ્ટમ્પની એકદમ નજીક બોલ ફેંકે તે બોલ ને યોર્કર બોલ કહેવામાં આવે છે.
ગુગલી
- આ પ્રકારની બોલિંગમાં દડો ફેંકવાની ક્રિયા લેગ સ્પિન પ્રમાણે હશે પણ દડો ખરેખર ઓફસ્પિન પ્રમાણે ગતિ કરે છે.
દુસરા
- બોલર દ્વારા ઓફસ્પિન ફેંકાયેલ દડો લેગ સ્ટમ્પ થી ઑફ સ્ટમ્પ તરફ સ્પિન થાય તેને દૂસરા કહેવામાં આવે છે.
ચાઈના મેન
- સ્પિન બોલિંગનો એક પ્રકાર
- ડાબા હાથના કાંડા સ્પિનરને ચાઈના મેન કહેવામાં આવે છે.
- તે એક એવી કળા છે જેમાં ડાબા હાથના બોલરો તેમની આંગળીઓ નહીં પણ કાંડાથી બોલ સ્પિન કરે છે.
ફ્લાઈટ
- ફ્લાઈટ એ સ્પિન બોલરોનું એક મુખ્ય હથિયાર છે.
- બેટ્સમેનને છેતરવા માટે ઈરાદાપૂર્વક બોલને વિવિધ રીતે બદલીને ફેંકે છે.
- જેના કારણે બેટ્સમેન ખોટો શોટ ફટકારશે અને આઉટ થઈ જશે.
ફોલોઓન
- પ્રથમ બેટિંગ કરનાર ટુકડી નિયમ મુજબના રનનો તફાવત ધરાવે ત્યારે પોતાના બીજો દાવ લેવાના અધિકારને અનામત રાખીને સામેની ટુકડીને બીજો દાવ લેવાની ફરજ પાડવામાં આવે તેને “ફોલોઓન” કહેવામાં આવે છે.
- મેચ તફાવત
- પાંચ દિવસની મેચ 200
- ત્રણ કે ચાર દિવસની મેચ 150
- બે દિવસની મેચ 75 રન
ડિકલેરેશન
- ટેસ્ટ મેચમાં બેટિંગ લેનાર ટુકડી રમત દરમિયાન ગમે ત્યારે પોતાની ઈંનિંગ્સને પૂરી થયેલી જાહેર કરી શકે છે.
અગત્યના ખેલાડી
જામસાહેબશ્રી સર રણજીતસિંહ વિભાજી
- જામનગરના નવાનગરના મહારાજા : રણજીતસિંહ વિભાજી
- હુલામણું નામ : રણજી, સ્મિથ
- “ક્રિકેટના જાદુગર” તરીકે જાણીતા
- ઈંગ્લેન્ડ તરફથી રમ્યા હતા.
- મહારાજા બન્યા બાદ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
- શોધ : લેગ ગ્લાન્સ
- પુસ્તક : “જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ”
રણજી ટ્રોફી
- ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા
- ઈ.સ. 1935 માં પટિયાલાના મહારાજા ભૂપેન્દ્રસિંહ દ્વારા શરૂ કરાઈ.
- સંચાલન : BCCI (Board of Control for Cricket in India)
રણજી ટ્રોફી | ખેલાડી |
---|---|
સૌથી વધુ રન | વસીમ જાફર |
સૌથી વધુ વ્યક્તિગત સ્કોર | બી. બી. નિમ્બાલકર ( 443 ) |
સૌથી વધુ બેટિંગ એવરેજ | વિજય મર્ચન્ટ |
સૌથી વધુ વિકેટ | રાજીન્દર ગોએલ |
મહારાજા કુમારશ્રી દુલિપસિંહ
- ટેસ્ટ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી
- રમત કારકિર્દી પછી તેમને ભારત તરફથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના હાઈ કમિશ્નર બનાવ્યા હતા.
- ભારત પાછા ફર્યા બાદ તેમને સૌરાષ્ટ્ર રાજ્યના જાહેરસેવા આયોગના ચેરમેન બનાવ્યા હતા.
- રણજીતસિંહ તેમના કાકા હતા.
- તેમના માનમાં દુલિપ ટ્રોફીની શરૂઆત થઈ.
દુલિપ ટ્રોફી
- ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા
- સંચાલન : BCCI ( Board of Control for Cricket in India)
સચિન તેંડુલકર
- ઉપનામ : માસ્ટર બ્લાસ્ટર
- “ક્રિકેટના ભગવાન” તરીકે જાણીતા
- આત્મકથા : “પ્લેઇંગ ઈંટ માય વે”
- વન ડે ક્રિકેટમાં એક જ દાવમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર.
- પ્રથમ ભારતીય ખેલાડી
- ભારતરત્ન મેળવનાર
- મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ
સચિન | સદી |
---|---|
વન ડે | 49 |
ટેસ્ટ | 51 |
સચિન | Vs. દેશ |
---|---|
સૌથી ઓછી સદી | નામીબિયા |
સૌથી વધુ સદી | ઓસ્ટ્રેલીયા |
100 મી સદી | બાંગ્લાદેશ |
પાકિસ્તાન | Vs. દેશ |
---|---|
પ્રથમ ટેસ્ટ (ઉમર : 16 વર્ષ) | પાકિસ્તાન |
અંતિમ ટેસ્ટ | વેસ્ટ ઈન્ડિઝ |
પ્રથમ વનડે | પાકિસ્તાન |
અંતિમ વનડે | પાકિસ્તાન |
સુનિલ ગાવસ્કર
- ઉપનામ : “લિટલ માસ્ટર”
- ક્રિકેટમાં ડોન બ્રોડમેનની 29 સદીનો વિશ્વવિક્રમ તોડનાર સૌપ્રથમ ક્રિકેટર
સુનિલ ગાવસ્કર | Vs. દેશ |
---|---|
પ્રથમ ટેસ્ટ | વેસ્ટ ઈન્ડિઝ |
અંતિમ ટેસ્ટ | પાકિસ્તાન |
પ્રથમ વનડે | ઈંગ્લેન્ડ |
અંતિમ વનડે | ઈંગ્લેન્ડ |
ખેલાડીઓના ઉપનામ
- રાહુલ દ્રવિડ : ધ વોલ
- હરભજનસિંહ : ટર્નનેટર
- સૌરવ ગાંગુલી : બંગાળ ટાઈગર
- શોએબ અખ્તર : રાવલપિંડી એક્સપ્રેસ
- કપિલ દેવ : પાજી, હરિયાણા હરીકેન
- નવાબ પટોડી : ટાઈગર
- વિરાટ કોહલી : રન મશીન, ચીકુ
- જવાગલ શ્રીનાથ : મૈસૂર એક્સપ્રેસ
- મુનાફ પટેલ : ઈખર એક્સપ્રેસ
- વસીમ અકરમ : પ્રિન્સ ઓફ પાકિસ્તાન, સુલતાન ઓફસ્વિંગ્સ
- શીખર ધવન : ગબ્બર
- રિકી પોન્ટિંગ : પંટર
- એ.બી.ડી વિલિયર્સ : Mr. 360°
- અનિલ કુંબલે : જમ્બો
- રોહિત શર્મા : હિટ મેન
- શાહિદ આફ્રિદી : બુમ બુમ
- મહેન્દ્રસિંહ ધોની : કેપ્ટન કુલ, માહી
- માઈક હસી : Mr. Cricket
- સચિન તેંડુલકર : ક્રિકેટના ભગવાન, માસ્ટર બ્લાસ્ટર
- સુનિલ ગવાસ્કર : લિટલ માસ્ટર
- દિલીપ વેંગસરકર : કર્નલ
- વિરેન્દ્ર સહેવાગ : સુલતાન ઓફ મુલતાન, નવાબ ઓફ નજફગઢ
- પ્રો.બી.દેવધર : ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ક્રિકેટ હિસ્ટ્રી
- ડબલ્યુ જી ગ્રેસ : ક્રિકેટના પિતા
સૌ પ્રથમ મેચ
સૌ પ્રથમ ટેસ્ટ મેચ
- ઈ.સ. 1877
- ઓસ્ટ્રેલિયા Vs. ઈંગ્લેન્ડ
- મેલબોર્ન ખાતે
- વિજેતા : ઓસ્ટ્રેલિયા
સૌ પ્રથમ વન ડે મેચ
- ઈ.સ. 1971
- ઓસ્ટ્રેલિયા Vs. ઈંગ્લેન્ડ
- મેલબોર્ન ખાતે
- વિજેતા : ઓસ્ટ્રેલિયા
સૌ પ્રથમ T-20 મેચ
- ઈ.સ. 2005
- ઓસ્ટ્રેલિયા Vs. ન્યૂઝીલેન્ડ
- ઈડન પાર્ક, ઓકલેન્ડ ખાતે
- વિજેતા : ઓસ્ટ્રેલિયા
ભારતે રમેલ પ્રથમ ટેસ્ટ મેચ
- ઈ.સ.1932
- ભારત Vs. ઈંગ્લેન્ડ
- લોર્ડઝ ખાતે
- વિજેતા: ઈંગ્લેન્ડ
- ભારતીય કેપ્ટન : કોટારી કનકૈયા નાયડુ
ભારતે રમેલ પ્રથમ વન ડે મેચ
- ઈ.સ. 1974
- ભારત Vs. ઈંગ્લેન્ડ
- લીડઝ ખાતે
- વિજેતાઃ ઈંગ્લેન્ડ
- ભારતીય કેપ્ટન : અજીત લક્ષ્મણ વાડેકર
ભારતે રમેલ પ્રથમ T-20 મેચ
- ઈ.સ. 2006
- ભારત Vs. દક્ષિણ આફ્રિકા
- જહોનિસબર્ગ ખાતે
- વિજેતા ભારત
- ભારતીય કેપ્ટન : વિરેન્દ્ર સેહવાગ
ICC ODI World Cup
ક્રિકેટ વિશ્વકપ : 1975 (પ્રુડેન્શિયલ કપ)
- ક્રિકેટ વિશ્વકપ : 1975
- ફાઈનલ : ઓસ્ટ્રેલિયા Vs. વેસ્ટ ઈન્ડિઝ
- લોર્ડઝ ખાતે
- વિજેતા : વેસ્ટ ઈન્ડિઝ
ક્રિકેટ વિશ્વકપ : 1983
- ફાઈનલ : ભારત Vs. વેસ્ટ ઈન્ડિઝ
- લોર્ડઝ ખાતે
- વિજેતા : ભારત
- ભારતીય કેપ્ટન : કપિલ દેવ
- મેન ઓફ ધી મેચ : મોહિન્દર અમરનાથ
ક્રિકેટ વિશ્વકપ : 2011
- ફાઈનલ : ભારત vs. શ્રીલંકા
- વાનખેડે ખાતે
- વિજેતા : ભારત
- ભારતીય કેપ્ટન : મહેન્દ્રસિંહ ધોની
- મેન ઓફ ધી મેચ : મહેન્દ્રસિંહ ધોની
ક્રિકેટ વિશ્વકપ : 2019
- ફાઈનલ : ઈંગ્લેન્ડ Vs. ન્યુઝીલેન્ડ
- લોર્ડઝ ખાતે
- વિજેતા : ઈંગ્લેન્ડ
ક્રિકેટ વિશ્વકપ : 2023
- આયોજક દેશ : ભારત
- અત્યાર સુધી 12 વર્લ્ડ કપ રમાયા તેમાં સૌથી વધુ ચેમ્પિયન બનેલી ટીમ ઓસ્ટ્રેલિયા છે, જેમને કુલ પાંચ વર્લ્ડકપ માં ચેમ્પિયનશિપ મેળવેલ છે, ભારત અને વેસ્ટ ઇન્ડીઝે બે વાર, પાકિસ્તાન, શ્રીલંકા અને ઇંગ્લેન્ડ એક વાર ચેમ્પિયન બનેલ છે.
- વર્લ્ડ કપની સ્પર્ધામાં સૌથી વધુ રનનો સ્કોર નો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે જેમને 2278 બનાવેલા છે, જ્યારે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ગ્લેન મેકગ્રાથ ના નામે છે જેમને 71 વિકેટ લીધેલ છે.
Year | Winner |
---|---|
1975 | વેસ્ટ ઈન્ડિઝ |
1979 | વેસ્ટ ઈન્ડિઝ |
1983 | ભારત |
1987 | ઓસ્ટ્રેલિયા |
1992 | પાકિસ્તાન |
1996 | શ્રીલંકા |
1999 | ઓસ્ટ્રેલિયા |
2003 | ઓસ્ટ્રેલિયા |
2007 | ઓસ્ટ્રેલિયા |
2011 | ભારત |
2015 | ઓસ્ટ્રેલિયા |
2019 | ઈંગ્લેન્ડ |
ICC T-20 World Cup
ICC T- 20 ક્રિકેટ વિશ્વકપ : 2007
- ફાઈનલ ભારત Vs. પાકિસ્તાન
- જોહાનિસબર્ગ ખાતે
- વિજેતા : ભારત
- ભારતીય કેપ્ટન : મહેન્દ્રસિંહ ધોની
- મેન ઓફ ધી મેચ : ઈરફાન પઠાણ
ICC T-20 ક્રિકેટ વિશ્વકપ : 2016
- ફાઈનલ : વેસ્ટ ઈન્ડિઝ Vs. ઈંગ્લેન્ડ
- ઈડન ગાર્ડન ખાતે
- વિજેતા : વેસ્ટ ઈન્ડિઝ
ICC T-20 ક્રિકેટ વિશ્વકપ : 2022
- ફાઈનલ : ઈંગ્લેન્ડ Vs. પાકિસ્તાન
- મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, ઓસ્ટ્રેલિયા ખાતે
- વિજેતા : ઈંગ્લેન્ડ
Year | Winner |
---|---|
2007 | ભારત |
2009 | પાકિસ્તાન |
2010 | ઈંગ્લેન્ડ |
2012 | વેસ્ટ ઈન્ડિઝ |
2014 | શ્રીલંકા |
2016 | વેસ્ટ ઈન્ડિઝ |
2021 | ઓસ્ટ્રેલીયા |
2022 | ઈંગ્લેન્ડ |
અગત્યના રેકોર્ડ
ફાસ્ટ સદી
T-20 | ડેવિડ મિલર અને રોહિત શર્મા (35 બોલમાં) |
ODI | એ.બી.ડી.વિલયર્સ (31 બોલમાં) |
Test | બ્રેન્ડન મેકકુલમ (54 બોલમાં) |
Hat trick લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી
T-20માં Hat-Trick લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી
ફાસ્ટ બોલર | દીપક ચહર |
સ્પિનર : |
ODIમાં Hat-Trick લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી
ફાસ્ટ બોલર | ચેતન શર્મા |
સ્પિનર | કુલદીપ યાદવ (2 વખત) |
ટેસ્ટમાં Hat-Trick લેનાર સૌ પ્રથમ ભારતીય ખેલાડી
ફાસ્ટ બોલર | ઈરફાન પઠાણ |
સ્પિનર | હરભજન સિંઘ |
બેવડી સદી ફટકારનાર ભારતીય ખેલાડી
- સચિન તેંડુલકર
- રોહિત શર્મા (3 વખત)
- વિરેન્દ્ર સહેવાગ
- ઈશાન કિશન (સૌથી ઝડપી બેવડી સદી)
IPL : Indian Premier League
- IPL : Indian Premier League
- Format : T-20
- ટીમ : 10
- સંચાલન : BCCI (Board of Control for Cricket in India)
પ્રથમ સીઝન : 2008
- ફાઈનલ : રાજસ્થાન રોયલ્સ vs. ચેન્નઈ સુપર કિંગ
- DY પાટીલ સ્ટેડિયમ, મુંબઈ ખાતે
- વિજેતા : રાજસ્થાન રોયલ્સ
- રાજસ્થાન રોયલ્સના કેપ્ટન : શેન વોર્ન
- ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન : એમ.એસ.ધોની
- Orange Cap : શૌન માર્શ (KXIP)
- Purple Cap : સોહેલ તનવીર (RR)
15th સિઝન
- Tagline : Yeh Ab Normal Hai
- ફાઈનલ : ગુજરાત ટાઈટન્સ Vs. રાજસ્થાન રોયલ્સ
- વિજેતા : ગુજરાત ટાઈટન્સ
- ગુજરાત ટાઈટન્સના કેપ્ટન : હાર્દિક પંડ્યા
- રાજસ્થાન રોયલ્સના કેપ્ટન : સંજુ સેમસન
- Orange Cap : જોશ બટલર (RR)
- Purple Cap : યુઝવેન્દ્ર ચહલ (RR)
IPL WINNER LIST
Year | Winner |
---|---|
2008 | રાજસ્થાન રોયલ્સ |
2009 | ડેકન ચાર્ઝસ |
2010 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
2011 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
2012 | કોલકાતા નાઈટ રાઈડર્સ |
2013 | મુંબઈ ઈન્ડિયન્સ |
2014 | કોલકાતા નાઈટ રાઈડર્સ |
2015 | મુંબઈ ઈન્ડિયન્સ |
2016 | સનરાઈઝર્સ હૈદરાબાદ |
2017 | મુંબઈ ઈન્ડિયન્સ |
2018 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
2019 | મુંબઈ ઈન્ડિયન્સ |
2020 | મુંબઈ ઈન્ડિયન્સ |
2021 | ચેન્નાઈ સુપર કિંગ્સ |
2022 | ગુજરાત ટાઈટન્સ |
ક્રિકેટ સ્ટેડિયમ
ભારત
- ઈડન ગાર્ડન્સ, કોલકાતા
- એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ
- ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ
- અરુણ જેટલી સ્ટેડિયમ, નવી દિલ્હી
- બ્રેબોર્ન સ્ટેડિયમ, મુંબઈ
- ગ્રીન પાર્ક સ્ટેડિયમ, કાનપુર
- એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
- વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
- બારાબતી સ્ટેડિયમ, કટક (ઓડિશા)
- સવાઈ માનસિંહ સ્ટેડિયમ, જયપુર
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
- ઈન્દ્રજીત સિંહ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી
- ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, હૈદરાબાદ
- રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, દેહરાદૂન
- હોલ્કર સ્ટેડિયમ, ઈન્દોર
- વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર
- મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, પુણે
- સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (ખંઢેરી), રાજકોટ
- ડૉ. ભૂપેન હજારિકા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
- ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ, લખનૌ
ઈંગ્લેન્ડ
- લોર્ડઝ સ્ટેડિયમ
- ઓવલ સ્ટેડિયમ
- લીડ્ઝ સ્ટેડિયમ
- ટેન્ટ બ્રિજ સ્ટેડિયમ
- હેડિંગ્સે માન્ચેસ્ટર સ્ટેડિયમ
ઓસ્ટ્રેલિયા
- પર્થ સ્ટેડિયમ
- બ્રિસ્બેન સ્ટેડિયમ
- મેલબોર્ન સ્ટેડિયમ
- સિડની સ્ટેડિયમ
- એડિલેડ ઓવલ સ્ટેડિયમ
અન્ય મહત્વના સ્ટેડિયમ
- શેર-એ-બાંગ્લા ક્રિકેટ સ્ટેડિયમ, ઢાકા
- બંગબંધુ સ્ટેડિયમ, ઢાકા
- ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
- પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો
રમત સાથે સંકળાયેલ ટ્રોફીઓ
- વિશ્વ કપ
- ચેમ્પિયન ટ્રોફી
- રણજી ટ્રોફી
- દુલીપ ટ્રોફી
- એશિઝ કપ
- ઈરાની ટ્રોફી
- એશિયા કપ
- દેવધર ટ્રોફી
- રાણી ઝાંસી ટ્રોફી
- કૂચ બિહાર ટ્રોફી
- જી.ડી.બિરલા ટ્રોફી
- રોહિન્ટન બારિયા ટ્રોફી
- સી.કે.નાયડુ ટ્રોફી
ICC Awards
Sir Garfield Sobers Trophy for ICC Men’s Cricketer of the Year | Babar Azam Ben Stokes Sikandar Raza Tim Southee |
Rachael Heyhoe Flint Trophy for ICC Women’s Cricketer of the Year | Nat Sciver Smriti Mandhana Amelia Kerr Beth Mooney |
ICC Men’s ODI Cricketer of the Year | Babar Azam Adam Zampa Sikandar Raza Shai Hope |
ICC Women’s ODI Cricketer of the Year | Shabnim Ismail Amelia Kerr Nat Sciver Alyssa Healy |
ICC Men’s T20I Cricketer of the Year | Suryakumar Yadav Sikandar Raza Sam Curran Mohammad Rizwan |
ICC Women’s T20I Cricketer of the Year | Smriti Mandhana Nida Dar Sophie Devine Tahlia McGrath |
ICC Men’s Emerging Cricketer of the Year | Marco Jansen Ibrahim Zadran Finn Allen Arshdeep Singh |
ICC Women’s Emerging Cricketer of the Year | Renuka Singh Darcie Brown Alice Capsey Yastika Bhatia |
ICC Men’s Test Cricketer of the Year | Ben Stokes Jonny Bairstow Usman Khawaja Kagiso Rabada |