Dandikuch – Gujaratno itihas

Dandikuch – Gujaratno itihas – દાંડીકૂચ – ગુજરાતનો ઈતિહાસ

  • 29 ડિસેમ્બર, 1929 ના રોજ મધ્યરાત્રીએ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં “પૂર્ણ સ્વરાજ” નો ઠરાવ પસાર કર્યો અને ગાંધીજીને આગેવાની સોંપી. અહીં સવિનય કાનૂન ભંગની લડત ઉપાડવાનું નક્કી થયું.
  • 26 જાન્યુઆરી, 1930 ના રોજ રાવી નદીના તટ પર પંડિત જવાહલાલ નહેરૂએ ત્રિરંગો લહેરાવીને પ્રથમ “સ્વતંત્ર દિન” ઉજવ્યો.
  • ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં ભાગ લેતા પહેલાં તેમની 11 શરતો સરકાર સમક્ષ મૂકી. પરંતુ વાઈસરોયે ધારાસભામાં તેની એકપણ બાબતની ચર્ચા કરી નહિ.
  • પરિણામે 14 ફેબ્રુઆરી,1930ના રોજ અમદાવાદમાં કોંગ્રેસની કારોબારી બેઠક થઈ તેમાં ગાંધીજી દ્વારા ગાંધી સિદ્ધાંત પર સવિનય કાનૂન ભંગની લડત ઉપાડવાનું નક્કી કરવામાં આવ્યું.
  • ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, કારણ કે 10 પાઈના મીઠા ઉપર 200 પાઈ જેટલો કર સરકારે લગાવ્યો હતો અને વળી મીઠું ગરીબ-તવંગર બધાની જીવન જરૂરિયાત વસ્તુ હતી.

સ્થળ પસંદગી

  • પ્રથમ તો ગાંધીજી સાબરમતીથી નીકળીને મહીસાગર સુધી પોતાના સાથીઓ સાથે મળીને બદલપુરમાં અગ્નિથી પાણી ઉકાળીને મીઠું બનાવે એવી યોજના નક્કી કરવામાં આવી હતી.
  • પરંતુ બદલપુર સાબરમતીથી માત્ર 75 માઈલ દૂર હતું અને વળી યાત્રા વહેલી 8 જ દિવસમાં પૂરી થાય તેથી પ્રસાર ઓછો થાય, પરિણામે સુરત જિલ્લાના કાર્યકર કલ્યાણજી મહેતાએ આ યાત્રા દાંડી સુધી લંબાવવા જણાવ્યું.
  • સાબરમતી થી દાંડી સુધી 241 માઈલ (385 કિલોમીટર)નું અંતર હતું અને ગુજરાતનો ઘણો મોટો વિસ્તાર આવરી લેવાતો હતો.

ગાંધીજીનો વાઈસરોયને પત્ર

  • ગાંધીજીની 11 મુદ્દાઓની ગોળમેજી પરિષદ માટેની પૂર્વ શરતો વાઈસરોય લોર્ડ ઈરવિન સમક્ષ મૂકી હતી.
  • પરંતુ તેમાંથી એક પણ બાબત ધારાસભામાં ચર્ચા થઈ નહિં તેથી ગાંધીજીએ લોર્ડ ઈરવીનને એક પત્ર લખ્યો હતો તેમાં સવિનય ભંગની લડત 12 માર્ચ, 1930 થી શરૂ કરવાની જાણ કરી.
  • ગાંધીજીએ ઈરવીનને લખેલા પત્રમાં લખ્યું કે “હવે ઈન્તજારની ઘડીઓ પૂરી થઈ ગઈ છે, મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે.” આ પત્રનો કાંઈ પણ પ્રત્યુત્તર આવ્યો નહિ.

સરદાર પટેલની ધરપકડ

  • 12 માર્ચ, 1930 ની ગાંધીજીની દાંડી યાત્રાની પૂર્વ તૈયારી રૂપે સરદાર પટેલ સભાઓ યોજીને લોકોને જાગૃત કરવા લાગ્યા.
  • 7 માર્ચ, 1930ના રોજ મહીસાગરના કાંઠે આવેલા કંકાપુરા ગામે સભા યોજી ત્યારે રાસ ગામેથી સરદાર પટેલની ધરપકડ કરીને ત્રણ માસની કેદની સજા કરી.
  • આમ દાંડી યાત્રાના પ્રથમ બલિદાની સરદાર પટેલ બન્યા.

ગાંધીજી ની ભીષ્મ પ્રતિજ્ઞા

12 માર્ચ, 1930 થી દાંડીકૂચની શરૂઆત કરતાં પહેલાં ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં પ્રતિજ્ઞા કરી “હું કાગડા-કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી.”

દાંડીકૂચ ની શરૂઆત

  • 12 માર્ચ, 1930 બુધવારના રોજ સવારે 6:30 કલાકે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી.
  • શ્રી ખરેએ “રઘુપતિ રાઘવ રાજા રામ” ની ધૂન સાથે પ્રીતમનું ભજન “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને” ગાવાની શરૂઆત કરી દીધી.
  • ગાંધીજી તથા તેના 78 સાથીઓ (કુલ 79) સાથે સવારે 6:20 વાગે યાત્રાની શરૂઆત કરી દીધી.
  • ગાંધીજીને કસ્તુરબાએ ચાંદલો કરી યાત્રાની શરૂઆત કરી હતી.
  • દાંડીકૂચના પ્રથમ દિવસે બપોરે વિસામો ચંડોળા તળાવ પાસે લીધો હતો અને રાત્રી રોકાણ અસલાલી માં કર્યું હતું.
  • પ્રથમ રાત્રી રોકાણ 13 માઈલ અંતર કાપીને અસલાલી ગામે કરવામાં આવ્યું
  • રોજ બપોરે એક વિસામો અને રાત્રી રોકાણનો નિત્યક્રમ રહેતો.
  • ગાંધીજી અને કસ્તુરબા કાકા સાહેબ કાલેલકરને ત્રાસલા ગામે મળ્યા હતા.
  • દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી દર સોમવારે મૌનવ્રત પાળતા હતા. તેથી દર સોમવારે દાંડીકૂચ બંધ રહેતી હતી.
  • ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠે યાત્રાની તૈયારી માટે “અરુણ ટુકડી” તૈયાર કરી હતી જે કૂચ જે કોઈ ગામમાં પહોંચે તે પહેલા ગામમાં પહોંચી ગામને ખબર આપવાની, સાદું ભોજન તૈયાર કરાવવું, કૂચના લોકોને સુવાના ખાલી મેદાનને સાફ કરવું, દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરી ગાંધીજીને પહોંચાડતી.
  • આમ 24 દિવસ યાત્રા કરીને દાંડી પહોંચ્યાં.
  • રસ્તામાં 2 સાથીઓ જોડાયા અને દાંડીકૂચ 81 સત્યાગ્રહીઓએ પૂર્ણ કરી હતી.
  • દાંડીકૂચમાં સૌથી વરિષ્ઠ સત્યાગ્રહી 61 વર્ષના ગાંધીજી હતા જ્યારે સૌથી નાની વયના વિઠ્ઠલભાઈ 16 વર્ષના હતા.
  • મોતીલાલ નહેરુએ કહ્યું કે જેમ લંકા ઉપર ચડાઈ લઈ જતા રામજી જ્યાં રોકાયા તે સઘળા સ્થળો તીર્થ બની ગયા તેમ આ કુચમાં પણ ગાંધીજી જ્યાં રોકાશે અને ચાલશે તે તીર્થભૂમિ બની જશે.
  • મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને “મહાભિનિષ્ક્રમણ” સાથે સરખાવી છે અને સુભાષચંદ્ર બોઝે દાંડીકૂચને નેપોલિયનની “પેરિસ માર્ચ” અને મુસોલીલીની “રોમ માર્ચ” સાથે સરખાવી છે.
  • સાબરમતીથી કૂલ 241માઈલ (385 કિલોમીટર)ની કૂચ કરીને 5 એપ્રિલ, 1930 શનિવાર 25 માં દિવસના રોજ દાંડી પહોચ્યાં.
  • દાંડીમાં મુસ્લિમ યજમાન સિરાજુદ્દીન વાસી શેઠે સ્વાગત કર્યું. ગામના આગેવાન શ્રી ડાહ્યાભાઈ દેસાઈએ પણ ગામવતી ગાંધીજીનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.
  • જે ઘરમાં ગાંધીજી રોકાયા હતાં તે સિરાજુદ્દીન વાસી શેઠે તેનું મકાન તેમણે આઝાદી પછી રાષ્ટ્રને સમર્પણ કરી દીધું.
  • આ મકાનનું પંડિત જવાહલાલ નહેરૂ એ “દાંડી સ્મારક” તરીકે 6 એપ્રિલ, 1961ના રોજ ઉદ્ઘાટન કર્યું.
  • અહીં ગાંધીજીની 71મી પૂણ્યતિથિ દિન 30 જાન્યુઆરી 2019 ના રોજ 15 એકરમાં “રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક” નું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું. જ્યાં 80 સત્યાગ્રહીઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે.
  • દાંડીકૂચ દરમિયાન ઘનશ્યામ બિરલા ગાંધીજીને ભરૂચ જિલ્લાના જંબુસરમાં મળ્યા.
  • આ યાત્રા દરમિયાન શ્રી નરીમાન તથા શ્રી મહેરઅલી નડિયાદના ડભાણ ગામમાં ગાંધીજીને મળ્યાં.
  • પંડિત જવાહલાલ નહેરૂ ગાંધીજીને કંકાપુરા માં મળ્યાં.
  • દાંડીકૂચમાં ગાંધીજીના પરિવારજનો માંથી પત્ની કસ્તુરબા, અને પુત્ર રામદાસ અને મણિલાલ તથા ગાંધીજીના પૌત્ર કાંતિલાલ હરિલાલ ગાંધી એ ભાગ લીધો હતો.
  • રામદાસની યાત્રા પૂર્ણ થયા પછી બારડોલીથી આવેલ 319 સ્વયંસેવકો સાથે ભીમરાડ ગામે 6 એપ્રિલ, 1930 ના રોજ મીઠું ઉપાડતા સરકારે ધરપકડ કરી અને 6 માસની કેદની સજા કરી.

દાંડીકૂચની પૂર્ણાહુતિ

  • 6 એપ્રિલ, 1930 ના રોજ 6:00 વાગે સવારે સમુદ્ર સ્નાન કરીને 6:30 કલાકે ચપટી મીઠું ઉપાડી ગાંધીજીએ કહ્યું.
  • “મૈને નમક કા કાનૂન તોડ દીયા” અને “બ્રિટિશ સામ્રાજ્યની ઈમારતના પાયામાં હું આજથી લૂણો લગાડું છું.”
  • હજાર જનમેદનીના ગગનભેદી નાદ ગાજી ઉઠ્યો. “નમક કા કાયદા તોડ દીયા” દાંડીકૂચ પૂર્ણ કર્યા પછી 6 એપ્રિલ, 1930 થી 16 એપ્રિલ, 1930 સુધી ગાંધીજીએ દાંડીની આજુબાજુના ગામડાઓની મુલાકાત લીધી.
  • બોદાલી ગામમાં ગાંધીજી પોતે કુહાડીથી ખજૂરી કાપી અને કાયદાનો ભંગ કર્યો.
  • અંભેટી ગામ (તાલુકો બારડોલી)ના શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલને ખજૂરી કાપવા જતાં કુહાડી વાગવાથી મૃત્યુ પામ્યાં જે દાંડીકૂચના શહીદ બની ગયા, ગાંધીજીએ તરત જ અંભેટીની મુલાકાત લીધી અને શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલનાં મૃત્યુને શુદ્ધ બલિદાન તરીકે ઓળખાવ્યું.
  • આમ દાંડી સત્યાગ્રહના પ્રથમ શહીદ શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ હતા.
  • સમગ્ર દાંડીયાત્રા દરમ્યાન ગાંધીજીની ધરપકડ થઈ નહીં, પરંતુ જયારે ધરાસણા સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું ત્યારે 5 મે, 1930ના રોજ રાત્રે એક વાગે કરાડી ગામમાંથી ગાંધીજીની ધરપકડ કરીને યરવડા જેલમાં પૂર્યા.
  • આમ દાંડીયાત્રા માત્ર ભારતમાં જ નહિં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ક્રાંતિકારી ઘટના બની ગઈ એના પડઘા ઈંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, જાપાન અને અન્ય દેશોમાં પડવા લાગ્યા.
  • ત્યાર પછી સમગ્ર ભારતમાં મીઠાંના કાયદાના ભંગ માટે સભાઓ કે સરઘસો થવા લાગ્યાં.

રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરી, 2019 ના રોજ ગાંધીજીની 71મી પુણ્યતિથિ વર્ષ નિમિત્તે ગાંધીનિર્વાણ દિને નવસારીના દાંડી ખાતે રૂપિયા 110 કરોડના ખર્ચે 15 એકર વિસ્તારમાં તૈયાર થયેલા “રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક” (National Salt Satyagraha Memorial) નું લોકાર્પણ કર્યું.
  • રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની વિશેષતા :
  • દાંડી નમક સત્યાગ્રહ સ્મારક ખાતે ગાંધીની સાથે ઐતિહાસિક દાંડીકૂચમાં જોડાઈને પોતાનું યોગદાન આપનારા 80 સત્યાગ્રહીઓની પૂર્ણ કદની પ્રતિમાઓ મૂકવામાં આવી છે.
  • આ સ્મારક ખાતે 24 કથાત્મક ભીંત ચિત્રો (Narrative Murals) 1930 ના ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહથી જોડાયેલ વિવિધ ઘટનાઓ તથા કથાઓને દર્શાવે છે. રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક ખાતે 18 ફૂટ ઊઁચી ગાંધીની મૂર્તિ પણ મૂકવામાં આવી છે.
  • અહીં ઊર્જા બચત માટે સ્મારક પરિસરમાં 41 સૌરવૃક્ષ ઊભા કરવામાં આવ્યાં છે. સૌરવૃક્ષ દ્વારા દરરોજ 144 કિલોવોટ વીજળી પેદા કરાશે. અહીં પ્રવાસીઓ માટે 14 જેટલી સોફ્ટ મેકિંગ પેન્સ બનાવવામાં આવી છે. પર્યટકો જ્યારે ખારું પાણી આ પેનમાં નાખશે ત્યારે પેનની અંદરના મશીન દ્વારા બાષ્પીભવનની પ્રક્રિયાથી મીઠું બહાર આવશે.
  • સ્મારક સાથે વિશાળ તળાવ, ઓડિટોરિયમ, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

સમગ્ર ભારતમાં સવિનય કાનૂન ભંગ માટે યાત્રાઓ કરતા નેતાઓ

  • તમિલનાડુ :
    • તિરૂચેનગોડ આશ્રમથી ત્રિચુરાપલ્લીના વેદારણ્ય સુધી યાત્રા સી.રાજગોપાલાચારીએ કરી.
  • માલાબાર :
    • વાયકોમ સત્યાગ્રહના નેતા કે.કેલપ્પડે કાલીકટથી પેનાર સુધી યાત્રા કરી.
  • ઓરિસ્સા :
    • ગોપચંદ્ર બન્દુ ચૌધરી ના નેતૃત્ત્વમાં બાલાસોર, કટક અને પુરીમાં મીઠાના કાયદાનો ભંગ થયો.
  • આસામ :
    • સિલહટમાં પણ મીઠાના કાયદો તોડ્યો.
  • બંગાળા :
    • નોઆખલીમાં પણ મીઠાનો કાયદો તોડવાના પ્રયાસ થયા.
  • પશ્ચિમોત્તર સીમા પ્રાંત :
    • ખાન અબ્દુલ ગફારખાને કાયદા કરી.
  • નાગાલેન્ડ :
    • 13વર્ષની રાણી ગાડિલ્યુએ સવિનય કાનૂન ભંગમાં ભાગ લીધો.
  • મણિપુર :
    • જનજાતીય લોકોએ પણ સમર્થન આપ્યું.

વિશેષ નોંધ

  • દાંડીકૂચના દ્રશ્યોનું વર્ણન ચિત્ર સ્વરૂપે કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.
  • દાંડીકૂચની સ્મૃતિમાં ગુજરાત સરકારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે “મીઠાનો ડુંગર” (Salt of Mountin ) બનાવેલ છે.
  • ગાંધીજી પહેલા મીઠાનો સત્યાગ્રહ (1844) દુર્ગારામ મહેતાએ કર્યો હતો.
  • દાંડીકૂચની ઉજવણી રૂપે ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા 27 માર્ચ 1969 “દાંડીકૂચ” નામનું ઐતિહાસિક પુસ્તક પ્રકાશિત કર્યું હતુ. 360 પાનાની આ બૂકમાં 20 ફોટા અને એક નકશો પણ છે.

પરીક્ષાલક્ષી પ્રશ્નો

  • ગાંધીજીએ “દાંડીકૂચ” (દાંડયાત્રા) ક્યારે કરી હતી ?
    • 12 માર્ચ, 1930 થી 6 એપ્રિલ 1930 સુધી
  • ભારતમાં પ્રથમ સ્વતંત્ર દિન ક્યારે ઉજવાયો હતો ? ક્યાં ?
    • 26 જાન્યુઆરી, 1930 ના રોજ રાવી નદીના કિનારે
  • દાંડીયાત્રા બદલપુરના બદલે દાંડી સુધી રાખવાનું સૂચન કોણે કર્યું હતું ?
    • કલ્યાણજી મહેતા
  • ગાંધીજીએ “સવિનય કાનૂન ભંગ” ની લડત ક્યારથી શરૂ કરી ?
    • 12 માર્ચ, 1930 દાંડીયાત્રાથી
  • ગાંધીજીની દાંડીકૂચ (દાંડીયાત્રા) કેટલા અંતરની હતી ?
    • 241 માઈલ (385 કિલોમીટર)
  • ગોળમેજી પરિષદની પૂર્વશરતોના 11 મુદ્ધાની લોર્ડ ઈરવીન દ્વારા અવણના કરતા ગાંધીજીએ કઈ લડત ઉપાડી હતી ?
    • સવિનય કાનૂન ભંગ
  • દાંડીયાત્રા શરૂ થતાં પહેલાં કોની ઘરપકડ થઈ ? ક્યાંથી ?
    • સરદાર પટેલ, રાસ ગામ (જિ.ખેડા)
  • દાંડીકૂચના પ્રથમ બલિદાની કોણ બન્યાં ?
    • વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ
  • દાંડીયાત્રા કેટલા દિવસ ચાલી હતી ?
    • 25 દિવસ
  • “હું કાગડા કુતરાને મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ મુકવાનો નથી” આ ઉક્તિ કોની છે ?
    • ગાંધીજી
  • દાંડીયાત્રા વખતે ગાંધીજીને તિલક કોણે કર્યું હતું ?
    • કસ્તુરબાએ
  • દાંડીમાં ગાંધીજીનું સ્વાગત કોણે કર્યું હતું ?
    • સિરાજુદીન વાસી શેઠ
  • “દાંડી સ્મારક”નું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ? ક્યારે ?
    • પંડિત જવાહરલાલ નેહરૂએ, 6 એપ્રિલ 1961 ના રોજ
  • દાંડીયાત્રામાં ગાંધીજીના પરિવારજનો કેટલા હતાં ?
    • ગાંધીજી સહિત કુલ પાંચ
  • દાંડીયાત્રા દરમિયાન પંડિત જવાહરલાલ નેહરૂ ગાંધીજીને ક્યાં મળ્યા હતાં ?
    • કંકાપુર
  • દાંડીયાત્રા દરમિયાન ઘનશ્યામ બિરલા ગાંધીજીને ક્યાં મળ્યા હતાં ?
    • જંબુસર (જિ.ભરૂચ)
  • ગાંધીજીના પુત્ર રામદાસની ધરપકડ ક્યાંથી થઇ ? ક્યારે ?
    • ભીમરાડ, 6 એપ્રિલ 1930 ના રોજ
  • “બ્રિટીશ સામ્રાજ્યના પાયામાં ઈમારતના પાયામાં હું આનાથી લુણો લગાડું છું” એવું કોણે કહ્યું ? ક્યારે ?
    • ગાંધીજીએ, દાંડીયાત્રાની પુર્ણાહુતિ વખતે
  • દાંડીયાત્રાના શુદ્ધ શહીદ કોણ બન્યા ?
    • શ્રી વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ
  • દાંડીકૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ ? ક્યારે ?
    • કરાડી ગામ, 5 મે, 1930
  • તમિલનાડુમાં “સવિનય કાનૂન ભંગ”ની આગેવાની કોણે લીધી હતી ?
    • સી.રાજગોપાલાચારી
  • પશ્ચિમોત્તર સીમાપ્રાંત માં સવિનય કાનૂન ભંગ લડતની આગેવાની કોણે લીધી હતી ?
    • ખાન અબ્દુલ ગફારખાન
  • ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન સને 1930 માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્ત્વની ગણાઈ છે તેવી કઈ ઘટના આકાર પામી ?
    • દાંડીયાત્રા – મીઠાનો સત્યાગ્રહ
  • દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ ?
    • કનુભાઈ દેસાઈ
  • મહાત્મા ગાંધીની 71મી પૂણ્યતિથિના રોજ દાંડી ખાતે “રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક” નું રાષ્ટ્રને સમર્પિત ક્યારે અને કોણે કર્યું ?
    • 30 જાન્યુઆરી, 2019 ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ
  • કોણે દાંડીકૂચને “મહાભિનિષ્ક્રમણ” સાથે સરખાવી છે ?
    • મહાદેવભાઈ દેસાઈ
  • ગાંધીજીની દાંડીયાત્રાને “નેપોલિયનની પેરિસ માર્ચ”તરીકે કોણે સરખાવી છે ?
    • સુભાષચંદ્ર બોઝ
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?
    • મીઠાનો સત્યાગ્રહ

Leave a Comment

error: Content is protected !!