જિલ્લાની રચના | વિશેષતા |
---|---|
જિલ્લાની રચના | 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાની રચના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતાં. જિલ્લાનું મુખ્ય મથક : ખંભાળીયા |
તાલુકા (04) | દ્વારકા (ઓખામંડળ), ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ |
જિલ્લા સાથે સરહદો | જામનગર, પોરબંદર |
સાંસ્કૃતિક વારસો | વાવ : સોનકંસારી વાવ દેરાણી, જેઠાણીની વાવ (ભાણવડ) સાંસ્કૃતિક વન : ગુજરાત સરકારે નાગેશ્વર ખાતે 2013-14માં નાગેશ વનની સ્થાપના કરી હતી. મેળા : જન્માષ્ટમીનો મેળો (દ્વારકા), પિંડરાનો મેળો (કલ્યાણપુર) દ્વારકાથી 10 કિ.મી દૂર મીઠાપુર પાસે દારુકાવનમાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે સ્થાપેલો “શારદાપીઠ” આશ્રમ નજીકમાં જ આવેલો છે. તે ભારતની ચાર પીઠોમાંની એક પીઠ છે. |
ભૂગોળ | નદી : ગોમતી, ઘી, ફુલઝર બંદરો : ઓખા, બેટ દ્વારકા, સલાયા ડેમ : સાની ડેમ, સિંહણ ડેમ ટાપુઓ : બેટદ્વારકા (શંખોદ્વાર બેટ) – કાળુભા બેટ, પંચનાદ – બઈદા બેટ, રમણ દ્વીપ તળાવ : ગોપી તળાવ, રતન તળાવ અભયારણ્ય : મરીન નેશનલ પાર્ક, મહાગંગા પક્ષી અભયારણ્ય (ગાગા અભયારણ્ય) મીઠાપુર પાસેથી “મિલિયોલાઈટ” નામનો ચૂનાનો પથ્થર, જિપ્સમ અને કેલ્સાઈટ વગેરે મળે છે. |
અન્ય તથ્યો | ભારતીય સંસ્કૃતિના યુગ પ્રવર્તક એવા શ્રીકૃષ્ણનું સામ્રાજ્ય એટલે પ્રાચીન નગરી દ્વારકા. ગોમતી નદીના કિનારે આવેલું દ્વારકા હિન્દુઓના ચાર પ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક યાત્રાધામ છે. ખંભાળિયા શુદ્ધ ઘી માટે ભારતભરમાં પ્રખ્યાત છે. 2020 માં કુલ 8 દરિયાકિનારાને બ્લુ ફ્લેગ મળ્યા છે જેમાનું એક દ્વારકાનો શિવરાજપુર દરિયાકાંઠો પણ છે. દ્વારકાનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત, સ્કંદપુરાણ તથા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં થયેલ છે. |
વિગતવાર અભ્યાસ માટે | અહીં ક્લિક કરો |
