Gandhiyug – Gujaratno itihas

Gandhiyug – Gujaratno itihas – ગાંધીયુગ – ગુજરાતનો ઈતિહાસ

  • ઈ. સ. 1915 થી 1948 સુધીના સમયગાળાને “ગાંધીયુગ” તરીકે ઓળખવામાં આવે છે.

મહાત્મા ગાંધી

  • પૂરું નામ : મોહનદાસ કરમચંદ ગાંધી
  • જન્મદિન : 02-10-1869 ભાદરવા વદ 12, વિક્રમ સંવત 1925 (રેંટિયા બારશ) આ દિવસને યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • જન્મસ્થળ : પોરબંદર (સુદામાપુરી)
  • માતા : પૂતળીબાઈ
  • પત્ની : કસ્તૂરબા
  • ચાર પુત્રો : હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ
  • શિક્ષણ : મેટ્રિકયુલેશન રાજકોટ, ભાવનગરની શામળદાસ આર્ટ્સ કૉલેજમાં એસત્ર (ઈ.સ. 1887)
  • ઉપનામો : બાપુ, શાંતિદુત, રાષ્ટ્રપિતા, મહાત્મા
  • ઈ.સ. 1891 : બેરિસ્ટર થઈને ભારત આવ્યા.
  • ઈ.સ.1893 : શેઠ અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા.
  • ઈ.સ. 1894 : ડર્બન ખાતે નાતાલ ભારતીય કોંગ્રેસની સ્થાપના
  • આફ્રિકામાં આશ્રમો : ટોલ્સ્ટૉય ફાર્મ અને ફિનિકસ આશ્રમ
  • ભારતમાં આશ્રમો : અમદાવાદ ખાતે ઈ.સ. 1915 માં કોચરબ (સત્યાગ્રહ આશ્રમ), ઈ.સ. 1917 માં સાબરમતી (હરિજન આશ્રમ)
  • એસોસિએશન : ગાંધીજીએ અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશનની સ્થાપના કરી.
  • 9 જાન્યુઆરી, 1915 પ્રવાસી ભારતીય દિવસ : સ્વદેશ આગમન, “કેસર-એ-હિંદ” પુરસ્કારથી સન્માનિત થયા.
  • આધ્યાત્મિક ગુરુ : શ્રીમદ્ રાજચંદ્ર
  • રાજકીય ગુરુ : ગોપાલકૃષ્ણ ગોખલે
  • વૈચારિક ગુરુ : લિયો ટોલ્સટૉય
  • સાહિત્યિક ગુરુ : જહોન રસ્કિન
  • અંગત સચિવ : મહાદેવભાઈ દેસાઈ
  • આધ્યાત્મિક વારસદાર : વિનોબા ભાવે
  • આત્મકથા : સત્યના પ્રયોગો (ભાગ 1 થી 5)
  • નિર્વાણ દિન : 30/01/1948 (શહિદ દિન)
  • સમાધિ : રાજઘાટ (દિલ્હી)

આત્મકથા “સત્યના પ્રયોગો”

  • સૌ પ્રથમ જેરામદાસે યરવડા જેલમાં બાપુને આત્મકથા લખવા માટે મનાવ્યા પણ બાપુ તે લખી ન શક્યા. ત્યારબાદ સ્વામી આનંદે આત્મથા લખવા માટે બાપને મનાવ્યા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઈતિહાસ લખ્યા બાદ નવજીવન સાપ્તાહિકમાં ઈ.સ. 1925 થી ઈ.સ. 1929 સુધી ક્રમશઃ લખેલ લેખોનું સંકલન કરીને તેને આત્મકથા સ્વરૂપે પ્રગટ કરી. બાપુની આત્મકથામાં બાળપણથી લઈને ઈ.સ. 1921 સુધીનો સમય આવરી લેવાયો છે.
  • સત્યના પ્રયોગોમાં (આત્મકથા) બાપુનું જીવનકવન
  • કેળવણી નિરીક્ષક જાઈલ્સની શાળા મુલાકાત વખતે “Kettle” શબ્દની ખોટી જોડણીવાળી ઘટના બની.
  • બાપુએ બાળપણમાં “શ્રવણ પિતૃભક્તિ નાટક” જોયું અને તે નામનું પુસ્તક પણ વાચ્યું તેમણે “હરિચંદ્રનું આખ્યાન” ઘણીવાર જોયું. 13 વર્ષે કસ્તુરબા સાથે બાપુના લગ્ન થયા. બાપુએ પ્રથમવાર 13 વર્ષની ઉંમરે બીલેશ્વરના મહારાજ પાસેથી રામકથા સાંભળી.
  • ઈ.સ. 1887માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા અમદાવાદથી પાસ કરીને ભાવનગર શામળદાસ કૉલેજમાં પ્રથમ સત્રનો પ્રવેશ લીધો.
  • બાપુએ માતાની હાજરીમાં વિલાયત જતા પહેલા બેચરજી સ્વામી પાસેથી માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધેલી.
  • ગાંધીજીને સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ રાજકોટમાં મળી હતી.
  • બાળપણમાં ગાંધીજીને તમામ ધર્મો માંથી માત્ર ખ્રિસ્તી ધર્મ પ્રત્યે અભાવ હતો.
  • શારીરિક કસરતની તાલીમ આપનાર : દોરાબજી એદલજી ગીમી
  • સંસ્કૃતની કેળવણી આપનાર : કૃષ્ણશંકર માસ્તર
  • બાપુ ને રામ નામ શીખવનાર : દાઈમાં રંભા
  • ગાંધીજીને વિલાયતમાં વકાલતના અભ્યાસ માટે મોકલવાની સલાહ આપનાર : માવજી દવે (જોષીજી)
  • ગાંધીજીના અંગત સચિવ : મહાદેવભાઈ દેસાઈ
  • ગાંધીજીના અંગત સેવિકા : મીરાંબહેન (મેડેલિન સ્લેડ)
  • ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર : વિનોબા ભાવે
  • ગાંધીજીના પાંચમા પુત્ર : જમનલાલ બજાજ

વકાલતના અભ્યાસ માટે વિલાયતમાં

  • ગાંધીજી 4 સપ્ટેમ્બર, 1889ના રોજ જૂનાગઢના ત્રંબકરાય મજમુદાર સાથે મુંબઈ બંદરેથી વિલાયત જવા નીક્ળ્યા અને ઈંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન બંદરે ઉતયાં.
  • બાપુ વિલાયતમાં “અન્નાહારી મંડળ” નામની સંસ્થામાં જોડાયા. બાપુએ આહારવિષયક નીચેના પુસ્તકો વાંચ્યા.
    • સોલ્ટ લિખિત – અન્નાહારની હિમાયત
    • હાવર્ડ વિલિયમ્સ લિખિત – આહારનીતિ
    • મિસિસ એના કિંગ્સફર્ડ લિખિત – ઉત્તમ આહારની રીત
  • ખોરાક અંગેના તેમના પ્રયોગો અને વિચારો પર તેમણે દક્ષિણ આફ્રિકામાં “આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન“પુસ્તક લખ્યું.
  • મેડમ બ્લેવેટ્સ્કીનુ પુસ્તક “કી ટુ થીયોસોફી” વાંચીને હિન્દુ ધર્મના દર્શન – ચિંતનની માહિતી મેળવીને હિન્દુ ધર્મના ધાર્મિક વહેમો જાણ્યા.
  • બાપુએ બાઈબલ નો “નવો કરાર” વાંચ્યો તેમના ઉપર ઈસુના ગીરી પ્રવચનોની ગાઢ અસર થઈ.
  • ઈ. સ. 1891, 10 જૂનના રોજ બાપુ બા (બાર એટ લૉ) બન્યા. 11 જૂનના રોજ ઇંગ્લેન્ડ હાઇકોર્ટમાં બેરિસ્ટર તરીકે નામ નોંધાવ્યું.

ગાંધીજીનું સાહિત્ય

  • ગાંધીજીએ ઈ.સ. 1909 માં લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા એસ.એસ.કિલ્દોના કાસલ નામના જહાજમાં સૌ પ્રથમ પુસ્તક “હિંદ સ્વરાજ”(Indian Home Rule) લખ્યું.
  • ગાંધીએ જ્હોન રસ્કિનના પુસ્તક “અન ટુ ધ લાસ્ટ”નું “સર્વોદય” નામથી ગુજરાતીમાં અનુવાદ કર્યું.
  • ગાંધીજી પર રશિયન લેખક લિયો ટોલ્સટોયની કૃતિ “વોર એન્ડ પીસ” પુસ્તકનો ઘણો પ્રભાવ હતો.
  • મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો”નો અંગ્રેજી અનુવાદ “The story of My Experiments with Truth” ના નામે કર્યો.
  • ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો અંગ્રેજી અનુવાદ વાલજી ગોવિંદજી દેસાઈએ “કરન્ટ થોટ” નામથી કર્યો.
  • ચંદુભાઈ ભગુભાઈ દલાલ દ્વારા તૈયાર કરાયેલ પુસ્તક “ગાંધીજીની દિનવારી” માંથી ગાંધીજીના જીવનની સંપૂર્ણ માહિતી મળે છે.
  • ગાંધીજીના લખાણો “ગાંધીજીનો અક્ષરદેહ” ગ્રંથ શ્રેણીમાં પ્રગટ થયા હતા.
  • ટ્રસ્ટીશીપ નો સિદ્ધાંત ગાંધીજીએ આપ્યો હતો.
  • સત્યના પ્રયોગો (ભાગ 1 થી 5), દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ, હિન્દ સ્વરાજ, કેળવણીનો કોયડો, વ્યાપક ધર્મભાવના, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, ખરી કેળવણી, મંગલ પ્રભાત
  • ગાંધીજીનું પત્રકારત્વ : યંગ ઈન્ડિયા, નવજીવન, બુલેટિન, હરીજન (1933) તથા ઈન્ડિયન ઓપિનિયન (1903) ના તંત્રી રહ્યા હતા.
  • ગાંધીજીને પ્રિય “કાચબા-કાચબી” પુસ્તકના રચયિતા : કવિ ભોજા ભગત
  • ગાંધીજીને અંજલી આપતું “હરિનો હંસલો” કાવ્યના સર્જક : બાલમુકુંદ દવે
  • ગાંધીજીના બૃહદ જીવનચરિત્રનું નામ – “મારું જીવન એ જ મારી વાણી” પુસ્તકના રચયિતા : નારાયણ દેસાઈ
  • “Day to day Gandhi” નામની ડાયરી લખનાર : મહાદેવભાઈ દેસાઈ

ગાંધીજીએ આપેલા સૂત્રો

  • ખરાબ અક્ષર એ અધૂરી કેળવણી ની નિશાની છે.
  • સત્ય અને અહિંસા મારા ભગવાન છે.
  • ક્ષમા એ સિપાહી નું ઘરેણું છે.
  • મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે.
  • હું ફક્ત મારા અંતર આત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે.
  • ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ.
  • જીવન દરમ્યાન મારા પ્રસંસકો કરતા ટીકાકારો પાસેથી વધુ જાણવા મળ્યું છે.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસે

  • ઈ.સ. 1893ના એપ્રિલ મહિનામાં બાપુ દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાની પેઢીનાં તૈયબ હાજીખાન મોહમ્મદ વિરુદ્ધનો કેસ લડવા નાતાલ જવા રવાના થયા અને ડરબન બંદરે ઉતર્યા.
  • ઈ.સ. 1893માં ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના મોરિત્સબર્ગ સ્ટેશન પરની ટ્રેન “વ્હાઈટ ઓન્લી” કૉચની ફર્સ્ટકલાસની સીટ ન છોડવા બદલ ટ્રેનમાંથી ઉતારી મૂકાયા હતા. 7 જૂન 2018 ના રોજ આ ઘટનાને 125 વર્ષ પૂર્ણ થવાની યાદમાં સ્ટેશન અને ટ્રેનને ખાદીથી શણગારવામાં આવ્યાં હતાં.
  • 22 મે, 1894 ના રોજ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઈ. આ સંસ્થાએ સૌ પ્રથમ “બાલાસુંદરમ્” નામના ગિરમીટિયાનો કેસ ઉકેલ્યો. (ગિરમીટિયા : પાંચ વર્ષ કે તેથી ઓછા સમય માટે હિન્દુસ્તાનની બહાર મજૂરી કરતા મૂળ ભારતીય મજૂરો.)
  • ઈ.સ. 1894 માં સરકારે ગિરમીટિયાઓ પર વર્ષે 25 પાઉન્ડનો કર નાખેલો જે નાતાલ કોંગ્રેસના વિરોધથી ફકત 3 પાઉન્ડ થયો.
  • ઈન્ડિયન ફ્રેન્ચાઈઝ“માં છપાયેલા હિંદ મતદાર વિશેનો લેખ વાંચી બાપુ દક્ષિણ આફ્રિકામાં વધુ સમય રહેવા માટે તૈયાર થયા.
  • ગાંધીજીને ટોલ્સટોય ફાર્મ બનાવવા માટે ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાએ 25 હજાર રૂપિયાની મદદ આપી હતી.

ગાંધીજીએ સ્થાપેલ સંસ્થાઓ

  • ઈન્ડિયન નાતાલ ઓર્ગેનાઈઝેશન (1893)
  • ઈન્ડિયન એમ્બ્યુલન્સ કોપ (1899)
  • ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયા એસોસીએશન (1903)
  • પેસિવ રેસિસટેન્સ એસોસિએશન (1907)
    • ગાંધીજીએ 1904 માં જર્મન મિત્ર કેલનબેન્ક ની મદદથી ડરબન ખાતે ટોલ્સટોય ફાર્મ (ગાંધી આશ્રમ અથવા ફેનિક્સ આશ્રમ) ની સ્થાપના કરી.

સત્યાગ્રહ આશ્રમ (અમદાવાદ)

  • મહાત્મા ગાંધીજીએ 1915 માં ભારત પરત ફરી અમદાવાદના કોચરબ ખાતે 25મે, 1915માં કોચરબ આશ્રમની સ્થાપના કરી જે સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાય છે.
  • કોચરબ આશ્રમનું મકાન ગાંધીજીને બેરિસ્ટર જીવણલાલે દાનમાં આપ્યું હતું.
  • ઠક્કરબાપાની ભલામણથી અહીં ગાંધીજીએ હરિજન પરિવારના દાદાભાઈ અને દુનીબહેનને આશરો આપ્યો હતો.
  • ઈ.સ.1917 માં મરકી (પ્લેગ)નો રોગ ફાટી નીકળતા ગાંધીજીએ કોચરબ આશ્રમ છોડી સાબરમતી આશ્રમની સ્થાપના કરી.

સાબરમતી આશ્રમ (અમદાવાદ)

  • આ આશ્રમની સ્થાપના માટે મિલ માલિક અંબાલાલ સારાભાઈએ આર્થિક મદદ કરી હતી.
  • સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજી જ્યાં વસવાટ કરતા હતા તે મકાન ને “હૃદય કુંજ” તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતીના હૃદયકુંજનું નામ કાકાસાહેબ કાલેલકરે પાડયું હતું. આ ઉપરાંત મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબેનની કુટિર આવેલી છે. (મીરાંબેન મૂળ બ્રિટનના હતા. તેમનું મૂળ નામ મેડેલીન સ્લેડ હતું.)
  • સાબરમતી આશ્રમથી ગાંધીજીએ 12 માર્ચ 1930 ના રોજ દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો.
  • દાંડીકૂચ વખતે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી પ્રતિજ્ઞા લીધી હતી કે “સ્વરાજ નહી મળે ત્યાં સુધી આ આશ્રમમાં પગ નહીં મૂકું
  • 10 મે, ઈ.સ.1963 ના રોજ સાબરમતી આશ્રમમાં “ગાંધી સ્મારક” સંગ્રહાલયનું તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઉદઘાટન કર્યું.

ભારતમાં સ્થાપેલ સંસ્થાઓ

  • કોચરબ આશ્રમ (1915)
  • સાબરમતી આશ્રમ (હૃદયકુંજ) (1917)
  • અમદાવાદ ટેકસટાઈલ લેબર એસોસિએશન (1918)
  • તિલક સ્વરાજ ફંડ (1920)
  • ગૂજરાત વિદ્યાપીઠ (1920)
  • જ્યોતિસંઘ (1930)
  • હરિજન સેવક સંઘ (1932)
  • સેવાગ્રામ આશ્રમ(વર્ષા) – (1936)
  • વિકાસગૃહ (1937)
  • ગૌ-સેવા સંઘ – (1941)
ભારતમાં સ્થાપેલ સંસ્થાઓ

વિશેષ માહિતી

  • ગાંધીજી ની પ્રેરણાથી ઈ.સ.1939 માં પંચમહાલના દાહોદ ખાતે પ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ અને ગૌઢસેવા સંઘ – ઈ.સ. 1941 માં સ્થાપ્યું.
  • પટનામાં ગાંધીજી ની વિશ્વની સૌથી ઊંચી 72 ફૂટની પ્રતિમા આવેલી છે.
  • ગાંધીજીના 1969માં તેમના જન્મ શતાબ્દી નિમિત્તે પહેલીવાર તેમના ફોટાવાળી નોટ જારી કરવામાં આવી હતી. આ નોટ પાછળ સેવાગ્રામ આશ્રમ હતો. ઓકટોબર, 1978 માં ગાંધીજી ની તસવીરવાળી 500ની નોટ જારી કરવામાં આવી હતી.
  • ગાંધીજીના પિતાનું નિવાસસ્થાન “કબાગાંધીનો ડેલો” રાજકોટ ખાતે આવેલો છે.
  • ગાંધીજી ની 1930ની દાંડીકૂચને વિશ્વના 10 સૌથી મહાન આંદોલનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • 1930 ની દાંડીકૂચ સમયે પાટડી વિસ્તારમાં સ્વયંભૂ ચળવળ શરૂ કરી હતી. આ ચળવળકારોને “ગાંધીજી ના ગોવાળિયા” તરીકે ઓળખવામાં આવ્યાં હતાં.
  • ગાંધીજીએ લડતને કામચલાઉ “પેસિવ રેઝિસ્ટન્સ” નામ આપ્યું. મગનલાલ ગાંધીએ લડતને “સદાગ્રહ” નામ આપ્યું અને “ય” અક્ષરને વચ્ચે ઉમેરી “સત્યાગ્રહ” શબ્દ બનાવ્યો.
  • 1930માં ગાંધીજી લંડન ગયા ત્યારે અમેરિકન મૂર્તિકાર જો. ડેવિડસને ગાંધીજીની સૌપ્રથમ પ્રતિમા બનાવી હતી.
  • મહાત્મા ગાંધીજીના સમાધિ સ્થળ “રાજઘાટ” ઉપરાંત ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ – આદિપુર ખાતે પણ ગાંધીજી ની એક સમાધિ આવેલી છે. આ ગાંધીજીની સમાધિમાં અસ્થિફૂલ સચવાયેલા હોવાથી આ ગાંધીજી સમાધિનું પણ વિશેષ મહત્વ છે.
  • ભારતના પ્રથમ ગાંધીજીના મંદિરનું નિર્માણ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના કોટડી (મહાદેવપુરી) ગામમાં 1948માં ગાંઘીજીના નિધન બાદ થયું હતું.
  • ગાંધીજીએ 1921માં સંકલ્પ લીધો કે આઝાદી મળશે નહીં ત્યાં સુધી દર સોમવારે ઉપવાસ કરીશ.
  • દેશભરમાં 2 ઓકટોબર 2019 ના રોજ મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે “સ્વચ્છ ભારત દિવસ” કાર્યક્રમની ઉજવણી કરી. આ પ્રસંગે તેમણે એક ટપાલ ટિકિટ બહાર પાડી જેમાં ગાંધીજીના જીવન અને આંદોલનના ચિત્રો છે. તદ્ઉપરાંત મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી લખેલ 150 રૂપિયાનો 40 ગ્રામ ચાંદીનો સિક્કો બહાર પાડયો હતો. આ પ્રસંગે શ્રીલંકા, ફ્રાન્સ, ઉઝબેકિસ્તાન, તુર્કી, પેલેસ્ટાઈન વગેરે દેશોએ ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
  • વડાપ્રધાન મોદીએ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સમાં “Why India & The World Need Gandhi” નામે લેખ લખ્યો જેમાં તેમણે ગાંધીજીને શ્રેષ્ઠ શિક્ષક અને માર્ગદર્શક પ્રકાશ ગણાવ્યા હતાં.

ગાંધીજીનું ભારતમાં આગમન

  • ગાંધીજી 9 જાન્યુઆરી, 1915 ના રોજ ભારત (મુંબઈ એપોલો બંદર) આવ્યા. ગાંધીજીએ વિદેશમાં વસતા મૂળ ભારતીય લોકોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડી રાખ્યા તેથી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એલ.એમ. સંઘવી સમિતિની ભલામણથી વર્ષ 2003 થી 9 જાન્યુઆરીને દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.
  • ગાંધીજીનું 25 મે, 1915 ના રોજ ગુજરાત (અમદાવાદ)માં આગમન થયું.

ગાંધીજીને અપાયેલા બિરુદો

  • સુભાષચંદ્ર બોઝ : રાષ્ટ્રપિતા
  • વિન્સ્ટન ચર્ચિલ : અર્ધનગ્ન ફકીર
  • માઉન્ટબેટન : વન મેન બાઉન્ડ્રી
  • વિનોબા ભાવે : બાપુ
  • રવીન્દ્રનાથ ટાગોર (ચંપારણ સત્યાગ્રહ વખતે) :મહાત્મા
  • લોર્ડ હેલી ફેક્સ : સારા નાના વ્યક્તિ
ગાંધીજીને અપાયેલા બિરુદો

ગાંધીજીએ આપેલા બિરુદો

  • રવિશંકર મહારાજ : મૂકસેવક
  • કાકાસાહેબ કાલેલકર : સવાઈ ગુજરાતી
  • ઝવેરચંદ મેઘાણી : રાષ્ટ્રીય શાયર
  • મેડમ સ્વેડન : મીરાંબાઈ
  • એમ.એસ. ગોવલેકર : બંગબંધુ
  • જયકૃષ્ણ ઠાકર : ગુજરાતનું ભૂષણ
  • સુભાષચંદ્ર બોઝ : નેતાજી
  • ચિતરંજન દાસ : દેશબંધુ
  • સી. એફ. એન્ડ્રુઝ (ચાર્લ્સ ફીઅર એન્ડ્રુઝ) : દીનબંધુ
  • મોતીભાઈ અમીન : ચરોતરનું મોતી
  • મુહમ્મદઅલી ઝીણા : કાયદે આઝમ
  • મોહનલાલ પંડયા : ડુંગળીચોર
  • મૈથીલીશરણ ગુપ્ત : રાષ્ટ્રીય કવિ
  • રવિન્દ્રનાથ ટાગોર : ગુરૂદેવ
ગાંધીજીએ આપેલા બિરુદો

Leave a Comment

error: Content is protected !!