Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas

  • Gandhiyugna pradeshik satyagraho – Gujaratno itihas – ગાંધીયુગના પ્રાદેશિક સત્યાગ્રહો – ગુજરાતનો ઈતિહાસ

સત્યાગ્રહ એટલે કે પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ભારતમાં અને ભારતની બહાર ઘણા સત્યાગ્રહો કર્યા હતા. આઝાદીની લડત દરમિયાન ગુજરાતમાં થયેલા પ્રમાણે છે.

ગુજરાતસભાનું ગોધરા અધિવેશન

ઈ.સ. 1917માં ગોધરામાં ગાંધીજીની અધ્યક્ષતા હેઠળ “ગુજરાત સભા“નું અધિવેશન ભરાયું. આ અધિવેશનની કાર્યવાહી પ્રથમ વખત ગુજરાતી ભાષામાં થઈ (જેનું સૂચન ગાંધીજી દ્વારા કરવામાં આવ્યું હતું.) અને બ્રિટીશ તાજ તરફ વફાદારી દાખવવાની પ્રથા બંધ કરાઈ તેમજ વેઠ પ્રથા નાબૂદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.

વિરમગામ જકાતબારી કેસ

  • ઈ.સ. 1917માં મુંબઈથી કાઠિયાવાડમાં રાજકોટ જતી વખતે વઢવાણ સ્ટેશને મોતીલાલ દરજી ગાંધીજીને મળ્યા. મોતીલાલ દરજીની વિરમગામ જકાતબારી સંબંધિત ફરિયાદથી બાપુએ વીરમગામ જકાતબારીની જકાત દૂર કરવા ક્રમશઃ મુંબઈ ગવર્નર અને વાઈસરોય લોર્ડ ચેમ્સફોર્ડને મળ્યા.
  • સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની આ જકાતબારી દૂર કરવાની અગાઉ પણ ફરિયાદ સરકારને થયેલી.વાઈસરોયના આદેશથી આ જકાતબારી દૂર તો થઈ પણ ઈ.સ. 1927માં લોર્ડ ઈરવિનના સમયમાં તેને ફરી શરૂ કરવામાં આવી.

ચંપારણ સત્યાગ્રહ (1917)

  • સ્વદેશ આગમન બાદ બાપુનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ હતો.
  • હિમાલયની તળેટીમાં આવેલો. બિહારનો પારણ પ્રદેશ આંબાવાડી અને ગળી માટે પ્રખ્યાત હતો. યુરોપિયન જમીનદારો ખેડૂતોને ગળીનું ફરજિયાત વાવેતર કરવાની અને સરકારને અંગ્રેજ માલિકો નક્કી કરે તે જ ભાવે વેચવી પડતી હતી.
  • રાજકુમાર શુકલના આગ્રહથી ગાંધીજીએ ચંપારણના મોતીહારીમાં રહી લડત ચલાવી. ચંપારણના યુરોપિયન જમીનદારોએ જમીનના 3/20 ભાગમાં ફરિજયાત ગળીનું વાવેતર (તીનકઠિયા પદ્ધતિ) અનુસરવાની ખેડૂતોને ફરજ પાડતા તેની વિરુદ્ધમાં અહિંસક સત્યાગ્રહનો ભારતમાં ગાંઘીજીનો આ પ્રથમ સફળ સત્યાગ્રહ છે. આ સત્યાગ્રહ બાદ ગાંધીજીને ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે સૌ પ્રથમ “મહાત્મા” કહ્યા.
  • ભારત સરકારે 2017માં ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષ પૂર્ણ થતા ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
ચંપારણ સત્યાગ્રહ ટપાલ ટિકિટ

ખેડા સત્યાગ્રહ (1917-18)

  • ઈ.સ. 1917 માં અતિવૃષ્ટિથી ખેડામાં પાકનો નાશ થવાના કારણે ખેડૂતોએ મહેસૂલી કાયદાની જોગવાઈ મુજબ (25% કરતાં ઓછો પાક થાય તો મહેસૂલ માફ કરવાની જોગવાઈ) સરકાર પાસે મહેસૂલ માફીની માંગ કરી પરંતુ મહેસૂલ માફ કરવાને બદલે સરકારે પૂરેપૂરું મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કરતા ગાંધીજીએ જ્યાં સુધી મહેસૂલમાં છૂટ ન મળે ત્યાં સુધી ખેડૂતોને મહેસૂલ ન ભરવા જણાવી 22 માર્ચ 1918 ના રોજ નડિયાદથી સત્યાગ્રહ મોહનલાલ પંડયાના આગ્રહથી શરૂ કર્યો.
  • ગુજરાતની ધરતી પર થયેલો આ પ્રથમ ખેડૂત સત્યાગ્રહ છે. જ્યારે ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ છે.
  • વર્ષ 2018માં ખેડા સત્યાગ્રહના 100 વર્ષ પૂર્ણ થયા.
  • ખેડા આંદોલનની શરૂઆત ખરેખર તો મોહનલાલ પંડયાએ કરી હતી. પછીથી મોહનલાલ પંડયાએ ગાંધીજીને ખેડા સત્યાગ્રહ કરવાનું કહ્યું.ગાંધીજીના કહેવાથી મોહનલાલ પંડયાએ ખેતરમાંથી ડુંગળીનો પાક ચોરી લેતા ગાંધીજીએ તેમને “ડુંગળીચોર“નું બિરુદ આપ્યું.
  • વિઠ્ઠલભાઈ પટેલ અને જે.કે.પારેખે સમગ્ર વિસ્તારનો સર્વે કરી પોતાનો અહેવાલ કલેકટરને આપેલો જ્યારે ઠક્કરબાપાએ સર્વેનો અહેવાલ બાપુને સોંપેલો. ગાંધીજીએ પોતે પણ ખેડા જિલ્લાના 559 ગામડાઓની મુલાકાત લીધી હતી. પરંતુ આ બાબતનું કોઈ નક્કર પરિણામ ન આવ્યું. આથી ગાંધીજીને સત્યાગ્રહ કરવાની ફરજ પડી.
  • ગાંધીજીએ ચાર આના કરતાં ઓછો પાક થાય તો મહેસૂલ માફ કરવાની અને છ આના કરતાં ઓછો પાક થાય તો મહેસૂલ મુલત્વી રાખવાની માંગણી કરી.
  • આખરે સરકારે સશકત ખેડૂતો પાસેથી મહેસૂલ વસૂલવાનો આગ્રહ રાખ્યો અને ગરીબ ખેડૂતોને મહેસૂલમાં છૂટ આપી ત્યારે આ આંદોલન પાછું ખેંચાયું. આમ, આ સત્યાગ્રહ આંશિક સફળ ગણી શકાય.
  • આ સત્યાગ્રહમાં વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ પટેલ, મોહનલાલ પંડયા, ઈન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, દરબાર ગોપાલદાસ, અનસુયાબેન જેવા સાથીઓ મળ્યા. આ લડતમાં શ્રી વલ્લભભાઈ પટેલ ગાંધીજીથી પ્રેરિત થઈને વકીલાત છોડી પ્રજાની સેવા કરવાનું નક્કી કર્યું.
  • ખેડા સત્યાગ્રહમાં મદદરૂપ થનાર કુંવરજી મહેતાએ “પાટીદાર યુવક મંડળ” ની સ્થાપના કરી.
  • આ સત્યાગ્રહ સમયે ગાંધીજીએ પાઘડી ન પહેરવાની તથા આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી.

અમદાવાદ મિલ મજૂર આંદોલન (1919)

  • ઈ.સ.1917માં પ્લેગ (મરકી)ને લીધે મજૂરોએ અમદાવાદ છોડી ગામડા તરફ પ્રાણ કર્યુ ત્યારે મિલ માલિકોએ પગારના 75 % નું “પ્લેગ બોનસ” જાહેર કરેલું જે રોગચાળો બંધ થયા બાદ મિલ માલિકોએ બોનસ આપવાનું બંધ કર્યું તેનો મિલ મજૂરોએ વિરોધ કર્યો આથી અનસૂયાબેને આ પ્રશ્નનો નિકાલ માટે ગાંધીજી પાસે માંગણી કરી. પૂરતી તપાસ કર્યા બાદ બાપુએ 35% પગાર વધારાની માંગ કરેલી પણ મિલ માલિકો 20% થી વધુ વધારો આપવા તૈયાર ન થયા જ્યારે મજૂરોએ 50% પગાર વધારાની માંગણી કરી હતી.આ બાબતે મિલ માલિક અંબાલાલ સારાભાઈએ ગાંધીજીને લવાદી માટે મનાવી લીધા. ગાંધીજીએ પણ મજૂર પક્ષને લવાદી માટે મનાવી લીધા.
  • તેમ છતાં અમુક મજૂરો હડતાળ ઉપર ઉતર્યા તેથી મિલ માલિકોએ 22 ફેબ્રુઆરી, 1917ના રોજ તાળાબંધીની ઘોષણા કરી હતી. ત્યારબાદ ગાંધીજીએ મજૂરોમાં આવેલી નબળાઈઓને જોઈને ગાંધીજીએ ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો.
  • આ આંદોલનમાં પ્રથમ વખત તેમણે ઉપવાસ શસ્ત્રનો પ્રયોગ કર્યો. અંતે આનંદશંકર ધ્રુવની લવાદી સ્વીકારાઈ અને મજૂરોની માંગણી વ્યાજબી ઠેરવી અને પ્રથમ દિવસે 35% બીજા દિવસે 20% અને બાકીના ગાળાના દિવસો માટે 27.5% વધારો આપવાનો ચુકાદો આપ્યો. ગાંધીજીએ મિલ મજૂરોની હડતાળને “ધર્મયુદ્ધ” નામ આપ્યું હતું.
  • આ આંદોલન બાદ માલિકો અને મજૂર વચ્ચે જ્યારે પણ વિવાદ સર્જાય ત્યારે “લવાદી પંચ” નીમવાની પરંપરા શરૂ થઈ. પ્રથમ લવાદી પંચના અધ્યક્ષ આનંદશંકર ધ્રુવ બન્યા.
  • આ સત્યાગ્રહમાં અંબાલાલ સારાભાઈના બહેન અનસુયાબેને મજૂરપક્ષે રહીને મહત્વની ભૂમિકા ભજવી. મહાત્મા ગાંધીજીનો પ્રત્યક્ષ રીતે ગુજરાતની ઘરતી પરનો પ્રથમ શહેરી સત્યાગ્રહ હતો. તેના પરિણામ સ્વરૂપે ઈ.સ.1920 માં મજૂર મહાજન સંઘની સ્થાપના અમદાવાદમાં થઈ.

બોરસદ સત્યાગ્રહ (1923)

  • ઈ.સ. 1923 માં હાલના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની પ્રજાને હેરાન કરતા બાબરિયા દેવ નામના બહારવટિયાને કાબૂ કરવા સરકારે કરેલ વધારાની પોલીસની ભરતી અને નાખેલા “હેડિયાવેરા” (માથાદીઠ 2.5 રૂપિયા અથવા 2 રૂપિયા 7 આના) નો વિરોધ થયો. આમ, વેરાની સમગ્ર રકમ 2,74,000 રૂપિયા થતી હતી.
  • પ્રજા માટે એકબાજુ સરકાર અને બીજી બાજુ બહારવિટયાનો ત્રાસ વધતા વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત પ્રાંતિક સમિતિએ વેરો ન ભરવા-જપ્તી, દંડ અને સજા વહોરીને સત્યાગ્રહ શરૂ કર્યો.
  • સરદાર પટેલે ગવર્નર લેસ્લી વિલ્સનને તપાસ કરવાની ફરજ પાડી. પરિણામે 5 જાન્યુઆરી, 1974ના રોજ “હડિયાવેરો” રદ કરી જપ્ત થયેલો રૂપિયા 900નો દંડ પરત કર્યો એટલે સત્યાગ્રહનો સફળ અંત આવ્યો.
  • ગાંધીજીના અંગત મંત્રી (રહસ્યમંત્રી) મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને “ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ“તરીકે ઓળખાવ્યો હતો.
  • બોરસદના બહારવટીયાઓને સાચો માર્ગ ચિંધનાર રવિશંકર મહારાજ હતાં.
  • આ સમયગાળામાં કાનપુરમાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) અને 1925માં વિજ્યાદશમીના દિવસે નાગપુર ખાતે ડૉ. કેશવરામ બલીરામ હેડગેવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R.S.S.)ની સ્થાપના કરી. “પંચજન્ય” RSSનું મુખપત્ર છે. ગુજરાતીમાં “સાધના” અને અંગ્રેજીમાં “ધ ઓર્ગેનાઈઝર“ના નામથી પ્રકાશિત થાય છે.

બારડોલી સત્યાગ્રહ (1928)

  • ઈ.સ.1926માં કલેકટર જયકર અને સેટલમેંટ કમિશનરે બારડોલી તાલુકામાં જમીન મહેસૂલની ખોટી આકારણી કરીને તાલુકાનું 30% મહેસૂલ વધારી દીધું હતું અને 7 વર્ષના ગણોતને એક વર્ષનું ગાવાની મોટી ભૂલ કરી હતી. માત્ર 15% ને બદલે 50% જમીન ગણોત તરીકે અપાય છે એમ તેમણે ધાર્યું હતું. આમ ગણોતનું ધોરણ અને વધેલા ભાવનું ધોરણ બંને સ્વીકારતા સરકારે બારડોલીના ખેડૂતો પર 22 ટકા મહેસુલી વેરો વધાર્યો હતો.
  • આ લડતની શરૂઆત કુંવરજીભાઈએ કરેલી પરંતુ વલ્લભભાઈ પટેલે 12 ફેબ્રુઆરી, 1928 થી કુંવરજીભાઈ અને કલ્યાણજી મહેતાની વિનંતીથી આા સત્યાગ્રહની આગેવાની લીધી. આ લડતમાં કનૈયાલાલ મુનશીએ કાનૂની મદદ કરી હતી.
  • સત્યાગ્રહ” પત્રિકા પ્રગટ કરવાની અને વહેંચવાની જવાબદારી જુગતરામ દવે અને મગનભાઈ દેસાઈએ સંભાળી. મુખ્ય કાર્યકર્તાઓની છાવણી ઊભી કરી અને “વિભાગપતિ” નીમ્યા. મોહનલાલ પંડયા, રવિશંકર મહારાજ, ડૉ. ચંદુલાલ દેસાઈ, કલ્યાણજી કુંવરજી અને બળવંતરાય મહેતાને વિભાગપતિ તરીકે જવાબદારી સોંપાઈ. ગાંધીજીના લડત અંગેનું માર્ગદર્શન “નવજીવન” માં છપાયું.
  • જમીન મહેસૂલ વધારાના વિરોધમાં “લેન્ડ લીગ” શરૂ થઈ. સુરત જિલ્લામાં મીઠુબેન પીટીટની આગેવાની હેઠળ દારૂબંધી નિષેધની ચળવળ અને ખાદી પ્રચારના કાર્યક્રમો પૂરજોશમાં ચાલ્યા હતા. ઈ.સ.1929ની એપ્રિલમાં ઉનાઈ ખાતે મળેલ રાનીપરજ પરિષદમાં દારૂ અંગેની નીતિને વખોડી કાઢવામાં આવી.
  • અબ્બાસ સાહેબ, ઈમામ સાહેબ, કલ્યાણજીભાઈ તથા કુંવરજીભાઈની હાજરીએ તથા ફૂલચંદભાઈના યુદ્ધ ગીતોએ તથા જયોત્સનાબેન શુકલએ લોકોમાં જોશ અને ઉત્સાહ ભર્યો. લડતના ખર્ચને પહોંચી વળવા વલ્લભભાઈએ લોકફાળો એકત્રિત કર્યો.
  • વલ્લભભાઈ પટેલના આ આંદોલનના સફળ નેતૃત્વના કારણે ગાંધીજીના કહેવાથી બારડોલીની બહેનોએ વલ્લભભાઈ ને “સરદાર” નું બિરૂદ આપ્યું અને દેશભરના ખેડૂતોએ 12 જૂન, 1928ના રોજ “બારડોલી દિન” ઉજવ્યો.
  • બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખીબેને સૌ પ્રથમવાર વલ્લભભાઈ પટેલને સરદાર તરીકે સંબોધન કર્યું હતું.

Leave a Comment

error: Content is protected !!