જિલ્લાની રચના | વિશેષતા |
---|---|
જિલ્લાની રચના | ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : વેરાવળ |
તાલુકાઓ (06) | ગીરગઢડા, સુત્રાપાડા, વેરાવળ, ઉના, તાલાલા, કોડીનાર |
જિલ્લા સાથે સરહદો | અમરેલી, જૂનાગઢ |
સાંસ્કૃતિક વારસો | સંગ્રહાલય : પ્રભાસ પાટણ મ્યુઝિયમ – સોમનાથ કુંડ / સરોવર : (1) તુલસીશ્યામ તત્પોદકકુંડ : તુલસીશ્યામ, (2) બ્રહ્મકુંડ : કોડીનાર, (3) ત્રિવેણી કુંડ : ઉના, (4) સૌમ્ય સરોવર : સોમનાથ વાવ : કાંચરી વાવ – ઉના સાંસ્કૃતિક વન : હરિહર વન (2007) મેળો : સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો મેળો ગુફા : શાણાવાંકિયાની ગુફા મંદિર : ભારતના 12 જ્યોતિલિંગમાનું પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર ગીરસોમનાથ જિલ્લામાં આવેલું છે. |
ભૂગોળ | નદી : કપિલા, હિરણ, મછુન્દ્રી બંદરો : વેરાવળ (વેરાવળ), નવાબંદર (ઉના) ધોધ : ઝમઝીર ધોધ ડુંગરો : ગીરની ટેકરીઓ (સાસણગીર, તુલસીશ્યામ, નંદવેલી, મોડધાર). અભયારણ્ય : ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તાલાલા તાલુકામાં કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ચોરવાડ (જિ. જૂનાગઢ) થી ઉના (જિ. ગીરસોમનાથ) સુધીનો વિસ્તાર લીલી નાઘેર તરીકે ઓળખાય છે વેરાવળથી ઓખા સુધીના દરિયામાં શાર્ક અને વ્હેલ માછલીઓ જોવા મળે છે. સોમનાથ ખાતે હિરણ, કપિલા અને સરસ્વતીનો સંગમ થાય છે. |
અન્ય તથ્યો | ટોલમીએ વેરાવળનો “વેરાકુલ” તરીકે ઉલ્લેખ કર્યો છે. વેરાવળ અને ચોરવાડ વચ્ચે સમુદ્રમાં વીર સાવરકરની સ્મૃતિમાં અખિલ ભારતીય મુક્ત તરણ સ્પર્ધા દર વર્ષે યોજવામાં આવે છે. વેરાવળમાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાનો “શાર્ક ઓઈલ પ્લાન્ટ” આવેલો છે, જે ગુજરાતમાં સૌથી મોટો પ્લાન્ટ છે. સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહનું આ એક માત્ર નિવાસસ્થાન સાસણગીર છે. ઉના : વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે. સોમનાથ મંદિરને “કૈલાસ મહામેરુ પ્રાસાદ” તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળમાં ભાલકા ખાતે મોક્ષપીપળો આવેલો છે, “ભાલકા તીર્થ” અતિ પૌરાણિક સ્થાન છે. આ સ્થળે ભગવાન શ્રી કૃષ્ણના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતાં. |
વિગતવાર અભ્યાસ માટે | અહીં ક્લિક કરો |
