જીએસટીનો ઈતિહાસ / GST History
- ભારતમાં સૌપ્રથમ ઈન્ડાયરેકટ ટેકસની શરૂઆત ઈ.સ. 1986માં શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહે આપેલા મોડીફાઈડવેલ્યુ એડેડ ટેક્ષ (MODVAT) ના પરિચયથી શાય છે.
- ભારતમાં જીએસટી અંગે સૌપ્રથમ ચર્ચા-વિચારણા ઈ.સ. 1999માં તત્કાલિન વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપાઈ અને તેમના આર્થિક સલાહકારો વચ્ચે થઈ હતી.
- શ્રી અટલબિહારી વાજપાઈએ જીએસટીના મોડલની રચના માટે શ્રી અસિમદાસ ગુપ્તાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
- ભારતમાં ટેક્ષ સુધારા માટે શ્રી અટલબિહારી વાજપાઈએ શ્રી વિજય કેલકરની અધ્યક્ષતામાં ઈ.સ. 2003માં એક સમિતિની રચના કરી હતી.
- ઈ.સ. 2005માં શ્રી વિજય કેલકર સમિતિએ 12મા નાણાપંચની સૂચના મુજબ જીએસટી લાગુ કરવાની ભલામણ કરી હતી.
- ઈ.સ. 2006માં તત્કાલિન નાણામંત્રી શ્રી પી.ચિદમ્બરમે 1 એપ્રિલ, 2010થી જીએસટી લાગુ કરવાની ભલામણ કરી હતી.
- ત્યાર બાદ ફેબ્રુઆરી 2015માં નાણા મંત્રીશ્રી અરૂણ જેટલીએ જીએસટી બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.
- 6 મે, 2015માં લોકસભાએ જીએસટી માટે બંધારણ સુધારા બિલ પસાર કર્યું હતું.
- ત્યારબાદ 3 ઓગસ્ટ, 2016ના રોજ રાજ્યસભામાં પસાર થયેલા આ બિલને 18 રાજ્યો દ્વારા મંજૂરી આપીને અંતે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા તેને મંજૂર કરવામાં આવ્યું હતું.
જીએસટી શું છે ? / What is GST ?
- GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
- GST એ પરોક્ષ ટેક્સ છે.
- રાજ્યસભામાં પસાર થયેલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી) ખરડો 2014, એ રાજ્યસભામાં 122મો બંધારણીય સુધારા ખરડો છે.
- તેનું સંચાલન જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે અને તેના અધ્યક્ષ નાણાંમંત્રી છે.
- GST એ મલ્ટિસ્ટેજ ડેસ્ટિનેશન બેઝડ કર વ્યવસ્થા છે. જેમાં રાજ્યો અને કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતા તમામ કરવેરા અને સેસને રદ કરીને તેને સ્થાને એક જ કરપદ્ધતિ અમલી બનાવાઈ છે. વેલ્યૂ એડિશનના દરેક તબક્કે આ કર વસૂલ કરવાની તેમાં જોગવાઈ છે. ઉત્પાદનના દરેક તબક્કે એટલે કે કાચો માલસામાન ખરીદવાથી માંડીને પ્રોસેસિંગ, મેન્યુફેક્ચરિંગ, વૈરહાઉસિંગ અને ચીજોનુ ગ્રાહકોને વેચાણ એમ દરેક તબક્કે ટેક્સ લેવામાં આવશે. અગાઉના દરેક તબક્કામાં લેવાનાર ટેક્સ માટે સેટ ઓફ બેનિફિટ આપવામાં આવશે. આમ ગ્રાહકે સપ્લાય ચેઈનના છેલ્લા ડીલર દ્વારા વસૂલવામાં આવનાર જીએસટી જ ચૂકવવાનો રહેશે.
જીએસટી નો ઉદ્દેશ / Pupose of GST
- GSTને કારણે “એક દેશ, એક ટેક્સ”નું સ્વપ્ન સાકાર થશે. GST લાગુ થતા સેસ, સરચાર્જ, સર્વિસ ટેક્સ… વગેરે કેન્દ્રીય તથા વેટ,પરચેઝ ટેક્સ, એન્ટ્રી ટેક્સ….વગેરે જેવા અનેક સ્ટેટ ટેક્સ (રાજ્ય વેરા) નાબૂદ થશે. અને તેની જગ્યાએ માત્ર GST લાગુ પડશે. તેનાથી સમગ્ર દેશમાં એકસમાન કર પ્રણાલીનો પ્રારંભ થશે. GSTનો મુખ્ય ઉદ્દેશ “ટેક્સ ઉપર લાગતા ટેક્સ” અર્થાત “વધુ પડતા ટેક્સ” ને નાબુદ કરવાનો છે. GSTથી કરચોરી, ઓછો ટેક્સ ભરવાની વૃત્તિ અટકશે, બિઝનેસ ઓપરેશન્સ સરળ થશે. GST લાગુ થતાં પૂરો દેશ એક બજાર બની જશે.ઓક્ટ્રોયનાકા અદ્રશ્ય થશે. વસ્તુઓની હેરફેર સુગમ બનશે.
- જીએસટી લાગુ થયા બાદ દરેક રાજ્યોમાં ટેક્ષ વસુલાશે. તેના કારણે રાજ્યોની વચ્ચે થતી બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા અટકશે. જીએસટીનો ઉદ્દેશ્ય સામાન અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ પર ટેકસના પ્રભાવનો અંત આણવાનો છે. ટેકસ પર ટેકસની વ્યાપક અસરોનો અંત લાવીને એક ટેકસ લાગુ થવાથી બજારમાં મૂળ વસ્તુઓ અને સેવાઓની પ્રતિસ્પર્ધામાં ઘણો સુધાર આવશે, તેનાથી જીડીપીમાં પણ વધારો થશે.
જીએસટીના પ્રકાર / Types of GST
- દેશમાં ચાર પ્રકારના જીએસટી હશે
- CGST
- SGST
- IGST
- UTGST
CGST
- સીજીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટી
- આ ટેક્ષ કેન્દ્ર સરકાર વસૂલ કરશે.
SGST
- એસજીએસટી એટલે કે સ્ટેટ જીએસટી
- આ ટેક્ષ રાજ્ય સરકાર વસૂલ કરશે.
IGST
- આઈજીએસટી એટલે કે ઈન્ટીગ્રેટેડ જીએસટી
- બે રાજ્યો વચ્ચે થતા વ્યાપાર ઉપર આ ટેક્સ લાગશે આ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને બંને રાજ્યોમાં સરખા ભાગે વહેંચી દેશે.
UTGST
- યુટીજીએસટી એટલે કે યુનિયન ટેરેટરી જીએસટી
- કેન્દ્ર સરકાર એ સામાન અને સેવા પર વસુલ કરશે જેને તે વહન કરે છે.
જીએસટીના લાભ / Benefits of GST
- જીએસટીથી હેરાનગતિ ઓછી થશે અને લોકોને ટેકસ ચૂકવવા માટે પ્રોત્સાહન મળશે. ચીજવસ્તુઓનો ભાવ એકસરખો રહેશે અને મોંઘવારી તથા કાળા બજાર પર રોક લાગશે. ટેકસનું માળખું મજબૂત બનશે. મલ્ટીપલ ટેકસ ફાઈલિંગનો અંત આવશે તથા ટેકસ ચૂકવવા માટે અનેક પ્રકારના ફોર્મ ભરવાની જરૂર રહેશે નહિ.
- જે રાજ્યોમાં ઔદ્યોગિક કામકાજ વધુ હશે તે જ નહીં. પણ ખરીદી વધુ છે, એ રાજ્યોને પણ ફાયદો થશે. દેશના કોઈ પણ ખૂણામાં નવા ઔદ્યોગિક એકમ બનાવી શકાશે.
- એકીકૃત અને સરળ ટેકસ વ્યવસ્થાની સાથે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી વિદેશી રોકાણ પણ વધવાની સંભાવના છે.
- સામાન્ય વ્યક્તિ માટે અનુકૂળ :
- મહત્તમ વસ્તુઓ પર કરમાં છૂટછાટ અથવા માત્ર 5% કર.
- ગરીબ અને સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ લાભ.
- દેશના કોઈપણ વિસ્તારમાં નાના વ્યાપારિયો માટે સમાન તક.
- ગરીબોને તેમનો હક્ક મળવો સુનિશ્ચિત થશે.
- વ્યાપાર અને ઉદ્યોગ માટે લાભ :
- પંજીકરણ, કરની ચૂકવણી, રિટર્ન ફાઈલ કરવાનું અને કરનું રિફંડ પ્રાપ્ત કરવા માટે સમાન પ્રક્રિયા.
- નિર્માતા / આપૂર્તિકર્તાથી છૂટક વિક્રેતા સુધી ટેક્ષ ક્રેડિટના નિરંતર પ્રવાહથી કરો પર કરની નાબૂદી.
- નિકાસને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે કરનું વધુ સારી રીતે નિષ્પ્રભાવીકરણ.
- નાના આપૂર્તિકર્તાઓના એક મોટા વર્ગને છૂટ / કમ્પોઝિશન સ્કીમના લાભથી વર્ગનું ઉત્પાદન સસ્તું થશે.
- અર્થવ્યવસ્થા માટે લાભપ્રદ :
- એકીકૃત સમુચિત રાષ્ટ્રીય બજારનું નિર્માણ.
- ભારતને એક મેન્યુફેક્સરીંગ હબ બનાવવું.
- રોકાણ અને નિકાશને પ્રોત્સાહન.
- આર્થિક ગતિવીધિઓમાં વૃદ્ધિથી નવા રોજગારનું સર્જન.
- સરળ કર વ્યવસ્થા :
- વસ્તુઓ અને સેવાઓ પર લાગતા વર્તમાન અનેક કરની જગ્યાએ એક કરથી સરળતા.
- ઓછી છૂટની સાથે સરળ કર વ્યવસ્થા.
- દેશભરમાં નિયમો, પ્રક્રિયાઓ અને ક૨ોમાં એકરૂપતા.
- વસ્તુઓ અને રોવાઓનું યોગ્ય વર્ગીકરણ પ્રણાલીથી કર પ્રબંધનમાં સુનિશ્ચિતતા.
- એક આર્થિક ભાતનું નિર્માણ :
- માલ અને સેવાઓનો ખામીરહીત પ્રવાહ.
- પ્રતિસ્પર્ધા વધવાથી ગ્રાહકોને ફાયદો.
- દેશ ભરમાં ઉત્પાદકો અને ગ્રાહકો માટે સમાન અવસર.
- રાષ્ટ્રવાદ અને એકતાની ભાવના સુદૃઢ બનશે.
જીએસટીના ભયસ્થાનો / Fears of GST
- જીએસટીના અમલ માટે વિરોધ પક્ષ સહિત સમગ્ર દેશમાં સહમતિ છે. તેમ છતાં ભારતમાં વિવિધ વ્યાપારી વર્ષોથી માંડીને વિરોધપક્ષો દ્વારા જીએસટીનો વ્યાપક વિરોધ પણ થયો છે.
- જીએસટીના વિરોધના મુખ્ય કારણો આ પ્રમાણે છે :
- જીએસટીમાં વિવિધ વસ્તુઓ પરના ટેકસમાં આવેલા પરિવર્તનને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થશે જેને કારણે આ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ કર્તા વર્ગો દ્વારા એ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
- જીએસટીને કારણે નવી અમલમાં આવનાર કર પ્રણાલી, રિટર્ન ફાઈલ કરવાની નવી પદ્ધતિ, ઓનલાઈન એન્ટ્રી કરવાની જોગવાઈ વગેરે અંગે નાના વેપારીઓને પૂરતી જાણકારી ન હોવાથી એ અંગે વિરોધ થઈ રહ્યો છે.
- મોટા ભાગના વેપારી વર્ગોમાં જીએસટીના અમલ અંગે પૂર્વ તૈયારી ન હોવાથી પણ જીએસટીનો વિરોધ થઈ રહ્યો છે.
- મોટા ભાગના વિપક્ષોનો આરોપ છે કે જીએસટીની પૂર્વ તૈયારી વિના જ કેન્દ્ર સરકાર ઉતાવળે જીએસટીનો અમલ કરી રહી છે તેથી જીએસટીના અમલને કારણે દેશમાં અફડા તફડીનો માહોલ સર્જાશે… એવી આશંકા વ્યક્ત કરીને તેઓ જીએસટીનો વિરોધ કરી રહયા છે.
- ઓનલાઈન પ્રોસેસમાં વહેલું મોડું તેમજ અન્ય બાબતોમાં ઈન્સ્પેક્ટર રાજ ઉભી થવાની અને દંડની જોગવાઈમાં જેલ સુધીની વાતો હોવાથી વિવિધ વેપારી વર્ગમાં વેપાર પ્રત્યે ભય ઉભો થયો છે.
- વેપાર ઉદ્યોગ જગતના કેટલાક તજજ્ઞો દ્વારા મોંઘવારી અને ફુગાવો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.
જીએસટીનો પ્રારંભ / Implementation of GST
- 30 જૂન, 2017ની મધ્યરાત્રીના 12 વાગ્યે ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સાથે બટન દબાવીને જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં “એક દેશ, એક ટેકસ”ની પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો હતો. આ માટે સંસદમાં મધરાત્રીએ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 1997માં જ્યારે દેશની આઝાદીના 50 વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે અડધી રાત્રે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ બાદ પહેલી વખત જીએસટી લાગુ કરવા માટે મધરાત્રે સંસદમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષોની ગેરહાજરી વચ્ચે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના સાથી પક્ષોની હાજરીમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે.
- આ કાર્યક્રમ માટે સંસદના સેન્ટ્રલ હોલની પસંદગી કરવામાં આવી હતી. આ જ હોલમાં આ રીતે મધ્યરાત્રીએ પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નેહરુએ આઝાદીનું પહેલું ભાષણ આપ્યું હતું. તે જ સ્થળે 13મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરોની જાળથી આઝાદીનું ભાષણ આપ્યું.
- 1 જુલાઈ, 2017ને શનિવારની સવારથી એક દેશ, એક ટેકસ અને એક બજાર એટલે કે જીએસટી અમલમાં આવી ગયો છે. હવે નવી ટેકસ સિસ્ટમથી સેન્ટ્રલ એકસાઈઝ, સર્વિસ ટેકસ, લોટરી, ઓકટ્રોય જેવા ઘણા પરોક્ષ કર અને ડ્યુટી સમાપ્ત થઈ ગયા છે. જોકે, ઈન્કમ ટેક્ષ અગાઉની જેમ જ લાગુ રહેશે. કુલ મળીને જુદા-જુદા 17 પ્રકારના પરોક્ષ કર અને 23 પ્રકારના સેસ જીએસટીમાં સામેલ કરાયા છે.
જીએસટીના પ્રારંભ માટે સેન્ટ્રલ હોલની પસંદગીના કારણો
- Reasons for choosing Central Hall for GST launch
- (સેન્ટ્રલ હોલની સ્થાપના ઈ.સ. 1927માં થઈ હતી અને તેના આર્કિટેકટ એડવીન લ્યુટીન્સ અને હર્બટ બેકર હતાં.)
- 1946ની 9 ડિસેમ્બરે આ સેન્ટ્રલ હોલમાં જ બંધારણ સભાની પહેલી બેઠક થઈ.
- 1947ની 14 ઓગસ્ટે રાત્રે 12 : 00 વાગ્યે દેશની આઝાદીની ઘોષણા થઈ.
- 1942ની 26 નવેમ્બરે આ સેન્ટ્રલ હોલમાં જ દેશનું બંધારણ સ્વીકારાયું હતું.
- અને આ જગ્યાએ જ સૌથી મોટા ટેકસ સુધારાની ઘોષણા. તેથી આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ હોઈ શકે નહિ.
વિશ્વમાં જીએસટી / GST in the world
- વિશ્વની 90 ટકા વસતી હવે GSTના દાયરામાં આવી ગઈ છે. ભારત GST લાગુ કરનારો વિશ્વનો 161મો દેશ બની ગયો છે. દુનિયામાં સૌથી પહેલાં જીએસટી અમલી કરનારો દેશ ફ્રાન્સ હતો. ફ્રાન્સમાં વર્ષ 1954માં ટેક્સની આ જ વ્યવસ્થા અમલી કરાઈ હતી. એ બાદ જર્મની, ઈટાલી, યુનાઈટેડ કિંગ્ડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય દેશોમાં આ કર પ્રણાલીનો અમલ કરાયો છે.
- વિશ્વમાં ફકત કેનેડા જ એવો દેશ છે. જયાં ડબલ(ડયુઅલ) જીએસટી સિસ્ટમ છે. ભારતમાં પણ આ જ સિસ્ટમને અપનાવાઈ છે.
GST અંગે વિવિધ મંતવ્યો / Different view on GST
શ્રી નરેન્દ્રભાઈ મોદી
- જીએસટીથી આર્થિક એકીકરણનું સ્વપ્ન સાકાર થયું.
- સરદાર પટેલે જેવી રીતે દેશનું એકીકરણ કર્યું, જીએસટી પણ નાહિંદુ એકીકરણનું કામ કરશે.
- હવે 500 પ્રકારના ટેકસથી છૂટકારો મળી રહ્યો છે.
- ઈન્સ્પેકટર રાજ ખતમ થઈ જશે.
- જીએસટી એટલે ગુડ એન્ડ સિમ્પલ ટેકસ.
દેશની લોકશાહીમાં કરવેરાના નવા અધ્યાયનો પ્રારંભ.
શ્રી પ્રણવ મુખર્જી
જીએસટીને કારણે અનેક વેરા નાબૂદ થશે અને તે રાહે ઈન્સ્પેકટર રાજનો અંત આવશે.
શ્રી નીતિન ગડકરી
જીએસટી કાયદો “વન નેશન વન ટેક્સ”ના સિદ્ધાંતના આધારે ઘડાયો હોવાથી તેને પગલે “ન્યૂ ઈન્ડિયા”નું સર્જન થશે.
શ્રી વૈંકૈયા નાયડુ
એક એવા સુધારા કે જેમાં ઘણી ક્ષમતાઓ છુંપાયેલી છે, પરંતુ સરકાર અધૂરી પદ્ધતિથી પોતાના પ્રચાર માટે એક તમાશાની જેમ તેનો અમલ કરવા જઈ રહી છે.
રાહુલ ગાંધી