Gujarat na prajavatsal rajvio – Gujaratno itihas

Gujarat na prajavatsal rajvio – Gujaratno itihas – ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓ – ગુજરાતનો ઈતિહાસ

આઝાદી વખતના કુલ 562 દેશી રાજ્યો પૈકી ફક્ત કાઠિયાવાડ (સૌરાષ્ટ્ર)ના નાના મોટા 222 રાજ્યો હતા જે પૈકી અમુક મોટા સલામી રજવાડાઓ અને અન્ય નાના તાલુકેદારો (ભાયાતો) હતા. કાઠિયાવાડના પ્રજાવત્સલ રાજવીઓએ પ્રજા કેન્દ્રિત વહીવટ ચલાવ્યો હતો, જે તે સમયે આ રાજાઓની લોકતાંત્રિક નીતિ-રીતિઓથી આગળ જતા અહી પ્રજામંડળો સ્થપાયા.
લોકશાહી કાળમાં કાયદા અને વ્યવસ્થા સંદર્ભે પ્રજાસત્તાક આદર્શોને ચરિતાર્થ કરતા કેટલાંક નમૂનારૂપ વહીવટ આપનાર પાંચ દેશી રાજવીઓને પ્રસ્તુત સંશોધનમાં સામેલ કર્યા છે.
આઝાદી પૂર્વે દેશી રાજ્યોમાં દુષ્કાળ, મરકી (પ્લેગ) જેવા સંક્રમિક રોગચાળો, પૂરહોનારત વખતે મર્યાદિત સંસાધનો છતાં પોતાની આગવી કોઠાસૂઝથી પ્રજાને હૂંફ આપતા કાર્યોનો આદર્શ બેસાડયો. માળખાકીય સગવડો જેવી કે વીજળી, રેલવે, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, તકનીકી, રસ્તા, પાણી, સિંચાઈ અને સંસ્કાર સિંચન જેવી માળખાકીય સગવડો થકી પ્રજાવત્સલ રાજવી તરીકેની વ્યકિતગત છબી ઉજળી કરી છે.

ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓ

ભાવનગરના રાજવીઓ

ભાવનગરના રાજવીઓ

તખ્તસિંહજી ગોહિલ

  • તેમનો જન્મ 6 જાન્યુઆરી 1858 ના રોજ થયો હતો.
  • ઈ.સ. 1880 માં સૌરાષ્ટ્રની પ્રથમ રેલવે ભાવનગર થી વઢવાણ વચ્ચે શરૂ કરાવી.
  • ઈ.સ. 1881 માં તેમના દ્વારા ભાવનગર ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિકવેરિયન સર્વેની સ્થાપના કરવામાં આવી.
  • ઈ.સ. 1883 માં બાર્ટન લાયબ્રેરી અને મ્યુઝિયમનો પાયો નંખાવ્યો તેમજ બોરતળાવ બંધાવ્યું હતું.
  • ઈ.સ 1885 માં તેમના વિશ્વાસ પ્રધાન શામળદાસની સ્મૃતિમાં સૌરાષ્ટ્રની પ્રથમ કૉલેજ “શામળદાસ આર્ટ્સ કૉલેજ”ની સ્થાપના કરી. જેમાં મહાત્મા ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો.
  • ઈ.સ. 1893 માં તેમના નામ પરથી “તખ્તેશ્વર મહાદેવ“નું મંદિર બંધાવ્યું.
  • ખેડૂતો માટે ભાગબટાઈ પ્રથા રદ્દ કરી વિઘોટી (મહેસૂલ) પ્રથા દાખલ કરી.
  • તેમણે ભાવનગર સુરત વચ્ચે આગબોટ સેવા શરૂ કરાવી.

ભાવસિંહજી ગોહિલ બીજા

  • તખ્તસિંહજીનું અવસાન થતાં તેમના પુત્ર ભાવસિંહજી બીજા ગાદીએ આવ્યા. તેઓને ભાવનગરના આધુનિક ઘડવૈયા માનવામાં આવે છે.
  • ઈ.સ. 1902 માં “ભાવનગર દરબાર સેવિંગ્સ બેંક” શરૂ કરાવી જેનું સૌ પ્રથમ નામ “ભાવસિંહજી સેવિંગ્સ બેંક” હતું. આઝાદી બાદ તેનું નામ “સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર” કરવામાં આવ્યું અને તેનું 2008 માં SBI માં વિલીનીકરણ કરવામાં આવ્યું.
  • તેમણે સૌરાષ્ટ્રમાં વર્ષ 1919માં સૌપ્રથમ દારૂબંધી ફરમાવી હતી.
  • વિક્રમ સંવત 1956 માં પડેલા ભીષણ દુષ્કાળ (છપ્પનિયો દુકાળ) વખતે તેમણે મોટા પાયે રાહતકાર્યો શરૂ કરાવ્યા.
  • દુકાળસંહિતા, ગરીબખાના, ધોળાથી પોર્ટ આલ્બર્ટ વિક્ટર (પીપાવાવ) સુધીની રેલવેલાઈન નાંખી, નવા રસ્તાઓ અને નવા 94 તળાવો બાંધ્યા.
  • ભાવનગરમાં પ્લેગ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ કામગીરી કરી.
  • કાઉન્સિલ પદ્ધતિના વહીવટની જગ્યાએ ફરીવાર દીવાન અને નાયબ દીવાનની પ્રથા ચાલુ કરીને લોકશાહીનો પાયો નાંખ્યો.
  • ખેડૂત સંકટ નિવારણ ફંડ ઊભું કર્યું. આ ઉપરાંત ખેડૂતોની સ્થિતિ સુધારવા મોડેલ ફાર્મ, સહકારી મંડળીની રચના કરી હતી.
  • સિંચાઈની સગવડતા વધારવા શિહોરમાં રામધરીનું તળાવ અને ભીમડાદનું મનહર તળાવ રૂપિયા 5,00,000 ના ખર્ચે બંધાવ્યું.
  • ગોપનાથ મેટરનીટી હોસ્પિટલ, નંદકુંવરબા અનાથાશ્રમ, નંદકુંવરબા રાજપૂત કુમારિકા ઝનાના બોર્ડીંગ અને નંદકુંવરબા રાજપૂત વિદ્યાલયની સ્થાપના કરી.
  • તેઓને એગ્રેજ સરકારે ઈ.સ. 1909માં “મહારાજા” નું બિરૂદ, ઈ.સ.1912 માં કે.સી.એસ.આઈ. નો ઈલ્કાબ, ઈ.સ. 1918માં તેર તોપનું માન મળતું તે વધારીને 15 તોપનું કરી આપવામાં આવ્યું.
  • તેમના સમયમાં ભાવનગર રાજ્યે કર્નલ જોરાવરસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ લશ્કર મોકલી પ્રથમ વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજોને લશ્કરી સહાય કરી.
  • તેમણે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપ્યું અને પડદાપ્રથા જેવા રિવાજને દૂર કર્યા.
  • ભાવસિંહજીએ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વોર બોન્ડ ખરીદીને બ્રિટીશ સરકારને આર્થિક મદદ કરી હતી. ભાવસિંહજી બીજા અને તેમના પુત્ર કૃષ્ણકુમારસિંહજીના પ્રજાવત્સલ કાર્યો પાછળ કમશઃ દીવાન ગગા (ગૌરીશંકર) ઓઝા અને પુત્ર વિજયશંકર અને સચિવ પ્રભાશંકર પટ્ટણીનો સિંહ ફાળો રહ્યો છે.

કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

  • તેમનો જન્મ 19 મે, 1912 ના રોજ થયો હતો. તેઓ 7 વર્ષની વયે ગાદી પર આવ્યા હતા.
  • દુષ્કાળના સમયે ખેડૂતો માટે ત્રણરાહત યોજના શરૂ કરી.
  • ઈ.સ. 1924 માં ગ્રામપંચાયત શરૂ કરી તથા ગ્રામસુધારણા ફંડની રચના કરી. આ ઉપરાંત તેમણે ભાવનગર-મહુવા વચ્ચે ટ્રામ-વે શરૂ કરી હતી.
  • ઈ.સ. 1943માં પંચાયત શાસન ધારો ઘડી ચૂંટણીનું પરિબળ દાખલ કર્યું.
  • ઈ.સ. 1936માં ભાવનગર ખાતે સૌરાષ્ટ્રમાં પ્રથમ ભૂગર્ભ ગટર યોજના શરૂ કરી. ઉપરાંત તેમણે ખેતીવાડીના વિકાસ માટે ધોળામાં મોડેલ ફાર્મ શરૂ કરાવ્યા.
  • આઝાદી બાદ પોતાનું રજવાડું ભારતસંઘ સાથે જોડનાર પ્રથમ રાજવી હતા.
  • તેમણે બ્રાઝિલ દેશમાં ગીર ગાયનું દાન આપ્યું હોવાથી તેમની પ્રતિમા બ્રાઝિલની સંસદ સાથે બનાવવામાં આવી છે.
  • ભારતના વાઈસરોય લોર્ડ રીડિંગે રાજકોટમાં દરબાર ભર્યો ત્યારે તેમણે હાજરી આપી હતી.
  • આઝાદી બાદ ભારત સરકારે તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમ્યા હતા.
  • હાલમાં ભાવનગર યુનિવર્સિટીનું નામ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી રાખવામાં આવેલું છે.

જૂનાગઢના રાજવીઓ

જૂનાગઢના રાજવીઓ

મહોબતખાન બીજા

  • જૂનાગઢના પાંચમાં નવાબ હામદખાનજી બીજાના અવસાન પછી તેમના નાના ભાઈ મહોબતખાનજી બીજા ગાદીએ બેઠા હતાં. તેમની માતાનું નામ નાજુબીબી હતું.
  • માત્ર 14 વર્ષની ઉંમરે રાજગાદી મળી હોવાથી રાજ્યનો વહીવટ રીજન્સી કાઉન્સિલને સોંપવામાં આવ્યો હતો.
  • નવાબને અંગ્રેજી ભાષા શીખવવા પ્રભુદાસ મથુરદાસ અને સોમનારાયણે તથા ફારસી ભાષા શીખવવા મુનશી જાન મહંમદે મદદ કરી હતી.
  • ઈ.સ.1864 માં સૌરાષ્ટ્રની પ્રથમ પોસ્ટઑફિસ સ્થાપી.
  • તેમણે આયના મહેલ, સક્કરબાગ, મોતીબાગ, પરી તળાવ, મહાબત સર્કલ વગેરે બંધાવ્યા. આ ઉપરાંત તેમણે લાડલી બીબી કન્યાશાળા, નરસિંહ લાયબ્રેરી, રાજપ્રાણી કોર્ટ વગેરે બંધાવ્યા હતાં.
  • તેમણે મહાબત મકબરાનું બાંધકામ પણ શરૂ કરાવ્યું હતું.
  • તેમના સમયગાળા દરમિયાન જકાત, બંદર, તાર, રેલવે, ન્યાય, પ્રેસ, ટંકશાળ, પોસ્ટ વગેરે ક્ષેત્રે મહત્વના સુધારા થયા હતાં. તેમને જૂનાગઢના આધુનિક ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે.
  • તેમનું અવસાન 29 સપ્ટેમ્બર, 1982ના રોજ થયું હતું. તેમને અધૂરા બંધાયેલા મહાબત મકબરામાં દફન કરવામાં આવ્યા હતાં.

બહાદુરખાન ત્રીજા

  • મહોબત ખાન બીજાના અવસાન પછી તેમના પુત્ર બહાદુરખાનજી જૂનાગઢના નવાબ તરીકે આવ્યા હતાં.
  • તેમણે રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી ઈ.સ.1873-74માં કર્નલ લેસ્ટરની સાથે હિન્દુસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ રાજવીના સમયમાં કાદુ મકરાણીના બહારવટાનો પ્રસંગ બન્યો હતો.
  • જૂનાગઢમાં રેલવેનો પ્રવેશ આ રાજવીના સમયમાં 19 જાન્યુઆરી, 1888ના રોજ થયો હતો. આ ઉપરાંત મહોબત મદ્રેસા, ફર્ગ્યુસન પુલ, ગિરનાર અને દાતારના પગથિયા, શાહપોરનો કિલ્લો વગેરેના બાંધકામ કરાવ્યા.
  • રોકડિયા પાક અને શાકભાજી પર વજેભાગને બદલે રોકડ વિઘોટી લેવાની શરૂઆત કરાવી.
  • તેમણે ગામડાઓનું મહસૂલ ઉઘરાવવા ઈજારા અપાતા હતા તે પ્રથા બંધ કરી તલાટીઓ દ્વારા મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું.
  • તેમનું અવસાન 21 જાન્યુઆરી, 1892ના રોજ થયું હતું.

રસુલખાન

  • જૂનાગઢના સાતમા શાસક બહાદુરખાન ત્રીજાના અવસાન બાદ રસુલખાન જુનાગઢનો શાસક બન્યો હતો.તે “ઓલિયા પુરૂષ” તરીકે ઓળખાતો હતો.
  • તેની માતાનું નામ નૂરબ હતું. તેઓ મહોબતખાન બીજાનો પુત્ર હતો.
  • આ રાજવીના સમયમાં જ બોટનિકલ ગાર્ડન, આયુર્વેદ ફાર્મસી, દરબાર હોલ, વિકટોરિયા ડાયમંડ જ્યુબિલી મહોત્સવ, માણાવદર-બાંટવા રેલવે અસ્તિત્વમાં આવ્યા.
  • તેમના સમયમાં બહાઉદ્દીન કોલેજ, બહાઉદ્દીન જળાશય, વિકટોરિયા ડાયમંડ જ્યુંબિલી મહોત્સવ, બહાદુરખાનજી લાઈબ્રેરી, અશોકના શીલાલેખ ઉપર મકાન, માણાવદર-બાંટવા રેલ્વે વગેરે અસ્તિત્વમાં આવ્યા હતાં. તેમના નામની રાજકોટમાં નવાબ રસૂલખાનજી ઝનાના હોસ્પિટલ આવેલી છે.
  • તેમના કાર્યકાળ દરમિયાન શ્યામજીકૃષ્ણ વર્માની કચ્છ-માંડવીના દીવાન તરીકે નિમણૂક કરવામાં આવી.
  • તેમના સમયથી જૂનાગઢ રાજ્યમાં બજેટ બનાવવાની શરૂઆત થઈ ઉપરાંત સિંહોની પ્રથમવાર ગણતરી તેમના સમયમાં થઈ.
  • તેમણે વૈશ્યાવૃતિ અને દારૂ પર પ્રતિબંધ મૂક્યો.
  • તેમનું અવસાન 22 જાન્યુઆરી, 1911ના રોજ થયું હતું.

મહોબતખાન ત્રીજા

  • જૂનાગઢના નવમાં અને છેલ્લા શાસક મહોબતખાનજી ત્રીજાનો જન્મ 2 ઓગસ્ટ, 1900ના રોજ રસુલખાનના ઘરે થયો હતો. તેમની માતાનું નામ આવશાબીબી હતું.
  • તેમને બ્રિટીશ સેનાના કેપ્ટન, મેજર, કર્નલ જેવા મુખ્ય હોદાઓ મળ્યા હતાં.
  • તેમણે જુનાગઢમાં પ્રાથમિક શિક્ષણ મફત કરાવ્યું.
  • તેમણે પ્રાણીઓના શિકાર અને હરાજી પર પ્રતિબંધ મૂક્યો.
  • તેમના સમયમાં વિલિંગ્ડન ડેમ, જાંબૂર દેલવાડા, તાલાળા-સાસણ, સાસણગીર-વિસાવદરને જોડતી રેલવે નાંખવામાં આવી હતી. ઉપરાંત જૂનાગઢમાં સ્ટેટ બેંકનો પાયો નાખ્યો હતો.
  • વર્ષ 1933માં જૂનાગઢ અને વેરાવળમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી.
  • આ રાજવી કૂતરા પ્રેમી હતો.
  • તેઓએ નસીબ જોગે દિવાનભુટો ની ચડામણીથી પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય લીધો અને કરાંચી ગયો.
  • તેનું અવસાન 7 જાન્યુઆરી, 1959 ના રોજ કરાતી ખાતે થયું હતું.

જામનગર (નવાનગર) રાજવીઓ

જામનગર (નવાનગર) રાજવીઓ

સર વિભાજી જાડેજા

  • જામરણમલજી બીજાના અવસાન પછી વિભાજી નવાનગરની ગાદીએ આવ્યા.
  • તેમણે વર્ષ 1866માં રાજ્યમાં દીવાની અને ફોજદારી અદાલતો સ્થાપી. વર્ષ 1874માં મ્યુનિસિપલ કમિટિની સ્થાપના કરી. તેમણે જોડિયા અને સલાયાના દરિયાકાંઠે દીવાદાંડી બનાવડાવી હતી.
  • તેઓ સંગીત અને ગાયનના ખૂબ જ શોખીન હતાં.
  • તેમણે વેઠપ્રથા નાબૂદ કરાવી.
  • તેમણે રાજકોટમાં જામટાવર બંધાવ્યો હતો.

જામ રણજીતસિંહજી

  • જામનગરના અઢારમાં શાસક જસવંતસિંહજી (જસાજી)ના અવસાન બાદ રણજીતસિંહજી ગાદીએ આવ્યા. તેઓ જામરણજીતના હુલામણા નામે ઓળખાતા હતાં.
  • તેમણે ઈ.સ. 1911માં પ્રાથમિક શિક્ષણ અને ઈ.સ.1916માં માધ્યમિક શિક્ષણ મફત બનાવ્યું.
  • ભાગબટાઈપદ્ધતિને બદલે રોકડમાં મહેસૂલ લેવાની આધુનિક પદ્ધતિનો પ્રારંભ કર્યો. ખેડૂતોને નિદર્શન આપવા માટે આધુનિક કૃષિ ફાર્મ શરૂ કર્યા. ઈ.સ. 1916માં ખેડૂતોને કરજમાં રાહત આપવા માટે “ખેડૂત રાહત ધારો” પસાર કરવામાં આવ્યો. ખેડૂતોને દષ્કાળમાં રાહત માટે “દુષ્કાળ વીમા ફંડ” રચ્યું.
  • ઈ.સ. 1865માં જામનગરમાં સૌપ્રથમ કાપડ મિલ શરૂ કરવામાં આવી હતી.
  • તેમણે ક્રિકેટના ક્ષેત્રે વિશ્વ સ્તરે નામના પ્રાપ્ત કરી હતી. તેમના નામ પરથી ક્રિકેટ ક્ષેત્રે 1934 થી “રણજી ટ્રોફી” નું આયોજન કરવામાં આવે છે. તેમણે ક્રિકેટ પર “જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ” નામક પુસ્તકની રચના કરી હતી.
  • તેમણે જામનગરને શણગારવાનું કામ હાથમાં લઈ સૌ પ્રથમ રસ્તાઓ સુધાર્યા. આ ઉપરાંત શહેરમાં અસંખ્ય ઈમારતો બંધાવી હતી. જેમાં
    1. વિભાવિલાસ
    2. જામવિલાસ
    3. અમરવિલાસ
    4. ઈરવીન હોસ્પિટલ (હાલમાં ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ)
    5. સોલેરિયમ
    6. સજુબા ગર્લ્સ હાઈસ્કુલ
    7. માર્કેટ
    8. સુમેર કલબ
    9. રેલવે સ્ટેશન
    10. ક્રિકેટ બંગલો
    11. ત્રણ બાવલા જામ રાવળ, જામ રાજી અને મોન્ટેગ્યુ
    12. ગરાસિયા બોર્ડિંગ
    13. રણજીત સાગર ડેમ
    14. ઘનશ્યામ બેંક
  • વગેરે મહત્વના કહી શકાય તેવા બાંધકામો કર્યા હતા. તેમના આ કાર્યને લીધે જામનગરને “સૌરાષ્ટ્રના પેરિસ” તરીકેની ઉપમા મળી છે.
  • ઈ.સ. 1918માં “વાણિજ્ય અને ઉદ્યોગ” ખાતું શરૂ કર્યું હતું. “બેડીબંદર” બંદરનો વિકાસ કર્યો. ઈ.સ. 1926માં બંદરનું ઉદ્ઘાટન સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ કર્યું. (ઈ.સ. 1910માં જામનગરથી દ્વારકાની રેલવેલાઈન સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સહયોગથી નાંખવામાં આવી.)
  • તેમણે ઈ.સ. 1930-31 ની લંડનની ગોળમેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
  • ભારત સરકારે તેમની સ્મૃતિમાં ઈ.સ. 1973 માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
  • જામ રણજીસિંહજીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં મેસોપોટેમિયાના મોરચે યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધમાં આંખ પાસે ગોળી લાગતા ઘવાયા હતા. બ્રિટીશ સરકારે તેમને માનદ મેજર (ઈ.સ. 1914)અને માનદ લેફટનન્ટ કર્નલ (ઈ.સ.1918)ની પદવીઓ અને કે.સી.એસ.આઈ. તથા જી.સી.એસ.આઈ. અને જી.બી.ઈ.ના ખિતાબો આપ્યા હતા. તેઓ ત્રણ વાર જીનીવામાં “લીગ ઓફ નેશન્સ“ની બેઠકમાં હાજરી આપવા ગયા હતા. રણજીતસિંહના શાસનના 25 વર્ષની રજત જયંતી સમયે દ્વારકાના શંકરાચાર્ય શ્રી ભારતી કૃષ્ણતીર્થજીએ “રાજ્યધર્મ રત્નાકર“ની પદવી એનાયત કરી હતી.
  • જામ રણજીતસિંહજીનું તારીખ 2 એપ્રિલ, 1933ના રોજ અવસાન થયું ત્યારે તેમણે દત્તક લીધેલા જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહજી ગાદીએ આવ્યા.

જામ દિગ્વિજયસિંહજી

  • જામ દિગ્વિજયસિંહજી જામનગરના છેલ્લા અને વીસમાં જામ હતા. તેમનો જન્મ 18 સપ્ટેમ્બર, 1895ના રોજ સડોદરમાં થયો હતો અને તારીખ 14 સપ્ટેમ્બર, 1933ના રોજ ગાદીએ બેઠા હતા.
  • તેમણે રાજકુમાર કૉલેજ, રાજકોટ તથા લંડનની માલવર્ન કૉલેજ તથા યુનિવર્સિટી કૉલેજ લંડનમાં શિક્ષણ લીધું. એ પછી ઈંદોરની ભારતીય સૈનિકોની તાલીમ શાળામાં તાલીમ લીધી અને રાજપૂતાના રાઈફલ બટાલિયનમાં જોડાયા હતા. પોતે પરદેશી મોરચે પણ સૈનિક સેવાઓ આપી અસલ રાજપૂતી સ્વભાવ, શોખનો પરિચય આપ્યો હતો.
  • સરદાર પટેલે જ્યારે સોમનાથ મંદિર બાંધવાનો સંકલ્પ કર્યો ત્યારે દિગ્વિજયસિંહે સૌ પ્રથમ રૂપિયા 1 લાખનો ફાળો આપ્યો હતો. તેથી સોમનાથના પ્રવેશદ્વારનું નામ તેમના નામ ઉપરથી દિગ્વિજયદ્વાર રખાયું છે.
  • તેમણે જામનગરમાં દિગ્વિજય વુલન મીલ, સિક્કા સિમેન્ટ કારખાનું, ગુલાબ કુંવરબા આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ સ્થાપી તેમજ રણજીત સાગર ડેમનું કામ પૂર્ણ કરાવ્યું.
  • તેઓ ઈ.સ. 1948 માં UNO માં ભારતના પ્રતિનિધિ તરીકે રહ્યા હતા.
  • 15 ફેબ્રુઆરી, 1948 માં રોજ કાઠિયાવાડના સયુંકત રાજ્યોની રચના કરવામાં આવી અને તેઓ પ્રમુખ બન્યા હતા.

બાકીના પ્રજાવત્સલ રાજવીઓ આવતા આર્ટીકલ માં…

Leave a Comment

error: Content is protected !!